What is being said - 2 books and stories free download online pdf in Gujarati

વણ કેહાવાયેલી વાતું - ૫

હું બધાને એક સાથે મળી હતી આજે તેને છ મહિના થઈ ગયા. અમારા બધાની ઉંમર લગભગ સરખી જ હતી. વધીને મહિનાનો ફરક હશે. હા, અબ્દુલ જરૂર મોટો હતો. તે અમારા કરતા ચાર વર્ષ મોટો હતો. પણ અમે તે મોટો છે તો એની વાત માનશું એવું ક્યારેય કર્યું જ નહી. અને તેણે ક્યારેય હક પણ જતાવ્યો નહી. છ મહિના માં ત્રણ ઘટના ખૂબ મોટી બની ગઈ.

જેમાં સૌથી પેલી ઘટના ત્યારે બની જયારે મેં અબ્દુલ ને મર્ડર કરવાનું કહ્યું. અને તેણે મારી વાત માની ને કાઈ પણ પૂછ્યા વગર જેનું કહ્યું તે લોકોને મારી નાખ્યા. અને મારું તો શું પોતાનું પણ નામ આવા ના દીધું.

તેની આ વાતની ખબર જયારે તેના માણસોમાં ફૈલાણી તો તેણે એમ જ કહ્યું કે મેં તેમને નથી માર્યા તે લોકોએ તો આત્મહત્યા કરી છે. અને આની આગળ કોઈ બોલ્યું જ નહી. પ્રિયંકાદી મારી જાન હતા. હું તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે મને અચાનક જ છોડીને વયા ગયા. જો ઢીંગલીને સાચવાની ના હોત તો મેં ક્યારનો પોતાની ઉપર નો કાબુ ખોઈ બેઠી હોત. દીદી સાથે જે કાઈ થયું તેની પાછળ કોણ છે તે બધાને ખબર હતી પણ કોઈ કશું કરવા તૈયાર જ નોતું. હું પણ હથિયાર નીચા કરીને સાચા સમયની રાહ જોતી હતી. અને તે મને અબ્દુલના સ્વરૂપ માં મળી ગયો. પ્રિયંકાદી ની સાથે ખરાબ કૃત્ય કરનાર બે જ વ્યક્તિ હતા. અને તેમાનો એક કોઈ જાણીતા મંત્રીનો દીકરો હતો. અને બીજો તેનો ફ્રેન્ડ. એટલે જ તે બચેલા હતા. તેમના વિષે માહિતી ગોતવી કાઈ અઘરી નોતી. પોલીસ માં કેસની નોંધણી થયેલી જ હતી. તેમની વિરુદ્ધમાં સબુતો પણ હતા. જેમાં દીદીએ આપેલું સ્ટેટમેન્ટ, તેમના શરીર ઉપરથી મળેલા તે બંને ના DNA, અને બે લોકો કે જેમણે દીદીને લઇ જતા જોયા હતા. પણ અદાલત માં કશું આવ્યું જ નહી. કોને ખબર ક્યાય પણ રેપ ની ઘટના સામે આવે ને તો પિક્ચર જેવું જ લાગે - કે પછી સત્ય ઘટના ઉપર થી પિક્ચર બને છે. તે કેવું અઘરું છે. આ બધી વાત ને લીધે જ દીદી નું માનસિક સંતુલન બગડી ગયું હતું. જયારે એમને કોઈકના પ્રેમની-હૂંફની જરૂર હતી ત્યારે જ તેમને એકલા મૂકી દીધા. અને જેમણે મારી અંદર પોતાનો આખો પરિવાર જોઈ લીધો જે મારી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા તેવી વ્યક્તિની જ હું મદદ નાં કરી શકી. હું જેટલો પ્રેમ દીદી અને ઢીંગલીને કરતી હતી તેનાથી દસ ગણી નફરત તે બે હેવાન માટે હતી. એટલે તેમને મરતા જ જોવા હતા મારે અને તે પણ તડપી તડપીને. તે બંનેનું મૃત્યુ થયું ત્યારે હું પણ ત્યાં જ હતી. બંને ને ઝેર પીવડાવીને માર્યા. અને તે પણ એવું ઝેર કે જેથી તે જલ્દી મરી ના જાય ખૂબ તડપ્યા તે બંને અને તે બંને ના હાથેથી જ સ્યુસાઈડ નોટ લખાવડાવી. જેમાં અમે ચોખ્ખું લખાવડાવ્યુ કે તેમણે એક છોકરીનો બળાત્કાર કર્યો તે દિવસ થી તે અમને સપના માં આવ્યા રાખતી હતી અને અમને બધી જગ્યાએ તે જ દેખાતી હતી. હવે અમારાથી આ સહન નથી થાતું એટલે અમે મરી રહ્યા છીએ. બસ, વાત અહીં જ પૂરી થઈ ગઈ. આ ઘટનાએ મારી અંદર રહેલી તે પીડા, તે દુખ બધું જ દૂર કરી નાખ્યું. હું એકદમ શાંત અને હળવી થઈ ગઈ. પેલા કોઇપણ સાથે સરખી વાત જ નોતી કરતી ખાલી કામ પૂરતી જ વાત કરતી. અને હવે મોઢા ઉપર હમેશા એક ખુબસુરત સ્મિત રાખી ને ફરું છું. હું એક આઝાદ થઈ ગઈ હોઈ તેવું લાગતું હતું. હવે હું વધારે પ્રેમ કરતી થઈ ગઈ હતી ઢીંગલીને. ઢીંગલી કોઈ મારી જવાબદારી નથી તે મારા જીવનનો ખુબસુરત ભાગ છે. અને તેને જોઈ હમેશા મોઢા ઉપર એક લાંબુ સ્મિત આવી જાય છે.

