What is being said - 2 books and stories free download online pdf in Gujarati

વણ કેહવાયેલી વાતું - ૯

અબ્દુલને બચાવ્યો


શિવાય સાથે થયેલી વાત પરથી એટલી ખબર પડી ગઈ હતી કે અબ્દુલ મુસીબતમાં છે એટલે તેને બચાવા હું નીકળી પડી અને પેલું કામ અબ્દુલે મારા રાખેલા બોડીગાર્ડ પાસેથી ગાડી લેવાનું કર્યું.

હવેેેે આગળ......



પેલા ત્રણેય મારી સામે જોઈ રહ્યા. એટલે મેં એમને કીધુ કે, "મને ખબર છે કે તમે લોકો મારી રક્ષા માટે અહી ઉભા રહો છો એટલે જ મેં તમારી પાસે ચાવી માંગી અને મને તે પણ ખબર છે કે તમારી પાસે જૂપીટર કંપની નું સ્કૂટર છે. જલ્દી આપો."
હું તેમની સામે હિંદી માં જ બોલી હતી તેમ છતાં પણ તે લોકો તો એકબીજા ની સામે જ જોઈ રહ્યા હતા. મેં આસપાસ નજર ફેરવી તો હું સ્કૂટર જોઈ ગઈ. તેમાં ચાવી ભરાવેલી જ હતી. ત્યાં જતાં જતા બોલી, "ચિંતા ન કરતા, સાંજ સુધીમાં દઈ દઈશ. અને મારી પાછળ ન આવતાં જો અબ્દુલ ઘરે આવે તો તરત મને ફોન કરજો. નંબર તો છે જ."
પછી હું મારાથી જેટલી સ્પીડ થઈ શકે તેમ હતી તેટલી સ્પીડમા ગાડી ચલાવી. પણ મેં ખૂબ ઓછી ગાડી ચલાવી છે. એટલે મને અનુભવ નથી. આશ્રમ માં હતી ત્યારે માંડ બે વાર ચલાવી છે. અને આજે ત્રીજી વાર. પણ તેમ છતાં હું પહોંચી ગઈ જ્યાં અબ્દુલનું લોકેશન હતું.
મેં ગાડી ને ખૂબ દૂર રાખી અને ધીમે ધીમે ચાલતા ત્યાં સુધી ગઈ. મેં ઢીંગલી ને કીધું," દિકરા જરાય અવાજ ન કરતી હો.. આપણે અહીં અબ્દુલને લેવા આવ્યા છીએ તે કોઈને ખબર ન પડવી જોઈએ. ઑકે બેટા?" ઢીંગલી ખૂબ સમજદાર છે. તે એકદમ મારી અંદર મને ફીટ પકડી ને બેસી ગઈ. મેં ચારે બાજુ આંટો માર્યો. શિવાય ની વાત સાચી હતી. અબ્દુલ અહીં હતો.! તેને બાંધીને રાખેલો.

મહેલની વચ્ચે તેને બંને બાજુ સાકળથી બાંધેલો હતો. ખૂબ માર મારેલો. બધી જગ્યાએથી લોહી નીકળતું હતું. તેની હાલત ખૂબ ખરાબ છે તે તેને જોઇને જ ખબર પડી ગઈ. પણ હવે જો મારે તેને બચાવો હોય તો મારે અહીં રહેલા વીસ જણા સાથે લડવું પડશે. તે લોકો અબ્દુલને વધુ મારે તેની પેહલા મારે ત્યાં જવું પડશે. મેં ટાઇમ જોયો. આશિષને બાકી બધાને આવતાં હજુ પાંચ મિનીટ લાગશે. ત્યાં સુધી બધાને રોકવા પડશે. એટલે હું કંઈપણ વિચાર કર્યા વગર સીધી અંદર ગઈ. મને આવતાં જોઈ બધાને આશ્ચર્ય થયું. બધા મારી સામે જુએ. પણ તેમનો એક લીડર જે હતો તે મને જોઈ તરત બોલ્યો," એય છોકરી! કોણ છે તું? અહીં શુ કરે છે? ચાલ જા અહીંથી નહિતર મારી નાખશું તને."
મેં તરત હસતાં કહ્યું, "મને મારશો! અરે, ગાંડા હાથ પણ અડાડી નહી શકે. જુઓ મારે કાઈ તમારા લોકોનું કંઈ કામ નથી. હું અહીં ખાલી અબ્દુલને લેવા આવી છુ. એને લઈ જાવ એટલે કામ પૂરું બસ."
બધા હસી પડ્યા. એક બોલ્યો, "તું અહીંથી ધૂળ પણ લઈ જઈ શકે તેમ નથી. અને તું અમારા શિકારને અહીંથી લઈ જવાની વાત કરે છે. લે અબ્દુલ જોઈ લે, તને બચાવા તારી ગેંગના લોકોએ એક છોકરી મોકલી છે. તે પણ એક નાના બાળક સાથે." બધા હસી રહ્યા હતા. એટલે હું અબ્દુલ પાસે ગઈ. મેં અબ્દુલનો હાથ પકડ્યો. તો તેણે આંખ ખોલી, મારી સામે જોયું
એટલે તે તરત બોલ્યો," આપ યહાં પે..."
તે વધુ બોલી શકતો ન હતો. એટલે મેં એને કહ્યું, "ચિંતા ન કર. હમણાં બધા આવી જશે. તને હું અહીંથી સહી સલામત લઈ જઈશ. મારું પ્રોમિસ છે."
તે ફરી તૂટક અવાજે બોલ્યો, "આપને મુજે બચાયા... મેરી ગેંગ પતાં ન ચલે...

આપ યહાં હૈ.. પતા ન ચલે..

અબ્દુલ બોલી શકતો ન હતો. પણ તે જે કેવા માંગતો હતો તે હું સમજી ગઈ. તેની ગેંગના માણસોને ખબર ન પડવી જોઇએ કે અબ્દુલને બચાવામાં અમારો હાથ છે - એક સીધા સાધા, નોર્મલ સિટીઝનનો. પણ તેને જે લોકોએ પકડી અહીં બાંધીને રાખ્યો હતો તે લોકો બધાં ખૂબ રાડું પાડી રહ્યા હતા કે મને પકડો, મારો, મને અબ્દુલ થી દૂર કરો.
એક જણો તો નજીક પણ આવ્યો રાડુ પાડતો. જોર જોરથી બોલતો મારી તરફ આવી રહ્યો હતો એટલે મેં એકજ જટકેથી પાછળ ફરી અને બોલી, " ઓય ચૂપ." તે તરત ઊભો રહી ગયો. મારી સામે ટગર ટગર જોવા લાગ્યો.
એટલે હું બોલી," અરે ક્યારની હું અબ્દુલ સાથે વાત કરવાની ટ્રાય કરી રહી છું પણ હરામ જો કોઈ શાંતિ રાખે. ખબર નથી પડતી કે ચૂપ રેહવાય. અબ્દુલ ખાલી દસ મિનીટ તું તારા પગ ઉપર ઊભો રહજે. હું તને અહીંથી લઈને જ જઈશ."
ત્યાં તેમનો લીડર બોલ્યો," એલા તું શું ઊભો રહી ગયો.! માર એને."
તે તરત મારી તરફ આવ્યો પણ ત્યાંતો મેં મારા ખીચ્ચામાં રાખેલી કાતર કાઢી અને ખોલીને સીધી તેના ચાકુ વાળા હાથ પર મારી દીધી. તેનાં હાથ માંથી ચાકુ પડી ગયું. તે હજી કંઈ કરે તેની પેલાં જ મેં તેનાં પેટ માં ઊંડો ઘા કરી દિધો. આ જોઈ બીજાં બે જણા મારી તરફ આવ્યા. મેં હસતા હસતા વિચાર્યું ચાલો, આટલા દીવસથી દરરોજ સવારે વહેલા ઊઠીને જે કસરતો કરી છે તેમાં ક્યાં સુધી સફળ થઈ તેની ખબર આજે પડી જશે. મેં મારી ડાબીબાજુ થી આવતાં તે માણસના મોઢા ઉપર સીધી એક ચોપ મારી. અને બીજાના ગોઠણમાં પગ માર્યો એટલે તે બેવડો વળી ગયો. અને તરત તેનાં નાક ઉપર મેં મારી દીધું. જેથી તે પોતાની ભાન ભૂલી ગયો. બીજાને પણ પેટમાં જોરથી લાત મારી પછાડી દિધો. હજી બીજાં આવે ત્યાં તો અમારા બધા ફ્રેન્ડ પહોંચી ગયા. પેરી જૈન ધર્મી છે તે હિંસામા માને નહિ. અને આશિષ પણ માર ફાડથી આઘો જ રહેતો. એટલે તે બંને કોઈને પણ માર્યા વગર સીધા અબ્દુલ પાસે ભાગ્યા. અને કોઈ તેને રોકે નહિ તે માટે પ્રયાગ, નાઝિયા, અને મયંક બધાને મારતા રોકતા રહ્યા. હું પણ તેમાં સામેલ હતી જ. પેરી અને આશિષે અબ્દુલને છોડ્યો. અને જ્યાંથી લોહી વહી રહ્યું હતું ત્યાં લોહીને અટકાવા માટે કપડું બાંધવા લાગ્યાં. પણ અબ્દુલની હાલત જોઈ તે બંને સમજી ગયા કે તેને જલ્દી હોસ્પિટલ લઈ જવો પડશે.

