The compassion of division books and stories free download online pdf in Gujarati

ભાગલા ની કરુણતા



ભારત ના ભૂતકાળ માં ઘણી એવી ઘટનાઓ ની દસ્તક રહી છે જેને દુનિયા ની માનવ સંસ્કૃતિ અને માનવ સભ્યતા ના ઇતિહાસ માં અત્યંત ક્રૂર, ઘાતકી અને હેવાનયત ભરી ઘટનાઓ માં ગણી શકાય. એમાની એક ઘટના એટલે ભારત નુ વિભાજન, આજે દુનિયા ના નકશા માં જે ભારત નો ભૂગોળ છે એના કરતા ભારત નુ કદ ઘણું મોટુ અને વિશાળ હતું અનેક જાતિ ધર્મ ના લોકો ભારત માં રહેતા હતા જેમ જેમ બહાર ના આક્રાંતાઓ ભારત માં હુમલા કરતા ગયા એમ એમ ભારત દિવસે ને દિવસે નાનું થતું ગયું. આવો જ એક છેલ્લો ટુકડો થયો ભારત નો 1947 માં. ટુકડા થવાના ઘણા કારણો હતા જેમાં મુખ્ય હતી ઝીણા ની ટુ નેશન થિયરી.

કારણો કોઈ પણ હોય પરંતુ આવા મોટા વિભાજનના પરિણામો ને સમજવા માટે ભારત તથા પાકિસ્તાન ની બનવા જઈ રહેલી સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ રહી હતી, ઝીણા ની આ ટુ નેશન થિયરી નો જન્મ તો ફક્ત રાજકીય લાભ લેવા માટે જ થયો હતો. આના પરિણામ સ્વરૂપે જે નરસંહાર થયો જે બળાત્કાર થયા એ ઘટના કેટલી હૃદયદ્રાવક હશે તેની સાક્ષી આ માર્ગરેટ બૌર્કે વ્હાઈટ દ્વારા લેવાયેલી આ તસવીરો પુરે છે, લોકો ને એક જ દિવસ માં કહેવા માં આવ્યું કે મુસ્લિમો માટે પાકિસ્તાન અને હિંદુઓ માટે હિન્દુસ્તાન છે જતા રહો, નહીં કોઈ વ્યવસ્થા નહીં કોય સગવડ લોકો ટ્રેન, ગાડાં અને પગપાળા માધ્યમ થી એક એવી દિશા તરફ રવાના થઇ ગયા હતા કે જે દિશા માં ન હતું એનું કોઈ સગું વહાલું કે નહતું કોઈ દોસ્ત યાર મુસ્લિમ પૂર્વ થી પશ્ચીમ તરફ અને હિંદુઓ પ્રશ્ચિમ થી પૂર્વ તરફ પ્રયાણ કરવા લાગ્યા હતા, લોકો ની હાલત એવી થઇ ગઈ હતી કે ચાલતા ચાલતા થાકી ગયા અને બેસી ગયા તે લોકો ને બીજા લોકોએ ઉપાડી ને સાથે લીધા, આ હીજરત માં નાના થી માંડી ને મોટા બધા સહીત ઢોર ઢાંકર ને પણ આ માનવસર્જિત મુસીબત નો ભોગ બનવું પડ્યું હતું, લાખો લોકો ચહેરા પર એક સ્મિત અને દિલ માં એક નવી ઉમ્મીદ સાથે પાકિસ્તાન થી ભારત અને ભારત થી પાકિસ્તાન જવા રવાના થયા પણ એમાંથી ઘણા લોકો ની ફક્ત લાશ જ એ ધરતી પર પહોંચી હતી, હજારો હાડકાઓ ના ઢગલા થઇ ગયા હતા એમાંથી પ્રાણીઓ ના અને મનુષ્ય ના અલગ તારવવા કઠિન બની ગયા હતા, ઘણા