UNTOLD THINGS - 1 books and stories free download online pdf in Gujarati

વણકેહવાયેલી વાતું - 1

TWO STRANGERS ARE MEET

મને રાત નાં ઘરે પહોચતા મોડું થઈ ગયું હતું એટલે હું મારી સાયકલમાં બેસી મારી છ મહિનાની દીકરી, જેને હું ઢીંગલી કહીને બોલવું છું. તેને મારી છાતી સાથે સરખી રીતે બાંધેલી છે કે નહી તે ચેક કરી હું સ્પીડ માં સાયકલ ચલાવતી મુંબઈ ના મેઈન રોડ ના બદલે શેરી ગલી માંથી જઈ રહી હતી જેથી બહુ ટ્રાફીક ના નડે. ત્યાં મારી સાથે એક છોકરી ભટકાણી. હું કઈ બોલવા જાવ એની પેલા જ તે બોલી પડી, "મેં ભાગ રહી હું, વો કુછ લોગ મુજે... મતલબ મેરે સાથ વો લોગ... તભી વો લાડકા આયા બચાને... પર વો ખુદ અબ માર ખા રહા હે. ઉસને કહા ભાગો, મેં ભાગ રહી હું." તેની વાતો ઉપર થી સ્પષ્ટ હતું કે તે ખુબજ ડરી ગઈ છે. તેને જે બોલવું છે. તે જ તેને ખબર નથી પડતી. તે ભાગી ને ચાલી ગઈ. તે જે બાજુથી આવી હતી તે બાજુ મેં જોયું ત્યાં કુલ પાંચ જણા હતા. જેમાંથી ચાર વ્યક્તિ એક ને મારી રહી હતી. તેને જોઈ સમજાય રહ્યું હતું કે તેના માથામાં મારવામાં આવ્યું છે એટલે એનું બેલેન્સ નથી રહ્યું અને એટલે બાકી ના ચાર તેની ઉપર હાવી થઈ ગયા એટલે મેં મારી ઢીંગલી ઉપર હાથ રાખતા કહ્યું,"બેટા, આજે લાગે છે ઘરે પહોચવામાં હજી મોડું થશે, ચાલો." ઢીંગલી વધારે મારી અંદર સમાય ગઈ જાણે તે પરિસ્થિતિ સમજી ના ગઈ હોય. અને મેં જરાય ટાઈમ બગડ્યા વગર મારા ચશ્માં આંખ ઉપર વધુ ચડાવ્યા, મારો રેગ્યુલર ડ્રેસ કોડ જીન્સ અને ટીશર્ટ આવી પરીસ્થીતી પ્રમાણે પરફેક્ટ હતા, મારા બેગ માંથી એક ચુંદડી કાઢી અને તેમાં આજુ બાજુ પડેલા પથ્થર નાખ્યા અને ફીટ પકડી, ચારેની ઉપર મારવાનું ચાલુ કરી દીધું એક હાથ માં પથ્થર ભરેલી ચુંદડી અને બીજા હાથ માં મારી કાતર. તે લોકો મને પહોચી પણ નોતા શકતા અને બે મીનીટ માં બધા ને પછાડી દીધા. પછી મેં તે છોકરાની સામે જોયું જે ત્યાં અધમરી હાલતમાં પડેલો હતો. તેની પાસે ગઈ અને કાન માં ધીમેથી બોલી, "તુમ બહોત હેવી હો, મેં તુમ્હે ઉઠા નહિ શકતી, થોડી અપની ઓંર મેરી હેલ્પ કરો ઔર ઉઠને કી કોશિશ કરો." તે ધીમેથી ઉભો થયો મે તેને તરત ટેકો આપ્યો અને મેં એને મારી સાયકલ માં પાછળ બેસાડ્યો, પાછો પડી ના જાય એટલે જે ચુંદડી થી પેલા બધાને માર્યા હતા તે જ ચુંદડી થી એને મારી સાથે મેં બાંધ્યો. ઢીંગલીને મેં પેટ ઉપર બાંધેલી હતી તો એની નીચે ના ભાગમાં તેને બાંધી ને મારી ઉપર આખો ઢળેલો રહે તે રીતે રાખી તેને લઇ આવી.