અમે ચારેય બધાં સાથે લડી રહ્યા હતા એટલે પેરીએ જોરથી રાડ પાડી અને ગુજરાતી માં બોલી, " અબ્દુલ ની હાલત સાવ ખરાબ છે તેને જલ્દી લઈ જવો પડશે." આ સાંભળી મેં કીધુ," તમે લોકો જાવ તેને લઈ. હું સંભાળી લઈશ. તમે ત્રણેય પણ તેની પાછળ પાછળ નીકળો અહીંથી. જલ્દી.."
પ્રયાગ મારી પાસે આવતા કહ્યું," તને અહીં એકલી મૂકી અમે ક્યાંય જાશું નહી."
"મારી ચિંતા ન કર. અહીંથી બહાર કેમ નીકળાય તે મને ખબર છે. મારી ઉપર વિશ્વાસ રાખ. હું કહું છું તે કરો. જાવ." મેં એકને નીચે પછાડતા કહ્યું.
પેરી અને આશિષ અબ્દુલને ઉપાડી ચાલવા લાગ્યા તેને કોઈ રોકે નહી એટલે નાઝિયા અને મયંક આગળ રહ્યા તો પ્રયાગ પાછળ. હવે તેમનો લીડર રઘવાયો થયો. તે મારી સામે સીધી બંદૂક લઈ ઊભો રહ્યો. મેં ઢીંગલીનું મોઢું અંદર નાખ્યું અને પોતાના મોઢા ઉપર ચૂંદડી વિટીને સીધી એક બાજુ ભાગી. પેલાએ ગોળી છોડી તો તે મને લાગવાને બદલે ત્યાં રાખેલા કાર્બન ડાયોક્સાઈડના પંપો ઉપર લાગી જેથી બધે કાર્બન ડાયોક્સાઈડ ફેલાયો. અને ચારે બાજુ ધુમાડો થવા લાગ્યો. લીડર ને વધુ ગુસ્સો આવ્યો તો તેણે એમને એમ વધુ ગોળી છોડી. જેથી બીજાં પંપને પણ વાગી અને પરિસ્થિતિ વધુ બગડી. આ વાતનો લાભ લઈ હું સીધી બહાર ભાગી. પ્રયાગ કાર લઈને આવ્યો હતો. તેની સાથે આશિષ અને પેરી પણ કાર માં ગયા. મયંક ની બાઈક પાછળ નાઝિયા બેસી ગઈ અને તે લોકો પણ કારની સાથે ભાગ્યા. હું મારી સ્કુટીમાં બેસીને ત્યાંથી ભાગી. હજુ થોડાક જ બહાર ગયા હશું ત્યાં પોલીસની વેનનો અવાજ આવ્યો તે લોકો પેલાં મહેલ તરફ જ જતા હતા. પણ તેમનું ધ્યાન અમારી ઉપર ન પડે એટલે અમે બધા ધીમા પડી ગયા. પોલીસ અમારી પાસેથી નીકળી ગઈ પછી ફૂલ સ્પીડમા ભાગ્યા.
અમે મયંકના પરિવારે ઊભી કરેલ હોસ્પિટલે જ આવ્યા. ત્યાં ડાડ અમારી પેહલેથી રાહ જોતા બહાર જ ઉભા હતા. જેવી પ્રયાગે કાર ઊભી રાખી કે વોર્ડ બોય સ્ટ્રેચર લઈ દરવાજા પાસે આવી ગયો. અબ્દુલને સીધો ઓપરેશન થિયેટર બાજુ લઈ ગયા. અમે બધાં બહાર ઉભા હતા.
એટલે સૌથી પેલાં નાઝિયાએ મને પૂછ્યું, "મિત્તલ, તને ક્યાંય વાગ્યું નથી ને?" મેં ના માં માથું હલાવ્યું. એટલે તેણે બીજાં બધાં સામે પ્રશ્નાર્થ નજરે જોયું બધાએ ના પાડી.
પછી પ્રયાગ બોલ્યો, "પોલીસ ત્યાં આવી કઈ રીતે? કદાચ ગોળી નો અવાજ સાંભળીને, પણ એટલી વારમાં ત્યાં થોડી પહોંચે?"

આશિષ બોલ્યો, "ના શિવાયે ફોન કર્યો હતો પોલીસને. અને તે પણ એવા ટાઈમે કે આપણે ત્યાં ન હોઈએ. નહિતર આપણી સાથે અબ્દુલ ફસાઈ જાય."
મયંક: શિવાય તે જ ને જેણે તને અને મિત્તલને અબ્દુલ નું લોકેશન કહ્યું?
આશિષ હકારમા માથું હલાવ્યું.
એટલે મેં કીધું, " છોકરો સારો છે. આજ સુધી હું બધાને રિલેશન થી દૂર રેહવાનુ કહેતી આવી છું. પણ આશિષ, આજે હું કહીશ કે તે સારો માણસ એઝ એ ફ્રેન્ડ ગોત્યો છે."
મારી આ વાત સાંભળીને નાઝિયા બોલી, "મિત્તલ, તમને લોકેશન મોકલ્યું એમાં તે કેવી રીતે કહી દીધું કે તે સારો પાર્ટનર છે?
મેં એને જવાબ આપતા કહ્યું, " મેં એમ કહ્યું કે તે એક સારો માણસ છે. એમ નથી કીધુ કે તે સારો પાર્ટનર છે. તે તો આશિષ તેની સાથે રહે તો જ ખબર પડે કે બંને ને કેટલું ભળશે. અને બીજી વાત તેની પાસે મારો નંબર આવી ગયો હતો તો તેને ખબર પડી ગઈ કે મને સ્કૂટી ચલાવતા આવડતી નથી. હું જે રીતે ધીમે જાઈ રહી હતી તેનાં પરથી તેને અંદાજો આવી ગયો. એટલે તેણે મને ફોન કર્યો મેં ઇયર પ્લગ તો પેલેથી ભરાવેલા હતાં. તેણે મને એકદમ શોર્ટ કટ રસ્તો બતાવતો ગયો. ત્યાં પહોંચ્યા પછી પણ હું આખા એરિયા માં રાઉન્ડ લગાવતી હતી ત્યારે પણ તે મને કેતો કે પાછળ થી કોઈ આવે છે જો મારું ધ્યાન ન હોય તો. અને મને એમ પણ કીધુ તમને બધાને પહોંચતાં કેટલી વાર લાગશે તે પ્રમાણે હું નિર્ણય લઉ. અને કાર્બન ડાયોક્સાઈડના પંપ તે બાજુ જે તે પણ તેણે જ કહેલું. ખૂબ હોશિયાર છે તે. પણ પોતાની બુદ્ધિ બીજાની મદદ કરવા વાપરે છે. આપણી જેમ. બસ હવે, અબ્દુલ સાજો થઈ જાય. પછી હું શિવાય ને મસ્ત જમાડીશ. થેંક યુ કેહવા માટે. " મેં હસતા ચેહરે કહ્યું પણ મનમાં અબ્દુલની ખૂબ ચિંતા હતી. કલાક જેવો સમય થયો પછી ડાડ બહાર આવ્યા.
અને અમને જણાવ્યું કે, " આમ તો હવે અબ્દુલ ઠીક છે. કંઈ ચિંતા જેવું નથી. પણ તેના જમણા હાથ અને પગ બંનેના મુખ્ય હાડકાં પર વજન ખૂબ આવી ગયો હશે જેને લીધે ખૂબ મોટો ક્રેક થઈ ગયો છે. પગમાં તો થોડુક ઓછું છે. પણ હાથનું હાડકું ખૂબ વધારે ભાંગી ગયો છે. જેને રિપેર થવામાં ખૂબ વાર લાગશે . મેં પગ અને હાથ માં પ્લાસ્ટર બાંધી દીધું છે. બાકી ડાબા હાથમાં થોડું ઘણું વાગ્યું છે એટલે નોર્મલ પાટો બાંધ્યો છે. પણ પેટની ડાબી બાજુ ચાકુ નો ઘા ખૂબ ઊંડો હતો. જેને લીધે અમારે ત્યાં ટાકા લેવાં પડ્યા છે. પાછળ પીઠમા અને ડાબા પગમાં પણ થોડું ઘણું વાગ્યું હતું ત્યાં પણ અમે પાટો બાંધી દીધો છે. ટૂંકમાં, તેનાં આખા બોડીમાં કાઈકને કઈક વાગ્યું જ છે. પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તે પોતાના પાટા ઉપર પાણી અડાડી ન દે. તે ધ્યાન રાખવાનું અને ખાવા પીવા મા પણ હું જે લખી આપું તે મુજબ. અને દવા માં કોઈ ભૂલ ન થાય તે પણ ઘ્યાન રાખવાનુ. બસ તો તે જલ્દી સારો થઈ જશે."