અમે બધા એક બીજા સાથે ખૂબ જોડાઈ ગયા. અમે મોટાભાગે ભેગા જ ફરવા જતા. એવી જ રીતે એક દિવસ હું, નાઝિયા, પેરી અને ઢીંગલી પણ મારી પાસે જ હતી. અને બધા બોયઝ રસ્તાની બીજી બાજું ઉભા હતા અમે તેમની પાસે જઈ રહ્યા હતા ત્યાજ ચાર-પાંચ છોકરાઓ નું ટોળું ઉભું હતું. તે લોકોએ નાઝિયા ને જોઈ તરત જ કમેન્ટ કરી.

"આય હાય! શું ચાલ છે યાર! શું બ્યુટી છે! આમ છોકરીઓ ભેગી શું ફરી રહી છે અમારી જેવા બોયઝ સાથે ફરવાનું રાખ નહીતર આટલી ખુબસુરતી શી કામની!!"

પ્રયાગ ને બાકી બધાએ પણ સાંભળ્યું તો તે તરત જ અમારી પાસે આવી રહ્યા હતા તો અબ્દુલે નાં પાડી અને કહ્યું કે તેમને જાતે લડવા દો. બધી જગ્યાએ આપણે સાથે નહી હોઈ. અને તે બધાને લઇ અંદર શેરી માં વયો ગયો.

પેરી ને પણ ગુસ્સો આવ્યો પણ થોડીક વાર કશું બોલી નહી. અમારામાંથી કોઈ કશું નાં બોલ્યું તો તેમની હિમ્મત વધી. અને વધારે ખરાબ અર્થ વાળું વાક્ય બોલતા કહ્યું, "અરે! આમ જવાબ દીધા વગર ક્યાં જાય છે? અરે મારી વાત માન તારી અંદર હું પુરો ઘુસી જાઈશ. ચિંતા ના કર તું હું પુરો મર્દ છું.સાબિતી આપવા હું તૈયાર જ છું. બોલ ક્યાં આવું.!!" અને પોતાના દોસ્તો ની વચ્ચે હસવા લાગ્યો.

