Pragati - 9 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 9

" વી નીડ વન કોલ્ડ કોફી એન્ડ વન ગ્લાસ ઓફ ઓરેંજ જયુસ...... ઇન 402.......યસ થેન્ક્સ. " પ્રગતિએ ફોન મુક્યો. ફરી પોતે ખુરશી પર આવીને લેપટોપ સામે બેઠી અને કામ કરવા લાગી.

પાંચ સાત મિનિટ પછી લેપટોપની બાજુમાં પડેલા પ્રગતિના ફોનની રિંગ વાગી........

સ્ક્રીન પર નામ હતું ' ડોલી '. એ જોઈને હમણાં પ્રગતિએ ફોન ઉઠાવાનું ટાળ્યું કારણ કે અત્યારે કામ વધુ જરૂરી હતું અને વળી ડોલી અડધી કલાક પહેલા ફોન મુકશે નહીં એવી પ્રગતિને ખાતરી હતી. ફોનને એકબાજુ મૂકીને પ્રગતિ પોતાના કામમાં પરોવાઈ. લાંબા સમય સુધી એ કામમાં મશગુલ હતી માટે જ એને ખ્યાલ ન રહ્યો કે વિવેકે એનું જ્યુસ ક્યારનું ટેબલ પર મૂકી દીધું છે અને પોતાની કોફી તો ક્યારની સફાચટ કરી દીધી હતી હવે વિવેકને અત્યંત ભૂખ લાગી હતી. આખરે થાકીને એ પ્રગતિની નજીક ગયો.

" ઓહ હેલો..." વિવેક એ પ્રગતિની નજીક જઇ એક હાથે ટેબલનો ટેકો લેતા કહ્યું. અચાનક જ પ્રગતિ તંદ્રામાંથી જાગી હોય એમ એને વિવેકની સામે જોયું. એ ઘણા સમય સુધી સ્ક્રીનપર કામ કરતી હતી માટે એની આંખે અંધારા આવી ગયા હતા. ઓરડામાં ધગધગતા સૂર્યના પ્રકાશની રોશનીમાં પણ એને વિવેક ધૂંધળો દેખાય રહ્યો હતો. પ્રગતિએ પોતાના બે હાથ ઘસીને આંખો પર મુક્યા. વિવેક એ જ્યુસનો ગ્લાસ એની આગળ ધર્યો ત્યારે પ્રગતિને એના વિશે ખ્યાલ આવ્યો. આટલા સમયની તરસથી ગળું સાવ સુકાય ગયું હતું માટે પ્રગતિએ એક જ શ્વાસે એ ગ્લાસ પૂરો કર્યો.

" વોટ એબાવટ લંચ ? મને બહું જ ભૂખ લાગી છે " પ્રગતિ થોડી સ્વસ્થ થઈ પછી વિવેકએ કહ્યું.

" હા......લેટ્સ ગો. મિટિંગ ક્યારે ? " પ્રગતિએ ખુરશીપર થી ઉભા થઇ પેહલા પોતાના આંખ, કપાળ અને પછી આખા ચહેરા પર હાથ ફેરવતા કહ્યું.

" ત્રણ વાગ્યે નીકળવાનું છે " વિવેક અને પ્રગતિ થોડો સામાન સમેટીને રૂમની બહાર નીકળતા હતા ત્યારે વિવેકે કહ્યું.

રૂમનું એન્ટ્રન્સ ક્રોસ કરીને લોબીમાં ફરતી વખતે પ્રગતિને ડોલીના ફોન બાબતે યાદ આવ્યું. પોતાની કેપરીના જમણા ખિસ્સામાંથી મોબાઈલ કાઢી એને ડોલીનો નંબર ડાયલ કર્યો.

" પરી........" ફોન પર ડોલીનો અવાજ એટલો હતો કે પ્રગતિએ તરત મોબાઈલ કાન પરથી થોડો દૂર કર્યો એટલે સ્પીકર વગર પણ વિવેકને એનો અવાજ સંભળાયો.

" જરા ધીમે....બોલ શું કામ હતું ? " પ્રગતિએ કહ્યું.

ડોલીએ પ્રગતિને આયુ સાથે બનેલી ઘટના સવિસ્તાર વર્ણવી જે સાંભળીને પ્રગતિને થોડી ચિંતા તો થઈ પણ અત્યારે એ કંઈ કરી શકે એમ નહતી વળી આયુ ગમે તે પરિસ્થિતિમાં પોહોંચી વળે એવી છે એમ સમજીને હાલ પૂરતું એને આયુને કોન્ટેક કરવાનું માંડી વાળ્યું. પ્રગતિની વાત પુરી થઈ ત્યાં સુધીમાં બંને લોબી ક્રોસ કરી ચાર માળ નીચે ઉતરીને રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા.

