Pragati - 7 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 7

" તારે મોટાભાગનું કામ તો મારી સાથે જ કરવું પડશે. વિવેકને તો મેં પાર્ટીઓ એટેન્ડ કરવા માટે આ કામમાં સાથે રાખ્યો છે " પ્રગતિને કેહતા કેહતા સુમિત્રા બંસલ હસી પડ્યા. પ્રગતિને નવાઈ લાગી કે આવો સામાન્ય દેખાવ ધરાવતી સ્ત્રી ને ફેશનની સમજ કઈ રીતે હશે....!

પ્રગતિ હજુ વિચાર કરી રહી હતી ત્યાં જ સુમિત્રા બંસલ સમયસૂચકતા જોઈને પ્રગતિને એની સાથે વાત કરવા, કામ સમજાવા તેમજ ઓફિસ બતાવવા લઈ ગયા જેથી વિવેક જમી શકે. સવારના નવ વાગ્યાના નાસ્તા પછી સવા ચાર થઈ ગયા હતા વિવેક હજુ જમ્યો નહતો માટે એક મા તરીકે સુમિત્રાબેનની ચિંતા સહજ હતી.

ઘરે પ્રગતિના ગયા પછી આયુશી પર કામ મુકાયું હતું. આમ તો પ્રગતિ સાથે લાડ કરીને એ ગમે તે રીતે છટકી જતી પણ અત્યારે એની પાસે કોઈ વિકલ્પ નહતો. ઘરના કામ ઉપરાંત બા વધારાનું જે કંઈ આપે એ પણ કરવાનું હોવાથી આયુશી થાકી હતી. સંજયભાઈ પોતાની દીકરીઓ ને આવી હાલતમાં જોઈ ન શકતા છતાં એ કશું કરી શકે એમ પણ નહતા. એ જ્યારે પણ બા ને કંઈક કેહવા જતા ત્યારે બા હંમેશા કહેતા કે, ' તું આટલા લાડકોડ કરીશ તો પારકે ઘેર રહી નહીં શકે. દીકરીઓને તો આમ જ સચવાય...' પણ આયુશી અત્યારે ખરેખર થાકી હતી. એનો શ્વાસ ચડતો હતો એની આવી દશા જોઈને બા ને દયા આવી પણ એ કંઈ બોલે એ પેહલા આયુશીએ પોતા મારેલી પાણી ની ડોલ ખાલી કરીને એકબાજુ મૂકીને અંદર આવી.

" બા મારે આરામની જરૂર છે..." એમ કહેતી આયુશી જવાબની રાહ જોયા વગર જ ઉપર જતી રહી.

પ્રગતિના જીવનમાં હવે ખુશીઓ આવી હતી. કેટલાય સમયથી જોયેલ સ્વપ્ન હવે પુરા થતા જણાતા હતા. માત્ર પંદર જ દિવસમાં પ્રગતિના ડિઝાઇન્સ એપ્રુવ થવા લાગ્યા હતા. ધીમે ધીમે એ વિવેક બંસલ સાથે કામ કરવામાં ઘડાતી જતી હતી. પોતાના કામો સિવાય એક ફ્રેશર તરીકે વિવેક પ્રગતિને બીજા નાના મોટા કામો પણ આપતો. કોઈ કલાયન્ટ સાથે મિટિંગ હોય કે પછી ડિનર પાર્ટી હોય , ક્યારેક કંપની માં કામ કરતા અન્ય ડીઝાયનર્સ સાથેની મિટિંગ્સ માં જવાનું હોય તો ક્યારેક સુમિત્રાબેનના કોઈ નાના મોટા કામ હોય વિવેક પ્રગતિને દરવખતે સાથે લઈ જતો. પ્રગતિને પણ ઘણું શીખવા મળતું એટલે એ વધુ આનાકાની ન કરતી હા ક્યારેક પોતાનું કોઈ જરૂરી કામ હોય તો પ્રગતિ વિવેકને ના પાડતી અને વિવેક પણ કોઈ જબરદસ્તી ન કરતો. વિવેકને પ્રગતિની કંપની ખૂબ ગમતી. એને સંપૂર્ણપણે જાણી લીધા બાદ એ પ્રગતિની વધુ ને વધુ નજીક આવતો જતો હતો. પ્રગતિ ક્યાંકને ક્યાંક વિવેકની લાગણીઓ સમજતી પણ એને વિવેકમાં કોઈ રસ નહતો. બંસલ ખાનદાન સામે પોહચી વળવું અઘરું હતું ને વળી પ્રગતિના કામની હજુ શરૂઆત જ થઈ હતી. અત્યારે એને સંપૂર્ણપણે કામ પર જ ધ્યાન આપવું હતું. એ ઇચ્છતી હતી કે સંજયભાઈ શર્મા ની દીકરી પ્રગતિ નહીં પણ એને લોકો પ્રગતિ શર્મા તરીકે ઓળખે.

પ્રગતિ દિવસેને દિવસે વધુ મહેનત કરતી હતી. રાતે જાગીને નવા ડિઝાઇન્સ બનાવા, ઘરના કામો કરતા કરતા પણ નવી નવી સ્ટાઇલ્સ વિશે વિચારવું, જુદા જુદા આઈડિયાઝ અને ક્રિએટિવિટીથી પ્રગતિના મગજમાં ઘણા ખોદકામ થતા રહેતા ને એ પણ એક પણ જવાબદારીમાંથી છૂટ્યા વગર. ઘરના કામ હોય કે પછી ઘરની મોટી દીકરી તરીકે સમાજના કે કુટુંબ ના કામ હોય, સંજયભાઈને ટુર્સ માટે એરપોર્ટ કે બીજે ક્યાંક તેડવા મુકવા જ્વાનું હોય, આયુ ના કોલેજના કોઈ કામ હોય, ડોલીના લગ્નની તૈયારીઓ કરાવાની હોય કે પછી બા ની દવાઓ લાવવાની હોય પ્રગતિ કશામાંથી ચૂકતી નહિ. ક્યારેક થોડુંક કામ કરીને હાંફી જતી આયુશી બહેનને આ રીતે જોઈને ખૂબ નવાઈ પામતી એટલે પોતે ક્યારેક ક્યારેક થોડા કામો સામેથી કરી આપતી.

