Successful start books and stories free download online pdf in Gujarati

સફળની શરૂઆત


હિમાલય ની બરફ આચ્છાદિત પર્વત માળા જયાં એટલું પવિત્ર વાતાવરણ કે જયાં દેવો પણ વસે છે..અને તેના જંગલ કેટલી ગીચતા જયાં બધી જ પ્રકારની ઔષધીય મળી રહે... કોઇ પણ રોગ ના ઇલાજ માટે ઔષધિ મળે પણ તેને ઓળખતા આવડવી જોઈએ.. આવા જ જંગલો માં રખડે છે.
નતાશા ....નતાશા કેમ આવા ગાઢ જંગલ માં હશે તે અહીં શું કરતી હશે ?
વાત જાણે એમ છે કે નતાશા જ્યારે સાતમા ધોરણ માં હતી ત્યારે તેના પપ્પા બીમાર થયા તેમને ઘણી દવાઓ કરાવી પછી ત્યાં ના ડોક્ટરે અમદાવાદ ની હોસ્પિટલમાં સારવાર લેવા માટે કહ્યું નતાશા ના પપ્પા ને અમદાવાદ લાવ્યા ત્યાં ના ડોકટરે નિદાન કરાવ્યું તેમાં કેન્સર નો રીપોર્ટ આવ્યો..... નતાશા પણ તેની મમ્મી સાથે ત્યાં હોસ્પિટલમાં જ હતી.ત્યાં તેમને ડોક્ટર ના કન્સલ્ટિંગ રૂમ માં બોલાવવામાં આવ્યા અને તેમને કહેવામાં આવ્યું કે તેમને કેન્સર છે અને તે લાસ્ટ સ્ટેજ મા છે.
નતાશા ની મમ્મી તો સાભળી ને ત્યાં જ ઢગલો થઈ ગઇ..નતાશાતો નાની હતી તે કરે તો શું કરે ?
નતાશા ની મમ્મી એ સ્વસ્થ થઇ ડોક્ટર ને કહ્યું કે ગમે તે થાય પણ મારા પતિ ને સારુ કરો.
ડોકટરે કહ્યું કે બેન મારાથી બનતી બધીજ કોશીશ કરીશ અને દવાઓ લખી આપી.
નતાશા ની મમ્મી પણ હિંમત હારતી નથી.
"પણ કહ્યું છે ને કેન્સર એટલે માણસ કેન્સલ થઈ જાય."
નતાશા ની મમ્મી ઘણા પ્રયત્ન કરે છે તેમને તેમને કેમોથેરાપી પણ અપાવે છે .
છતાંય નતાશા ના પપ્પા માંડ એક જ વર્ષ જીવે છે તેમની કેન્સરની દવા ના ખર્ચમાં કંઈ બચતું નથી. હવે નતાશા ની મમ્મી નતાશાની કહે છે કે બેટા તું ચિંતા ન કરીશ.
હું લોકોના ઘરના કામ કરીશ અને તને ભણાવીશ નતાશા પણ જ્યારે સ્કૂલમાં રજા હોય ત્યારે મમ્મીની સાથે કામ પર જાય છે .
એ રીતે દિવસો પસાર થાય છે .પણ નતાશા નક્કી કરે છે કે મારે ભણી ગણીને એટલા ઊંચા દરજ્જે પહોંચવું છેકે મારી મમ્મી નુ સ્વપ્ન જરૂર પુરુ કરીશ.
નતાશા ભણવામાં તો હોશિયાર છે અને તે બારમાધોરણમાં સારા ટકા મેળવી અને આયુર્વેદમેડિકલ કોલેજમાં આગળ વધે છે .
તે જ્યારે મેડિકલ ના છેલ્લા વર્ષમાં હોય છે ત્યારે તેના મમ્મી ને પણ કેન્સરની બીમારી લાગુ પડે છે..
નતાશા ને તેના પપ્પાને આ દુખ થયું ત્યારેતો તે નાની હતી .પણ જ્યારે તેની મમ્મીના આ દુ:ખના સમાચાર સાંભળ્યા ત્યારે તે એકદમ હતાશ થઈ ગઈ.
તેની મમ્મી તો તેના માટે સર્વસ્વહતી..