મિત્તલ: તે ભાન માં આવી ગયો?
ડાડ: નહી હજી નથી. પણ બસ હવે આવી જશે.

ડાડ એટલુ કહી જતાં રહ્યાં. અને અબ્દુલને પણ નોર્મલવોર્ડમાં શિફ્ટ કરી નાખ્યો.
નાઝિયા અચાનક બોલી, "યાર મિત્તલ, આ અબ્દુલનો ફોન ફરી પાછો વાગ્યો. હવે, તો ઉપાડી લેવા દે!"
મિત્તલ: નહી, બિલકુલ નહી. અબ્દુલ મને ના પાડીને ગયો છે. હવે હમણાં તે ભાન માં આવી જશે. ત્યારે તે જ વાત કરી લેશે." ત્યાં ફરી પાછો અબ્દુલનો ફોન વાગ્યો. ત્યાંથી પાછા આવ્યા ત્યારે અબ્દુલ નો ફોન પણ લઈ આવેલા. અને તેનો ફોન વાગ્યે જ જઈ રહ્યો હતો.
ત્યાં એક નર્સ આવી અને કીધું કે અબ્દુલને હોશ આવી ગયો. તે અમને બધાને બોલાવે છે. એટલે અમે બધા રીતસર ભાગ્યા.

અબ્દુલ અમારી સામે જોયું. અને હસવા ગયો પણ દાઢીમાં તો સ્ટિચિસ લીધેલા એટલે એકદમ જડબેસલાક પાટો બાંધેલો. જેને લીધે તે હલાવી પણ ન શક્યો. ઉલટું તેને દુખ્યું. તે તરત અલ્લાહ બોલ્યો. હું તરત તેની પાસે ગઈ અને તેનો હાથ પકડતા બોલી, " રિલેક્સ અબ્દુલ, તને આખા શરીરમા વાગ્યું છે. બધું હજી દુખતું હશે. અને દાઢી પર તો સ્ટીચિસ છે તો થોડુક દુખશે." એટલું કહી હું તેેનાથી દૂર ઊભી રહી ગઈ. પછી બાકી બધાએ તેને ક્યાં ક્યાં વાગ્યું છે તે કીધું. ડાડ અમને તેની દાઢી માં લીધેલા ટાંકા નું કેહતા ભૂલી ગયા હતા. પણ તેને જોઈ અમે સમજી ગયા હતા કે અબ્દુલ માંડ બચ્યો છે. તેને ખબર પડી ને કે જમણા હાથમાં ફ્રેકચર છે તો તે વધુ દુઃખી થઈ ગયો.
મયંક મારી પાસે આવી બોલ્યો, "મિત્તલ, તેને બચી ગયા ની ખુશી નથી. પણ ફ્રેકચર નું દુઃખ કેમ છે?
મેં એને સમજાવતા કહ્યું, "અરે તે રાઈટી છે. તેનો જમણો હાથ જ ભાંગી જાય તો તે પોતાના કામ કેવી રીતે કરે! અને બીજાં પાસે સેવા લેવી તેને ગમશે નહી. પણ મને આ પેટ માં આટલું દુખે કેમ છે?"
પ્રયાગ: અરે ઇતો તું ખાધા પીધા વગર નીકળી ગઈ હતી. એટલે દુખતું હશે.
મને તરત જ યાદ આવ્યું. હું થોડીક જોરથી બોલી ગઈ, "અરે હા, ઢીંગલી ને પણ મેં થોડું ઘણું જ ખવડાવ્યું હતું. અને અબ્દુલ પણ ભૂખ્યો જ હશે. નહી અબ્દુલ?"
મેં અબ્દુલ તરફ જોયું. તેણે ખાલી હા માં માથુ હલાવ્યું. એટલે મેં ફરી જોરથી બોલી, "જોયું કોઈને પણ ખબર જ નથી પડતી કે અમે પણ માણસ છીએ મને તો કોઈ પૂછતું પણ નથી કે મિત્તલ, તારી માટે કાઈ ખાવાનું લેતી આવું. હજી મારે પેલાં ઢીંગલી ખવડાવવાનું પછી મારે ખાવાનું. કોઈને કંઈ હજી સમજાય છે? બધા હજી મારી સામું જ જુવે છે.!!! હું ચિડાઈ ગઈ.
ત્યાં નર્સ બોલી, " પણ એમા જોરથી શુ કામે બોલો છો? શાંતિ રાખો. હોસ્પિટલ છે. અને નીચે કેન્ટીન છે ત્યાંથી જમવાનું લઈ લો. અને પેશન્ટ માટે હમણાં આવી જશે. "
હું નીચું મોઢું રાખી મયંકને કહ્યું, " મયંક જીજુને કહે કે ઢીંગલી ને દઈ જાય. એને નીચે લઈ જઈ જમાડી આવું."
ઢીંગલીને જીજુ પોતાની સાથે પોતાની કેબિનમાં લઈ ગયા હતા. જેથી તે અહી ટેન્શનમા રહે નહી.
પણ પેરી હસતા હસતા બોલી, "મિત્તલ, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું ઉપર લેતી આવું છું લંચ."
મયંક: હા, અને હું પણ ઢીંગલીને લેતો આવું.
આશિષ: હું એકવાર મારા કલાસમેટ ને ફોન કરી પૂછી લઉ કે કંઈ ક્લાસ મા ખાસ કીધુ નથી ને?
હું અબ્દુલ પાસે ચૂપચાપ બેસી ગઈ.
અબ્દુલને પ્રયાગ અને નાઝિયા બધી વાત કરી રહ્યા હતા કે કેવી રીતે ત્યાં આવ્યાં શિવાય ની હેલ્પ લીધી તેણે કેટલી હેલ્પ કરી બધુ. ત્યાં એનો ફોન ફરી વાગ્યો.
એટલે આ વખતે અબ્દુલ જ વાત કરવા લાગ્યો. અને કહ્યું," મેં ઠીક હું. મેં વહાસે ભાગ આયા. ઓર ફિર દૂસરે કે ફોન સે પોલીસ કો ફોન કરકે બતા દિયા થા કી વો લોગ વહા હૈ. નહી કિસિકો યહાં મત ભેજીયેગા. મેરે પાસ કુછ લોગ હૈ. ઓર ખાસ તોર પે રઘુ ઔર રેહાન સે કહિયેગા કી વો છીપે રહે. ઓર આપભી બોસ. વેસે મેરા હાથ ઓર પેર દોનોમે ફ્રેકચર હૈ. તો એક મહિને તક મેં નહી આ પાઉંગા...... ઠીક હૈ...... આપ ભી...."
તે વાત કરી રહ્યો ત્યાં અબ્દુલ ખાઈ શકે તે માટે લિકવિડ જેવું ખાવાનું આપી ગયા. મેં તરત જ થાળી હાથમાં લઈ અબ્દુલ તરફ ગઈ. તો અબ્દુલ તરત ખચકાયો અને કઈક બોલવા જાઈ એની પેલાં જ મેં કીધુ, " અબ્દુલ તું હું નથી. "
એને કંઈ સમજાયું નહીં. એટલે તે મારી સામે જોઈ રહ્યો. એટલે તેને પાતળી એવી ખીચડી ખવડાવતા કહ્યું, "અબ્દુલ તું રાઇટી છે મારી જેમ લેફ્ટી નહી. કે તું ડાબા હાથે પણ ખાઈ શકે. હું તો ચમચી ડાબા હાથે જ પકડું છું. શુ થાય ડીફોલ્ટ કેસ છું હું. પણ તું નથી. એટલે હવેે તું ચૂપચાપ ખા."
મેં આ વખતે થોડાક ગુસ્સામાં કહ્યું. એટલે તે ખાવા લાગ્યો. મેં અબ્દુલને ખવડાવતા મેં એને પૂછ્યું કે, " અબ્દુલ તને કેવી રીતે ખબર પડી ગઈ હતી કે હું ત્યાં આવી છું?"
અમારી વાતું થતી હતી ત્યાં પેરી જમવાનું લઈ અને આશિષ ફોન કરી આવી ગયો હતો. નાઝિયા અને પ્રયાગ તો ત્યાં જ હતાં. અને તે તો ક્યારનાં અમારી વાતું સાંભળતા હતા.
એટલે પ્રયાગ બોલ્યો, "એટલે મિત્તલ, અબ્દુલને ખબર હતી કે તું ત્યાં છો?!"
મેં એની સામું જોયા વગર પેરી જે લાવી હતી તે જોયું તેમાં સમોસા હતાં. એટલે એક સમોસુ ઉપાડતા કહ્યું," હા અબ્દુલ તરત બોલ્યો હતો કે હવે તમે કોઈ બચી નહી શકો તમને બધાને પાઠ ભણાવવા વાળા આવી ગયા છે. તને કેમ ખબર અબ્દુલ કે હું ત્યાં છું?"