હવે પેરીથી સહન નાં કરી શકી. તે તરત જ બોલી," હેલ્લો તમે તમારું કામ કરોને અને બોલવા માં ધ્યાન રાખો..... " પેરી હજુ ઘણું કેહવા જાતી હતી પણ નાઝિયાએ તરત જ રોકી લીધી અને પેરી ને કહ્યું,

"રેવા દે! અલ્લાહે મને જે આ ખુબસુરતી આપી છે તે કાઈ તેમની બરકત નથી પણ એક અભિશાપ છે. મને ટેવ પડી ગઈ છે. તું બોલવાનું રેહવા દે. "

પેરી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. નાઝિયા ના આવું બોલવાથી તેમને વધુ પ્રોત્સાહન મળ્યું તેમાંથી એકે ફરી કહ્યું," અરે, તને કેમ આટલું ખોટું લાગી રહ્યું છે તું પણ માલ જ છે ચિંતા ના કર, તને પણ સારી રીતે ફેરવશું." વળી પાછી તેજ ખરાબ રીતે તેમનું બોલવું. અને પછી હસવું. પેલી બાજું મયંક, પ્રયાગ, આશિષ આ લોકોને મારવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા. પણ અબ્દુલે નાં પાડી તેમને સમજાવતા કહ્યું કે તે લડતા શીખશે અથવા સહન કરતા. પણ જે હશે તે તેમના નિર્ણય હશે. એમને નિર્ણય કરવા દો.

તે લોકો હજુ પણ કમેન્ટ કરી રહ્યા હતા. હવે મને હસવું આવ્યું. મેં ઢીંગલી ઉપર હાથ રાખ્યો તેણે પણ મારી સામે સરસ સ્માઈલ કર્યું. એક હાથ ઢીંગલી ઉપર અને બીજા હાથેથી ખીચ્ચામાંથી કાતર કાઢી. અને ખોલીને સીધી એક ક્યારનો જે ખૂબ જ ઉછળી ઉછળીને બોલી રહ્યો હતો તેના હાથ ઉપર મારી દીધી. તેના હાથ માંથી લોહી નીકળવા લાગ્યું. કોઈ બીજા કાઈ કરે તેની પેહલા એક બીજા છોકરાના ગળા ઉપર કાતર રાખીને એની પાછળ ઉભી રહી ગઈ. અને બધાને કેતી હોય એવી રીતે કહ્યું.

" કોઈ હલશે નહી. નહીતર જેમ તમારા એક મિત્ર ના હાથ ઉપર કાતર મારી દીધી તેમ આના ગળા ઉપર મારી દઈશ. અને કાતર ની ધાર કેવી સરસ છે તે તો પેલા હાથમાંથી નીકળતા લોહી ઉપર થી ખબર પડી જ ગઈ હશે. ચુપ ચાપ ઉભા રહો બધા."

જેના ગળા ઉપર કાતર રાખી હતી તે બોલ્યો," તું મોટી ભૂલ કરી રહી છે. તું બચીશ નહી."

અરે, તું મારી ચિંતા નાં કર. " પેલા ના હાથ માંથી લોહી નીકળતું હતું એટલે તે રાડું પાડી રહ્યો હતો અને રડી રહ્યો હતો તેની સામે જોતા મેં કહ્યું કે ," ચુપ નહીતર બીજી જગ્યાએ પણ મારી દઈશ."

પેલો બહુ જ રાડ પાડી રહ્યો હતો એટલે પેરી એની પાસે ગઈ અને હાથમાં ક્યાં વાગ્યું છે તે જોતા બોલી," તને ખાલી વાગ્યું જ છે નસ કપાણી નથી. આટલી ચિસ્સું પાડવાની જરૂર નથી. તું બચી જાઈશ." મિતલ, તે આટલી દૂર કેમ મારી?"