સવારે જયારે તે ભાન માં આવ્યો તો પેલા તો મને જોઈ ડરી ગયો હોય એમ પાછળ વયો ગયો, પછી મને સરખી રીતે જોઈ અને બોલ્યો, "આપ! યહાં! મેં યહાં કેસે? મેં કહા હું!" એની આવી વાતું સાંભળી મેં એને કીધું કે,"ડોન્ટ ટેલ મી કી તુમ અપની મેમરી ખો ચુકે હો, ઓર સબકુછ ભૂલ ચુકે હો. જરાક હસતા મે કહ્યુ," મેને કલ તુમ્હારી જાન બચાયી થી ઓર તુમ્હે યહાં લેકર આયી કોઈ ઓપ્શન નહિ થા મેરે પાસ, અબ સિર મેં દર્દ હો રહા હે ક્યાં?"

તેને પોતાનું માથું પકડતા કહ્યું "નહિ, જ્યાદા નહી." "ગૂડ, ચાલ નાસ્તો કરી લે પછી આપણે જસુ." હું ગુજરાતી માં બોલી ગય તે મને યાદ આવતા હું તરત પાછી ફરી અને બોલી," સોરી મેં ગુજરાતી બોલ ગઈ.." તેણે મારી વાત કાપતા બોલ્યો "મેં સમજ ગયા આપને ક્યાં કહા!"

હું એને કઈક કેહવા જાવ ત્યાં જ રૂમનો દરવાજો ખોલી માસી અંદર આવ્યા, "મિતલ, બેટા, બાર આવજેને, તે લોકો તારી રાહ જુવે છે." મેં હા માં માથું હલાવી તરત ઢીંગલીને મારી સાથે લઇ બાર નીકળી ગઈ. મારી પાછળ તે છોકરો પણ નીકળ્યો. અને તે બહાર નું વાતાવરણ જોઈ ડઘાય ગયો. તેણે તરત તે માસી ને પૂછ્યું, "યે કોનસી જગહ હે?" "તને તો ગુજરાતી સમજાય છેને, હમણાં તે મિતલ ને કહ્યું," તેમણે તેનો જવાબ દેવાને બદલે સામે પૂછ્યું. તેણે ખાલી હા માં માથું હલાવ્યું.

એટલે માસી ખુશ થતા તરત બોલ્યા," આ એક મહિલા આશ્રમ છે. જ્યાં અમારી જેવી છોકરીઓ કે સ્ત્રીઓ જેની સાથે ખરાબ ઘટના બની હોય અને જેને સમાજે છોડી દીધી હોય તેણે અહી આશરો મળે છે. સમજાયું?" તેણે આશ્ચર્ય થયું કે હું અહી કેવી રીતે આવ્યો?" તેનું આશ્ચર્ય માસી સમજી ગયા એટલે એમણે કહ્યું, "તને કાલે મિતલ અહી લઇ આવી. મિતલ અહી જ રહે છે અમારી સાથે. તે તને અહી લઇ આવી એટલે તું હજી અહી છો બાકી મેન્સ આર નોટ એલાઉડ."

"પર વો યહાપે કયું હે, ઉનકે સાથ કોનસા બુરા હાતસા હુવા? " તેણે પાછુ પૂછ્યું.

