Mission 5 - 23 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 23

ભાગ 23 શરૂ

..................................... 

"અરે અમને તો આ મટી ગયું હો" મિસ્ટર ડેઝી ખુશ થઈને બોલ્યા. 

"હા અમને પણ સારું લાગે છે" રિક અને રોહન બોલ્યા. 

"હા એ જ ને તમતાર ચાલો કાંઈ નહિ હવે સારું થઈ ગયું હોય તો વધીએ આગળ" નેવીલ આટલું કહીને આગળ વધવા લાગે છે અને જેક અને તેના સાથીમિત્રો પણ નેવીલ સાથે આગક વધવા માંડે છે. 

"અરે આ ચાવી હવે મળે તો સારું" રોહન ઉદાસ થઈને બોલ્યો. 

"અરે આપણે આટલી મુસીબતો એ ચાવી માટે વેઠી છે તો મળી જ જશે ને ચાવી અને એમ પણ જોવો હવે આ નકશો પણ અહીંયા પૂરો થઈ જાય છે મતલબ આગક એક ખાડો આવશે ત્યાં આ ચાવી હશે" નેવીલે રોહનને કહ્યું. 

"અરે માત્ર બોલવાથી કાંઈ નથી થવાનું આપણે નિરંતર આગળ વધતા રહેવું જોઈશે ત્યાએ આપણે ચાવી સુધી પહોંચી શકીશું" જેકે બધાને કહ્યું. 

"હા જેક તારે વાત તો એકદમ સાચી છે આ સામે જો એક મોટો પથ્થર છે અને ત્યાં જો નીચે એક ખાડો છે ત્યાં જ આ ચાવી હોવી જોઈએ. " રીકે જેક ને કહ્યું. 

"હા તો ચાલો આગળ એટલે જોઈએ કેવી રીતે જવાશે અંદર" જેકે કહ્યું. 

"કાંઈ નહિ ચાલો આગળ વધીએ અને જોઈએ શું થાય છે" નેવીલે જેક ને કહ્યું. 

એ લોકો જેવા ત્યાં આગળ જાય છે તો ત્યાં એકદમ માટી જ હોય છે અને આ માટીમાં બન્ને લોકોના પગ ફસાઈ જાય છે એટલે હવે એ લોકોને બચાવવા માટે રોહન અને રિક આવે છે અને માણ માણ તે લોકોને ત્યાંથી બચાવે છે હવે આ ઘટના પછી તે લોકો તદ્દન ડરી ગયા હોય છે અને ત્યારે આ બધા લોકોને પેલા આદિવાસીઓએ આપેલા ભાલા કામમાં આવે છે અને હવે તે લોકો જેમ જેમ એક એક કદમ આગળ મુક્ત જાય છે તેમ તેમ સાથે તે લોકો પહેલા ભાલા ને પણ મુકતા જય છે જેના કારણે તે લોકો સફળતા પૂર્વક આગળ આવી જાય છે પણ ત્યારબાદ નો જે રસ્તો હોય છે એ રસ્તા ઉપર જ એક અલગ વસ્તુ દરેક લોકોને દેખાઈ છે જેની અંદર રોહન ને આગળ દરિયો દેખાઈ છે તો પછી રિક ને આગળ એક જંગલી જાનવર દેખાઈ છે તો પછી ઝોયા ને આગળ જંગલ દેખાઈ છે અને આ એક પ્રકાર ની માયાજાળ હોય છે પણ નેવીલ એ લોકોને આ વસ્તુ ખોટી છે એ માત્ર છળ છે તેવું કહે છે અને એ લોકો હિંમત કરીને આગળ નીકળે છે લગભગ દસેક કિલોમીટર ચાલ્યા બસદ નકશા પ્રમાણે એક ભોંયરુ આવે છે અને આ ભોંયરાની બહાર કોઈ અલગ ભાષામાં જ કંઇક લખેલું હોય છે પણ કોઈને આ ભાષા ના આવડતી હોવાથી તેઓ આની ઉપર કાંઈ ધ્યાન નથી આપતા. 

"મિત્રો આની ઉપર લખેલું છે કે તમારે જે ચાવી ગોતી રહ્યા છો એ અંદર છે" નેવીલ બધાને કહ્યું. 

"ઓકે મતલબ આ ભોંયરામાં આપણે જઈએ એટલે મળી જશેને ચાવી" રોહને નેવીલને પૂછ્યું. 

"અરે મળી જ જાય ને" નેવીલ બોલ્યો. 

"તો ચાલો પહેલા હું અંદર જાવ છું બધા મારી પાછળ પાછળ આવો" રોહને બધાને જણાવ્યું. અને બધા તેની પાછળ જવા લાગ્યા થોડાક કિલોમીટર અંદર ગયા પછી ત્યાં ત્રણ ગુફાઓ દેખાઇ. 