"મારે ક્યાં તેને મારી નાખવો હતો એટલે જ જાણી બુજી દૂર માર્યું. " ત્યાં જ એક તેમનો મિત્ર મારી પાસે આવાની કોશિશ કરી, તો મેં તરત જ કહ્યું કે ," એય! ત્યાં જ! નહીતર તેને ભલે મેં દૂર કાતર મારી પણ આના તો ગળા ઉપર જ મારીશ. અને મને હલાવાનો પણ પ્રયત્ન ના કરતો એવું થયું તો પણ આને તો વાગી જ જાશે. "

પેલો ફરી બોલ્યો, " તું ભૂલ કરી રહી છે તને ખબર નથી કે મારું બેકગ્રાઉન્ડ શું છે? ખબર પડશે ને તો તું જ મારી સાથે રાત વીતાવીશ."

મેં એના માથામાં જોરદારનો મુક્કો માર્યો અને એક દમ શાંત અવાજ માં બોલી," અરે ઘોચું, તને અમારા ત્રણેય ના બેકગ્રાઉન્ડની ખબર નથી! જે છોકરી ની અત્યાર સુધી તમે કમેન્ટ કરી રહ્યા હતા ને તે એક મુસલમાન છે એણે પોતાના જમાત માં જઈને એક વાર કીધુંને કે કેટલાક હિન્દુ છોકરા મને હેરાન કરે છે. તો તે આખો મામલો બદલી જાશે તમને પાંચેય ને તો સળગાવીને જ મારશે પણ તમારા પરિવાર અને તમારા ઘરની છોકરીઓ, ભાભીઓ સાથે શું થશે તે તો વિચારી પણ નહી શકો. અને આ બીજી છોકરી છે ને!, તે એક ખૂબ જ મોટા બીઝનેસમેન ની દીકરી છે એણે જઈ પોતાના પપ્પા ને કીધું ને તો તમને બધાને ફેક રેપ કેસ માં જેલ ભેગા કરી દેશે અને પછી ફેક એન્કાઉન્ટર માં મારી નાખશે. અને રહી વાત મારી,, તો મારે તો બેકગ્રાઉન્ડની જરૂર જ નથી હું એકલી જ કાફી છું તમારા માટે. છતાં હું હારી ને તો મારી પાસે પણ એવા વ્યક્તિ છે કે જે તને ઝેર દઈને મારી નાખશે!! "

નાઝિયા ડરી ગઈ હતી. તેણે મને તરત કહ્યું કે, "મિતલ, શું કરે છે,!? છોડ એને. જાવા દે. પ્લીઝ.!!"

મને આશ્ચર્ય થયું, હું બોલું એની પેલા પેરી બોલી ગઈ, " શું કામ!? બરાબર કરે છે તે! આવા લોકોને તો મારી જ નાખવા જોઈ. હિમ્મત જ નો થાય પછી ક્યારેય કોઈની પણ. "

મેં પણ એકદમ શાંત સ્વર માં જ કહ્યું, " તારી પેલા પણ કોઈ છોકરીએ આવી જ રીતે જવા દીધું હશે એટલે જ તો એમની આટલી બધી હિમત વધી ગઈ છે તું પણ જવા દઈશ ને તો કાલે આ લોકો અટકશે પણ નહી કોઈ છોકરી ને અડતા! તને શું લાગે છે આવી રીતે ઇગ્નોર કરવાથી તું હમેશા બચેલી રહીશ. આ દુનિયા કોઈ માણસો ની નથી, અહીં પણ જંગલ નો જ કાયદો લાગે છે મારો અથવા મરો.!! તું કેટલી વાર સાંભળીશ? કાલે સવારે તારી બેન સાથે કે ભવિષ્ય માં તારી થનારી દીકરી સાથે કોઈ આવી રીતે બોલશે ત્યારે શું કરીશ ત્યારે પણ જવા દઈશ આજ ની જેમ, બોલ!!

