UNTOLD THING - 2 books and stories free download online pdf in Gujarati

વણકેહવાયેલી વાતું - 2

મન નો બળાપો

સાંજે જયારે તે આવ્યો તો તે ખૂબ જ ખુશ લાગતો હતો અત્યારે મે તેને અત્યારે સરખો જોયો, તે હસી રહ્યો હતો એટલે તેના ગાલમાં મસ્ત બંને સાઈડ ખાડા પડતા હતા જેને લોકો સરળ ભાષામાં ડિમ્પલ કહે છે. આ ડીમ્પલ સાથે તો ઘણી માન્યતા જોડાયેલી છે, પણ જેના ગાલ પર આવા ભગવાને સર્જેલા કૂવા હોય ને તેમાં લોકો જરૂર થી પડી જ જાય પછી તે પ્રેમ માં કે નફરતમાં, તે તો બંને વ્યક્તિ ના સ્વભાવ પર હોય છે. તેની ઊંચાઈ પણ છ ફૂટની આસપાસ હશે, શાંત ચહેરો, વધેલી દાઢી, પેન્ટ શર્ટમાં કોઈ તેને ગુંડો ના કહી શકે. આમ પણ કોઈ ના મોઢા પર થોડી લખાયેલું હોય કે તે ગુંડો છે કે એક સાધારણ માણસ!! બહુ રૂપાળો પણ નોતો કે હીરો કેહવાય, મુંબઈના ખારા સમુદ્રની અસર અહી રેહતા દરેક વ્યક્તિ ના મોઢા પર દેખાય તે અબ્દુલના મોઢા ઉપર પણ દેખાતું હતું. જેમ હું છું, એક સીધી સાદી છોકરી, "ચશ્મીસ" કોલેજ માં ઘણા મને પાછળથી આમ જ કહી બોલાવતા, હા, મારા વાળ બહુ લાંબા હતા જેના ઉપર મને બહુ જ અભિમાન હતું એટલે જ તે ખરાબ ના થાય એટલે હમેશા બાંધેલા જ રાખતી અથવા ચોટલો, મારો ઓલ ટાઈમ ફેવરીટ, અને સાદા જીન્સ ટીશર્ટ પેરતી ક્યારેક શોર્ટ કુર્તીસ બસ આજ તો મારી ઓળખ છે. જેમ અત્યારે મને અબ્દુલની ઓળખ દેખાતી હતી. હું કશું પણ બોલ્યા વગર એની બાઈક પાસે આવી ઉભી રહી ગઈ, અને ઈશારો કર્યો જવાનો એટલે તે તરત જ ગાડી ચાલુ કરી બેસી ગયો.

તે મને કાઈક કેહવા માંગતો હતો પણ બોલતા અટકતો હતો એવું લાગ્યું એટલે મે તરત કહ્યું," બોલી દે જે કેહવું હોય તે. મન માં રાખીશ તો મુંજાયા રાખીશ."

તે તરત બોલ્યો, "મેને આપકે બારેમે સબકુછ પતા લગા લિયા, આપકી બર્થડેટ દસ માર્ચ, આપકી બેટી કી દસ ફેબ્રુઆરી, કિતના અચ્છા સંજોગ હૈ. આપને પીછલે સાલ રેકોર્ડ તોડ દિયા ઔર કોલેજમે સિર્ફ ફર્સ્ટ હી નહિ બલ્કી પાંચ સાલ મે પેહલી બાર કિસીકે ઇતને અચ્છે માર્ક્સ આયે હૈ. આપકો એવોર્ડ ભી મિલા થા, આપ કોલેજકી સારી ડીબેટ મે હિસ્સા લેતી હૈ ઓર જીતતીભી હૈ. ઓર અપની એક અલગ છાપ છોડતી હૈ. આપ અભી તીસરે સેમેસ્ટર મેં હૈ. આપકી બેટી કા જન્મ હોને કે બાવજુદ ભી આપ ઇતના અચ્છા એક્કઝામ મે પરફોર્મન્સ દિયા જો દિખાતા હૈ કી આપ હોશિયાર હૈ. ઓર આપ હરરોજ શામ કો કહાં જાતી હે વોભી પતા હે, હમ આજભી આપ કલ જહા ગયે થે વહી જા રહે હે. હૈ ના?? મેને સબ સચ કહાં ના !!!