"અરે તું કેવી વાતું કરે છે! મિતલ સાથે કોઈ દિવસ ખરાબ નથી થયું મિતલ ને કોઈ તેની મરજી વગર હાથ પણ અડાડી ના સકે એટલી મજબુત છે અમારી મિતલ. મિતલ કઈ પેલેથી અહી નથી રેહતી. મિતલે પોતાનું ઘર છોડ્યું હતું કારણકે એને એની જ ફેમેલી બોવ જ પ્રેશર કર્યા રાખતી હતી કે તારે ગવર્મેન્ટ જોબ જ મેળવી પડશે બધી એક્ઝામ માં પાસ થવું જ પડશે, આની સાથે નય બોલવાનું, આ નહી ખાવાનું, આ નહી પેરવાનું, અમે કહી તે પ્તેરમાણે જ રેવાનું, તે કંટાળી ગઈ એટલે એણે પોતાનું ઘર ખાલી પોતાના બધા ડોક્યુમેન્ટ અને કપડા લઇ પોતે બચાવેલા પૈસા લઇ નીકળી ગઈ ઘરેથી અને મુંબઈ આવી ગઈ. તેણે પોતાના પેરેન્ટ્સ ના પૈસાને હાથ પણ ના અડાડ્યો અને બસ આવતી રહી મુંબઈ. અહી નહી, આ આશ્રમમાં નહી, હજી તો તે ખાલી મુંબઈ આવી હતી "

"ઇતની સી બાત પર કોઈ ઘર છોડતા હે ક્યાં?" તેને આશ્ચર્ય થયું એટલે એના મોઢામાંથી નીકળી ગયું.

માસી તરત હસતા બોલ્યા," હમને ભી જબ એસા કહા તો ઉસને યે કહા કી કોઈ કભી નહી સમજ સકતા કી મેને ઘર કયું છોડા! ઓર મુજે કિસીકો નહી સમજાના. થોડીક અલગ છે અમારી મિતલ, પણ બહુ જ સમજદાર. તને ખબર અહી તે એપ્રિલ મહિના માં આવી હતી અને આવતા જ તેણે એક મોટી અને સરસ કોલેજ માં એડમિશન લીધું. પણ ત્યાં એક સ્સ્કીકોલરશીપની એક સ્કીમ હતી કે એક એક્ઝામ આવે જો તમે તે પાસ કરી નાખો તો તમને ફીની માફી મળે પેલા નંબરને ૧૦૦%, બીજા નંબરને ૭૫% અને ત્રીજા નંબરને ૫૦% માફી મળે. આપણી મિતલ પાસે તો પૈસા હતા નહી એટલે એને તો ગમે તેમ કરી પેલો નંબર જ લાવો પડે, અને તને ખબર તે ત્યારે તો ફૂટપાથ પર રેહતી હતી. અને ખાવા માટે ત્યાં નજીક દરગાહ હતી ત્યાં લંગર થતું ત્યાં જાતી. પૈસા કમાવા માટે આજુ બાજુ માં બિલ્ડીંગ હતી ત્યાં જે લોકો ની ગાડી હોય તેને ધોવાનું કામ કરતી રસ્તા પર રેહતી હોવા છતાં, ક્યારેય પોતાની સાથે ખરાબ ના થવા દીધું. તે વાંચવા માટે તેની જ કોલેજ ની લાયબ્રેરીમાં જાતી અને આખો દિવસ બેસી વાંચ્યા કરતી. બસ એનું તો રીસલ્ટ સારું આવાનું જ હતું. ફર્સ્ટ નંબર આવ્યો એનો. તે દિવસે જ એને તેજ લાયબ્રેરી માં હાફ ટાઈમ જોબ ની ઓફર આવી અને તેણે તે લઇ લીધી. તે કોલેજ ના પ્રિન્સિપાલને ખબર પડી કે તે રસ્તા પર રહે છે. એટલે એના વિશે વાત અમારા આ આશ્રમના ઓનર શ્રી જયંતીભાઈ પટેલને કરી તે મિતલને મનાવી અહી લાવ્યા. મિતલ અહી જુન માં આવી હતી.

"તો ફિર ઉન્હોને ઘર અપને લીયે છોડા કિસી લડકે કે લીયે નહી યે તો સચમે અલગ બાત હે." તેણે શાંત થતા કહ્યું. હવે એને જરાક સમજાયું હતું.

