Pragati - 2 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 2

સઘળું કામ આટોપી ને બંને બહેનો તૈયાર થઈ. આયુશીએ પ્રગતિએ ખાસ એના માટે ડિઝાઈન કરેલું એક લાઈટ પિંક કલરનું ફ્રોક પહેર્યું અને પ્રગતિએ એનું ફેવરિટ બ્લેક કલરનું થોડું લોંગ ટોપ અને ગોઠણથી થોડું નીચું બ્લેક જીન્સ પહેર્યું તેમજ પગમાં બ્લેક પ્લેટફોર્મ હિલ્સ પહેર્યા. કાજલ થી અત્યંત આકર્ષક લાગતી આંખો, ગુલાબી હોઠ, સુંદર વણાક ધરાવતું નાક , ઘરના કામ કરી કરીને બનાવેલું સુડોળ શરીર ને વધુમાં કર્લ્સ કરેલા વાળ સાથે પ્રગતિ કોઈ હીરોઇન થી કમ નહતી લાગતી. પપ્પા પછીથી બા ને લઈ જવાના હોવાથી પ્રગતિ અને આયુશી પ્રગતિની કાર માં કાકીના ઘરે જવા નીકળ્યા.

પ્રગતિની કાર સીધી જ શહેરના ટાઉન હોલ ની બાજુમાં આવેલા કાકીના ઘરે જઈ પોહચી. બહારે નિયત સ્થાને પાર્કિંગ કરી પ્રગતિ અને આયુશી અંદર ગયા. કાકી આમથી તેમ દોડા દોડી કરી રહ્યા હતા ત્યાં આ બંને બહેનો ને આવતા જોઈ એ ખુશ થઈ ગયા કેમ કે પ્રગતિ અને આયુશીની કાર્ય કુશળતા વિશે એમને બરાબર ખ્યાલ હતો. કાકીના આદેશથી આયુ ડોલીના સાસરિયા પક્ષને ભેટ આપવાનો સામાન પેક કરવા લાગી અને પ્રગતિ કાકીને જે લોકો ફોન કરે એમને ફાર્મ હાઉસનું અડ્રેસ સમજાવામાં તેમજ સીધા જ ઘરે આવી પોહચેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં મદદરૂપ થતી હતી.....

" તને કંઈ ભાન પડે છે.... હવે હું શું કરીશ....મા પણ ખબર નહીં ક્યાં ક્યાંથી આવા નમૂનાઓ શોધી આવે છે....." સૌ પોતાના કામમાં અને મહેમાનો ગપશપ કરવામાં વ્યસ્ત હતા ત્યાં ઉપરથી મોટો અવાજ સંભળાયો. પ્રગતિને સમજતા વાર ન લાગી કે આ ડોલી નો અવાજ છે. કાકી એને ઉપર જવાનો ઈશારો આપે એ પહેલાં જ પ્રગતિ ઉપર પોહચી ગઈ....

" શુ થયું ? નીચે મહેમાન આવ્યા છે ને તું આમ બુમાબુમ કરે છે....." ડોલીના રૂમમાં આવી પોહચેલી પ્રગતિ એ કહ્યું.

" જો ને......આ ગાંડી સીમા એ મારો ડ્રેસ બાળી નાખ્યો....ઈસ્ત્રી કરતા પણ નથી આવડતું આને....ઇડિયટ." ડોલીએ પોતાની વાત મૂકી.

" પરી દીદી મેરે સે ગલતી સે હો ગયા...મેં કિતની બાર સૉરી બોલી ડોલી દીદી કો લેકિન વો સુન્નતી હી નહિ તબ સે ચીલાયે જા રહી હૈ " કામવાળી સીમા એ રડમસ થઈ પ્રગતિને કહ્યું....નાની હતી ત્યારે ' પ્રગતિ ' એટલું મોટું નામ બોલવામાં બધાને આળસ આવતી ને વળી પ્રગતિ લાગતી પણ પરી જેવી જ એટલે પરી એ પ્રગતિનું હુલામણું નામ.