"નહિ, મે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, એની પેલા બોવ જ હોશિયાર એક છોકરો હતો તેનો રેકોર્ડ હું ના તોડી શકી. હવે, તને ખબર જ છે કે ક્યાં જવાનું છે, તો થોડીક સ્પીડ રાખ ને આપણે જલ્દી પાછું પણ આવાનું છે." મે કાઈ પણ આશ્ચર્ય દેખાડ્યા વગર કહી દીધું.

" આપ સરપ્રાઈઝ નહિ હુઈ મેં આપકે બારેમે ઇતના કુછ જાન ગયા તો?"

"ના, એમાં શું મોટી વાત છે તું તે માહિતી લાવ્યો જે ખૂબ જ સરળતા થી કોઇપણ ગોતી શકે છે. અને હું તો ખુલી કિતાબ છું. મારા વિષે જાણવામાં કોઈ મોટી વાત નથી."

ત્યાં અમે પહોચી ગયા. એટલે તે બાઈક પરથી ઉતરતા બોલ્યો," આપ પીછલે એક વીકસે ઇસ એરિયા મેં રેહતે લોગો કો સમજાને કી કોશિશ કર રહે હો તાકી ઉનકી લાઈફ ઔર બેટર હો શકે પર યે લોગ નહિ માન રહે, ફિરભી આપ હિમ્મત નહિ હારે હૈ, હૈ ના?"

"વ્યક્તિને ઘણી વાર ખબર જ નથી હોતી કે એની માટે શું સારું. ઘણીવાર પરિવર્તન થી માણસ ડરતો હોય છે. એટલે આપણે તેમને સમજાવા પડે અને ઘણીવાર કડક પગલા પણ લેવા પડે."

મેં આજુબાજુ જોયું હું મુંબઈમાં આવેલ ઘણી બધી ઝુંપડપટ્ટીમાની એક નાની ઝુંપડપટ્ટીમાં ઉભી હતી. બીજા કરતા તો નાની જ હતી. હું અહી છેલ્લા એક અઠવાડિયાથી અહીંના લોકોને સમજાવતી હતી કે અહીં પરિવર્તન શકય છે. હું અહીં સરખી ગટર વ્યવસ્થા કરી તેમના ઘર પાકા બનાવી શકતી હતી તેમજ બધાને ક્યાંક ને ક્યાંક જોબ પણ આપી શકતી હતી. આ બધા માટે મેં બધી તૈયારી કરી રાખી હતી અહી રેહતા છોકરા ભણી શકે એટલે પાસે આવેલ ગવર્મેન્ટ સ્કૂલ માં ત્યાના ટીચર સાથે પણ વાત કરી લીધી હતી, તેમજ મેં બે ત્રણ અમીર માણસો ને પણ ઉભા કર્યા હતા અહીં નો થતો બધો ખર્ચ ઉપાડવા અને અહીં ના લોકોને થોડીક સારી નોકરી મળે તે માટે પણ ઘણી જગ્યાએ વાત કરી રાખી હતી. પણ આ લોકો ના કેહવાતા દાદા એટલે કે આ એરિયા ના ભાઈ અહીંના લોકો ને પોતાના વિચારો અને ડરની અંદર બાંધી ને રાખ્યા હતા. કોઈ સમજવા જ તૈયાર નોતું કે હું એમની માટે લડી રહી છું મને આમાં પાંચસો તો શું પાંચ રૂપિયા પણ નહિ મળે. એટલે આજે હું ફરી આવી હતી.