પોતાના રૂમમાં પાછળની બાજુ રહેલો પ્રગતિએ ઉછરેલો નાનો બગીચો સ્પષ્ટ દેખાય એવી દરવાજા જેવડી મોટી કાચની બારીને માથું ટેકવીને આયુ સાવ શાંત બેઠી હતી. એની આંખો નિસ્તેજ હતી. હોઠ સાવ સુકાય ગયા હતા. એનો ચહેરો ફિકો પીળાશ પડતો જણાતો હતો. આયુ જ્યારે ઘરે આવી ત્યારે બા એ એની આવી પરિસ્થિતિ જોઈને એને આરામ કરવા કહ્યું હતું. પહેલીવાર ગમે તે પરિસ્થિતિમાં કામ પૂરું કરવાનો આગ્રહ રાખતા બા પણ આજે આયુશીની આવી હાલત જોઈને ડરી ગયા હતા. બાજુવાળા ઘરમાં કામ કરતા માસીને બોલાવીને એમને ઘરનું કામ કરાવડાવી દીધુ હતું અને આયુને પોતાના રૂમમાં જઈને આરામ કરવા કહ્યું હતું. બા એ ઘણી જીદ કરી પણ આયુ દવા લેવા જવા માટે ન જ માની. ઘરે સંજયભાઈ પણ નહતા પોતે બિઝનેસટ્રીપ માટે ગયેલા હતા અને પ્રગતિ પણ એના કામે ગઈ હતી. કંઈક થાય તો પોતે શું કરી શકશે...! એ વિચારે બા આજે આયુને આરામ કરવા મોકલીને એને એકવાર પણ નહતું બોલાવ્યું.

કમરામાં નિસ્તેજ બેઠેલી આયુની આંખના ખૂણે એક બુંદ ચમકી ત્યાં જ એની સાવ બાજુમાં પડેલો એનો ફોન દસમી વાર રણક્યો. આંસુ સાફ કરી એને પહેલાની જેમ જ ફોન કાપી નાખ્યો. થોડીવાર પછી કોઈ અજાણ્યા નંબર પરથી પાછો ફોન આવ્યો. આયુએ એને ઉઠાવ્યો.

" હેલો....હેલો....આયુ....આયુ સાંભળે છે.....તું જરા પણ ચિંતા નહીં કરતી. હું છું ને.....ઓહકે....આયુ....આયુ...પ્લીઝ માની જા હું વાત કરીશ પ્રગતિ સાથે " સામેથી કોઈ એક જ શ્વાસે બોલતું હતું. આયુ એ અવાજને ઓળખી ગઈ અને છેલ્લા પાંચ દિવસમાં આ એકની એક થતી વાતથી કંટાળીને એને વળી ફોન કાપી નાખ્યો અને આ વખતે તો સાવ બંધ જ કરી નાખ્યો.

પ્રગતિ અને વિવેક લન્ચ પતાવીને મિટિંગમાં ગયા હતા. ધાર્યા કરતાં ઘણું સારું પર્ફોર્મન્સ આપ્યાની ખુશી કાર ચલાવતી વખતે પ્રગતિના ચહેરા પરથી જ વર્તાતી હતી. બાજુમાં બેઠેલો વિવેક પણ આ જોઈને ખુશ હતો. સુમિત્રા બંસલને પણ જાણ થઈ ગઈ હતી. હવે ઇંતજાર હતો તો ઈન્વેસ્ટર્સના જવાબનો જો એ લોકો હવે ના પણ પાડે તો પણ બંનેને એનો કોઈ અફસોસ નહતો કારણકે એમને પોતાનું બેસ્ટ આપ્યું હતું. મિટિંગ પુરી કરીને પાછા આવતા આવતા સાત વાગી ગયા હતા. ફટાફટ હોટેલ પોહચીને તૈયાર થઈને વળી નીચે ડિનર પાર્ટીમાં પોહચવાનું હતું. પરંતુ રસ્તે ટ્રાફિક એટલો હતો કે કોઈ રીતે સમયસર પહોંચી શકાય એમ નહતું. ખુશીમાં ચમકતો પ્રગતિનો ચહેરો ધીમે ધીમે તંગ થતો જતો હતો. છેલ્લા અડધા કલાકથી બ્રેક મારી મારીને ગાડી ચલાવતી પ્રગતિ હવે કંટાળી હતી. વિવેકને એ વાત સમજાતી હતી પણ ટ્રાફિકનું તો શું કરી શકાય ! અમુક વખતે પરિસ્થિતિ જેવી હોય તેવી સ્વીકારવી જ પડતી હોય છે પછી ભલે કંટાળીને માથાનો દુઃખવો કરીને સ્વીકારીએ કે પછી રાજીખુશીથી વર્તમાન ક્ષણોને માણીને સ્વીકારીએ.....!

