Mission 5 - 15 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 15

ભાગ 15 શરૂ

................................... 

"ઓહ તો હવે અમે કેવી રીતે અહીંયાંથી નીકળી શકીશું? કોઈ રસ્તો છે તમારી પાસે?"જેકે નેવીલને પૂછ્યું. 

"હા એક રસ્તો છે કે કહેવાય છે કે અહીંયા એક કૂવો છે જેની અંદર ચોક્કસ સમયે જાંબલી કલરનો પ્રકાશ થાય છે અને જો એ સમયે કુવા પાસે જવામાં આવે તો તમે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જઇ શકશો" નેવીલે જવાબ આપ્યો. 

"પણ આ કૂવામાં એ લાઈટ નું શું રહસ્ય છે તેની કાઇ ખબર છે તમને?" રીકે નેવીલને પૂછ્યું. 

"કહેવાય છે કે થોડાક વર્ષો પહેલા એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન ની ટેલિપોર્ટ અને ટાઈમ ટ્રાવેલ ની થિઅરી સાચી છે કે નહિ તે તપાસવા એક પ્રયોગ કરેલો જેની અંદર તે વૈજ્ઞાનિકે જે પદાર્થોનો ઉપયોગ કરેલો તે અવકાશ ના પદાર્થો હતા અને જ્યારે તે વૈજ્ઞાનિક આ પ્રયોગ કરી રહ્યો હતો ત્યારે તે બધા પદાર્થો પૃથ્વીના વાતાવરણ ના સંપર્ક માં આવવાથી ખૂબ જ મોટો બ્લાસ્ટ થયો અને ત્યારે તે વૈજ્ઞાનિક ની પ્રયોગ શાળા પાસે જ એક કૂવો હતો તે કુવા ની અંદર જ આ પદાર્થ સમાઈ ગયા અને ત્યાર પછી કોઈ ચોક્કસ સમયે ઘણી વખત કોઈ અવકાશી પદાર્થ પૃથ્વી ઉપર પડે ત્યારે પાછા આ પદાર્થો સક્રિય થઈ જાય છે અને ત્યાંની આસપાસ ના વ્યક્તિ ટેલીપોર્ટ થઈને દુનિયાના કોઈ પણ છેડે પહોંચી જાય છે" નેવીલે રીક ને જવાબ આપ્યો. 

"તો પછી આ ટાપુ ઉપર પણ એ કૂવો કેમ છે? મતલબ એ કૂવો બનવવામાં આવ્યો હતો કે પછી તેની જાતે જ આવા કુવા બનેલા છે" જેકે નેવીલ મેં પૂછ્યું. 

"ના આ કુવા સામાન્ય કુવા છે જ નહીં આ કુવા ઘણા વર્ષો પહેલા આ પ્રયોગ અને એક્ષપેરિમેન્ટ માટે બનાવવામાં આવ્યા હતા કારણ કે ત્યારે આ બધા કામોથી માનવજીવનને નુકસાન થઈ શકે છે એ બીકથી સરકારે આવા બધા પ્રયોગો પર પ્રતિબંધ લગાવેલો હતો અને જેથી આ વૈજ્ઞાનિકે પોતાનું દિમાગ ચલાવીને ટનલ અને બીજી મોટી સામગ્રી ની જરૂર ના પડે અને છાનામાના પોતાનું કામ થઈ શકે તેની માટે તેને કુવા ના સ્વરૂપ માં જ પોતાના ટેલીપોર્ટ થવાના દરવાજા બનાવ્યા હતા. અને ત્યારબાદ તેણે દુનિયાના થોડાક પોઇન્ટ્સ નક્કી કર્યા હતા કે જ્યાં તેને જવું હોય ત્યાં જઈ શકે અને તેમાં તેને બર્લિન, ફિલિપાઈન્સ, ઇન્ડિયા, નોવા કોસિયા, જાપાન, અમેરિકા જેવા દેશો ને ટેલિપોર્ટ માટે પસંદ કર્યા હતા અને આ દેશો માં પણ એવા સ્થળો પસંદ કર્યા કે જ્યાં તે વૈજ્ઞાનિક કોઇ નવી ખોજ કરી શકે અને પૈસા કમાઈ શકે એટલે પૂરી દુનિયામાં આવા સાત કુવા છે અને સાત કુવા માંથી એક કુવા નો ઉપયોગ આ બધા સ્થળે જવામાં થાય છે અને આ જુવો બર્લિન પાસે આવેલા એક નાનકડા ગામમાં જ આવેલો છે. " નેવીલે જવાબ આપ્યો. 