તે લોકો મને અંદર આવવા પણ નોતા દેતા એટલે મેં અબ્દુલ ને આજે આગળ રાખ્યો આજે કોઈક અજાણ્યાને સાથે જોઈ તે લોકો મુંજાય ગયા પછી તેમાંથી કોઈક અબ્દુલ ને ઓળખી ગયું. એટલે બધા પાછળ હટી ગયા. ત્યાં જ ત્યાના દાદાના માણસો મારી સામે ચાકુ લઇ દોડતા કેમ ના હોય તે રીતે સામે આવી રહ્યા હતા, પણ હું જરાય ના હલી કે ડરી. જ્યાં હતી ત્યાં એમ જ ઉભી હતી ઢીંગલી ને પકડીને, તે લોકો મારવા આવે તો એકદમ તૈયાર થઈ, પણ મારે કશું કરવું જ ના પડ્યું. મારી આગળ અબ્દુલ ઉભો રહી ગયો, તે લોકો તરત અટકી ગયા. અને પાછળ ફર્યા જ્યાં તેમના કેવાતા દાદા બેઠા હતા, તેમણે પણ અબ્દુલને જોયો અને તરત તે આગળ આવ્યો, અને પોતાની તોછડી ભાષામાં કાઈ બોલવા જાય, એની પેલા જ અબ્દુલે પોતાના પાવરનો પરચો આપી દીધો.

તે તરત બોલ્યો," યે મેરી મેડમ હૈ, અગર ઇનકો છુઆંભી તો યહી સબકી કબર ખોદ દુંગા ઓર તેરી પૂરી ફેમેલી ખત્મ હો જાયેગી. યે યહાં પે તુમ્હારે ભલાઈ કે લીયે હી આયી હૈ તુમ્હારી ઈજ્જત તુમ્હારે ઇસ એરિયા ઓર બઢાયેંગી, કી તુમને ઇન સબ કે લીયે યે સબ કિયા, ઇન્હેં નાહી પબ્લીસીટી ચાહિયે, ના પૈસા. તો તુમ કયું બીચમે આ રહે હો!? ચૂપચાપ ઇન્હેં ઈન્કા કામ કરને દો. વરના મેરે હાથ બહોત અચ્છેસે બોલતે હે. સમજે યા કિસી ઓર તરીકે સે સમજાઉં?"

પેલા કેહવાતા દાદા નું મોઢું જોવા જેવું થઈ ગયું હતું. બપોર ના બાર વાગી ગયા હતા તેના મોઢા ઉપર, હું તો એમ પણ કહીશ કે એનું મોઢું પીળું પડી ગયું.તેની આવી હાલત જોઈ મને ખૂબ જ મજા આવી. તેણે ખાલી હા માં માથું જ હલાવ્યું અને પછી પોતાના માણસો તરફ ફરી ગયો અને બધાને સમજાવ્યું કે હું તેમની માટે અહીં છું એટલે મારી વાત માનવા માં કશું ખોટું નથી. હવે બધા માની ગયા તો મેં તરત જ ટીમ પાડી કામ નો સર્વે કરવા લાગી બધા વ્યક્તિની માહિતી લીધી કે જેથી કોને કયું કામ આપી શકાય. અબ્દુલ મારી સાથે ફરી રહ્યો હતો. મને વચ્ચે વચ્ચે મરાઠી માં બોલતી જોઈ તેને ઘણું આશ્ચર્ય થયું. પણ તેણે તેના વિષે પૂછ્યું નહી કદાચ સમજી ગયો હશે કે આમની વચ્ચે રહીને હું પણ શીખી ગઈ. તેણે મને કહ્યું,

"આપ કી લાઈફ મેં ઇતની પ્રોબ્લેમ હે ફિરભી આપ દુસરોકી હેલ્પ કરતી હે, ઇતના કયું સોચતી હૈ દુસરો કે લીયે?"

"કોણે કીધું કે મારી લાઈફ માં પ્રોબ્લેમ છે! હું આશ્રમ માં રહું છું, કે સિંગલ મધર છું, કે સ્કોલરશીપ ઉપર ભણી રહી છું, કે મારે ખર્ચ કાઢવા બે બે નોકરી કરવી પડે છે, એટલે મારી લાઈફ માં પ્રોબ્લેમ છે એવું તને લાગે છે, તો તું ખોટો છે.!" મેં એકદમ સહજતાથી કહ્યું.