તેની મમ્મીને તો હજુ સેકન્ડ સ્ટેજમાં જ કેન્સરહતુ.અને તે મટવાના ચાન્સિસ થોડા ઘણા હતા
ડોકટર ની.સલાહ થી તેની મમ્મી ની ટ્રીટમેન્ટ શરૂકરી અને ઓપરેશન કરવામાં આવ્યું ડોકટરે કહ્યું દસ વર્ષસુધી કંઇ નહિ થાય..
પણ નતાશા એ વિચાર્યું કે મારી મમ્મી ને તોમટી ગયું પણ એવા તો કેટલાય બાળકો હશે જે નિરાધાર બનતા હશેએટલે તેને નક્કી કર્યું કે હવે હું કેન્સર ની દવા શોધીને જ રહીશ નતાશા મેડિકલ પૂરું કર્યું તે આયુર્વેદિક ભણેલી એ એટલે તે અમુક આયુર્વેદિક દવાઓ માટે જંગલ માં જવું પડે તેમ હતું તેને જે રિસર્ચ કરી કેન્સર ની દવા અમુક ઝાડના મૂળિયામાંથી બનાવી શકાય તે દવા ની શોધમાં તેને હિમાલયના જંગલમાં જવું પડ્યું કારણકે તે પ્રકારની વનસ્પતિ હિમાલયના જંગલમાં જોવા મળે છે" જ્યારે રામાયણમાં લક્ષ્મણ બેભાન થઈ જાય છે ત્યારે પણ સંજીવની જડીબુટ્ટી હિમાલયના પર્વત પરથી મળે છે" એવું તેને સાંભળેલું તેથી તેની તેની મમ્મીને કહ્યું કે હુ અમુક દવા ના રીસર્ચ માટે જંગલમાં જાઉ છુ..અને તે જંગલમાં નીકળી પડી તેને એવું કે હું સરળતાથી પહોંચી જઈશ પણ નતાશા હિમાલયના જંગલમાં પહોંચી..
ત્યાંના જંગલ જોઈને દંગ રહી ગઈ પણ તે તો મનની મક્કમતા સાથે જ આવી હતી તેને તો કેન્સરની દવા શોધીને જ પાછું જવું હતું .
તેથી તેને જંગલમાં પ્રવેશ કરી તે ત્યાંથી થોડેક જ આગળ જંગલમાં ગઈ હશે અને તેની સમસ્યાઓ ચાલુ થઈ ગઈ પહેલા તો તે નહીં જંગલ માં કેટલા બધા ઝાડી-ઝાંખરા હતા કે રસ્તો જ ખબર પડે તેમ ન હતો છતાં તે રસ્તો કરતી કરતી આગળ વધતી ગઇ
પણતેક્યાં પહોંચી ગઈ તેને ખબર ન પડી તેને વનસ્પતિ શોધતા-શોધતા રાત પડવા આવી ગઈ. આ તો જંગલ એ તો બહુ ભૂખ અને તરસ પણ લાગી હતી તે કરે તો શું કરે ?પણ તે હિંમત ન હારી અને આગળ વધતી ગઈ આગળ જોયું તો એક તળાવ હતું તે ત્યાં જઈ અને થોડું પાણી પીધું.
એટલામાં તો સિંહ ની ત્રાડ સંભળાઈ અને તે ગભરાઈ ગઈ ત્યાં નીચું ઝાડ હતું તેની પર ચડી અને બેસી ગઈ તે ત્યાંના ત્યાં જ કયારે સુઈ ગઈ તેને ખબર ના પડી ..બીજા દિવસે તો તે આગળ વધી તે જે રસ્તે આવી હતી તે રસ્તો ક્યાં પાછળ છૂટી ગયો પણ તે વનસ્પતિ શોધતી હતી તે હજુ મળી નહતી જંગલમાંથી થોડા ફળફળાદિ મળ્યા તે ખાધા અને તે આગળ ચાલી તેના ફોનની બેટરી પણ ખલાસ થઇ ગઈ હતી. આગળ જતા બીજા દિવસે પણ રાત પડવા આવી એટલામાં કોઈ માનવ સમુદાય નો અવાજ સંભળાયો તેને આદિવાસીસમાજ વિશે ઘણું સાંભળ્યું હતું પણ આજે તો એને તે જોયા .તેનેસાભળેલું કેઆ સમુદાયના લોકો આપણા સમાજ ના માણસ ને જોઈ જાય તો પકડીને તેમના કબીલા માં લઈ જાય છે.