મેં પેલા ના ગળા ઉપર હાથ ની પકડ વધારે મજબુત કરતા બોલી," બોલ, કેવી રીતે મરવું છે તારે? સળગીને, ગોળીથી, કે પછી ઝેરથી. કેટલા બધા ઓપ્શન આપ્યા મેં. "

ત્યાં જ એના ફ્રેન્ડ બધા બોલવા લાગ્યા, " પ્લીઝ અમને જાવા દો અમે ક્યારેય કોઈ પણ સાથે કાઈ આવું નહી કરી. અમે અમારા ઘરે પણ નહી કહીએ. અને પોલીસ કેસ પણ નહી કરી. અમને જાવા દો. "

મેં એની સામે હસતા કહ્યું," અલા! તું ,માફી માંગી રહ્યો છે કે ધમકી આપી રહ્યો છે?! ઘરે કે પોલીસને ના કેવા માં જ તમારા લોકોનો ફાયદો છે, નહીતર તમે જ ફસાશો. મારી સાથે મેદાનમાં લડવા આવ્યા ને તો ખાલી હારશો નહી, જાન પણ ગુમાવશો. આ યાદ રાખજો."

અને મેં તેને છોડતા જેના હાથમાં મેં મારી દીધું હતું તેની તરફ ગઈ ત્યાં જ તેમના માંથી એકે મારી તરફ દોડીને આવ્યો મને મારવા માટે. પેરી નું પણ ધ્યાન નોતું. પણ નાઝિયા જોઈ ગઈ નાઝિયાએ તરત જ પગ વચ્ચે નાખી તેને પાડ્યો અને સીધી એક થપ્પડ મારી અને ખૂબ જ રાડ પાડી ને બોલી, " તને હજી એમ લાગે છે કે તું આમારું કાઈ બગાડી શકીશ. તને તો હું જ મારી નાખીશ." અને નાઝિયા તો જાણે અત્યારસુધી નો બધો જ ગુસ્સો તેની ઉપર ઉતારતી હોઈ તેમ પગ થી મારવા જ લાગી. તે રડી રહી હતી. તો એકે નાઝિયા ને ધક્કો માર્યો. તો પેરીએ પણ એને પછાડી દીધો. મને લાગ્યું કે ક્યાંક વાત વધી ના જાય એટલે મેં જેને કાતર હાથ માં મારી હતી તેનો હાથ પકડી સીધો દબાવ્યું. જેથી તે ચીસ પાડી ઉઠ્યો અને બધાએ તેની સામે જોયું. હું તરત જ બોલી,

"વાત ને હજુ આગળ વધારવી હોઈ તો જ આગળ વધજો. નહીતર હવે હું નહી મૂકુ. બધાને મારી નાખીશ." પેલાનો હાથ વધુ જોરથી દબાવ્યો તો તેણે વધુ જોરથી ચીસ પાડી. એટલે મેં તેને તરત જ કીધું, " ચુપ એકદમ ચુપ. મારી દીકરીને કોઈ જોરથી બોલે તે પસંદ નથી એટલે રાડ પાડવાની બંધ કર નહીતર તારી બોલતી હમેશ માટે બંધ કરી દઈશ."

તે તરત જ બોલ્યો," છોડી દે મને અમે કાઈ નહી કરી. અબે સાલો બધા માફી માંગો."

બધાએ એક જ સાથે માફી માંગી એટલે મેં એનો હાથ તરત જ છોડી દીધો. અને તે લોકો તેને લઇ સીધા ભાગી ગયા. અમે ત્રણેય થોડીકવાર સુધી એકબીજાની સામે જોતા રહ્યા. આજુ બાજું માણસો ભેગા થઈ ગયા હતા. બધા અમને જ જોતા હતા. મેં બધાની સામે ગુસ્સામાં જોયું તો બધા પોતાના કામ માં પરોવાઈ ગયા. અમે થોડાક જ હજુ આગળ વધ્યા તો મયંક, પ્રયાગ, આશિષ અને અબ્દુલ સામે ઉભા હતા. ખૂબ જ ખુશ અને ગર્વથી અમારી સામે જોઈ રહ્યા હતા. પ્રયાગ તરત જ નાઝિયા પાસે ગયો. અને કહ્યું,

"તું બેહદ ખુબસુરત છે જ પણ આટલી બધી ખુબસુરતી હોવા છતાં તને અભિમાન નથી અને આજ વાત ને લીધે હું તને પ્રેમ કરું છું. હું હમેશા તો તારી સાથે નહી રહું એવું અબ્દુલે કહ્યું અને કદાચ તે સાચું પણ છે એટલે તારે તારી રક્ષા કરવી જ પડશે. અને આજે તને આવી રીતે જોઈ ને હું ખૂબ જ ખુશ છું. તને વધારે પ્રેમ કરી બેઠો છું. " આમ કહી તે નાઝિયા ને ગળે ચોટી ગયો.