"આ ગુફાઓ બહારથી ભલે નાની લાગે પણ અંદરથી એકદમ સાંકડી છે એટલે આમાં કોઈ એક વ્યક્તિ જ જઇ શકશે" નેવીલ બધાને જણાવ્યું. 

"તો આ પહેલી ગુફામાં જઈશ" રોહન આટલું કહીને એ પહેલી ગુફામાં જાય છે અને થોડીક વાર માં જોરથી ચીસ પડવાનો અવાજ આવે છે અને આ ચીસ રોહન ની હોય છે. 

"અરે શું થયું છે હશે રોહન ને લાવ તો મને જોવા જવા દો" જેકે ડરીને કહ્યું. 

"અરે જેક હું છું ને હું જાવ છું જોવા તમે બધા અહીંયા રહો" આમ કહીને નેવીલ એ ગુફામાં જાય છે અને એ ગુફામાં રોહન એકદમ ઘાયલ થઈને બહાર આવતો હોય છે. 

"પ્લીઝ નેવીલ અંદર તો હજારો ની સંખ્યામાં બ્લેક મામ્બા છે" રોહન ડરતા ડરતા બોલ્યો. 

બ્લેક મામ્બા એક સાપની પ્રજાતિ છે અને તે દુનિયાની બધીજ સાપ ની પ્રજાતિમાંથી સૌથી ઝડપી ચાલતી પ્રજાતિ છે. અને તે વીસ કિલોમીટર પ્રતિ કલાકે શિકાર નો પીછો કરી શકે છે. અને તે શિકાર ને દસ થી બાર વખત ડંખ મારે છે આજે ચારસો મિલી ગ્રામ જેટલું ઝેર વ્યક્તિના શરીર માં છોડી દે છે. અને તેનું માત્ર એક મિલી ગ્રામ ઝેર વ્યક્તિને મારી નાખવા કાફી છે. અને હવે રોહન ની આંખોમાં અંધારા આવવા લાગ્યા હોય છે. 

"હા રોહન મને ખબર હતી અને થેન્ક યુ મારી માટે તારું બલિદાન આપવા માટે" આટલું જહેતા જ નેવીલ પોતાની પાસે રહેલું મોટું લાકડાનું હથિયાર રોહન ની આંખમાં મારી ને રોહન ની આંખ ફોડી નાખે છે અને ત્યારબાદ એ જ હથિયારથી નેવીલ રોહન ના હદય ની આરપાર એ હથિયાર નાખી દે છે અને રોહન ને મારી નાખે છે. થોડાક સમયમાં નેવીલ પાછો બધા લોકો પાસે આવે છે. 

"રોહન ઇઝ ડેડ" નેવીલ બધાને કહે છે. 

"પણ કેવી રીતે?" જેકે નેવીલ ને પૂછ્યું. 

"એ તો ખબર નહિ પણ હું ત્યાં ગયો ત્યારે રોહન ની ડેડ બોડી જ પડેલી દેખાતી હતી આઈ થિંક તેની ઉપર કોઈ મોટો પથ્થર પડ્યો હશે" નેવીલ નાટક કરતા કહ્યું. 

"એ જે હોય એ એ મારો સાચો મિત્ર હતો મને જોવા જવા દે ત્યાં" જેકે ગુસ્સે થઈને નેવીલ ને કહ્યું. 

"અરે ત્યાં અંદર નહિ જી શકાય કારણ કે ત્યાંનો રસ્તો બંધ થઈ ગયો છે પથ્થર પડી જવાના કારણે અને તું પણ કદાચ ગયો તો તારે ઉપર પણ જોખમ રહેશે" નેવીલે જેક ને સમજાવતા કહ્યું. 

"પણ આમ થોડો હું મારા મિત્ર ને મૂકી શકું" જેકે રડતા રડતા જવાબ આપ્યો. 

"પણ હવે એ મરી ગયો છે હવે તું પણ તેની પાછળ મરવા જઈશ તું સમજ આપણે અહીંયા એક ટાપુ ઉપર છીએ અને આપણો હેતુ તમારા બધા માટે ચાવી ગોતવાનો છે" નેવીલે જેક ને સમજાવતા જવાબ આપ્યો. 

"હા એ પણ છે કાંઈ નહિ આ બીજી અને ત્રીજી ગુફામાં કોણ જશે?" જેકે બધાને પૂછ્યું. 

"આ બીજી ગુફામાં હું જઈશ" ઝોયાએ કહ્યું. 

"અને આ ત્રીજી ગુફામાં હું જઈશ" મિસ્ટર ડેઝી બોલ્યા. 

.................................... 

મિશન 5 - ભાગ 23 પૂર્ણ

.................................... 

 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...................................