"હા, હે તો સહી વો અલગ. તેના હાથ માં જે દીકરી છેને તે તેની દીકરી છે. તેનું નામ મહેર છે. એકદમ ડાહી દીકરી છે. મિતલે જયારે અહી આવી ને તો અહી રેહતી દરેક સ્ત્રીએ કાઈક કામ કરવું પડે પણ મિતલ તો જોબ કરે, ભણે, તો તે કામ કેવી રીતે કરાવે. એટલે અમે બધાએ ના પાડી તો તેણે સામેથી કીધું કે તે ગાર્ડનિંગ નું કામ કરશે. અમારા ઉજ્જડ જેવા બગીચાને તેણે એક ખુબસુરત બાગ માં ફેરવી નાખ્યું. અને જયંતીભાઈ સાથે મળી તેણે ત્યાં નર્સરી ચાલુ કરી શુરુઆત માં થોડુંક ઇન્વેસ્ટ જયંતીભાઈએ કરી દીધું. પછી મિતલે બધું સાંભળી લીધું. પોતાને ફાવે તેવો ટાઈમ રાખી, બીજા કરતા ઓછા પૈસા રાખ્યા, અને જે આવતા તે બધાને પ્રેમથી બોલાવતી અને આખી નર્સરી બતાવતી જેને લીધે થોડાક જ ટાઈમ માં નર્સરીની વાત બધે ફેલાઈ ગઈ. અને તેની એક બીજી આવક શરુ થઈ ગઈ. છેને હોશિયાર." માસીએ તેની સામે જોઈ હસતા કહ્યું.

વાહ! તબ તો યહાપે ચલ રહે સારે કામ વહી મેનેજ કરતે હોંગે. તેણે આજુ બાજુ ચાલતા કામો જોઈ ને બોલ્યો.

"નહી, મિતલે નર્સરી થી કમાણી કરી તો બધા તેનામાં હિસ્સો માંગવા આવ્યા એમ કહી કે મિતલ તારી સાથે અમે કામ કરાવામાં અમે હેલ્પ કરશું. પણ જયારે તે બગીચો ઉજ્જડ હતો ત્યારથી તેની સાથે એક અમારે અહી રેહતી છોકરી જે મિતલ કરતા વધીને ચારેક વર્ષ મોટી હશે, તેનું નામ પ્રિયંકા હતું. તેની ઉપર ત્રણ જણાએ રેપ કર્યું હતું અને તેની મદદ કરવા વાળું જયારે કોઈ ના રહ્યું તેના પરિવારે તેનો સાથ ન આપ્યો અને પોલીસ પણ ફરી ગઈ તો તે અડધી ગાંડી જેવી થઈ ગઈ. આપણે અહી એવું જ છે, રેપીસ્ટ્સ બચી જાય અને વિકટમની જિંદગી બરબાદ. પણ પ્રિયંકાની જિંદગીમાં કદાચ બહુ વધારે દુખ જોવાના લખ્યા નહી હોય એટલે જ તેને અમારી જ સંસ્થામાં