Pragati - 4 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 4

બધા વાતચીત કરવા ગોઠવાયા હતા પ્રીએંગેજમેન્ટ નો માહોલ છવાયો હતો....એમાં જ અચાનક વિવેક નું ધ્યાન હિલ્સ પેરીને આમથી તેમ દોડાદોડી કરતી પ્રગતિ પર અટક્યું.......

" અરે આ તો પેલી જ....શું નામ કહ્યું હતું અ.. પ..પ...હા પ્રગતિ. પ્રગતિ શર્મા. હમ્મ આ જ હતું પણ આ અહીંયા શુ કરે છે ? પ્રગતિ શર્મા , અભય વર્મા ઓહહ અભયની સગાઈ આ છોકરી સાથે છે....! ના ના હોય જ નહીં ગમે તેટલા મોર્ડન થઈ જઈએ પણ આપણા દેશમાં આવા શુભ પ્રસંગે ટ્રેડીશનલ વેર પહેરવાનો રિવાજ હજુ તો મરી પરવાર્યો નથી જ ને વળી જો આની સગાઈ હોય તો આમ તેમ રખડયા થોડી કરે......" વિવેક વિચારોની નૈયા ચલાવતો હતો ત્યારે એને યાદ આવ્યું કે અભયએ એને પોતાની સાથે એની થનાર પત્નીનો ફોટો મોકલ્યો હતો પણ કામના કારણે એ બરાબર જોઈ નહતો શક્યો. વિવેક એ ફોટો શોધવા માટે મોબાઈલ મચડી રહ્યો હતો ત્યાં જ ડોલી તૈયાર થઈને નીચે આવી પ્રગતિ અને બીજા એક બે ભાઈ બહેન એને લેવા ગયા અહીં અભય પણ વિવેક અને બીજા બે વ્યક્તિઓ સાથે સ્ટેજ પર પહોંચ્યો. પ્રગતિ સાથે અભય ની સગાઈ નથી જ એ પાક્કું થઈ ગયા પછી વિવેક ના મનમાં એક અજુગતી શાંતિ થઈ જે વિવેકની સમજણ બહાર હતું.

કેક કટિંગ અને રીંગસેરેમની પુરી થયા પછી સૌ વારાફરથી બંનેને શુભકામનાઓ આપવા જતા હતા. બાકીના મહેમાનો સ્ટેજ નીચે છુટાછવાયા ચકરડાઓમાં ગોઠવાયા હતા. વાતચીત સાથે કેક સર્વિંગ નો માહોલ છવાયો હતો. આયુશી વેટ્રેસ ને ડોલીના સાસરિયા પક્ષ તરફ કેક સર્વ કરવા માટે લઈ જતી હતી ત્યાં જ એનું ધ્યાન વિવેક પર પડ્યું. વિવેક બંસલ વિશે એ બધી જ વિગતો જાણતી હતી વળી એને પ્રગતિની જુદી જુદી રીતે વિવેક બંસલ ની કંપનીમાં એપ્લાય કરવાની કોશિશ જોઈ હતી....

" હેલ્લો. આયુશી શર્મા. " આયુશી એ વિવેકની સામે જઈ પોતાના કપડાં ને વાળ પર વારાફરથી હાથ ફેરવી વિવેક નું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો. વિવેકનું ધ્યાન પડ્યું એને ખરેખર આયુશીએ પહેરેલું ફ્રોક ગમ્યું.

" ડિઝાઇન્ડ બાય પ્રગતિ શર્મા માય એલડર સિસ. " આયુશીએ મોકાનો ફાયદો ઉઠાવ્યો.

" ઓહહ....ધેટ ગર્લ ? " વિવેકે દૂરથી જ પ્રગતિ તરફ જોઈને આયુશીને પૂછ્યું.

" હા....એ તમારી સાથે કામ કરવા માટે ઘણી કોશિશ કરે છે બટ શી ડિડન્ટ ગેટ એની રિસ્પોન્સ ટીલ નાઉ....ડોન્ટ યુ થીંક ઈટ્ શુડ નોટ ફેર વિથ સચ અ ગ્રેટ ડીઝાયનર....." આયુશી ચાલુ જ હતી.