"નહિ મતલબ, આપ અપને પેરેન્ટ્સે ઇતના દુર હૈ, આપકો આપની લાઈફ પેહલે સોલ્વ કરની ચાહિયે ના ?!"

"મારે ક્યારે મારા પેરેન્ટ્સ સાથે વાત કરવી તે હું જાતે નક્કી કરીશ." ફરી મેં તેની સામે જોયા વગર જ જવાબ આપતા કહ્યું.

"હા, મતલબ આપ ચાહે તો મે આપકી હેલ્પ કર સકતા હું. આપકે લીયે અચ્છા વાલા ઘર દે શકતા હું. એસી જગહ મે કયું રેહના."

"નહી, હું અત્યારે જ્યાં છું, ત્યાં બરાબર છું, નવા ઘરમાં જાઈશ તો ખર્ચ વધી જાશે. અને અત્યારે ફ્યુચર માટે બચાવાનું છે."

"આપ એસા કયું બોલ રહે હો, અગર પૈસે કી પ્રોબ્લેમ હૈ, તો મેં પૈસે કી વ્યવસ્થા કર શકતા હું."

"નહિ હું મારા પગ ઉપર જ ઉભી રહીશ."

"હા, તો કોઈ બાત નહિ આપ અભી જીતના કમાતી હૈ ઉસસે દો ગુની સેલેરી વાલી જોબ મેં આપકો દીલા દેતા હું. ફિર તો કોઈ પ્રોબ્લેમ નહિ હોગી ના??"

"ના, મારી જોબ ઘણી સારી છે. નર્સરી માંથી પણ સારી કમાણી થાય છે. એટલે જરૂર નથી. અને આગળ મારે મારો જ બિઝનેસ કરવો છે, એટલે અત્યારે આ જોબ બરાબર છે." મારાથી થાય એટલી શાંતિથી હું બોલી હતી પણ હવે મને તેની વાતું હેરાન કરી રહી હતી. મારા મન માં તેના સવાલો એક અલગ જ યુદ્ધ ઉપર ઉતરી ગયા હોઈ તેમ મારી જ સાથે લડી રહ્યા હતા. પણ હું શાંત રેહવા માટે કામ માં મન પોરવા નો પ્રયત્ન કરી જ રહી હતી કે ત્યાં તે ફરી બોલ્યો.

"અગર આપકો બિઝનેસ કરના હે તો મેં ઇન્વેસ્ટ કરને કે લીયે પૈસે દેતા હું ના! ઓંર તો ઓર મેં....."

તે આગળ કશું પણ બોલે એની પેલા જ હું ભડકી ગઈ.