અબ્દુલ બોલ્યો, "વો આપકા બ્રેસલેટ- જો કલ આપને પેહના થા. વો આજ ભી આપ પેહનકે આયે થે. ઓર ઉસકી અવાજ આ ગઈ થી. ઔર મુજે પતા થા કી દોપહર તક મેં ઘર નહી આયા તો આપ મુજે ઢુંડને જરૂર આયેગી. કોઇ ઓર આયે યા ન આયે. "
મેં કાઈ જવાબ ન આપ્યો. બધાને આશ્ચર્ય થતું હતું કે હું કંઈ બોલતી કેમ નથી. ત્યાં મયંક પણ ઢીંગલી ને લઈ આવી ગયો. ઢીંગલી અબ્દુલને જોઈ ગઈ તે તેની પાસે દોડીને ગઈ અને ગળે ચોટતા બોલી, " અબુલ" પણ તે એના સુધી પહોંચી ન શકી. એટલે મારી સામે જોઈ અબ્દુલ તરફ ઈશારો કરતા બોલી , "મમ્મી અબુલ" હું સમજી ગઈ કે તેને અબ્દુલ ની પાસે જાવું છે. પણ આ વખતે મયંક પણ સમજી ગયો એટલે તે જ ઢીંગલીને અબ્દુલની ડાબી બાજુ બેડ પર ચડાવી. એટલે ઢીંગલી અબ્દુલ ને ગળે તરત ચોંટી ગઈ. અને મારી સામે જોતાં બોલી, " મમ્મી અબુલ વાઇટ વાઇટ... " તે અબ્દુલને જોઈ હસી તેની આ વાત સાંભળીને બધા હસી પડ્યા. મેં પણ તેની સામે ખાલી સ્મિત કર્યું.
પછી ઢીંગલી ને ખવડાવવા જતી હતી ત્યાં નાઝિયાએ કીધું કે તે ખવડાવી દેશે. અને તે ઢીંગલી ને લઈ બેસી ગઈ. અબ્દુલ પાસે વધારે રખાય એમ ન હતી. નહિતર તે પાટો ખોલી નાખત.
પછી અમે બધાએ નાસ્તો કર્યો. અને અબ્દુલને ખવડાવી દીધું. તો તેને આરામ કરવા માટે એકલો મૂકી અમે બધા બહાર આવ્યા.
મેં બધાને કહ્યું, "અબ્દુલ માટે હવે થોડુંક બદલાઈ જશે. એટલે ઘર માં પણ ચેન્જ કરવો પડશે. નર્સ તો કહેતી હતી કે બે ત્રણ કલાક માં તેને ડિસચાર્જ કરી દેશે. અને આમ પણ અબ્દુલને અહીં વધારે રખાશે પણ નહી. તો મયંક, પેરી, અને આશિષ તમે ત્રણેય અબ્દુલ સાથે અહીં રહો. અને તેને લઈ ઘરે આવજો. હું, નાઝિયા અને પ્રયાગ ઘરે પેલાં જાઈ અને ઘરમાં થોડોક ચેન્જ કરી નાખી. આમ પણ ઢીંગલી ને સમજાવી અત્યારે અઘરી પડી રહ્યું છે. તેને પણ ઘરે લઈ જઈ."
બધા કાઇક વિચારી રહ્યા હતા. એટલે મેં ફરી પૂછ્યું, " કાઈ વાંધો નથી ને જે મેં અત્યારે કીધું એમા?"
"ઇજ તો પ્રોબ્લેમ છે મિત્તલ, શુ વાંધો આવ્યો છે તને? કેમ આવું બિહેવ કરે છે?" આશિષ તરત બોલ્યો.
મેં ઢીંગલીનો હાથ પકડતા કહ્યું, " કંઈ નથી થયું મને. જે થયું છે તે બધું અબ્દુલને, મને નહી. સાથે આવું હોય તો ચાલો નહિતર હું જાવ છું. "
એટલુ કહી હું ચાલવા લાગી. એટલે મારી પાછળ નાઝિયા અને પ્રયાગ પણ ચાલ્યા.

બાકી મયંક, પેરી અને આશિષ અબ્દુલને લઈ ઘરે આવ્યાં. તો નીચે પેલાં ત્રણેય ઉભા હતા. તે અબ્દુલ પાસે જવા ગયાં. તો અબ્દુલે તેમને હાથ થી ઈશારો કરી ના પાડી. તે હું ઉપરથી જોઈ ગઈ. એટલે મેં ઉપરથી જ બોલી, " તમે ઉપર આવીને થોડીક વાર પછી મળી લેજો. " એટલું કહી હું અંદર વઈ ગઈ. અબ્દુલ આ સાંભળી ગયો. તેને આશ્ચર્ય થયું કે મને ખબર છે. એટલે પેરી તેના હાવભાવ સમજી ગઈ. તો તેણે કહ્યું, "એમાં આટલું સરપ્રાઇઝ થવાની જરૂર નથી. તે રાખેલા બધાં બોડીગાર્ડની અમને ખબર છે."
મયંક: તને પણ ખબર છે? તને મિત્તલે કહ્યું?
પેરી: મને કોઈએ નથી કીધું. પેલાં એમ લાગતું કે તે ખાલી એમ જ ઉભા રહે છે. પછી ધ્યાન ગયું કે તે તો મિત્તલ નો પીછો કરે છે. પછી ખબર પડી કે તે મિત્તલને નુકશાન પહોંચાડતા નથી. એટલે મેં કંઈ કહ્યું નહી. પણ આ વધી જતાં મેં અને નાઝિયાએ મિત્તલ સાથે વાત કરી ત્યારે મિત્તલે કહ્યું કે આ બધાં તારા ચમચા છે. " પેરીએ હસતાં કહ્યું.
આશિષ : વાહ ! એટલે જ બધાં કહેતાં હોય છે કે ગર્લ્સ જેટલું સ્માર્ટ કોઈ ન હોય. અમે પણ અહીં જ હતાં તોય અમને ખબર ન પડી પણ તમને ત્રણેય ગર્લ્સને ખબર હતી.
અબ્દુલ : સબસે જ્યાદા સ્માર્ટ મિસ દવે હૈ. સોરી પેરી મેમ પર યહી સચ હૈ, હૈ ના?

