Mission 5 - 19 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 19

ભાગ 19 શરૂ

................................... 

આદિવાસીઓએ તેમણે ના પાડી છતાં એ સમયે તેમણે એ આદિવાસીઓને મારી નાખીને ટુરિસ્ટ પલ્સ બનાવ્યું હતું જે થોડાક વર્ષોમાં એક જોરદાર ભૂકંપ આવવાથી પડી ગયું અને આ આદિવાસી પ્રજાતી ત્યારથી જ માનવીય સભ્યતાથી ખૂબ જ નફરત કરે છે એટલે બચીને તો જવું જ જોઈશે" નેવીલે જવાબ આપ્યો. 

"આ લોકો અહીંયા તો નહીં આવે ને?" ઝોયાએ ગભરાઈને જવાબ આપ્યો. 

"શાંતિ રાખો થોડીકવાર એ લોકો હમણાં જતા રહેશે" જેકે જવાબ આપ્યો. 

"અરે આ લોકો તો આપણી તરફ આવી રહ્યાં છે" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"કાંઈ નહિ હિંમત રાખો કાંઈ નહિ થાય" નેવીલે કહ્યું. 

થોડીકવારમાં તો તે આદિવાસીઓ આ લોકોને ઝાડીઓમાં જોઈ જાય છે અને તેઓને પકડી લે છે અને તે બધા લોકોને તેમના સરદાર પાસે લઈ જાય છે. 

"આ લોકોનો વિસ્તાર તો ઝાડ અને ફૂલોથી કેટલો સુંદર લાગે છે અને અહીંયા તો આ લોકોના કેટલા બધા ઘર પણ છે અને અહીંયા મને લાગે છે આ આદિવાસીઓ રહેતા હશે અને આ સિંહાસન ઉપર બેઠા એ આ આદિવાસીઓના સરદાર લાગે છે"જેક બોલ્યો. 

"હા મારા મત મુજબ તો આ તેમના સરદાર જ છે. " નેવીલે જવાબ આપ્યો. 

"મને તો ખૂબ જ ડર લાગે છે" નિકિતાએ જવાબ આપ્યો. 

"અરે હવે ડરીને શું ફાયદો જે થશે જોયું જશે" જેકે નિકિતાને કડક શબ્દોમાં કહ્યું. 

"ઉલ.. સમો.. પા.. સા... વા... હા સુ?" આદિવાસી ના સરદારે પૂછ્યું. 

"અરે આ શું બોલે છે?" જેકે પૂછ્યું. 

"અરે યાર ખબર નહિ આ તો એની જ ભાષા માં કાંઈ બોલે છે" નિકિતાએ જવાબ આપ્યો. 

"ભાઈ કોઈને આની ભાષા આવડતી હોય તો સમજાવો ને આને કોઈ" રોહને બધાને કહ્યું. 

"આ લોકોની ભાષા તો મને પણ નથી આવડતી પણ કદાચ આપણે આ લોકોને સંકેતો વડે સમજાવી શકીશું" નેવીલે જવાબ આપ્યો. 

અને આટલું કહીને તે લોકો આ આદિવાસીઓને સંકેતોથી સમજાવે છે કે તે લોકો અહીંયા શું કામ આવ્યા છે પણ આદિવાસીઓ તેમના કોઈ સંકેત ને સમજતા નથી અને તે આદિવાસીઓના સરદાર બધા લોકોને એક મોટા પિંજરા ની અંદર કેદ કરી લે છે. 

"અરે આ લોકોએ આપણને કેદ શું કામ કર્યા છે?" જેકે પૂછ્યું. 

"મને લાગે છે કે એ લોકોને લાગે છે કે આપણે તેમની માટે ખતરારૂપ છીએ એટલે તેમણે આપણને એક પિંજરામાં પૂરી દીધા છે" નેવીલે જવાબ આપ્યો. 

"પણ મને તો કંઈક આલગ જ વસ્તુ લાગે છે કદાચ એ લોકો આપણને ખાઈ તો નહીં જાય ને?" મિસ્ટર ડેઝી ગભરાઈને બોલ્યા. એટલામાં તો ત્યાં રાત પડી જાય છે અને ત્યાં એ આદિવાસીઓ આ પીંજરું ખોલવા આવે છે અને આ બધા લોકોને સરદાર પાસે લઈ જાય છે અને ત્યાં તો સરદાર સાથે બધા આદિવાસીઓએ મોટી અગ શરૂ કરી હોય છે અને આજુબાજુમાં તે લોકો ગોળ ગોળ ફરીને નાચી રહ્યા હોય છે અને તેમની ભાષામાં કાંઈ બોલી રહ્યા હોય છે બધા આદિવાસીઓએ પોતાના ભાલા આગમાં નાખીને ગરમ કરતા હોય છે અને આ જોઈને નેવીલ અને તેના મિત્રો પણ એકદમ ડરી જાય છે. 