"થેન્ક યુ સો મચ નેવીલ મને આ બધી માહિતી આપવા માટે" જેકે નેવીલને કહ્યું. 

"અરે એમાં શું એમ પણ તમે કાંઈ સાથે લઈને નથી આવ્યા તો ચાલો તમે મારી સાથે જ જોડાઈ જાવ કારણ કે તમારે અહીંયાના કુવાના ટેલીપોર્ટ પાવરને એક્ટિવ કરવો હોય તો એક પદાર્થ ની જરૂર પડશે અને તે પદાર્થની ખાણ આ ટાપુ ઉપર જ છે પણ ક્યાં છે એ મને નથી ખબર અને ચાલો એમ પણ હવે સાંજ પડી ગઈ છે તો આજનું ડિનર આપણે બધા ભેગા કરીશું" નેવીલ બધાને ખુશ થઈને કહ્યું. 

લગભગ રાતના નવ વાગ્યા હતા અને ટાપુ ઉપર સમુદ્રની લહેરોનો ધીમો ધીનો અવાજ આવી રહ્યો હતો અને એક અલગ શાંતિનો અનુભવ થઇ રહ્યો હતો એટલામાં નેવીલ સાથે એક છોડ પણ લાવ્યો હોય છે જેમાં એનર્જી ની માત્રા સારી હોય છે. જેથી નેવીલ બધા લોકોને આ છોડ ખાવા આપે છે. 

"લો આ છોડ ને ગરમ કરીને આજે ખાવાનો છે" નેવીલે બધાને કહ્યું. 

"અરે આ છોડનો સ્વાદ કેવો લાગશે?" ઝોયાએ કહ્યું. 

"અરે હું આ ટાપુ ઉપર આવ્યો ત્યારથી આ છોડ ખાઈને જ જીવું છું" નેવીલે ઝોયાને જવાબ આપ્યો. 

"કાંઈ નહિ ચાલો આ છોડ ગરમ થાય ત્યાં સુધી વાતો કરીયે" મિસ્ટર ડેઝીએ બધાને કહ્યું. 

"હા તો નેવીલ આપણે આ ટાપુ નું નામ શું છે અને આ ટાપુ પર ખજાનો છે એવું તમને કોણે કહ્યું?" રોહને નેવીલને સવાલ કર્યો. 

"મિત્રો આ ટાપુ નું નામ છે ઓક આઇલેન્ડ છે અને આ ટાપુ નોવા કોશિયા મા જ છે અને આ આઇલેન્ડ 57 એકરમાં ફેલાયેલો છે અને બીજી વાત કરીએ તો વર્ષો પહેલા અહીંયા બે વેપારીઓ રહેતા હતા જોન મેકનીઝ અને રોબર્ટ લેકબ્રિજ તે લોકો પહેલાં જહાજ ઉપર કામ કરતા પણ તે બન્ને ની ઉંમર વધતા જોન અહીંયા ખેતી કરવા લાગ્યા અને જોનનો એક છોકરાનો છોકરો પણ હતો અને તેનું નામ ડેનિયલ મેકનીઝ હતું. જોન તેના પૌત્ર ને ખૂબ જ ચાહત હતા જેથી એક વખત જ્યારે તેઓ દારૂ ના નશામાં હતા ત્યારે ડેનિયલને પાસે બોલાવીને કહેલું કે મર્યા પછી તું આ નોવા કોશિયા નો સૌથી પૈસાદાર વ્યક્તિ બનીશ. " નેવીલે રોહન અને તેના સાથીઓને કહ્યું. 