" અરે..... તો શું કરું ત્રણ કલાક પછી મારી સગાઈ છે ને ડ્રેસ તો તે બાળી નાખી.... હવે શું તારી સાડી પેહરીશ હું....." ગુસ્સેભરાયેલી ડોલીનું તાંડવ હજુ એમ જ ચાલુ હતું. એની રજુઆત જાએઝ પણ હતી કોઈ પણ છોકરીને એની સગાઈ કે લગ્નમાં પોતાના માટે જે કઈ પહેરવેશ પસંદ કર્યો હોય એ આવી રીતે બે ત્રણ કલાક પહેલા બગડી જાય તો એનો પારો ચડવાનો જ. છેવટે ડોલી ગુસ્સામાં અકળાઈને ત્યાં જ સોફા પર બેસી માથે હાથ દઈ ને આંસુ સારવા લાગી......

" જો ડોલી જે થવાનું હતું એ થઈ ગયું. નાવ ઇટ વોન્ટ ચેન્જ ઓહકે....ને હવે આવી રીતે રોવાધોવામાં ટાઈમ બગાડવો એ સારુ નહીં...." પ્રગતિએ ડોલીને સમજાવતા કહ્યું.

" તો શુ કરું ? તું જ કહે...." ડોલીએ પોતાના હાથ નીચે મૂક્યા.

" ચાલ મારી સાથે....." થોડીવાર વિચાર્યા બાદ પ્રગતિ ડોલીનો હાથ પકડી સાથે લઈ ગઈ. આયુશીને જણાવી દીધું કે એ કાકી સાથે કે મોટાપપ્પા સાથે વાડીએ જતી રહે ને પોતે ડોલી સાથે મોડી આવશે. પ્રગતિ ડોલીને નવો ડ્રેસ પસંદ કરવા લઈ જતી હતી એટલે ડ્રેસ લઈને સીધું પાર્લરમાં જશે ત્યાં ડોલી તૈયાર થશે ને પછી પ્રગતિની કારમાં જ એ ડોલીને વાડીએ લઈ આવશે....પ્રગતિએ કાકીને પોતાનો પ્લાન સમજાવ્યો. આ બધું જ કામ રાઈટ ત્રણ કલાકમાં પતાવાનું છે મોડું નહીં થાય એવી જવાબદારી લઈ પ્રગતિ અને ડોલી નીકળી પડ્યા.....

" BG fashion " નામના એક પ્રખ્યાત શો રૂમના પર્કિંગ એરિયા માં ગાડી પાર્ક કરી બંને બહેનો અંદર ગઈ ત્યાં ફિમેલ કોર્નરમાં આવી સેલ્સમેનને પોતાની જરૂરિયાત અને સમયની કટોકટી જણાવી નવા આવેલા પીસીસ જોવા લાગી. અત્યાર સુધી પોણી કલાક વીતી ચુકી હતી હવે સવા બે કલાકની જ વાર હતી ટેંશનમાં ડોલીને કઈ જ પસંદ નહતું પડતું પણ પ્રગતિનું બધું જ ધ્યાન હતું છતાં એને પણ હજુ સુધી કોઈ જ ડ્રેસ પસંદ નહતો પડ્યો પ્રગતિ જાણતી હતી કે ડોલી દેખાવે ગોરી છે એટલે મેકઅપ કરવામાં બહુ સમય નહીં જાય પણ જો ડ્રેસ જ સારો નહિ હોય તો ભરી ભરીને મેકઅપ થોપવાનો કોઈ અર્થ જ નથી. થોડીવાર રહીને ડોલીને લાલ અને પીળા રંગની એક ચોલી પસંદ આવી....

" તને ગમે તો ઠીક છે લઈ લઈએ, પણ મને નથી ગમ્યું ઇટ્સ વેરી કોમન. " પ્રગતિ એ ડોલીની સામે રજુઆત કરી.

" પરી...પણ હજુ કેટલુંક જોઈશું મોડું થઈ જશે યાર..." ડોલીએ કહ્યું.

" હા....એ પણ છે....." એટલામાં જ પ્રગતિની નજર એક મેનેકવીન પર જઈ અટકી. એને બ્લુ, વાદળી, વ્હાઇટ એમ ત્રણ કલરના કોમ્બિનેશન વાળી સુંદર સાળી પહેરાવામાં આવી હતી. એ થોડું અંદરની બાજુ ખૂણામાં હતી પણ સામેના મોટા અરીસામાં એનું પ્રતિબિંબ સ્પષ્ટ વર્તાતું હતું....