નતાશા તો ખૂબ ગભરાઈ હવે શુ કરવુ?હવે શું થશે ?આ લોકો મને પકડી જશે તો ..પણ આ શું એ લોકોએ તો દૂર થી જોઇ હુરુર કરતા પાછા ગયા. નતાશા નો જીવ થોડો હેઠો બેઠયો એટલા માં પાછળ થી અવાજ સંભળાયો પાછી જા.તેને આમતેમ બધે જોયું પણ કોઇ દેખાયું નહીં ...કોણ હશે આ જંગલમાં ? કદાચ કોઈ આત્મા?તેને ભૂત પ્રેત ની વાતો સાંભળેલી પણ કદી જોયેલું નહી.
તેગભરાઇ તો ગઈ પણ હિંમત કરીને આગળ વધી એટલામાં તો આદિવાસી સ્ત્રીઓ એક ટોળું આવી અને તેને ઘેરી લીધી એ તો એકદમ ગભરાઈ ગઈ કે આ શું તેને પેલી સ્ત્રીઓ બોલતી હતી તેમાં કંઈ ખબર નહોતી પડતી તે સ્ત્રીઓમાંથી મુખ્ય સ્ત્રી આગળ આવી અને તેને કહેવા લાગી પણ તેવી કઈ સમજ ના પડી એટલામાં તો તેને બંદી બનાવી લીધી એ સ્ત્રીઓ ચાલતા ચાલતા જંગલની વચ્ચે એક કબીલા જેવું હતું ત્યાં આવ્યા ત્યાં છુટાછવાયા ઝુંપડા હતા. થોડાક બાળકો આમતેમ રમતા હતા અને પુરુષો પણ હતા તેને થયું કે હવે મારું બચવું મુશ્કેલ છે હું ક્યા ફસાઈ ?શું થશે હવે? તેને ત્યાં લઈ જઈશ બેસાડવામાં આવી તને ભૂખ લાગી છે નતાશાએ હા કીધી તો તેમની થોડું પાણી અને ફળો આપો એટલામાં અંદરથી એક તેના જેવી છોકરી આવી તે હિન્દી જાણતી હતી પહેરવેશ તો આદિવાસી સ્ત્રીઓ નો હતો પેલી સ્ત્રીઓએ આને કઈ કહ્યું અને તે નતાશા ની લઇ ઝૂંપડીમાં અંદર ગઈ નતાશા અને પેલી છોકરી વાતો કરવા લાગ્યા તેનું નામ રોમા હતું તેને કહ્યું હું પણ એક વર્ષ પહેલા જંગલમાં જડીબુટ્ટીઓ શોધવા આવી હતી. અને અહીં આ રીતે ફસાઈ ગઈ છુ. આ લોકોમને મારી નાખત પણ મને અહીં લાવ્યા ત્યારે કબીલા ના સરદાર નો દિકરો બિમાર હતો તેની મે સારવાર કરી સાજો કર્યા તેથી મને અહીં જ રાખી લીધી.આ તો જંગલ ની પ્રજા પ્રકૃતી વિશે સૌથી વધુ જાણકાર હોયતેમની પાસે થી મને ઘણી બધી ઔષધીઓ વિશે જાણવા મળ્યુંઆપણને મારી નાખી પણ જુદી-જુદી વનસ્પતિના મૂળ આવી અને દવા બનાવે છે તને પણ એ જ કામ શીખવી દેશે અહીંથી જવા ન દે જો જવાનું તો આપણને મૃત્યુદંડ આપશે પણ હું આ માણસ જોડે આયુર્વેદિક દવાનું જ્ઞાન વધારે છે એટલામાં તેમને બહાર બોલાવે છે .
સ્ત્રી પુરુષ અંદરો અંદર કંઈક વાતો કરે છે. નતાશા ને તો કંઇ ખબર પડતી નથી પણ રોમા ઇશારો કરી કહે છે કે પૂનમ ના દિવસે તારી બલી ચઢાવશે ..હવે હું શુ કરીશ.? હવે અહીં રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી નતાશાની તો તેની માની ચિંતા થાય છે હવે અહીંથી કઈ રીતે નીકળે છે?