મયંક પેરી પાસે ગયો અને બોલ્યો, "હું તને ઝાંસીની રાણી નહી કહું, અને નાઝિયા તું કોઈ રઝીયા સુલતાન નથી. પેરી, તું પેરી છો અને નાઝિયા નાઝિયા છે અમને પ્રાઉડ છે તમારી ઉપર."

આશિષ મારી પાસે આવી બોલ્યો," મિતલ, ભગવાને સમજી ને તને જ મિતલ બનાવી. કોઈ બીજું મિતલ નો રોલ આટલો પરફેક્ટ નહી કરી શકે. આઈ લવ યુ યાર.!!" અને તે મને એકદમ જોરથી ગળે ચોટી ગયો. મને ઢીંગલીની ચિંતા થઈ.

" આશિષ ધીમે !" હું તરત જ બોલી અને તેને આઘો કર્યો "જોતો ખરી યાર, ઢીંગલી છે."

"અરે! મને આપી દે." ચલો મહેર, મારી પાસે." આશિષે એટલું કેતા પાછળ થી ચુંદડી ની ગાંઠ ખોલી અને પોતાની પાસે લઇ લીધી. મેં તેની સામે હસતા કહ્યું.

"તે શું પોતાનું જેન્ડર ચેન્જ કરવાનું નક્કી કર્યું લાગે કે કરી નાખ્યું છે. " બધા હસી પડ્યા.

"અરે એવું કાઈ નથી હો.."

તો પછી મને આઈ લવ યુ કેમ કીધું?"

લે, એમાં શું મોટી વાત કાઈ આઈ લવ યુ પર ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડે કોપી રાઈટ નથી લઇ લીધા બાળકો પોતાના પેરેન્ટ્સને કહે, ભાઈ પોતાની બહેન ને, પતિ પત્નીને, અને એક ફ્રેન્ડ પોતાના બેસ્ટ ફ્રેન્ડ ને." છેલ્લા શબ્દો બોલતા તે ફરી મને ગળે ચોટ્યો.

ઓકે બસ હવે. મેં હસતા હસતા કહ્યું.

તો નાઝિયા એ મને પૂછ્યું કે, "મિતલ, તું કાતર જેબ માં રાખશ.? તને વાગવાની ચિંતા ના થાય?"

અરે! આ ઢાંકણ વાળી કાતર છે અને આ આપણા કપડા અને કાગળ ફાડે તેવી સાદી નથી આ સ્પેશ્યલ છે. " મેં આશિષ ના ખભા પર હાથ રાખતા વાત ને ફેરવવા માટે કહ્યું ," આજે બધા કાઈક વધારે જ ખુશ છે તો ચાલોને આજે આપણે ક્યાંક જઈએ? જેમકે.... ચોપાટીની પાવભાજી ખાવા."

તરત જ બધા તૈયાર થઈ ગયા. અને બધા આશિષ ની મશ્કરી કરતા કરતા તેને ચીડવતા ચાલવા લાગ્યા. હું થોડીક પાછળ રહી તો અબ્દુલે તરત જ મારી સામે જોયું અને મારી પાસે આવ્યો.

તે મારી પાસે આવ્યો એટલે મેં એને કીધું, "અબ્દુલ, મને આ લફન્ગીરો ઉપર ભરોસો નથી, તે કાઈક કરી ના બેસે એટલે નાઝિયા નું અને પેરી નું ધ્યાન રાખવું પડશે."