ના પાડું છું. નથી સમજાતું એકવારમા કે મારી ભાષા નથી સમજાતી!? તો તારી ભાષામાં કહું કે નહિ ચાહિયે તુમ્હારી હેલ્પ. અરે તું કેમ નથી સમજતો કે હું અત્યારે જ્યાં છું ત્યાં મારે રેહવું પડે તેમ છે. તને શું લાગે છે આજે સવારે તને માસી એ કહ્યું એટલું સેહલાઈ થી મારા આ વર્ષ વીતી ગયું. તેમણે તો ખાલી કેવું છે મારી ઉપર શું વીતી છે તે મને જ ખબર છે. તે બે મહિના જે મેં રસ્તા ઉપર રહી ને વિતાવ્યા તને શું લાગે બહુ જ સહેલું છે નહિ!!?? અરે, ત્યાં વિતાવેલી દરેક રાત મને આજે પણ યાદ છે. માણસો વચ્ચે પણ તમે સુરક્ષિત નથી તેની ખબર ત્યાં જઈ ને પડી છે. ત્યાં એક રાત એવી નહિ હોઈ કે જે દિવસે લોકોએ મને વેશ્યા ના સમજી હોઈ અને હું કોઈ ગ્રાહક ની રાહ જોતી ત્યાં બેઠી છું. પોતાને એમાંથી કેમ દુર રાખી છે. તે મને જ ખબર છે. એટલું ઓછું હતું ત્યાં પોલીસે મારું નામ ડ્રગ્સ રેકેટ માં નાખી દીધું. મેં મારું મગજ વાપરી ને એમાંથી બહાર ના નીકળી હોત તો આજે તું મને જે મહાન સમાજ સેવિકા ની રીતે જુવે છે તેના બદલે આપણે તારા અડ્ડા પર તને ડ્રગ્સ વેચતી મળી હોત. તને શું લાગે છે મને બહુ ગમે છે આવી રીતે બિચારી બનીને એક આશ્રમ માં રેહવું?? હું ઈચ્છું ને તો અત્યારે જ બધા ને ટાટા બાય બાય કહી શકુ છું. પણ જે બહાર ની આ કેહવાતી ખુબસુરત દુનિયા મને જીવવા જ નહિ દે. મને એટલી નીચ્ચ સમજશે અને હું પોતાના વિષે પણ એવું જ વિચારું તે માટે મારા ઉપર એટલું જ દબાણ પણ કરશે. બધા એક જ વાત કેશે કે એક ૧૮ વર્ષની છોકરી છ મહિનાની દીકરી ની માં કેવી રીતે બની ગઈ! જરૂર કઈ ખરાબ કર્યું હશે. પાછી મારી બોલી ઉપર થી ખબર પણ પડી જાય કે હું એક મરાઠી નથી. જરૂર પોતાના ઘરે કોઈને મોઢું દેખાડવા જેવું રાખ્હુંયું નહિ હોય એટલે અહીં આવી છે. આમ જ બોલશે. હું જ્યાં પણ અત્યારે છું ને ત્યાં રેહવાથી મારી આસપાસ એક મહાન વ્યક્તિ ની દીવાલ બની ગઈ છે. હું ખૂબ જ મહાન વ્યક્તિત્વ ધરાવું છું. એમ જ બધા મારી સાથે ટ્રીટ કરે છે. કોઈ મને નોર્મલ પર્સન સમજવા તૈયાર જ નથી. કોલેજમાં, આશ્રમમાં, જોબ પર બધે. અરે! આ તો બહાર થી આવેલી છે તોઈ આટલા સરસ માર્કસ! બધા રેકોર્ડ ઉપર રેકોર્ડ તોડી રહી છે આ તો.!! એન્ટ્રન્સ એક્ઝામ હોય કે ફાઈનલ યર ની એક્ઝામ બધા માં ટોપ!! તને ખબર પણ છે કે મારી સાથે ભણતા લોકો મને ખાલી મારી કોપી માંગવા જ બોલાવે. બાકી બધા દુર રહે મારાથી, મારી પાછળ મને ગામડાની છોકરી કે ચશ્મીસ કે પછી ચોટી વાળી કહીને બોલાવે. શું કામ કારણકે હું આવા કપડા પેહરું છું અને આવી રીતે તૈયાર થાવ છું. તને શું લાગે છે મને નથી ખબર પડતી, પણ હું પ્રોફેસરમાં ફેવરીટ છું અને મારે અત્યારે તે જ જોઈએ છે. આશ્રમ માં એક જ વાર માં કમાવા લાગી હું એટલે મહાન, બીજા ને ઇન્સ્પાયર કર્યા તો વધુ મહાન, મારા આઈડ્યાથી તેમનો ધંધો ચાલી ગયો તો હજી વધુ મહાન., પ્રિયંકા દીદી ની દીકરી ને અપનાવી તો બોવ જ મહાન. અરે! મારી જગ્યાએ કોઈ બીજું હોત તો તે પણ કરત. પણ નહિ મને કોઈ એ નાની રેહવા જ દીધી નહી.

"પ્રિયંકા જી....?" તેણે આટલું પૂછવાનો મહાપ્રયત્ન કર્યો.