જુદા જુદા ખીલખીલાટ કરતા ચહેરા સયાજી હોટેલના શાહી ફીલિંગ આપતા રેસ્ટોરાંમાં એક મોટા ટેબલ પર દેખાતા હતા. હજુ બે ચાર લોકો આવવાના બાકી હતા અને ખાસ તો વિવેકસર હજુ નહતા પહોંચ્યા એની સૌ ને નવાઈ હતી. સફેદ રંગની ગોઠણથી થોડી ઉંચી અને વન સાઈડેડ શોલ્ડર વાળી ડ્રેસ, ખુલ્લા વાળ, સિમ્પલ વ્હાઇટ હિલ્સ, કાનમાં ગોલ્ડપ્લેટેડ સફેદ મોટા સ્ટડ, કાજલ અને આઈલાઇનરથી સજાવેલી લાંબી સુંદર આંખો, નમણું નાક અને આખા સફેદ લુકમાં એના લાલચટક કરેલા હોઠ ધરાવતી જુલી ત્યાં બેઠેલા પુરુષ અને સ્ત્રી સૌ કોઈને આકર્ષતી હતી. જુલી જીદી, બેફિકર, ઉડાઉ અને પોતે કમાયને ખાનારી એકલી રહેનાર હતી. એ પોતે રજવાડી ખાનદાનની હતી નાનપણથી જ પિતા મૃત્યુ પામ્યા હતા અને મા ના કહ્યામાં નહતી. આશરે દસ એક વર્ષ પહેલાં રાજસ્થાનના એક ગઢ માંથી પોતાનું મહેલ જેવડું ઘર છોડીને ભાગીને મુંબઈ આવી હતી. પોતે હિરોઇન બનવાની ચાહમાં જયવંતી માંથી જુલી થઈ ગઈ હતી. એ હેરોઈન તો ન બની શકી પણ ઘણી સ્ટ્રગલ પછી ડીઝાઇનિંગ ફિલ્ડમાં જઈને એને ઘણા પૈસા કમાયા. મુંબઈમાં જ પોતાનો આલીશાન ફેલ્ટ લીધો. પરંતુ એક સ્ત્રી તરીકે જ્યારે જાતે પોતાની જાતને અરીસામાં જોતી ત્યારે એને પોતાની એકલતા કોરી ખાતી. લાગણીઓ અને સ્નેહ વહેચવા માટે જ્યારે કોઈને શોધતી તો કોઈ ન કોઈ એનો ફાયદો ઉઠાવી જતું. પછી એ રૂપિયાનો હોય કે શરીર નો....!

સૌ નું ધ્યાન ખેંચતી જુલીને તો બસ વિવેકનો જ ઇંતજાર હતો. જ્યારે પેહલી વખત એની ઓળખાણ વિવેક સાથે થઈ હતી ત્યારથી જ એ મનોમન એને ચાહતી હતી પણ સુમિત્રા બંસલ હંમેશા એનો કાંટો બન્યા હતાં. પ્રોફેશનલ વ્યવહાર સિવાય કોઈ પણ જાતનો વ્યવહાર એ જુલી સાથે રાખતા નહીં. એકવાર કંટાળીને સુમિત્રા બંસલ એને ફાયર કરવા પર ઉતારું હતા. પરંતુ જુલી ઘણી જૂની હતી અને ઘણું કમાતી હતી જેનાથી કંપનીનું નામ થતું હતું અને સોશિયલ વર્ક માટે રૂપિયા પણ ઘણા આવતા હતા માટે વિવેકના સમજાવાથી સુમિત્રાજી માન્યા હતા. આજે અહીંયા સુમિત્રા નામનો કાંટો નહીં નડે એવી જુલીને ખાતરી હતી એટલે જ વિવેકને ઇમ્પ્રેસ કરવાનાં ઈરાદાથી જ પોતે સેક્સી ડ્રેસ પહેરી આવી હતી. આજે એને ગમે તેમ વિવેકને ફસાવો હતો એના માટે જે કંઈ કરવું પડે એ કરવા તૈયાર હતી.

બધા મસ્તી મજાકમાં મશગુલ હતા ત્યાં જ કાચના દરવાજાની પાર ફૂલ બ્લેક ફોર્મલ સ્યુટ અને વ્હાઇટ નેટવાળા રાઉન્ડેડ નેક ધરાવતા ઇનર પર બ્લ્યૂ બ્લેઝર અને બ્લ્યૂ ફોર્મલ પેન્ટ પહેરેલા વિવેક અને પ્રગતિ અંદર પ્રવેશતા જણાતા હતા. રેસ્ટોરન્ટમાં આવતા આવતા હસી હસી ને વાત કરતા બંનેને જોઈને સૌ ખુશ થતા હતા કારણકે ફાઇનલી એમના વિવેકસર આવી પહોંચ્યાં હતા. જે લોકો પ્રગતિને ઓળખતા હતા એ પ્રગતિને પેહલીવખત જોઈને ખુશ હતા. અંદર ટેબલ સુધી પોહચતાં પોહચતાં વિવેક એ બે વાર પ્રગતિની પીઠ થપથપાવી આવા દ્રશ્યો પોતાની આંખ સામે જોઇને જુલી ધુંઆપુઆ થઈ ગઈ અને એને પોતાનો ઈરાદો વધુ મજબૂત કર્યો.......
To be Continued


- Kamya Goplani