રેહતી એક છોકરી એને અહી લઇ આવી. પણ તે અહી આવી ત્યારથી કોઈની સાથે બોલતી નહી અને કોઈ કામ કરતી નહી તે પ્રેગનન્ટ છે એની ખબર પડ્યા પછી અમે એનું ધ્યાન બહુ રાખતા પણ તે પોતાનું ધ્યાન રાખતી નહી અને તે ઉજ્જડ બગીચા માં બેઠી રેહતી. મિતલ પણ એવી જ હતી બોવ કોઈ સાથે બોલતી નહી. પોતાનો આખા દિવસનો બળાપો કોઈક સામે તો કાઢવો હોઈ એટલે તે પ્રિયંકા સાથે બોલવા લાગી. બંનેની જોડી જામી ગઈ ધીમે ધીમે પ્રિયંકા મિતલને કામ કરવામાં મદદ કરવા લાગી તે એટલું જ કરતી જેટલું મિતલ કેહતી. જે છોકરી પોતાનું પણ ધ્યાન નોતી રાખતી, જે કોઈનુંય સંભાળતી નહી તે મિતલનું બધું માનતી થઈ ગય ટાઈમ પર જાતે જમતી થઈ ગઈ. એટલે મિતલ પણ પૂરી ઓનેસ્ટ પર્સન, તે તેના હિસ્સા ના પૈસા તેના નામે અલગ રાખતી થઈ ગઈ હતી. હવે બે ભાગ તો પડતા જ હતા પ્રોફિટના, એમાં અમે બધા જોડાય તો કઈ મળે જ નહી એટલે મિતલે બધાને સમજાવ્યું કે ખાલી આ એક જ કામ નથી જેમાંથી આવક થઈ શકે છે. બીજા એવા ઘણા કામ છે, જે તમે કરી શકો છો જેથી આપણા માંથી કોઈપણ જયંતીભાઈ પર નિર્ભર રેહવું ના પડે. અથાણા, પાપડ, ટીફીન ની સર્વિસ આપી શકો, જેને ડાન્સ આવડે છે તે ડાન્સ કલાસીસ ચાલુ કરો, જે ભણેલા છે તે ટ્યુશન કરાવો, જેની પાસે કંઇક ડીગ્રી છે તે બાર જોબ કરો, દુનિયામાં ઘણા છે જે તમને જોબ આપશે જ. બીજા બધાની અંદર જુસ્સો ભરાયો. મિતલે શુરુઆત કરવામાં હેલ્પ કરી. પછી બધા જાતે જ કામ કરવા માંડ્યા. તું રાતે આવ્યો ત્યારે તું બેભાન હતો એટલે તે જોયું નહી હોઈ, ચાલ તને બતાવું," એમ કહી તે અબ્દુલને બહાર મેઈન ગેટ પાસે લઇ આવ્યા. ત્યાં અલગ અલગ કેટલા બધા પોસ્ટર લગાડેલા હતા. આ જોઈ તેનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું.