" એ ડોલી આ જો....." પ્રગતિએ ડોલીને એ મેનેકવીન બતાવતા કહ્યું...

" તું કહેતી હતી ને કે જીજુ બ્લુ કલરનું કઈક પહેરવાના છે તો એની સાથે આ પરફેક્ટ મેચ જશે એન્ડ ઇટ્સ વેરી નાઇસ યાર...." પ્રગતિએ કહ્યું.

" અરે હા.....આ પેહલા કેમ ન દેખાઈ...."

" એ હવે જે હોય તે તું જા માપ વગેરે જોઇ લે ને જરૂર લાગે તો અલગથી રેડીમેડ બ્લાઉઝ જ લઈ લઈએ....હું તારી પાર્લર વાળીને કહી રાખું છું એ પોતાનો સામાન રેડી રાખશે એટલે એને તેડીને સીધા જ વાડીએ જશું ત્યાં જ તૈયાર થજે. " પ્રગતિએ પ્લાન ફેરવ્યો અને ડોલી પોતાના કામમાં લાગી.

" એક્સકયુઝમી કેન આઈ રીસીવ ધ પાર્સલ ઓફ અભય વર્મા ? " પ્રગતિએ પોતાનો ફોન મુક્યો ત્યાં પાછળથી મેલ કોર્નર પરથી કોઈનો અવાજ સંભળાયો. ફરીને જોયું તો બહુ દેખાતું નહતું પણ એ માણસ એક ગ્રે કલરના સૂટમાં સજ્જ હતો. કુતુહલવશ પ્રગતિએ નજીક જોઈને જોયું તો ' ઓહહ.....આ તો વિવેક બંસલ.' મનમાં બબડીને પ્રગતિ એની નજીક પોહચી ત્યાં તો એ પાર્સલ લઈને બહાર નીકળી ગયો. પ્રગતિ પણ એની પાછળ દોડી ને માંડ કરીને એ સમયસર ગેટ પાસે પોહચી....

" એક્સ્ક્યુઝમી, મિસ્ટર વિવેક બંસલ " હાંફી રહેલી પ્રગતિએ કહ્યું. એ માણસએ એક હાથે પોતાના ગોગલ્સ ઉતાર્યા અને પાછળ જોયું....

" યસ...." એ પ્રગતિને જોવામાં જ રહી ગયો ને આગળ કઈ ન કહી શક્યો. પ્રગતિએ એક મોટી સ્માઈલ આપી.

" હેલો....પ્રગતિ શર્મા " પ્રગતિએ હાથ લંબાવ્યો. વિવેક હજુ પ્રગતિને જોઈ રહયો હતો ત્યાં પ્રગતિના અવાજથી એની તંદ્રા તૂટી.

" હેલો....અ...યંગ લેડી ડુ યુ નીડ વોટર ? " હજુ થોડું હાંફતી પ્રગતિને વિવેકે પૂછ્યું.

" નોટ યંગ લેડી આઈ એમ પ્રગતિ. પ્રગતિ શર્મા એન્ડ આઈ હેવ સમ વર્ક વિથ યુ " પાણીની ઓફર ઠુકરાવી પ્રગતિએ ફરી પોતાની ઓળખાણ આપી. ત્યાં જ વિવેકનો ફોન વાગ્યો.

" સોરી પ્રગતિ. આઈ એમ ઇન હરી. તમે મને મેઈલ કરી શકશો. " ફોન કટ કરીને એક સ્માઈલ આપી થોડે દુર સુધી પાછળ જ જોયુ ને પછી આગળ જોઈને વિવેક નીકળી ગયો. આ બધું એટલી ઉતાવળમાં થયું કે પ્રગતિ કંઈ જ ન કરી શકી ત્યાં ઉભા રહીને ધીમે ધીમે બસ અદ્રશ્ય થતી કારને જોઈ રહી.....
To be Continued

- Kamya Goplani