" આયુ....બેનની વકાલત પુરી થઈ હોય તો જરા મારી સાથે આવ બેટા.... બા તને યાદ કરે છે " પાછળથી કાકી આયુશી નો હાથ પકડી એને લઈ ગયા.

" આયુ....કાકી કેહતા હતા તું મહેમાનોને પરેશાન કરતી હતી શું કામ દરેક જગ્યા એ તારી બુદ્ધિ વાપરવા બેસી જાય છે..." પ્રગતિએ આયુશીને કહ્યું.

" મોટી તને ખબર છે....ધ વિવેક બંસલ ઇસ હિયર. એ અભય જીજુ ના ફ્રેન્ડ છે તું એમની સાથે વાત કેમ નથી કરતી ? અભય જીજુની પણ મદદ મળી રહેશે. " આયુશીએ જવાબના બદલે પ્રશ્ન ફેંક્યો.

" મને ખબર છે.....પણ જો ને આ કામ માંથી ફુરસત મળે તો જાવ ને.....જ્યારે વાત કરવા જાવ છું ત્યારે કોઈ ન કોઈ વચ્ચે આવીને કામ પકડાવી જાય છે ને એટલું ઓછું ત્યાં ડોલી વારે વારે પરી પરી કરે રાખે છે જાણે સાચેજ પરીની જેમ જાદુની છળી ના હોય મારી પાસે....ફેરવી તે કામ પત્યું...." પ્રગતિ ખરેખર થાકી હતી એટલે ત્યાં પડેલી ખુરશી પર બેસી ગઈ.

" જો જો....કંટાળી ને....હજુ કર્યા કર બધાની લવારી..." આયુએ અકળાતી નજરે કહ્યું.

" આ લવારી નહીં જવાબદારી છે.....જે તારે પણ સમજવાની છે...." પ્રગતિએ આયુને સમજાવાનો પ્રયત્ન કર્યો.

" ઓહહ.....પ્લીઝ મને તારા જેવું બનાવાનો પ્રયત્ન ક્યારેય ન કરીશ...." આયુ વધુ અકળાઈ.

" કેમ ? " પ્રગતિએ કારણ જાણવા પૂછ્યું.

" કેમ કે તું તું છે ને હું હું છું સમજી મોટી. " આયુશી જતી રહે છે.

" આ છોકરી ક્યારે સમજશે...! કોલેજમાં આવી ગઈ છે છતાં પણ નાના બાળકની જેમ વર્ત્યા કરે છે. બા ને પણ સામે જ જે હોય તે કહી દે છે હે ભગવાન આયુ મારી જવાબદારી જ નથી એ મને સૌથી પ્રિય પણ છે હું એને સાચવી શકીશ....! એક રીતે જોવા જઈએ તો એની મરજી વગરનું કોઈ કામ એની પાસેથી ન કરાવી શકાય સીધી જ હા કે ના પાડી દેવી એ સ્પષ્ટ વક્તા તરીકેની નિશાની છે છતાં આટલુ પણ સારું નહીં.....પ્રગતિ ના આ મનોમંથનમાં એને મા ની યાદ આવી જાય છે.....કદાચ એ હોત તો બધું જ સાચવી લેત હું આયુ ને એકલી કેમ સંભાળું.....! " આ વસવસા સાથે પ્રગતિની આંખોમાંથી એક આંસુ સરી પડે છે. પોતે ઉભી થઇ ને અંદરની તરફ હોલમાં થોડી વાર આરામ કરવા જાય છે. હોલના એક ખૂણામાં ખુરશી મૂકી સેન્ડસલ્સ ઉતારી અને પલાંઠી વાળી ખુરશી પર માથું ટેકવી ને રાહતના શ્વાસ લે છે.

" હેલો મિસ પ્રગતિ..." બે પાંચ મિનિટ પછી વિવેક ત્યાં આવી પહોંચે છે.

" યસ..." પ્રગતિ આંખ ઉઘાડતા જ વિવેકને જોઈને વ્યવસ્થિત બેઠી થવા જાય છે.....
To be Continued

- Kamya Goplani