"હું શું કહું છું મને આ લોકોના ઈરાદા ઠીક નથી લાગતા આપણે અહીંયાંથી ભાગીએ હવે"નેવીલે જવાબ આપ્યો. 

"પણ આ લોકોએ તો આપણને ચારેય તરફથી ઘેરી લીધેલા છે આપણે ભાગીશું કેવી રીતે?" જેકે જવાબ આપ્યો. 

"કાંઈ નહિ પણ અત્યારે તો આપણે એજ જોવાનું છે કે આ લોકો આગળ આપણી સાથે શું કરે છે?" નેવીલે બધાને કહ્યું. 

અને થોડીકવાર માં આદિવાસીઓના સરદાર એક ગરમ કરેલું અણીદાર ભાલુ આગમાંથી બહાર કાઢે છે અને તેમાંથી તેઓ રોહન ને પકડી લે છે અને તેને એક વનસ્પતિ ની જાડી ડાળખી વડે ઊંધો લટકાવી દે છે અને નીચે ઘણા બધા પાંદડાઓ ને સળગાવીને આગ લગાડે છે આ બધું જોઈને બધા લોકો ખૂબ જ ડરી ગયા હોય છે. 

"અરે મને કોઈ તો બચાવો... મને બચાવો"રોહન જોરજોરથી ડરીને બોલ્યો. 

"અરે તું શાંતિ રાખ અમે કંઈક કરીએ છીએ હમણાં"જેકે જવાબ આપ્યો. 

એટલામાં તો બધા આદિવાસીઓ રોહન તરફ પોતાના ભાલા લઈને આવ્યા હોય છે ત્યાં જ એક સ્ત્રી આદિવાસી દોડતી દોડતી આવે છે અને તેના સરદાર મેં કંઈક તેમની ભાષામાં કહે છે પણ તેમના સંકેતો પરથી એટલી તો ઝબર પડતી જ હોય છે કે આ સ્ત્રી નો છોકરો કસેય ફસાઈ ગયો છે અને આ સ્ત્રી ની વાત સાંભળીને બધા આદિવાસીઓ સીધા આગળ ચાલે છે અને રોહન ને છોડી દે છે. 

"અરે લે આ લોકોએ મને છોડી દીધો" રોહન ખુશ થઈને બોલ્યો. 

"ભાઈ ખુશ ના થાય કોઈ મોટી મુસીબત આવી લાગે છે"જેકે જવાબ આપ્યો. 

તે લોકો આગળ ચાલવા લાગે છે અને હોય છે એવું કે એ આદિવાસી સ્ત્રી નો છોકરો ત્યાં પેલા જંગલી જાનવરો પાસે હોય છે અને પેલી સ્ત્રી સરદાર ના પગે પડીને આજીજી કરે છે પણ સરદાર પણ આ જંગલી જાનવરો પાસે જતા ડરતા હોય છે એટલામાં જ જેક ને આઈડિયા આવે છે કે જો એ કદાચ આ બાળકને સરદાર પાસે લઈ આવે તો સરદાર તેમને જવા દેશે. અને જેક કોઈને પણ પૂછ્યા વગર એ જંગલી જાનવરો ની વરચે જઇને પેલા બાળકને બચાવે છે અને તેનાથી સરદાર એકદમ ખુશ થાય છે. હવે તે લોકોને ઝસરદાર દ્વારા એક શાનદાર પાર્ટી આપવામાં આવે છે અને જેક ની બહાદૂરી ના કારણે બધા લોકો બચી જાય છે અને ડિનર કરવા બધા સાથે બેસે છે. 

"અરે વાહ જેક તું તો એકદમ બહાદૂર છે હો" રીકે જેક ને કહ્યું. 

"હા જેક હકીકતમાં આજે તારી બહાદૂરી ના કારણે આપણે આ લોકોનું ભોજન બનતા બનતા રહી ગયા" રોહને જેક ને કહ્યું. 

"હા જેક થેન્ક યુ ફોર સેવ અઝ" નેવીલે જેક ને કહ્યું. 

"અરે એમાં શું આપણે બધા મિત્રો તો છીએ" જેકે બધાંને કહ્યું. 

અને એ રાત્રે તે લોકો ડિનર કરે છે અને રાતે પણ એ આદિવાસીઓ ના કબીલા માં જ રોકાઈ જાય છે અને સવાર પડતા જ આગળ જવાનું બધા લોકો વિચારે છે અને તે લોકો એ રાતે ત્યાં જ રહી જાય છે. 

.................................... 

મિશન 5 - ભાગ 19 પૂર્ણ

.................................... 

 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...........................