પેરી: હા, મિત્તલને ત્રણ દિવસ માં જ ખબર પડી ગઈ હતી કે તે કેટલા બોડીગાર્ડ રાખ્યા છે તેની પાછળ.
ત્યાં તે દરવાજા પાસે પહોંચી ગયા. મને ખબર હતી કે અબ્દુલ વ્હીલ ચેરમાં બેસી ને નહી આવે. તે મયંક અને આશિષ નાં ટેકે આવ્યો હતો. તે લોકોને ઘરની અંદર મેં ન આવા દીધા. અને કહ્યું કે બે મિનિટ ઉભા રહો. ત્યાં પ્રયાગ પાછળ થી જલ્દી કરતો એક થાળી લઈને આવ્યો.
એટલે મેં કીધું, " બા એ કહ્યું છે કે અબ્દુલને કોઈક ની નજર લાગી હોવી જોઇએ. તો જ આટલું બધુ થાય. એટલે એમણે કહ્યું કે અબ્દુલ જેવો ઘરે આવે તેવી તેની નજર ઉતારવી. એમણે તો આગની ભઠ્ઠી માં આ બધું નાખવાનું કહેલું પણ તે આપણા ઘરમાં હોય નહી એટલે એમણે પાણી માં વહી જાય તેવી વસ્તુથી નજર ઉતારવાનું કહ્યું. એટલે હવે તમે બંને થોડાક દૂર ઉભા રહો. અને અબ્દુલને આ દિવાલની ટેકે ઊભો રાખી દયો. પછી મારે કશું બોલાશે નહી એટલે બધાં થોડીક વાર ચૂપ રેહજો. "
પેરી : વાહ , સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળી રહી છે. અબ્દુલ તને તો. ચલો આપણે તો અંદર જાઈ શકીએ ને.
એમ કહી પેરી અંદર આવી.
અબ્દુલ : મિસ દવે, આપ યે સબ કહા માનતી હૈ. એસા કુછ નહિ હોતા. અગર હમ ઉનકી બાત માનને લગે તો હરરોજ આપકો મેરી નજર ઉતારની પડેગી.
તે હસ્યો. નાઝિયા કઈક એને સમજાવા જતી હતી પણ મેં ગુસ્સામાં અબ્દુલ સામે જોયું. એટલે તે હસતો બંધ થઈ ગયો. અને ટેકો લઈ સરખો ઊભો રહ્યો.
નાઝિયા સમજી ગઈ એટલે તેણે સમજાવતા કહ્યું, "અબ્દુલ એવી વાત નથી. આ બધું આપણા મનની શાંતિ માટે છે. કંઈ હોય તો ચાલ્યું જાય. અને બા પોતે જ અહીં આવવાના હતા ઇતો અમે ના પાડી. અને એમણે કીધુ કે આવી રીતે નજર ઉતારાય. મિત્તલ ને તેના ઘરે આવી રીતે કરતા એટલે એને થોડું ઘણું યાદ હતું. બાકી બા એ સમજાવી દીધું."
મેં નાઝિયા સામે જોઈ સ્મિત કર્યું. પછી હાથમાં મરચું પાઉડર, રાયના દાણા, અને મીઠું લઈ તેનાં આખા શરીર ઉપરથી સાત વખત ફેરવ્યું. પછી તરત જ બાથરૂમ તરફ ગઈ અને બધું ફ્લશ માં નાખી દીધું. અને સરખું જાય ત્યાં સુધી પાણી ચાલુ રાખ્યું. પછી મેં પણ હાથ પગ સરખી રીતે ધોયાં. ત્યાં અબ્દુલને ઘરની અંદર લઈ આવ્યાં. તેણે જોયું તો હોલમાં એક વધારાનો સિંગલ બેડ રાખ્યો હતો. અને તેને તેના રૂમની જગ્યાએ મારો અને ઢીંગલી નો જે રૂમ હતો ત્યાં લઈ ગયા. તે તરત બોલ્યો, " મેરા રૂમ યે નહી હૈ."
એટલે પ્રયાગ પણ બોલ્યો, " હા અબ્દુલ, અમને બધાને ખબર છે. પણ તારા રૂમમાં બાથરૂમ નથી. અને દર વખતે તું કાઈ હોલ સુધી આવા તૂટેલા હાથ પગે જઈ શકીશ નહિ. એટલે તને આ રૂમ માં શિફ્ટ કર્યો છે. તારી કામની બધી વસ્તુ આ પેલાં કબાટ મા છે. બાકીના કબાટ માં મિત્તલ અને મહેર ની વસ્તુ છે. તારી પણ મોટા ભાગની વસ્તુ ઓલા રૂમ મા જ હશે."
ત્યાં નાઝિયાએ કીધું, " તને ઉભા થવામાં તકલીફ ન પડે એટલા માટે બેડને સાવ બાથરૂમ પાસે જ રાખ્યો છે. અને તને ખબર અમે કેવી ટ્રિક વાપરી. આમ જો બાથરૂમ તરફ. "
પેરીએ બાથરૂમ ખોલ્યો. બધા અહીં અબ્દુલ સાથે બિઝી હતાં અને હું રસોડામાં બધાં માટે ચીકુનું જ્યૂસ બનાવતી હતી.
બાથરૂમમાં બે ટેબલ મૂકી દીધા હતા. એક ઉપર તે બેસી જાય અને બીજાં ઉપર તે પોતાનો ફ્રેકચર વાળો પગ રાખી શકે એટલે ભીનું ન થાય. અને નાહવા માટેનાં ફુવારો નીચો કરી નાખ્યો. જેથી તે હાથ માં પણ પકડી શકે. અને એક હજી નાનું ટેબલ ડોલ ની નીચે રાખ્યું એટલે તેને ડોલમાંથી પાણી લેવું હોય તો નીચે વળવું ન પડે. તેના હાથ આરામથી પહોંચી જાય. પાછું બધું ડાબી બાજુ.
આ બધું જોઈ તે બોલ્યો, " વાઉ! આપને તો ટોયલેટ કા શાવરભી લેફ્ટ સાઈડ કર દિયા હૈ.!! "
મયંક : ના હવે ! આ તો પેલાથી આમ જ છે. તે જોયું નથી કોઈ દિવસ?
આશિષ : અરે મિત્તલ લેફ્ટી છે. તો ઇતો પેલા દિવસે જ ફેરવી નાખ્યું હતું. તારું ધ્યાન ક્યાં હોય છે. !!
બધા હસ્યા. પછી એને શાંતિ થી બેડ પર પગ થોડોક ઊંચો રાખી બેસાડ્યો. તો એની છાતી પાસે આશિષ થી અડાઈ ગયું. એટલે એનું ધ્યાન તરત ગયું. આશિષ બોલ્યો, " અબ્દુલ સિરિયસલી તું બોય જ છે ને?! નહી તારી કોઈ ગર્લફ્રેન્ડ પાસ્ટ માં પણ નોતી અને અત્યારે પણ નથી. તો જો મારો કંઈ ચાન્સ હોય તો..." એમ કહી તે અબ્દુલના છાતીના ભાગમાં અડવા ગયો. એટલે અબ્દુલ મૂંઝાતા સ્વરમાં બોલ્યો, " આશિષ સર, પ્લીઝ મુજે છોડ દીજિયે. મેં એસા નહી હું." અને આશિષનો હાથ પકડી લીધો. આશિષ હજી વધુ બોલવા જતો હતો પણ હું વચ્ચે આવી. અને મેં આશિષને ના પાડતા કહ્યું, " બસ રેહવાં દે હવે. બેભાન હતો ત્યારે જે કરવું હતું તે કરી લેવાયને. હવે શું છે! અને તારી માટે શિવાય છે જ તો તું આને બક્ષી દે." મેં પ્રયાગ તરફ ફરતાં કહ્યું, " તે તાવીજ બાંધી ?"
પ્રયાગને યાદ આવ્યું તે તરત બોલ્યો, " અરે હા! અબ્દુલ અમ્મીને તું હોસ્પિટલ માં એડમીટ થયો તે ખબર પડી એટલે તે દરગાહ ગયાં. અને મૌલવી ને કહી તારી માટે તાવીજ બનાવેલી તે અમને રસ્તામાં દઈ ગયાં. તને દેતાં જ હું ભૂલી ગયો." તેણે તાવીજ કાઢી.
એટલે અબ્દુલ મયંક ને કેહવાં લાગ્યો, "મયંક સર, આપકી મધરને ભી કુછ ભેજા હૈ ક્યાં? નહી મતલબ બસ વહી બાકી હૈ." તે હસ્યો તેની સાથે બધાં હસ્યા.
પણ મેં ફરી ગુસ્સામાં અબ્દુલને કીધું, " કોઈ તારી માટે કંઈ કરી રહ્યું છે તો તેની કદર કરને. પ્રયાગ, જે હાથમાં વાગ્યું છે તે હાથમાં બાંધવાનું કહ્યું હતું. બાંધી દે એને. અને તમે બધાં હવે ઘરે જાવ, પરીક્ષા આવશે કામ ઘણા બાકી છે. મેં જ્યૂસ બનાવ્યું છે બધા પીને જાજો."
પ્રયાગ તરત બાંધવા લાગ્યો. પણ હવે અબ્દુલ ન રોકાયો. તે ફરી બોલ્યો, "નહી મિસ દવે, મેં જ્યૂસ નહી પિયુંગા. અભી તો ખાના ખાયા થા. ઇસલિએ અભી કુછ નહીં ચાહીયે."
આ વખતે મને વધુ ગુસ્સો આવ્યો, " એટલે તું કહે તેમ જ થશે એમ તો સારું. ન કાઈ ખાતો કે પીતો. પડ્યો રેજે એમને એમ જ. !"
અબ્દુલ: મિસ દવે, આપ મુજસે ગુસ્સા હૈ? મેરી કોઈ બાત યાં કોઈ કામ પસંદ નહી આયા આપકો તો બોલિયેના. પર એસે છોટી છોટી બાતો પે ગુસ્સા મત નીકાલિયે. આપને એકબાર ભી નહિ પૂછા કી મેં વહા કેસે ફસા. આપ ઈસ બાત સે હી મુજસે ગુસ્સા હૈ ના?
મિત્તલ: અરે ના ! અબ્દુલ હું તારી ઉપર ગુસ્સે નથી. હું પોતાની ઉપર ગુસ્સે છું. અને શું ફરક પડે છે કે તું ત્યાં કેવી રીતે ફસાયો. ફર્ક તે વાતનો પડે છે કે હું ત્યાં વેલા આવી શકતી હતી. તને આટલું બધુ વાગ્યું જ ન હોત જો મેં મારું થોડું મગજ દોડાવ્યું હોત. પણ નહી. ખબર પડી તો પણ શું ઉખાડી લીધું મેં! મને એક નોર્મલ સાદી સ્કૂટર ચલાવતા પણ નથી આવડતી. "

