Playing bird books and stories free download online pdf in Gujarati

રમતું પંખી

"રમતું પંખી"


'એક બાળકને પણ રમવું છે'


એક બાળકને શું જોઈએ, બીજુ કાઈ નહી.. જોઈએ તેને રમવાનો સ્વાદ.. જે આનંદ, તેને ફક્ત રમત રમવા માંથી મળે છે.


આપણા જીવનમાં આવતો સૌથી શ્રેષ્ઠ સમય હોય તો તે બાળપણનો સમય હોય છે. બાળપણ નો સમય એટલે અદ્ભુત મોજ-મસ્તીનો સમય, જેમા બાળકો ને આનંદ, હષોર્લ્લાસ અને સુખ જ હોય છે.


નાના બાળકો જો કોઈ વસ્તુ કે રમકડા માટે જીદ કરે અને તે લેવા માટે રડે છે અને જો આપણે તેને ના પાડીએ અથવા ના લઈ દઈએ તો તે બાળક ફક્ત થોડા સમય માટે જ રડે છે અને પાછી જુની વાતો ભુલીને તેની મોજ મસ્તી મા ખોવાય જાય છે. આનો મતલબ એમ કે તેને કોઈ પ્રકારનો વિકાર, ઈર્ષા, રાગ, દેષ કે વેર નથી હોતુ. તે બધા ને પોતાનો મિત્ર માને છે. તેને નથી કોઈ માન કે અપમાન નો ભય.


આથી મનુષ્યે જીવન એવુ જીવવું જોઈએ કે એક બાળક જીવન જીવે, જેના માટે બધા પ્રત્યે સંમભાવ હોય છે. બીજાઓની લાગણીઓ ને પોતાની સમજવી જોઈએ.


સવારના સમયમાં એક ગરીબ પરીવારનાં બે છોકરાઓ રસ્તાઓ પર નિકળી પડે છે અને પુસ્તકો વેચીને થોડા પૈસા કમાય છે. જેનાથી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા.


એક વાર પુસ્તકો નાં વેચાણ માટે બંને બાળકો એક બાગમાં પહોંચી જાય છે. પુસ્તકો વેચવા માટે એક-બે એમ ઘણી જગ્યાએ જાય છે અને લોકોને પૂછે છે, પુસ્તકો દેખાડે છે પણ તેને કોઇ ખરીદતા નથી.


તેજ સમયે બંને બાળકો ની નજર બાગમાં રમતા છોકરાઓ પર પડે છે એને તેને જોઈને પોતે પણ આનંદ અને હર્ષમાં આવી જાય છે અને ક્ષણ ભરની પણ વાટ જોયા વગર પુસ્તકો ને બેસવાના બાકડા પર બરાબર મુકીને પોતે પણ રમવા લાગ્યા. રમત અને ખેલકૂદમાં મનુષ્ય પોતાનો બધો સમય ભુલી જાય છે એને તેને મોજ મસ્તી શિવાય બીજુ કઈ યાદ નથી રહેતુ. આમ હંમેશાં બાળપણમાં એક બાળક ને પણ રમવું હોય છે.


"મોજ મસ્તી ની રમતમાં મનુષ્ય થાક ને પણ હરાવી દે છે"


થોડા સમય પછી બંને બાળકોને પાછુ યાદ આવે છે અને ફરી પુસ્તકો લઇને વેચવા નીકળી પડે છે. બંને બાળકો એક ભાઈ પાસે જાય છે અને તેમને પુસ્તકો લેવા માટે કહે છે. આ આખુ દ્રશ્ય તે ભાઈ જોતા હતા અને તેને પણ પોતાની બાળપણની યાદ તાજી થઈ જાય છે.


તે ભાઈ બાળકોને એક સવાલ પુછે કે આવા બાળપણના સમયમાં પુસ્તકો શાં માટે વેચો છો. તો તેમાંથી એક બાળક એક જ જવાબ બહુ ધીરેથી આપે છે. "આ પુસ્તકો અમને રોજી રોટી આપે છે. જેનાથી અમારી ભુખ સંતોષાઈ છે".


ભુખને સંતોષવા માટે આવા કેટલાય નાના બાળકો ને કામ કરવુ પડે છે. બાળપણ માં રમવું તો બધાને છે. પણ મજબુરીઓ ને લીધે થોડા અંશે તેનાથી દુર રહી જાય છે. આમ એક ભુખ પોતાના બાળપણ નાં સપનાઓને પણ વેચવા મજબુર કરે છે.


આથી એક બાળક કહે છે,


"મારે પણ રમવું છે, મને આઝાદ રહેવા દો

મુક્ત ગગનમાં ઉડવું છે, મને આનંદમાં ઉડવા દો

મજબુરીઓને દુર કરવી છે, મને આગળ વધવા દો

સમયને પણ રોકવો છે, મને બાળપણમાં રહેવા દો..."


આથી તે ભાઈ બન્ને બાળકો પાસે થી પુસ્તકો નથી લેતા પણ થોડા પૈસા આપીને તેમને ખુશ કરી દે છે. પાછા બાળકો પોતાની મોજ મસ્તી કરતા કરતા જતા રહે છે.


આ હતુ બાળપણનું એક રમતુ પંખી. તેને જોઈએ રમવાનો સ્વાદ.. જે આનંદ, તેને ફક્ત રમત રમવા માંથી મળે છે.


"એક નાની મદદથી બીજાને આનંદ મળતો હોય છે" તો તે આપવા અચકાવું ના જોઈએ.


મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj_62167@yahoo.com