Pariksha - 4 books and stories free download online pdf in Gujarati

પરીક્ષા - 4

પરીક્ષા

ભાગ :- 6

સવિતા બેન અને દીપક બહાર લોબીમાં બેસેલા છે. મહેશ થોડી વાર પછી આવે છે. સવિતા બેન, મહેશ અને દીપક સાથે ભોજન કરે છે. મહેશ માલતી માસી ફળ અને જ્યુસ લઇને આવ્યો હતો.

થોડી વાર પછી માલતી બેન જાગી જાય છે. સવિતા બેન માલતીને પાણી આપે છે. માલતી બેન થોડું પાણી પી ને ગ્લાસ ટેબલ પર મુકે છે. દીપક મમ્મી ને જ્યુસ આપે છે. સવિતા બેન સફરજન કાપે છે.

માસી કેવી તબિયત છે અત્યારે
મહેશ એ પુછયું.

સારુ છે માલતી એ જવાબ આપ્યો

થોડી વાર વાત કરીને મહેશ અને સવિતા માસી જાય છે. મહેશ ને પણ નોકરી પણ જવાનું હતું અને સવિતા બેન પણ સ્કુલ મા જવાનું હતું.

માલતી બેન સાથે એમનો દીકરો દીપક જ હોસ્પિટલમાં હતો. માલતી બેન દીપક સાથે થોડી વાત કરીને સુઇ જાય છે. દીપક બહાર લોબીમાં બેસે છે.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

મમ્મી મારું ટીફીન જનક કહયું

બેટા ટેબલ પર મુક્યુ છે. મીરાં એ કહયું

ટીફીન લઇને જનક પોતાની ઓફિસમાં જાય છે. જનક આરટીઓ કચેરી મા કામ કરતો હતો. મીરાં બેન પોતે ટયુશન કલાસીસ ચલાવતા હતા. મીરા દરરોજ પોતાના પરિવાર ને યાદ કરતી. મીરા સુરત શહેરમાં મજુરાગેટ બાજુ રહેતી હતી. મીરા પોતાના ઘરે જ કલાસીસ ચલાવતી હતી. મીરા એ ઘરેથી ભાગીને જયેશ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે ખાલી એક જ વાર ઘરે ગઇ હતી. પણ ત્યારે ઘરેના બધાં જ લોકો તે પહેલાં જ બીજે રહેવા જતા રહયા હતા. મીરાં દુ:ખી પણ હતી કે લગ્ન પછી કયારે તે પોતાના પરિવાર સાથે મળી ન હતી.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

ચંદ્ર વંશ નાં વંશજો નું ઘર પંડમડુગળી ગામ માં હતું. તે ગામ ઊનાઇ માતાના મંદિર થી થોડેજ દુર હતું. ગામ નો રસ્તો થોડે સુધી પાકો હતો. પણ જેવુ જ માયાપુર શરુ થાય ત્યાથી રસ્તો કાંચો હતો. માયાપુર પછી, ભવાની પુર અને છેલ્લે ચંદ્ર પુર આવતું હતું. ચંદ્ર વંશ નાં વંશજો નું ઘર ચંદ્ર પુર માં હતું. ચંદ્ર પુર માં જ મહાદેવનુ મંદિર હતું. ગામ ની શરૂઆત થી જ આજુબાજુ મોટા મોટા ઝાડ શરું થઇ જતા. ઘર તો બધાંના બો દુર દુર હતા. પણ માયપુરથી રસ્તો ધણો ડરવાતો હતો. માયપુરમા કોઈ ઘર પણ ન હતુ. ખાલી એક હવેલી હતી. પણ જેવી ભવાની પુરની સરહદ શરુ થતી રસ્તો ડરવાતો ન હતો. ભવાની પુરમાં મા જંગદબાનુ મંદિર પણ હતું. ચંદ્ર પુર ધણું સુંદર દેખાતું હતું. મહાદેવનુ ઘણું મોટું મંદિર હતું. આ મંદિર ચંદ્ર વંશ નાં વંશજો એ બનાવ્યું હતું. આ મંદિરમાં રોજ ચંદ્ર વંશ નાં વંશજો પુજા કરવા આવતા હતા. આ જ મંદિર માં જ પાંચ કમળની પુજાનું મહત્વ હતું. માયપુરની હવેલી ધણી જુની હતી. તેમા માયા રહેતી હતી.