તે તરત ખુશી અને ગર્વ સાથે બોલ્યો," વાહ! તબ તો અલ્હાને મુજહે સહી ઇન્સાન કે સાથ ટકરા દિયા, યે ઉનકી બેટી, મહેર. ઉનકી નહી પ્રિયંકાજીકી હૈ. હૈના!?

વાહ!! બહુ જ હોશિયાર છે તું તો. હા, મિતલે મહેરને જન્મ નથી આપ્યો, પણ પ્રિયંકા કરતા વધારે એટેચમેન્ટ તો હતું જ. મિતલ અહી આવી ત્યારે પ્રિયંકાની ખબર હજી અમને પડી જ હતી કે તે પ્રેગ્નેન્ટ છે. ત્યારથી લઇ તેના નવ મહિના સુધી મિતલે તેનું ધ્યાન બહુ જ રાખ્યું બધા કરતા વધારે. બંને એક રૂમમાં પણ શીફ્ટ થઈ ગયા હતા. પણ ડીલીવરી વખતે પ્રિયંકા દુખાવો સહન કરી ના શકી અને પેલી વાર તે બોલી તો તે તેના અંતિમ શબ્દ થઈ ગયા. તેણીએ કહ્યું "મિતલ, મેરી બેટી...." બસ આનાથી તે વધુ બોલી જ ના શકી મિતલને તેની સાથે બહુ લગાવ હતો એટલે તેને બહુ મોટો આઘાત લાગ્યો. પ્રિયંકાની બધી વિધિ પતાવી ત્યાં સુધી તેણે પ્રિયંકાની દીકરી ને પોતાની સાથે રાખી પછી હવે શું કરવું અને શું નહી તે એને સમજાયું નહી, એટલે જયારે તે ફૂટપાથ પર રેહતી હતી ત્યારે જે દરગાહમાં જાતી હતી ત્યાં ગઈ ત્યાં તે પછી પણ ઘણી વાર સેવા કરવા રજાના દિવસોમાં પ્રિયંકાને સાથે લઇ જાતી અને બંને ભેગા મળી રસોઈ બનાવામાં મદદ કરતા. એટલે બધા ત્યાના લોકો મિતલને ઓળખતા. મિતલ તે દિવસે સીધી અંદર વય ગઈ. અને સીધી સ્ત્રીને જ્યાં જવાની મનાઈ હોય ત્યાં જઈ એમના મુખ્ય દરવાજા ઉપર તે દીકરી ને મૂકી ને એમજ બેસી ગઈ. ત્યાના મૌલાના જોઈ ગયા તેમણે મિતલને ત્યાંથી જવાનું ના કહ્યું અને નાહી કારણ પૂછ્યું તે બધું સમજી જ ગયા કેમકે મિતલ આજે પેલીવાર એકલી આવી હતી. અને તે પણ એક નાનું બાળક લઇ, એટલે તેઓ મિતલ સામે બેસી ગયા અને કીધું, " ઇતના ક્યાં સોચ રહી હૈ, મિતલ,! ઇસમેં સોચના કુછ નહી હૈ. ઉસ ખુદાકા કોઈ કામ બેવજહ નહિ હોતા હે, તું યે મત સોચકી ઉસને તુજસે કુછ છીન લિયા હે, તું યે દેખ કી એક કિતની ખુબસુરત વજહ દી હૈ, તેરી જિંદગીકો ઔરભી મજ્જેસે જીનેકી. યે બચ્ચી તો ઉસ ઉપરવાલે કી મહેર હે તુજ પર. જા અપના લે ઇસે. બસ, તે દિવસે એક જ વાર મિતલ અહી આવ્યા પછી રડી હતી અને ઢીલી પડી ગઈ હતી પણ પછી ત્યાંથી બહાર નીકળવાવાળી મિતલ અલગ જ હતી તેણે પોતાની દીકરી નું નામ જ મહેર રાખી દીધું. હોસ્પિટલ માં પણ પ્રિયંકાની મૃત્યુ એક્સિડન્ટ લખાવ્યું અને મહેર ની માં તરીકે પોતાનું. હોસ્પિટલના તે લેડી ડોક્ટરે તેની હેલ્પ કરી ખોટા પ્રૂફ બનાવામાં. અમને બધાને મિતલના આ નિર્ણયથી ખૂબ જ આશ્ચર્ય થયું હતું. પણ અમારી મિતલ તો છે જ અલગ તેણે કોઈને પણ કોઈ જ એક્ષ્પ્લેનેશન ના આપ્યું. બસ નિર્ણય જણાવી દીધો પોતાનો. બધાને એમ જ કેહવાનું કે આ મિતલની જ દીકરી છે. તારી સામે હું બોલી ગઈ પણ આ વાત તું મિતલને ના કેતો. નહીતર મને બહુ ખીજાશે. માસી થોડાક દુખ સાથે મોઢા પર સ્માઈલ લાવતા બોલ્યા.

પછી તે છોકરા એ નાસ્તો કર્યો ત્યાં સુધી બીજા ઘણા લોકો સાથે તેણે વાત કરી. પછી મારો ટાઈમ થઈ ગયો હતો એટલે મે એને બોલાવ્યો અને કહ્યું ચલો જઈએ.

તેણે જ સામેથી સવાલ કરતા વાત કરવાની શરૂઆત કરી," આપ મેરા નામ નહિ પુછેગી?"

મે એની સામે જોઈ હસી અને બોલી," I know you. તને શું લાગ્યું હું તને અત્યારે મારી સાથે ક્યાં લઇ જઈ રહી છું, જો મને તારી ખબર જ ના હોત તો. !! મિસ્ટર અબ્દુલ શેખ."

"આપ જાનતી હૈ મુજહે, કૈસે?!!"