રાતે 12 થી સવારે 6 નો પ્રગતિનો આરામનો સમય રહેતો અને ક્યારેક કંઈક ચિતરવાનું મૂડ બન્યું હોય તો સૂવામાં બે પણ વાગી જતા. આવી હાલતમાં પોતાને ડાર્ક સર્કલ્સ ન આવી જાય એ માટે આયુ પ્રગતિનું બહુ ધ્યાન રાખતી. બહેનને મેહનત કરતી જોઈને આયુ પણ મોટી થવા લાગી હતી. ક્યારેક ન કહેવાયેલી વાતો સમજતી થઈ હતી તો ક્યારેક ઉલટા જવાબો આપવાને બદલે શાંત રહેવાનું પસંદ કરતી હતી. આમ જ ચાર એક મહિના વીતી ચુક્યા હતા. એક દિવસ કામના અર્થે વિવેક અને પ્રગતિ વડોદરા જતા હતાં. વિવેકની કાર સર્વિસમાં અને બીજી ગાડીઓ ઘરના અન્ય સદસ્યોની સેવામાં હોવાથી પ્રગતિની કાર લઈને જવાનું નક્કી થયું હતું. આગળની ડ્રાઇવિંગ સીટ પર બેસીને વિવેક ડ્રાઈવ કરી રહ્યો હતો અને પ્રગતિ એની બાજુની સીટ પર બેઠી હતી. અડધી કલાકની ચૂપકીદીથી કંટાળીને વિવેક એ રેડીઓ ઑન કર્યો....

વિવેકને જુના ગીતો બહુ ગમતા એટલે એને પુરાના રોમાંચક ગીતો સંભળાવતી ચેનલ મૂકી.
" કભી મચલ કે , પ્યાર સે ચલકે છુએ કોઈ મુજે પર નજર ન આયે....નજર ન આયે....કહીં દૂર...."
" હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે...મગર જી નહિ સકતે તુમ્હારે બીના...."
" કાશ એસા હો તેરે કદમો સે ચુનકે મંઝિલ ચલે... ઓર કહીં દૂર કહી....તુમ અગર સાથ હો મંઝીલો કી કમી તો નહીં.... તેરે બીના ઝીંદગી સે કોઈ શિકવા તો નહીં....શિકવા નહિ શિકવા નહિ...." ડ્રાઈવ કરતા કરતા વિવેક જોરજોરથી પોતાના અર્ધસુરીલા અવાજમાં ગાયનમાં મશગુલ હતો. પ્રગતિને વચ્ચે વચ્ચે હસવું આવી જતું હતું એટલે બારીની બહાર તરફ જોઈ એ હસી લેતી હતી પણ આ વાત વિવેકની જાણ બહાર નહતી એટલે પ્રગતિને આનંદમાં જોઈને એ વધુ નખરા કરતો હતો. બંને વચ્ચે હવે થોડી દોસ્તી તો થઈ ગઈ હતી છતાં પ્રગતિ તો વિવેકને પોતાના બૉસ તરીકે જ ગણતી ને એમ જ વ્યવહાર કરતી.

આખરે થાકીને પ્રગતિએ રેડિયોનો અવાજ થોડો ધીમો કર્યો. " તમે થાકી ગયા હોય તો હું ડ્રાઇવ કરું ? " પ્રગતિએ આદરપૂર્વક વિવેકને પૂછ્યું.

" ના ના...આવતી વખતે...." વિવેકે ઉત્તર વાળ્યો. આ સાંભળી પ્રગતિએ કારની સીટને માથું ટેકવીને આંખ બંધ કરી દીધી. પાંચ સાત મિનિટમાં એ નિંદ્રાધીન થઈ ગઈ. ડ્રાઇવ કરતો વિવેક વચ્ચે વચ્ચે પ્રગતિને જોઈ રહ્યો હતો. એને લાઈટ ગ્રે રંગની શોર્ટ કુર્તિ પહેરી હતી જેના ગાળામાં કાળા રંગના દોરાથી ગૂંથાયેલી સતારાની સેર હતી, નીચે બ્લેક જીન્સ પહેર્યું હતું અને સામાન્ય ઊંચાઈ ધરાવતા બ્લેક સેન્ડ્સ. એના મેકઅપ લેસ ચહેરા ઉપર હાઇવે પર ઊડતી ધૂળથી થોડા મેલા થતા મોઢા પર મીંચેલી આછી આછી લાલ દેખાતી આંખો, રોડ પર પ્રસરતી હવાથી ઉડતા કાળા વાળ એના ચહેરા પર વારંવાર આવીને ખસી જતા હતા. ઉફ્ફ કેટલી માસૂમ લાગતી હતી એ...! કાલે બપોરે પાછું ફરવાનું હોવાથી દોઢ દિવસ બંને સાથે જ હતા માટે વિવેકએ મનમાં એક નિશ્ચય કર્યો.......

પૂરા ત્રણ કલાક પછી વડોદરાની સયાજી હોટલના ગેટ પાસે ગાડીની બ્રેક ના જાટકાથી પ્રગતિની આંખો ઉઘડી......
To be Continued

- Kamya Goplani