આટલું કહી હું પલંગ ઉપર માથું પકડી બેસી ગઈ. એટલે હવે બધાને સમજાયું કે મને કંઈ વાતનો વાંધો આવ્યો છે. એટલે મારી પાસે નાઝિયા આવતાં બોલી, " નહી, એમાં તારો કંઈ વાંક નથી. ઉલટું તારી લીધે તો અબ્દુલ બચી ગયો. અમે કોઈ હોત તો પછી પણ ખબર ન પડી હોત કે અબ્દુલ સાથે કંઇક થયું હશે. !"
હું પલંગ ઉપરથી ઊભી થતાં બોલી, " ના સાવ ખોટું. તું આ મારું મન રાખવા કહે છે. તમે જેની સાથે રહેતાં હોય તેની તમને ખબર પડી જાય. તું જ કહે આશિષ, તને પ્રયાગ ક્યારે દુઃખી હોય કે ક્યારે તે બહુ ખુશ છે તને ખબર પડી જાય છે ને. બોલ?"
આશિષ : હા, પણ હું તે તેને જોઈને કહું છું. અને મિત્તલ તે ક્યાં અબ્દુલને જોયો હતો. તે ખાલી જગ્યાનું નામ અને માણસોની સંખ્યા પરથી કહી દીધું હતું. મિત્તલ, તું હોશિયાર છે એટલે તું તરત સમજી ગઈ.
મિત્તલ : શું તરત સમજી? બધા મને હોશિયાર માને છે. પણ હું નથી. જો હું હોશિયાર હોત તો મેં સવારે જ અબ્દુલને ફોન કરી ને તેની વિષે માહિતી લઈ લીધી હોત. પણ એવું કંઈ થયું? નહી. વચ્ચે એકવાર પણ અબ્દુલ ક્યાં છે તે જાણવાની કોશિશ કરી નહી. જો કરી હોત તો અબ્દુલને આટલું બધુ વાગે ક્યાંથી!
પ્રયાગ: મિત્તલ, માન્યું કે થોડીક વેલા ખબર પડી જાત તો પરિસ્થિતિ સારી હોત. પણ હજી કંઈ બગડ્યું નથી. અબ્દુલ વધીને બે મહિનામા દોડતો થઈ જશે. બરાબર ને!!
પેરી : હા બિલકુલ, એમાં કંઈ શંકા નથી. અને આ તો સારી યાદો છે મિત્તલ, જોજે, થોડાંક વર્ષો પછી આ બધું યાદ કરી આપણે કેવા હસતાં હશું.
મિત્તલ: ભવિષ્યની અહીંયા કોને પડી છે! મને અત્યારથી મતલબ છે. હું અબ્દુલ પાસે વેલા પહોંચી શકી નહીં. કેમ ? કેમકે મને ગાડી ચલાવતા ન આવડી.
મયંક: મિત્તલ તને એ વાત નો વાંધો છે કે તું અબ્દુલને આટલું બધું વાગતાં બચાવી ન શકી કે તને ગાડી ચલાવતા નથી આવડતી તે?
તે હસ્યો. એટલે મેં પણ મોઢું બગાડતા કહ્યું, " અરે યાર! હું સિરિયસલી બોલું છું અને તને મજાક સૂઝે છે.?"
મયંક : નહી મિત્તલ, પણ તારી સાથે આવું ફરી ન થાય એટલે હું એમ કહેવા માંગુ છું કે તું દરેક પ્રકારના વાહન ચલાવતાં શીખ. અમે બધાં તને શીખવાડશુ.
પ્રયાગ: હા મને બધાં વાહન આવડે હું શીખવાડીશ.
આશિષ : નહી તું નહી. તું એને ખાલી રેસ કરતાં જ શીખવાડીશ. બાકી કંઈ નહી. તું રેહવા દે. હું અને મયંક શીખવાડી દઈશું. અને ખાલી મિત્તલ શું કામ? તમને બંને ને પણ શીખવાડિશું.
આશિષ મારી પાસે આવી મારા ખભા પર હાથ રાખ્યો.
અબ્દુલ : ગલતી આપકી નહી હૈ મિસ દવે. ગલતી સારી મેરી હૈ. મેરી વજહસે મેરે સારે દોસ્ત મેરે બોસ સબ ફસ ગયે. મેરી ગલતી થી કી મેને ઉનપર ભરોસા કિયા. આપકી વજહસે મેં જિંદા હું. આપને ફિરસે મેરી જાન બચાયી.
મિત્તલ: પણ તારા કામમાં તો કોઈ પોતાના ભાઈ ઉપર પણ વિશ્વાસ ન કરે. અને તું તારી દુશ્મન ગેંગ ઉપર ભરોસો કરી બેઠો! બહુ ભોળો તું! પણ હું તો ભોળી નથી ને એકવાર ખાલી લાઈટ પણ થઈ હોતને મગજમાં તો તારી આવી હાલત ન હોત.
અબ્દુલ: હમારે મેં જબાન કી કુછ કિંમત હોતી હૈ. પર આપકી જગહ મેં હોતા તો મેરી બતી ભી નહિ જલતી. આપ તો સુબહ સે ઘરસે ચલી જાતી હૈ. ખાના ખાને ભી નહિ આતે. અગર કભી આપ ફસ ગયે હોતે તો મુજેભી પતા નહી ચલતા. આપ જ્યાદા મત સોચિયે.
મિત્તલ: તને મારી ખબર પડી જશે. તે જ તો બોડીગાર્ડ રાખ્યા છે મારી પાછળ. કંઈ થયું તો તરત કહી દેશે તને.
પેરી: અરે હા, અબ્દુલ આ થોડોક બીજો ટોપિક થઈ જશે પણ મિત્તલ ની પાછળ આવી રીતે માણસો રાખવા તે કાઈ સારી વાત નથી. તે ક્યારેક તેને બચાવાની જગ્યાએ ફસાવી દેશે. હું તો કહું છું તું બધાને કાઢી નાખ.
નાઝિયા : પેરીની વાત સાચી છે. અને મિત્તલ, તું પણ હવે બહુ વિચાર નહી. તું જ બોલી હતી ને કે તને અત્યાર થી જ મતલબ છે. તો ભૂતકાળ ને કેટલીવાર પકડી રાખીશ. તું એમ ન વિચાર કે તારી ભૂલથી શુ નુકશાન થયું તું એમ વિચાર કે તારી સમજણને લીધે શું બચી ગયું. જે આપણા બધાં માટે અણમોલ છે, અને તે છે અબ્દૂલની જાન.
પેરી : હા, જો અબ્દૂલને કંઈ થઈ ગયું હોત તો આખી જિંદગી નો પછતાવો રહી જાત. પણ એવુ કશું નથી થયું. તો આ વાત ની ખુશી મનાવ. ઓકે?
મેં ખાલી હા માં માથુ હલાવ્યું.
પણ ત્યાં તો મયંક આશિષના ખભે હાથ રાખતાં બોલ્યો, " હાય પેરી મરજાવા! મારી પેરી હંમેશા સાચું જ કેહતી હોય છે. અને કેવી સરસ રીતે!!"
ત્યાં પ્રયાગ એની પાસે આવી માથા ઉપર ટપલી મારીને કહ્યું, " પેલાં મારી નાઝિયા બોલી હતી. પછી તારી પેરી. ઓકે?!"
અબ્દુલ : જીસ કિસીને ભી પેહલે કહા હો. પર યે જાનકર બહોત અચ્છા લગા કી મેં આપ સબ કે લીયે બહોત કિંમતી હું. ઓર મિસ દવે, આપકી યે ટેન્શન દેખકર એસા લગ રહા હૈ કિ ઉસ ખુદા કો મુજ જેસે અનાથ પે તરસ આ ગયાં. ઇસલિએ મેરે લિયે પરિવાર ભેજ દિયા.
તે વધારે મોઢું ખોલીને બોલી નથી શકતો. પણ તેની વાત બધાં સમજી ગયા. બધાં ભાવુક થઈ ગયા. તરત બધાં અબ્દુલને ગળે ચોટવા પલંગ પર ચડી ગયા. મેં બધાની સાથેનો એક ફોટો પાડી લીધો. તે બધાં અબ્દુલને ગળે ચોંટી ને સૂતા હતા. ત્યાં બાજુના રૂમમાં સૂતી ઢીંગલી અવાજને લીધે ઊઠીને આવી. અને બધાને આવી રીતે પલંગ ઉપર જોઈ પોતે પણ ચડી ગઈ. અને સીધી અબ્દુલ પાસે ગઈ અને ફરી બોલી, " અબુલ, પૂરા વાઈટ, વાઈટ. બધાં હસ્યા. પછી ટાઈમ ઘણો થઈ ગયો હતો એટલે બધાં રૂમ ની બહાર નીકળ્યા. હું દરવાજા સુધી વળવા ગઈ.
ત્યાં પેરી બોલી, " મિત્તલ, શું ખાઈ શકાય તેનું લીસ્ટ ફ્રીજ ઉપર લગાડી દીધું છે.
આશિષ : મિત્તલ, દવા બધી અબ્દુલનાં બેડની પાસે જે ટેબલ છે ત્યાં રાખેલી છે બધામાં લખેલું છે ક્યારે દેવાની. કંઈ ન સમજાય તો તરત ફોન કરી દેજે.
મયંક : પણ આપણને ફોન કરીને શું ફાયદો. મિત્તલ, તારો ફોન લાવ એમા હું શોર્ટ ડાયલ માં ડાડ નો નંબર સેવ કરી દઉં. જેવી કઈ જરૂર લાગે તરત એમને ફોન કરી દેજે.
એટલું કહી તેણે મારો ફોન લઈ તેમાં નંબર સેવ કરી દીધો.
પ્રયાગ: અને જો તો પણ કાઈ વાંધો આવે તો અમને ફોન કરતાં ખચકાતી નહી.
મિત્તલ: હા ફ્રેન્ડસ . ઇટસ ઓકે. હું ઠીક છું. અને હવે હું અબ્દુલનું ધ્યાન રાખી લઈશ.
નાઝિયા મારી પાસે આવી મારા ચેહરા પર હાથ ફેરવતાં કહ્યુ, " નેગટિવ વિચારતી નહી અમે બધાં હંમેશા તારી સાથે છીએ. અને તે કંઈ ખોટું કર્યું નથી. બરાબર?
પેરી: મિત્તલ, બધું પરફેક્ટ છે. સમજી?
મેં તેનો હાથ પકડી હા પાડી. હવે હું તે નહી વિચારું તેવું મનમાં નક્કી પણ કર્યું. તે લોકો જતા હતા ત્યાં સામે પેલાં ત્રણ મારા સો કોલ્ડ બોડીગાર્ડ દરવાજા સામે ઉભા હતા. તેમને જોઈને બધાં હસ્યા અને પછી જતાં રહ્યા. તે ત્રણેય ને અંદર બોલાવ્યાં. અને કીધું કે ખાલી દસ મિનીટ અબ્દુલ સાથે વાત કરજો. વધારે વાત કરવાની ડોકટર ના પાડી ને ગયાં છે.