લોકો ને પોતાના ઘર બાર ઢોર ઢાંકર માલ સામાન બધું છોડી ને નીકળી જવુ પડ્યું હતું જે ઘર એના પૂર્વજોએ વર્ષો મહેનત કરી ને બનાવ્યું તે એને એક જ ઝટકા માં છોડવું પડ્યું,ઘણા ગામડાઓ એવા હતા કે જ્યાં ઘણી શાંતિ પ્રવરતી હતી પરંતુ માહોલ એવો ઉભો થઇ રહ્યો હતો કે લોકો મુસ્લિમ ને ભારત માં એક શત્રુ તરીકે અને પાકિસ્તાન માં હિંદુ ને શત્રુ તરીકે જોવા લાગ્યા હતા જેના પરિણામએ હજારો લોકો હીજરત માં દુકાળ, કોલેરા, ગુંડાગર્દી, રમખાણ માં માર્યા ગયા હતા. બોર્ડર પર અનેક વૃદ્ધ ના મૃતદેહ પડ્યા જે ચાલી ન શકવા ને લીધે ત્યાં પડ્યા રહ્યા હોય અને કાફલો આગળ વધી ગયો હોય. એક પુસ્તક માં માર્ગરેટ બૌર્કે વ્હાઈટના ચરિત્રહાર વિકી ગોલડબર્ગ લખે છે " જેઓ જીવી ગયા તેમાંના ઘણા અજાણી ધરતી પર આવ્યા ત્યારે ન હતા તેમની પાસે પેસા, ન હતા બદલાવવા માટે કપડાં કે ન હતી જમીન ખેડવા એક પણ ખરપડી. " સરહદ પર ના ગામડાઓ માં જ્યાં જુઓ ત્યાં લાશો કચરા ના ઢગલા ની જેમ જ્યાં ને ત્યાં પડી હતી દિવસો સુધી કોઈ સંભાળ ન લેવા થી ફૂલી ગયેલી હતી એમાંની કેટલીક ના હાથ ન હતા કેટલીક લાશો ને સળગાવી દેવા માં આવી હતી તો કેટલીક પર ગીધ ના ટોળાંએ હુમલો કરી ને હાડપિંજર બનાવી નાખી હતી. આવી ક્રૂર ઘટનાઓ ના સાક્ષી હતા તેમાંથી ઘણા એ ઘણુ લખ્યું છે, ઘણા પુસ્તકો આ વિભાજન પર લખાણા છે બધા પુસ્તકને પોતાની એક કહાની છે, એમ કહીયે તો પણ અતિશયોકતી ન જ થાય કે વિભાજન માં ભાગ લેનાર હર એક વ્યક્તિ ને પોતપોતાની કહાની છે પોતપોતાની વ્યથા છે કોઈ નો પ્રેમી સામે છૂટી ગયો તો કોઈ ના માં બાપ એ નવા દેશ માં આવવા ની ના પાડી તો કોઈ ટ્રેન માં જ ખોવાય ગયું કે કોઈ ના દીકરા નો કોલેરા માં જીવ જતો રહ્યો. આવી અનેક દર્દનાક વાતો થી ભરેલું છે આ વિભાજન જયારે દિલ્હી માં સ્વત્રંતા ની ઉજવણી થતી હતી ત્યારે દેશ ના ઘણા ભાગો માં ક્રૂરતા સાથે હત્યા થતી હતી બળાત્કાર થતા હતા.

સામાન્ય માણસ ને આની સાથે બહુ લેવા દેવા જ ન હતું કેમ કે એને મન અંગ્રેજો પણ એ જ અને રાજા રજવાડા પણ એ જ. નતી એને ઝીણા થી લેવા દેવા કે નતી એને ગાંધી થી લેવાદેવા પણ આ વિભાજન ના પરિણામો ગામડે ગામડે પહોંચી ગયા હતા અને મને કે કમને લોકો ને વર્ષો થી જેની સાથે રહેતા હતા એને છોડી ને જવુ પડ્યું.

©️ ભાવિન જસાણી