"તું જે કોલેજમાં બેસી ને પોતાની રાવડીગીરી કરે છેને તે જ કોલેજ માં હું ભણી રહી છું. અને અત્યારે આપણે આપણી કોલેજ જમનાલાલ બજાજ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ જ જઈ રહ્યા છીએ. ત્યાં તારા બીજા રાવડી ફ્રેન્ડ્સ તારી રાહ જોતા હશે. ત્યાંથી તું એમની સાથે સેફલી જ્યાં જવું હોય ત્યાં જઈ શકીશ. મને ખબર છે કે તું મુંબઈના મોટા ડોનભાઈઓ બાલા-વિક્રમ નો રાઈટ હેન્ડ છે. અને તે કોલેજ થ્રુ તું ગવર્મેન્ટ ઉપર સીધો કંટ્રોલ કરી શકે છે. ત્યાં સ્ટુડન્ટ યુનિયન છે જેના દ્વારા ઘણા ડિસીશન બદલવા માં આવે છે, જે ગવર્મેન્ટ લેતી હોય છે. એટલે તું પણ ત્યાં છો.અને હું ત્યાં MAM ની સ્ટડી કરું છું. બીજા વર્ષમાં છું." હું ચાલતા ચાલતા ઉભી રહી તેની સામે જોયું. અને એક રહસ્યમય સ્મિત તેની તરફ કર્યું.

વાવ!! આઈ મીન આપકો પતા થા કી મે એક ગુંડા હું, ફિરભી મુજહે બચાયા, ઓર અપને ઘરભી લેકર ગયે ઔર અભીભી મેરે સાથ ચાલ રહે હે. આપકો ડર નહિ લગતા કી અગર કીસીને મુજહે પેહચાન લિયા હોતા તો આપકે બારેમે ક્યાં સોચતા, ઓર વોભી ઠીક અગર આપકો કોઈ ફરક નહિ પડતા કી મે કોન હું!!

હું ફરી ચાલવા લાગી, બાજુમાં સાયકલ ચાલવતા જઈ રહ્યા હતા અમે, મે તેને કહ્યું," ફરક શું પડે, તું તો બધાની સામે છો જે છો તે, અહી તો લોકો મોઢા ઉપર એક માસ્ક પેરી ફરતા હોય છે. પાછળ નો ચહેરો જોઈશને તો તારી કરતા પણ વધારે ખરાબ કામ કરતા હશે. તો તારાથી તો શું ડરું, અને જ્યાં સુધી રહી સમાજની વાત તો તેની તો મને ક્યારેય પડી જ નથી આમ પણ મને કોઈ કહી શકે એટલું કોઈ બેસ્ટ ફ્રેન્ડ પણ નથી. અને કોઈ બીજું સગું પણ નહિ. તો હું બીજા શું કેહશે એની ચિંતા હું શું કામે કરું?? અને મે જયારે તને બચાવ્યો ત્યારે તું કોઈ ગુંડો નોતો તું ત્યારે એક સારું કામ કર્યું હતું તેને બચાવીને. તો તારી હેલ્પ કરવી મારી ફરજ આવે."

ત્યાં અમે કોલેજ પહોચી ગયા એટલે મે એને પૂછ્યું," સાંજે ફ્રી હોઈશ?"

હા બોલીયે, આપ હુકમ કીજીયે, જોભી કામ હોગા મે કર દુંગા આપકે લીયે, આપને મેરી જાન બચાયી હે, આપકે લીયે કુછભી કરુંગા. "

મને હસવું આવ્યું, "એટલું બધું કઈ નથી કરવું ખાલી બાઈક લઈને આવજે, મારી સાયકલ માં દુર સુધી જવામાં પ્રોબ્લેમ થાય છે."

"બાઈક કયું, મે કાર લાતા હું."

"નહિ નહિ !! કાર ટ્રાફિક મે ફસ જાતી હે. ઇસલિયે બાઈક કેહ રહી હું. મેરી લાયબ્રેરી છ બજે છૂટેગી તુમ તબ પહોચ જાના"

તેણે હા પાડી.....

TO BE CONTINUED....