Line on Page books and stories free download online pdf in Gujarati

કાગળ પર લીસોટો

વાત મારા પ્રાથમિક શાળાની છે..
હું લગભગ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો
સમય અને સંજોગો તો ચોક્કસ યાદ નથી,
છતાં પણ એક ઘટના બિલકુલ યાદ છે
એટલે કે સવારની શાળામાં વહેેલા પહોંચવાની તાલાવેલીમાં એક સવારે હજુ તો શાળાના દરવાજા ખુલ્લા એજ જ સમયે પહોંચી ગયો.
ત્યારે ઓસરી વાળવા માટે થઈને સાવરણી લઈને હું તૈયાર હતો .
શિક્ષકોમાં પ્રિય થવાની જાણે સ્પર્ધા લાગી હોય એમ એમ શાળાના કાર્યો કરવા માટે અમે હંમેશા તત્પર રહેતા હતા .ઓસરી વાળતા વળતા મને એક કાગળ મળ્યો........
આ કાગળ સાવ કોરો હતો માત્ર પેન્સિલના 3 આડા અને 2 ઉભા લીટા માર્યા હતા
હું વિચારમાં પડી ગયું કેવો અધૂરું કાર્ય કરેલું કાગળ કોનો હશે ?

મેં મારા પ્રિય શિક્ષક રામ સર પાસે જઈને એ કાગળ બતાવ્યો રામસર આશ્ચર્યચકિત થઈ ગયા. આ કાગળ તો મેં કાલે ઘનશ્યામ ને આપ્યો હતો .

એક ચિત્ર દોરવા માટે એ માત્ર એક લીટી દોરી ને આપેલો હતો અને આપણે પાંચ લીટી દોરી ને સામેં આપેલી છે આવું ઘનશ્યામે કેમ કર્યું હશે આ વિચારોમાં ને વિચારોમાં રામસર લગભગ અડધો કલાક એક જગ્યાએ બેસીને પોતાના મનને કામે લગાડતા રહ્યા પોતાના મનના ઘોડાને કલ્પનાની પાંખો આપી ને અને વિચારવાનું ચાલુ રાખ્યું ત્યારબાદ સર વિચારતા વિચારતા મને જણાવે છે ઘનશ્યામ આવે તો બોલાવી ને લાવ થોડીવાર પછી ઘનશ્યામ આવ્યો એટલે મેં બોલાવીને સરની પાસે મોકલ્યો બીપી થોડીવાર પછી પ્રાર્થના સભાથી પ્રાર્થના સભામાં રામસર ઉભા થઇ ઘનશ્યામ ની આગળ બોલાવ્યો અને કહ્યું કે આ બાળક ખુબ સરસ ચિત્ર દોરે છે પરંતુ ચિત્ર દોરવા માટે અને માં રંગ પૂરવા માટે એની પાસે પૈસા નથી તેથી ગઇકાલના ચિત્રમાં એ માત્ર પાંચ લીટી દોરેલ છે એટલા માટે આજે હું તમારા સૌની સામે ઘનશ્યામ ને એક ચિત્રકલાની book અને આખું વર્ષ ચાલે એટલાક કલર લઈ આપું છું જો બીજા કોઈ વ્યક્તિઓ તમારામાંથી કલર કે ચિત્રકલાની બુક લઇને શકતા હોય મને જણાવજો મારી પાસે આવેલા તમામ ને હું ચિત્રકલાની બુક અને આખા વર્ષના કલર લઈ આપીશ આમ રામસર એક અલગ પ્રકારનો દાખલો અમારી શાળામાં બેસાડ્યો કાગળ પર દોરેલી થી સમજી જનાર આ અમારા રામસર જેવા બીજા કોઈ સર દુનિયામાં હોય ચોક્કસ અમારા જેવા લોકોનો પણ થઈ શકે.


@Harry Solanki

જય શ્રી રામ


Insta id. : Harry Solanki99








*~~~~~~~મદદ~~~~~~~

એક કંપનીમાં બોસ દર ૨૫મી ડિસેંબરના રોજ એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતો અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરી ડ્રો કાઢતાે. એમાં જેનું નામ નીકળતું, એને ૬ લાખ બક્ષિસરૂપે મળતાં. એ કંપનીમાં જાડું-પોતા કરવાવાળી બાઇને રૂપિયાની બહું જરૂર હતી, એનાં દિકરાનું ઓપરેશન કરવાનું હતું. લોટરી એક જુગારની રમત હતી. એને ન લાગે તો દેખીતી રીતે એને હજારનું નુકસાન થાય એમ હતું, છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લાેટરી એને જ લાગે. મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઇનામ એને જ લાગે. એણે યુક્તિ કરીને નામની કાપલી પર પાેતાના નામને બદલે એનું નામ લખીને કાપલી બાેક્ષમાં નાખી દીધી અને મનાેમન પ્રાર્થના કરી કે ઈનામ એનેજ લાગે. આમ તો ૩૦૦ માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. બાેસે એક કાપલી કાઢી. કામવાળી અને મેનેજર, બન્નેની ધડકન વધી ગઇ. કોનું નામ નીકળશે, એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં. એકજ પળમાં બાેસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો. એ નામ કામવાળી બાઇનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. મેનેજરની આંખાે પણ ભીની થઇ ગઇ. બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. એણે આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે. મેનેજર અમસ્તા જ લાેટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને કૈાતુક ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઇનું જ નામ હતું. એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી. એ લોકો ચાહત તાે લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી. હમેશાં યાદ રાખજો જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન ના થાય, એવી રીતે મદદ કરશાે તાે ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.*