who am I ? books and stories free download online pdf in Gujarati

હું જ મારો શાંતિદૂત..

શહેરના મધ્યમાં એક ચોકમાં એક વૃદ્ધ વ્યક્તિ સુમસામ સડકને જોઈ રહ્યો હતો.અને વિચારોમાં ખોવાય ગયો...એક સમય હતો આ શેરી અને રસ્તાઓ ધમધમતા હતા એ જ રસ્તાઓ આજે ધૂળની ડમરીઓ ઉડાડી રહ્યા હતા.....
શું થયુ હશે આ શહેરને ...????
કેમ ભેંકાર લાગી રહ્યું છે...???
કોની નજર લાગી ગઈ આ શહેરને???
કે પછી કુદરતનો કાળો કેર વર્તયો છે અહીં....

અરે એ શહેર છે જે એક દિવસ આખા પંથક માટે એક સમતા સમાનતા અને બંધુતા નું ઉદાહરણ હતું. દરેક લોકો હળીમળીને રહેતા હતા.દરેક કોમના લોકો સાથે મળીને પોતપોતાના તહેવારો અને ઉત્સવો ઊજવાતા હતા.તો એવું તો શું બન્યું કે આજે અહીં કોઈ જ નથી?

લગભગ ત્રણ-ચાર રસ્તાઓ તથા બે ચાર કુતરાઓ સીવાય કોઈ જોવા ન મળ્યું. જોવા મળ્યું તો માત્ર બે-ચાર કુતરાઓ ચારે બાજુ અને ઘરમાંથી નીકળતો ધુમાડો અનેક અસહ્ય કહી શકાય એવી દુર્ગંધ ચારેબાજુ ફેલાયેલી હતી.

પેલા વડીલો એમ થયું કે નક્કી કોઈ મહારોગે આ શહેરને બાનમાં લીધું લાગે છે.જેના કારણે રાજસ્થાનના પહેલા શહેરની જેમ આખું શહેર ખાલી થઈ ગયું લાગે છે.પરંતુ પ્રશ્ન મનમાં ઉત્પન્ન થાય છે આ બધા લોકો ગયા કયા? એ લોકોની સાથે શું થયું હશે? કેવી કેવી પરિસ્થતિમાંથી પસાર થયા હશે? ગમે તેમ કરીને પોતાનું વતન કેમ છોડવું એ મારાથી વિશેષ કોઈ ન જાણે!.....

એની મનમાં એક ધારણા લઈને પોતાના દરેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે થઈને એ ધીમે ધીમે આગળ વધતો જાય છે.પણ માત્ર કુતરા ભસવાનો અવાજ શેરીઓ માંથી નીકળતો કાળો ધુમાડો અને ઉંદરડા ના આટા ફેરા મારતા હતા ચારે બાજુ ફક્ત સુનસાન દ્રશ્યો આંતરડાને કોરી ખાતા...માત્ર ને માત્ર દેશી રહી હતી નક્કી આ શહેરને આ કોઈ અગમ્ય કારણોથી શું થયું તે જાણવાની તાલાવેલી પેલા વડીલ માં જાગી ઊઠી

થોડી વાર પછી એક વયોવૃદ્ધ અને માંડ માંડ ચાલી શકતો એક સાવ અશક્ત માણસ સામેથી આવતો દેખાયો. અને ત્યાં આવીને ઊભો રહ્યો, પેલા વ્યક્તિએ તેની પાસે જઈને પૂછ્યું કે તમે વેરાન શહેરમાં એકલા રહો છો? અને આ શહેરને થયું છે?
શું પેલા વૃદ્ધ વ્યક્તિ કહ્યું કે,
"હા અત્યારે તો હું એકલો લાગી રહ્યો છું, પરંતુ એક અઠવાડિયા પહેલાં આ શહેર હરયુભર્યું હતું. બંને કોમના લોકો હળીમળીને રહેતા હતા .
પરંતુ .....લવ જેહાદ નામની એક નાનકડી એવી ચિનગારીએ આખા શહેરને તહેસ-નહેસ કરી નાખ્યું છે. બસ રહી ગયા છે માત્ર ખંડેર ચારેબાજુ ખંડેર....."

પહેલા વ્યક્તિ આશ્ચર્યથી પૂછ્યું તો તમે કેમ જીવતા રહી ગયા?
પેલા વૃદ્ધ વ્યક્તિ એક પથ્થર પર બેસતા બોલ્યા , "મને પણ લોકો મારવા આવ્યા હતા પણ દરેકને એમ જ કહ્યું કે જો તમે હિન્દુ હો તો મને મુસલમાન સમજીને મારી નાખો, અને જો તમે મુસ્લિમ હો તમને હિન્દુ સમજીને મારી નાખો બસ આટલું બોલ્યો પછી કોણ જાણે કેમ મને છોડીને જતા રહ્યા..."

આટલું સાંભળ્યા બાદ પેલો આજે વ્યક્તિ મનમાં મનમાં વિચારે છે કેમાણસ જેવી વિચારશક્તિ કદાચ બધામાં હોત તો આજે આ શહેર જીવતું હોત.

બસ ચારે બાજુ શાંતિ છવાયેલી છે વેરાન શાંતિ અને પેલો શાંતિદૂત લગભગ એક શેરીમાં અદ્રશ્ય થઈ ગયો અડધી વ્યક્તિને એમ થયું કે લાવને એનું નામ પૂછ્યું પરંતુ તેણે મનોમન વિચારી લીધું હા મને યાદ છે એનું નામ
શાંતિદૂત શાંતિદુત શાંતિદૂત

@Harry Solanki....9924522010
Plz Follow on Insta...harry_SOLANKI99