"મુજહે ભી વો એક લડકે પે શક હો રહા થા, જેસે જાતે જાતે વો દેખ રહા થા આપ તીનો કો. પર આપ ચિંતા મત કીજીયે. મેં ઉન્હેં કુછ કરને દુંગા હી નહી, મુસ્બિત કો હી જડ સે ખતમ કર દુંગા." અબ્દુલ સમજી ગયો હતો બધું એટલે તેણે સમજદારી સાથે કીધું.

"અબ્દુલ, મર્ડર ના કરતો ખાલી દૂર રાખજે. એવી રીતે તો આખી દુનિયા ને તું તો મારી નાખીશ." મેં એકદમ ધીમા અવાજે કહ્યું. જેથી પેલા કોઈ સંભાળે નહી. અબ્દુલ ના મન માં કોઈ સવાલ ચાલી રહ્યો હતો પણ બોલતો નોતો એટલે મેં કીધું ,"પૂછી લે શું પૂછવું છે. "

"ક્યાં આપકો સચ મેં લગતા હૈ કી આપને અભી જો કિયા વો ઠીક થા? મતલબ ઉનકો સબક સીખાના જરૂરી હૈ પર ઇસ તરહ સે? ઓર કિયા ભી તો ઠીક હૈ, લેકિન યે તીનો સર ઇતના કયું ખુશ હો રહે હૈ ઓર ઇતની સાબાશી દેની કી ભી ક્યાં જરૂરત હૈ? ઓર કિયા તો સબ આપને થા આશિષ સર કે અલાવા કીસીને આપકો થેન્ક્સ તક નહી કહા. કુછ સમજમે નહી આયા."

"વાત તો સાચી છે તારી. મને નથી લાગતું કે મેં તેમને કાતર મારીને કાઈ ખોટું કર્યું. હવે અહીં કોઈ આવા લુખાગીરીઓ ઉભા નહી રહે અને તે લોકો પણ કોઈને હેરાન નહી કરે. અને જ્યાં સુધી વાત રહી આ લોકોની તો , આ બધા તે લોકો છે જે કોઈ દિવસ બીજા માટે તો શું પણ પોતાની સાથે થતા અન્યાયની સામે પણ નથી બોલ્યા. તે આજે આવી રીતે બોલે અને કોઈકને મારે પછી ભલેને તે ખાલી એક જ થપ્પડ હોઈ તો પણ મોટી જ વાત કેવાય. અને આ બધા મારા ફ્રેન્ડ્સ છે તેમની પાસે થોડી ને હું થેન્ક્યુ ની અપેક્ષા રાખી શકું. આ તો બધા ભેગા હતા એટલે બાકી હું એકલી હોત અને કોઈ બીજી છોકરી સાથે કોઈ આવું કરત તો તેને પણ આમ જ હું જવાબ દેત. એટલે આવી બધી ની ચિંતા ના કરવી. "

હું તેની સામે હસી. તે પણ મારી સામે હસ્યો. અને અમે ત્યાંથી સીધા ચોપાટી ગયા. ત્યાર પછી તે છોકરાઓનું શું થયું કઈ ખબર જ ના પડી. અબ્દુલે તે લોકોને અમારા સુધી આવા દીધા નહી. અબ્દુલ અમારા ગ્રુપની ઢાલ હતો. અને બધા મને તલવાર કેતા કેમકે હું ગમે ત્યારે ગમે તેને મારવા ચડી જાતી. પણ આ ઘટના પછી હું હમેશા પ્રેક્ટીકલી વિચારીને કામ કરતી થઈ ગઈ. મને કે મારી સાથે જોડાયેલા કોઈને પણ કશું થવું ના જોઈએ. જો હું સુરક્ષિત રહીશ તો જ મારા પરિવાર અને સમાજ ને બચાવી શકીશ. એટલે ત્યાર પછી કાઈ પણ કરતા ને અમે, તો પડદા પાછળ રહી ને. જેથી કોઈને ખબર જ પડતી નહી કે તેમનું ખરાબ થયું કેવી રીતે.

અને ત્રીજી ઘટના નોતી બની. પણ મને આશિષ ને મેં કેવી રીતે બચાવ્યો હતો તે ખબર પડી.

વધુ આવતા અંકે..........