માયા...... માયા......
જાદુગરની માયા......
જાદુગરની માયા......
માયા...... માયા......
(Back ground ગીત વાગે છે.)

માયા હવેલીની અંદર મોટી ખુરશીમા બેસે છે. પોતાના જાદુથી તે હજી પણ યુવતી હતી. તેની હાથમાં કાળી બિલાડી હતી. કયારે ચંદ્ર વંશ નાં વંશજો આવશે ? માયા વિચારે છે. ત્રીસ દિવસ પછી તો પંદમ ડુંગળી આવું જ પડશે.

માલતીની માનતા કયારે પુરી થશે ? દીપક ને પાંચ કમળનું રહસ્ય ખબર પડશે ? જનક અને મીરા કોણ છે ? કયારે ચંદ્ર વંશ નાં વંશજો પંદમડુગળી આવશે ? જાદુગરની માયા કોણ છે.

ભાગ :- 7

સાંજના 6 વાગી ગયા હતા. માલતી બેન ના રુમ મા દીપક હતો. સવિતાબેન, મહેશ અને પાયલ બધાં જ હોસ્પિટલમાં આવ્યા હતા. ટિફિન અને માલતી માટે ફળ, જ્યુસ લઇ આવ્યા હતા.

સવિતા :( ટિફિન આપતાં )દીપક જમી લે

દિપક : તમે જમી લીધું

સવિતા : ના પછી જમીશ

મહેશ અને દિપક બહાર લોબીમાં જમવા માટે જાય છે.

પાયલ : માસી તમને કાલે રજા મળી જશેને

માલતી : હા પાયલ મળી જશે. અત્યારે જ ડોક્ટર મહેતા કહીને ગયા કે કાલે રજા મળી જશે.

પાયલ : તો માસી તમે મારા Dance Competion મા આવજો. રવિવારે Dance competion છે.

સવિતા : પાયલ , માલતીને આરામ કરવાની જરુર છે.

માલતી : મે ઘરે બેસીને શું કરીશ દીદી એના કરતા Dance Competion જઇ આવીશું. આજે તો શુક્રવાર છે. રવિવાર સુધીમાં તો સારું થઇ જશે.

પાયલ : હા માસી આવજો મઝા આવશે.

સવિતા : સારું માલતી અને મેં આવશું હવે તું પણ જમી લે

પાયલ રુમ ની બહાર જાય છે.

માલતી : દીદી મારી માનતા કંઇ રીતે પુરી થશે અને આ પાંચ કમળ

સવિતા : ત્રીસ દિવસ બાકી છે.

માલતી : શુ કરીશું દીદી ?

સવિતા : પપ્પા ને આપેલું વચન છે એટલે પાંચ કમળ લેવા તો જવું જ પડે અને પંડમડુગળી પણ

માલતી : હા દીદી

સવિતા : કાલે તને રજા મળે ત્યારે રસીલામાસી સાથે વાત કરયે.

દીપક ને સવિતા માસી ઘરે મોકલી દે છે. આજે રાત્રે હોસ્પિટલમાં માલતી સાથે સવિતાબેન રોકાય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

જનક ઓફિસથી આવી ગયો હતો. જનક અને મમ્મી સાથે ભોજન કરે છે.

મીરા : જનક તને ખબર છે ને રવિવારે Dance Competion છે.

જનક : હા મમ્મી

મીરા : તારે આવાનુ છે.

જનક : હા આવીશ

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

રસીલાબેન દરરોજ સાંજે ધ્યાન ધરતાં હતા. પણ આજે એમને ધ્યાનમા કોઈ મોટું સંકટ આવાનું હોય તેમ લાગી રહયું હતું. શું પચ્ચીસ વર્ષ પહેલાં ની કથા ફરીથી શરુ થશે રસીલાબેન વિચારે છે.

આ પચ્ચીસ વર્ષ પહેલાંનું રહસ્ય શું છે ? તે માટે વાચતાં રહો પરિક્ષાનો આગળ નો ભાગ