તે લોકો વાત કરી બહાર આવ્યા ને તો મેં એમને એક બોટલમાં ચીકૂનો જ્યુસ ભરીને આપ્યો અને કહ્યું, " બનાવ્યો તો તમારા બોસ માટે પણ તેણે ના પાડી તો હવે કાઈ જબરદસ્તી તો પીવડાવાય નહી. તમે લેતાં જાવ. ઘરે પાછા જઈ રહ્યા છો તો રસ્તામાં ભૂખ લાગે ત્યારે પી લેજો. "
મેં હસતાં બોટલ તેમની સામે લંબાવી. એકે તો લઈ પણ લીધી.
અને તેમાંથી બીજો એક બોલ્યો, " તો તને ખબર છે કે અમે જઈ રહ્યા છીએ. દીદી, તારી પાછળ ફરતાં ફરતાં એટલી તો ખબર પડી ગઈ છે કે તું પોતાની રક્ષા જાતે કરી લઈશ. તારી ચિંતા ખોટી બોસ કરી રહ્યા છે."
મેં નોટિસ કર્યું કે તેણે મને તુંકારે બોલાવી પણ સાથે દીદી કીધું. એટલે હું કંઈ બોલી નહિ. તે લોકો જતાં રહ્યા. પછી મેં જોયું ને તો અબ્દુલ અને ઢીંગલી વાતું કરતાં હતાં. અને મસ્તી કરતા હતા. એમને એકલાં મૂકી મેં મારું કામ પૂરાં કર્યાં. મેં અમારા પાડોશી ને ત્યાં આવતાં કામવાળા બેનને અમારી ઘરે કામ કરવાં માટે કહી દીધું. જેથી મારે ઇઝી થઈ જાય. સવારે તે આવી કચરા- પોતા અને વાસણ કરી જશે. સાથે સંડાસ-બાથરૂમ પણ ધોઈ દેશે. પછી સાંજે આવી વાસણ કરી જશે. બધું સેટ કરી સવારની તૈયારી કરી હું વાચવા બેસી ગઈ. પછી મોડે થી રસોઈ બનાવી. અને અબ્દુલ અને ઢીંગલી પાસે જમવાની થાળી લઈને ગઈ. અને કહ્યુ," બસ હવે આજે જ બધું રમી લેશો તો કાલે શું કરશો. ચાલ ઢીંગલી હાથ ધોઈને આવ. જમવા બેસવું છે."
અબ્દુલ : મિસ દવે, વો કહાં અપને હાથસે ખાને વાલી હૈ. ફિર કયું ભેજ રહે હૈ?
મિત્તલ: તેને ટેવ પડે એટલે. અત્યારથી સારી વસ્તુની ટેવ પડશે તો મોટી થશે ત્યારે તે જ ટેવ તેની ઓળખ બનશે. ચાલ હવે તારે ખવાય એટલે મગની દાળ અને ભાત બનાવ્યા છે. એટલે તને તાકત પણ મળશે. એકદમ પાતળા રાખ્યા છે. જેથી ખાવામાં પચી જાય.
અબ્દુલ: દોપહરકો ગુસ્સેમે ખીલાયા થા અભી નહી કરોગે ન ગુસ્સા?
મિત્તલ: હું કઈ ગાંડી નથી. કે ચોવીસ કલાક ગુસ્સો જ કરું.
ત્યાં ઢીંગલી ભીનાં હાથે પલંગ પર ચડી ગઇ. એટલે તેના હાથ લૂછી અબ્દુલ પાસે બેસાડી એટલે બંનેને સાથે ખવડાવી શકાય.