" મને ખબર છે કે તને ખબર છે કે મહેરને મેં જન્મ નથી આપ્યો. એટલે ખોટા નાટક કરવાની જરૂર નથી. મારે તારી સાથે કોઈ વાત જ નથી કરવી હવે. મારે ઘરે જવું છે. ચાલ અહીંથી." આટલું બોલી હું તેની આગળ નીકળી ત્યાં મને પાછુ યાદ આવ્યું એટલે મેં પાછળ ફરીને ફરીથી કહ્યું,"તે શું કીધું હતું કે પેલા મારે મારા પેરેન્ટ્સ સાથે મારા પ્રોબ્લેમ્સ સોર્ટ આઉટ કરી લેવા જોઈએ. નહિ? તને શું ખબર કે મેં કઈ પરિસ્થિતિ માં ઘર છોડ્યું. અને ઘર છોડ્યું તો પણ કાઈ જાહોજલાલી નથી ભોગવી. બધા ને એમ લાગે છે કે મેં ઘર છોડ્યું તો કેટલી આગળ વધી ગઈ આ વાત સાવ ખોટી છે! માતા-પિતા ની છત્રછાયામાંથી બહાર આવીને તો ખબર પડે કે દુનિયા કેટલી ખરાબ છે. માં-બાપ તો તમારી માટે ઘણું સેહલું કરી નાખે જીવવાનું. ક્યારેક એકલા રહો તો ખબર પડે. અને હું ગુજરાતના રાજકોટ શહેરમાં રેહતા રાજગોર બ્રાહ્મણની દીકરી, મિતલ દવેએ ઘર છોડ્યું આ વાત મારા પેરેન્ટ્સ માટે કેટલી શરમજનક રહ્યું હશે ક્યારેય વિચાર્યું!! તે જયારે પણ મને મળે તો તેમને મારી ઉપર ગર્વ થાય અને આમ માથું બે ગજ ઊંચું રાખી સમાજમાં ચાલી શકે મારા નામથી તે ઓળખાય એટલે હું આટલી મેહનત કરું છું. મારી લીધે જે એમને શરમજનક પરિસ્થિતિમાંથી નીકળવું પડ્યું તે એક જ વારમાં ભૂલી જાય. મારે શું જરૂર અહીં આ લોકોને સમજાવાની!! આટલી જિંદગી કાઢી એમ આગળ પણ કાઢી લેશે. હું અહીં એટલે મેહનત કરું છું કે જેથી બીજી કોઈ પ્રિયંકા કે મિતલ ના બને. નહીતર આટલો ટાઈમ હું મારા કોઈ બીજા કામ માં આપું તો અત્યારે કમાઉ છું એની કરતા ઘણું વધારે કમાઈ શકીશ. તને ખબર શું છે મારી કે તું ક્યારનો સલાહ આપ્યા કરશ!! મારે હવે કાઈ બોલવું જ નથી અને તારી સાથે જાવું પણ નથી. હું એકલી ઘરે વય જાઈશ. અને કાઈ તું પેલો નથી કે જેને મેં આવી રીતે હેલ્પ કરવા માટે ભેગી લઇ ને આવી હોય તારી પેલા પણ ઘણા લોકો મારા કામો થી અંજાઈને અને મારી આ સો કોલ્ડ મહાનતા જોઈને મારી સાથે જોડાય પછી બીજી વાર પોતાનું મોઢું પણ નથી દેખાડતા, જેવું મારા સ્વભાવ સાથે પનારો પડે કે પછી આવી જગ્યાએ આવું પડે એટલે બધા છુમંતર. અને તને અહીં લાવવાનું પણ મારી પાસે કારણ હતું કારણકે તારી પાસે પાવર છે તારી આગળ સારા સારા ની બોલતી બંધ થઈ જાય એટલે તને અહીં લાવી. કાઈ તારી ઉપર મને પ્રેમ નથી ઉભરાયો."