"ઓહો મતલબ ત્યારબાદ શું થયું શું ડેનિયલ હકીકતમાં પૈસાદાર બની ગયો?" મિસ્ટર ડેઝીએ નેવીલ ને પૂછ્યું. 

"હા ત્યારબાદ થોડાક વર્ષો માં જ જોન નું મૃત્યુ થયું અને તેના કબાટ ની અંદરથી ઘણા બધા નકશાઓ મળ્યા અને આ નકશાઓની અંદર માત્ર ઓક આઇલેન્ડ નો જ સમાવેશ કરાયો હતો. પણ ડેનિયલને આ નકશાઓ જોઈને કાંઈ ખબર ના પડી એટલે તેને આ નકશાઓ તેના પપ્પાના વેપારી મિત્ર એવા રોબર્ટ ને આ નકશો બતાવ્યો. પણ બદનસીબે એ રાત્રે જ રોબર્ટ ના ઘરે આગ લાગી ગઈ અને આ દુર્ઘટનામાં રોબર્ટ નું મૃત્યુ થઈ ગયું. અને ત્યારબાદ જ ડેનિયલ અને તેના મિત્રોએ ત્યાં ટાપુ ઉપર મોજુદ એ ખજાનાના દરવાજા ને ગોત્યો. અને આ ખાણ એક ભોંયરામાં હતી અને તે મોટા મોટા પથ્થરોથી ઢંકાયેલી હતી. અને ત્યાં તે ભોંયરામાં રહસ્યમય રૂપ થી કાંઇ લખવામાં આવ્યું હતું. અને જેવા ડેનિયલ અને તેના મિત્રો ભોંયરામાં ત્રણ મીટર નીચે ગયા ત્યારે નીચેના રસ્તાને ઝાડ ના થડ થી બંધ કરવામાં આવેલો પણ ડેનિયલ અને તેના મિત્રોએ નીચે જવાનો બંદોબસ્ત કરી લીધો. અને તેમને એટલા નીચર જઈને પણ કાંઈ ખાસ ના મળ્યું. અને તેઓને ખુદ ને પણ નહોતી ખબર કે હવે તેઓ કેટલા નીચે આવી ગયા છે. અને ત્યારબાદ તેઓ વધારે નીચે ના ગયા અને પાછા ઘરે જતા રહ્યા. " નેવીલે જવાબ આપ્યો. 

"મતલબ એ ખજાનો ડેનિયલ ને મળ્યો કે નહીં કે પછી એ હાર માનીને જતો રહ્યો" નિકિતાએ નેવીલને કહ્યું. 

"ના તેઓએ હાર ના માની પહેલીવાર તો તેઓ ઘરે જતા રહ્યા પણ જ્યારે બીજી વાર તેઓ આ ભોંયરામાં આવ્યા ત્યારે તેઓ પહેલા કરતા પણ વધારે એટલે કે 28 મિટર સુધી ઊંડે ગયા અને ત્યાં તેમને એક પથ્થર મળ્યો જ્યાં લખ્યું હતું હજુ ચાળીસ ફિટ નીચે બે મિલિયન પાઉન્ડ છે. અને ત્રેવીસ ઓગસ્ટ અઢારસો તેર ના દિવસે એ ભોંયરામાંથી એક બોક્ષ કાઢવામાં આવ્યું. "

મિશન 5 - ભાગ 15 પૂર્ણ

મિત્રો હવે આગળ શું થશે?શું નેવીલે કહેલી આ સ્ટોરી સાચી છે?શું જેક લોકો તેનો વિશ્વાસ કરશે કે નહીં?

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

 

જો આ ભાગ તમને પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી પ્રતિભાવ આપવાનું ના ચૂકતા.