Sea Heart books and stories free download online pdf in Gujarati

દરિયા જેવું મારૂ દિલ

દરિયા જેવું મારું દિલ.....
તો દરિયો કેવો????
દરિયો એટલે કે સમંદર, વિશ્વમાં ત્રણ ભાગમાં દરિયો જ ફેલાયેલો છે. એટલે કે વિશ્વમાં એનાથી મોટું કાંઈ જ નથી ,અને હા હું પણ મારા દિલને દરિયા સાથે સરખાવું છું. કારણ બાળપણથી જ મને એ વાત શીખવામાં આવી છે કે દુનિયામાં સૌથી મહાન કોઈ હોય તો એ મનુષ્ય છે . આપણું મન દરિયા જેવું વિશાળ રાખવું જોઈએ ,જેથી આપણે બધાને સમાવેશ કરી શકીએ.
મારા દાદા, જે ગામની અંદર પાંચ નહીં પણ પચાસ માણસોમાં પૂછાતા હતા. કારણ કે દરિયા જેવું એનું દિલ હતું,........
બધાને સમાવી લેવાના,
બધાની વાત સાંભળવાની,
બધાને વિકસવાનો મૂકો આપવાનો,
બધાને આગળ વધારવામાં સાથ આપવાનો,
કોઈની ભૂલ પણ સહજતાથી સ્વીકારવી,
કોઈનું મેલુ મળ પણ સહજતાથી સ્વીકારવાનું..
આ છે દરિયાના તો ભાવ એટલે કે દાદા નો સ્વભાવ.આ જ વાત અને આ જ સંસ્કાર મારામાં ઉતરેલા છે.
"વરને કોણ વખાણે વરની માં"
આ કહેવત લાગુ પડે મને,પરંતુ અત્યાર સુધીના મારા અનુભવ મુજબ તો હું કહું છું કેમ...મેં તો દરેકને મારામાં સમાવ્યા છે.બીજા માટે ગમે એટલા ખરાબ હોય એ મારા માટે તો એ સારા જ હોઈ પણ હું એને મારામાં સમાવું છું.અને એટલું જ નહીં મારી ખારાશમાં એમની મીઠાશને ભેળવી દઉં છું.એમાં ભળી જાઇને પણ બીજાનામાં કોઈ દિવસ એમને ફોર્સ નથી કરેલો કે તમે મારા જેવા થઈ જાવ.દરિયાદિલ કે દરિયાદિલી જે શબ્દો વપરાય એ કદાચ ઘણા મિત્રો મારા માટે વાપરે છે. માત્ર મિત્રો જ નહીં મારા વિદ્યાર્થીઓ સગા-સંબંધીઓ બધા માટે એક ચોક્કસ વસ્તુ બને છે અને છે કે હું બધાને મારામાં સમાવી લઉં છું.
અને હા કોઈક તો પોતાની રીતે ફરીથી વરાળ બની અને વાદળ બની પાછા વરસી જાય છે.અથવા તો ક્યાંક દૂર દૂર નીકળી જાય છે,એ અલગ પરંતુ હું એમને પણ હસતા મોઢે વિદાય આપું છું.
આ છે સ્વભાવ દરિયા જેવો સ્વભાવ દરિયાદિલી એટલે કહું છું કે આ સ્વાર્થી દુનિયામાં હું અલગ છું.... દરિયા જેવું મારું દિલ છે.........


દરિયાની અંદર કઈ કેટલી વસ્તુ છુપાયેલી છે. એમ મારા દિલમાં પણ કંઈ કેટલી વસ્તુ છુપાયેલી છે.દરિયો ખજાનો લઇને બેઠો છું અને હું પણ મારી અંદર યાદોનો ખજાનો કરીને બેઠો છુ.બસ ખાલી સમુદ્રમંથન બાકી છે જ્યારે જ્યારે સમુદ્ર મંથન થાય ત્યારે સમુદ્રમાંથી કંઈ કેટલાય રત્નો નિકળ્યા આવે એમ મારા દિલમાં પડેલા રત્નો કોઈ સમુદ્રમંથન કરે દરિયાને ખવડાવવામાં આવે તો મળે. એના માટે હું મરજીવિયા બનવું પડે,પેટાળમાંથી પણ ગમે ત્યાંથી મોટી ગોતી લાવે છે.એના માટે છેક તળીયા સુધી જવું પડે. અને એથી જ ખજાનો અથવા તો મોતી મળે છે.તળિયું માપવું એ ખરેખર અઘરૂં છે સમજદાર વ્યક્તિ રીસ્ક લેવામાં વિચારણા કરે અને વિચારણાના અંતે આ ખૂબ મોટું રિસ્ક છે એમ સમજી અને જવા દે.પરંતુ લાગણીના દરિયામાં ડૂબેલું વ્યક્તિ કોઈ દિવસ પાછી પાની કરતો નથી. કોઈ પણ સંજોગોમાં સામેવાળા વ્યક્તિ ને પામવા અને માપવા ગમે તેમ કરીને એના આત્માને ઢંઢોળે છે, ખોળે છે.અને એને પામીને જ રહે છે. આ છે લાગણીના દરિયામાં ડૂબવા ની વાત કોઈ વ્યક્તિ સામેવાળાને ખરેખર દિલથી ચાહતા હૈ કે ચાહતી હોય તો એ ચોક્કસપણે સામેવાળાના દિલમાં ઉતરી ને જ રહે છે ભલેને દરિયો ગમે એટલો ઊંડો હોય ભલે ને દરિયો અમાપ હોય એના કોઈ પણ રહેશે ને પામવા માટે એ હંમેશા ત્યાં જઈને પહોંચ છે મરજીવીયા બનીને........

@Harry Solanki -
whats app:- 9924522010
Insta......- Harry solanki99