રોમાને કહે છે હે તું તો એક વરસથી જંગલમાં છે તે તો બહાર જવાનો રસ્તો જોયો હશે .
પૂનમ આવવામાં તો થોડા દિવસ બાકી છેતો આપણે અહીં થી નીકળી જઈશું ..રોમાતને તારો પરિવાર યાદ નથી આવતો આપણે અહીંથી નીકળવાનુ સાહસ કરવુ જપડશે .
ના એવું સાહસ ના કરતી તો આપણે મૃત્યુ થઈ જશે.શુ આપણે મૃત્યુ થી ડરી નેઅહી રહીશુ?
આપણે તો રોજ મરીશુ..પછી નતાશાઅને રોમા જોડે રહેવા લાગ્યાથોડાક દિવસ થયા અને નતાશા એવા મૂળ શોધી લાવી કે જેને વાટીને કોઈપણ વસ્તુમાં ભેળવીને ખાવાથી માણસ બેભાન બની જાય છે... તે અને રોમા બંને એક પ્લાનિંગ કરે છે એક સાંજે તે બંને કબીલાનુ જમવાનું બનાવે છે અને તેમાં તે મૂળ નો ભૂકો ભેળવી દે છે બધા જમી લેછે રોમાને નતાશા જમતા નથી એકાદ કલાક પછી કબીલા ના બધા જ માણસો ઊંઘવા લાગે છે તેનો લાભ ઉઠાવી નતાશા અને રોમા ત્યાંથી નીકળી જાય છે.
રોમાએ જંગલ નો રસ્તો જોયો છે.. ત્યાં ત્યાંથી દૂર નીકળી જાય છે હજુ જંગલ એટલે ખતરો તો છે જ ત્યાંથીનીકળતા નતાશા કહે છે.આપણે બંને ભેગા મળી કેન્સર માટે કોઈ દવા શોધી કાઢીએ એમાં કહે છે કે મેં પણ ઘણી કોશિશ કરી શોધવાનીપણમૂળમાંથી મટી જાય તેવી કોઈ દવા નથી શોધી પણ રાહત થાય એવી દવા ચોક્કસ મળશે અને બંને જણા આગળ જતા તેના મૂળિયા શોધે છે. અનેરસ્તો ભૂલી જાય છે. અને રોમા થી અલગ પડી જાય છે તેના ત્રણદિવસ પછી જંગલમાં એક જંગલનો જાણકાર મળી જાય છે ..તેને રોમા બધી વાત કરે છે..રોમા ને કેવી રીતે. શોધવી તેભાઇ કહે છે. આવડા મોટા જંગલમાં તે કેવી રીતે મળે તમને આજંગલ માં થી બહાર નીકળવા નો રસ્તો બતાવુ.
નતાશાતેમની પાસેથી માહિતી લઈ તે હિમાલયના જંગલોમાંથી હેમખેમ બહાર નીકળે છે. નતાશ ને તોખરેખર જંગલનો આ અદભુત અનુભવ.અને રોમા સાથે ની મુલાકાત અચરજ માં મૂકી દીધી છે.
રોમા એ તેના ઘરનુ એડ્રેસ કીધેલુ તેને યાદ આવે છે.. અને તે સીધી રોમા ના ઘરે જાય છે ત્યાં તેને જાણવા મળે છે...કે રોમા નુ તો છ મહિના પહેલા મૃત્યુ હિમાલય ના જંગલમાં થયું છે.
નતાશા તો આ સાંભળી અવાક જ .?.તોપછી મારી સાથે કોણ હતુ ?શું રોમા નુ પ્રેત હશે?મને બચાવવા આવી હશે? તે તો વિચાર તી જ થઈ ત્યાં થી પાછી ફરી અને તેના રીસર્ચ સેન્ટર માં ગઇ અને જે તે મૂળ લાવી હતી તેના પર રીસર્ચ કરતાં જાણવા મળ્યું કે તેમા એવા તત્વો છે જે કેન્સરના બેક્ટેરિયા ને માત આપી શકે છે.તેવિચારે છે કે મારી સફળની શરૂઆત અહીંથી જ થશે.

પીનાપટેલ "પિન્કી"
મારી આ રચના મારી સ્વરચિત છે. તેની કોઇએ કોપી કરવી નહીં.