બંને ને ખવડાવતી હતી એટલે અબ્દુલ બોલ્યો, " આપ ફીરસે મુજપે ગુસ્સા ન કરે તો મેં આપસે એક બાત કહું?"
મેં હા પાડી એટલે એણે પૂછ્યું, " હમ જબસે મિલે હૈ તબસે મેને દેખા હૈ કિ આપ જ્યાદા ગુસ્સા નહી કરતે. બહોત કમ ગુસ્સા કરતે હૈ. અબ તક આપ તીન બાર ગુસ્સા હુએ હો. દો બાર મૂજપે ઓર એકબાર એક આદમી પે. જો અપને બચ્ચો કો સ્કૂલ ભેજને કી બાત માન હિ નહી રહા થા. પર મેં જાનતા હું આપ જબ અપની ફેમિલી કે સાથ રહતે થે તબ બહોત ગુસ્સે વાલે થે. એસા ક્યું? ઓર અબ ચેન્જ કયું?"
મેં બે મિનિટ વિચાર્યું અને ઢીંગલી સામે જોયું તેનું ધ્યાન અબ્દુલની વાત ઉપર નોતું.
એટલે મેં કહ્યું, " તે આજે નાઝિયા ને જોઈ, કેટલી સમજદારી અને વિવેક બુદ્ધિ થી તેણે મને ખોટા રસ્તે જતા અટકાવી દીધી. નહિતર તને મારવાના ચકરમાં હું પેલી ગેંગ જેને પોલીસે પકડી લીધી હતી. તે આખી ગેંગ ને મારી નાખવાના પ્લાન મનમાં બનાવી રહી હતી. તેનામાં એવી સમજદારી એટલે છે કેમકે તે ગુસ્સો નથી કરતી. આ વાત હું ખૂબ સારી રીતે સમજુ છું. એટલે હું પણ ગુસ્સો નથી કરતી. અબ્દુલ, ગુસ્સો માણસ નો પોતાનો જ દુશ્મન હોય છે. તે બીજાને તો નુકશાન કરશે કે નહી તે વાત જૂદી છે પણ પોતાને પાયમાલ કરી નાખશે.
અબ્દુલ: પર આપ બચપનમે તો ગુસ્સા કરતી થી.
મિત્તલ: જે જોયું તે શીખ્યું. પપ્પા ને પોતાની કોઈ વાત મનાવી હોય તો તે અમારી ઉપર ગુસ્સો કરતાં. મમ્મી ઉપર, મારી અને ભાઈ ઉપર પણ. તો હું એમજ સમજી કે ગુસ્સો કરો તો તમારા મનની કરી શકો. એટલે હું પણ ગુસ્સો કરતી. પણ સમય જતાં જોયું કે મારા ગુસ્સાથી, મારી રાડુથી, કે મારા બોલવાથી કોઈ ફર્ક પડતો નથી. પપ્પા નો ગુસ્સો કામ કરે અને મારો નહી. તે કેમ ચાલે! હું વધુ ગુસ્સો કરવા લાગી. પણ જ્યારે સીમા તૂટી ગઈ અને હું બધાં સામે બોલીને, લડીને થાકી ગઈ તો બે દિવસ મૌન રાખી વિચાર્યું અને ભાગી ગઈ. પણ અહીં આવ્યાં પછી એમ કાઈ તરત સ્વભાવ બદલાઈ તો ન જાય. પણ પરિસ્થિતિ ઘણું શીખવાડી દે છે.
અબ્દુલ: આપકો રિગ્રેટ હોતા હૈ કભી? આપકો કભી એસા લગા કી આપ ઘરમે રેહકર ભી લડ પાતે?
મિત્તલ: ક્યારેક થાય. પણ પછી ફરીથી બધું યાદ આવતાં એમ લાગે કે જે કર્યું તે બરાબર છે. હવે બસ હો. વધારે વાત કરવાની મનાઈ છે. તને દવા આપી દઉં પછી તું સૂઈ જા. આજનો દિવસ તારી માટે ઘણો લાંબો થઈ ગયો.
તેણે આગળ કાઈ પૂછ્યું નહી. દવા ખવડાવી તેને સરખી રીતે સુવડાવી દીધો. ઢીંગલીને પણ બાજુના અમારા નવા રૂમ માં સુવડાવી દીધી. પછી શાંતિ થી હું ફરી વાચવા બેસી ગઈ.
અબ્દુલ પર દવા ની અસર સારી થઈ તેને તરત નિંદર આવી ગઈ. હું મારું વાંચવાનું પૂરું કરી રૂમ તરફ જતી હતી ત્યારે અબ્દુલ નો અવાજ આવ્યો. મને લાગ્યું કે તે મને બોલાવી રહ્યો છે એટલે એના રૂમમાં ગઈ. તો અબ્દુલ નિંદર માં બબડી રહ્યો હતો. અને બોલી રહ્યો હતો કે હું બધાં ઉપર બોજ બની ગયો. મારા હાથમાં શુ કામે ફ્રેકચર આવ્યું. એવું બધું બબડી રહ્યો હતો. મને વિચાર આવ્યો કે જે પેલાં હું આત્મગ્લાનીમા હતી કે મારે લીધે અબ્દુલને આટલું બધું વાગી ગયું. તેમ હવે અબ્દુલને આત્મગ્લાની થઈ રહી છે કે હવે એની સેવા કોઈકે તો કરતી જ રેહવી પડશે. એમાં પણ આજે જ્યારથી તે હોસ્પિટલ માં છે ત્યારથી લઈને અત્યાર સુધી મેં અને બધાં ફ્રેન્ડસ જ એને સાચવ્યો છે. તે જાતે ઉભો પણ થઈ શકતો નથી. હવે હું કોઈ બીજાને તેની હેલ્પ માટે હાયર કરું તો કોઈ ભરોસો ન રહે કે ક્યારે તે પૈસા માટે અબ્દુલ અહીં છે તે કહી દે. અને હું કરીશ તો તે શરમાયા જ રાખશે. અને પાછી તેને કોઈની પાસે સેવા કરાવી ગમતી નથી. હવે કરવું શું? કઈક તો કરવું જ પડશે....

હું કોઈક એવાને અબ્દુલ સાથે રાખું કે તે ભલે અબ્દુલને કોઈ મદદ ન કરે પણ અબ્દુલને આ દુઃખ માંથી બહાર લાવે. અને મને ખબર છે કે તે કોણ છે!!!


વધુ આવતાં અંકે..,.......