ઢીંગલી થોડીક મારી અંદર વધારે ભરાણી અને તેનું મોઢું પણ રોવા થઈ ગયું હતું તે મારૂ રોદ્ર રુપ જોઈ ડરી ગઈ હતી એટલે મેં એના ઉપર હાથ ફેરવતા કહ્યું કે "કાઈ નથી થયું દીકરા, ચાલ હવે અહીં નથી રેહવું." આટલું બોલી હું ત્યાંથી નીકળી ગઈ બધાની વચ્ચે મેં અબ્દુલને સંભળાવી દીધું, બધા જોતા રહી ગયા મને જાતા કોઈએ ના રોકી. અબ્દુલ ઈચ્છે તો મને અત્યારે જ ગોળી મારી શકતો હતો અથવા કોઇપણ બીજી રીતે મારી શકે એમ હતો છતાં તે ત્યાં ચૂપચાપ ઉભો હતો જાણે તેને કોઈ શોક ના લાગી ગયો હોય. આટલા સમયમાં પેલીવાર મેં ટેક્સી કરી અને સીધી ઘરે આવી. હું એકલી રહીશ તો ક્યાંક ઢીલી ના પડી જાવ એટલે જાણી બુજીને બધા માસી કાકી ની સાથે રહી તેમની સાથે જમી, કામ કેવું ચાલી રહ્યું છે તે પૂછ્યું અને નર્સરી બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હોવા છતાં મેં ખુલી રાખી અને ત્યાં એકબાજું મસ્ત મોગરાના રોપાઓ વાવેલા હતા ત્યાં જમીન પર બેસી ગઈ અને ઢીગલીને ને ગળે વળગાડીને બેઠી હતી.

મેં ઢીંગલીને કહ્યું," બેટા, આપણે બે જ છીએ એકબીજા માટે. અહીં કોઈ નહિ આવે. મને પણ ખબર છે કે અત્યારે તું મારી સાથે છો પછી જયારે તું મારી ઉંમર ની થઈશ તો તું પણ પોતાના સપના પુરા કરવા માટે પોતાના રસ્તે જઈશ. ત્યાં કદાચ તને મારી જરૂર નહિ હોઈ તે રસ્તા ઉપર તું એકલી જ ચાલીશ. ત્યારે કદાચ હું એકલી પડી જાઈશ પણ તું મારી ચિંતા ના કરતી ત્યાં સુધીમાં તો હું કાઈક નામના કરી લઈશ અને પોતાનો બિઝનેસ પણ આગળ લઇ જાઈશ પછી મને તેમાંથી જ ફુરસત નહિ મળે. તેમ છતાં તું મને વીકમાં એક વાર તો મળવા આવવું પડશે. જો વીકમાં એકવાર નહિ તો મહિનામાં માં તો એકવાર મળવું પડશે તારે. I LOVE YOU BETA."

મેં ઢીંગલીને ચૂમી ભરી. પછી ઢીંગલી સુઈ ગઈ તો હું પણ મારા રૂમમાં ચાલી ગઈ. સુતા પેલા એકવાર પણ વિચાર ના આવ્યો કે મેં અબ્દુલને ખોટુ એટલું બધું કીધું તે તો મારી હેલ્પ જ કરી રહ્યો હતો. મારું મગજ અત્યારે તો એક યુદ્ધ ઉપર જ ચાલી ગયું હતું. અત્યાર સુધી લેવાયલા મારા એક પણ નિર્ણય થી મને પસ્તાવો નોતો થયો. હા, મુસીબતો જરાય ઓછી નોતી. પણ મને જયારે પણ કોઈ પાછળ ફરીને જોવાનું કેશે તો મારી મેહનત મને દેખાય છે ભૂલ નહી!!!

બીજે દિવસે સવારે હું જ્યારે ઉઠી ને મારું કામ પતાવી નર્સરી નો દરવાજો ખોલવા ગઇ. ઢીંગલી હજી રૂમમાં જ હતી. ક્લોસ ના પોસ્ટર ને બદલી ઓપન નું ફેરવવા ગઇ ત્યાં મારું ધ્યાન બહાર ના રોડ ઉપર ગયું ત્યાં અબ્દુલ ઊભો હતો. પણ આજે તો તે એકલો નોતો આવ્યો. તેની સાથે બીજા ઘણા લોકો હતા......




To be continued.....