Pariksha - 8 books and stories free download online pdf in Gujarati

પરીક્ષા - 8

ભાગ :- 14

સવિતા બેન વાત શરુ કરે છે.

આ ..... આ ..... આ ..... આ .....
કહાની ચંદ્ર વંશી પરિવાર કી
ચંદ્ર વંશી પરિવાર .....
ચંદ્ર વંશી પરિવાર .....
(back ground ગીત વાગે છે )

ચંદ્ર વંશી પરિવાર દર પચ્ચીસ વર્ષ પછી ચંદ્ર પુર નાં મહાદેવ ની પુજા પાંચ કમળ થી કરતા હતા. વર્ષો થી આ પંરપરા છે. આ પાંચ કમળ ચમત્કારીક ફુલ છે. તેનાથી કંઇ પણ મેળવી શકાય એવાં ચમત્કારીક ફુલ છે. આ ફુલ ખાલી ચંદ્ર વંશ નાં લોકો જ તોડી શકે છે. જાદુગરની માયા ને આ દુનિયા પર રાજ કરવું હતું તે માટે તેને પાંચ કમળ જોયતા હતા. તેનું જાદુ ખાલી પંડમડુગળી સુધી જ ચાલતું હતું. કેટલા વર્ષો થી દર પચ્ચીસ વર્ષ જાદુગરની માયા સાથે લડાઈ થાય છે. તમારા નાના પણ પચ્ચીસ વર્ષ પહેલાં લડતાં લડતાં મૃત્યુ પામ્યા હતા. એ જાદુગરની માયા એ પોતાના જાદુથી પોતાની નાની બહેન છાયા ને પણ કેદ કરી દીધી છે. તે દિવસે પપ્પા પાંચ કમળ લાવીને મહાદેવ ની પુજા કરતા હતા ત્યારે જ જાદુગરની માયા ત્યા આવી ગયા હતા. અમે બે બેહનો મંદિર ની અંદર હતા. ધણા ગામ વાળા લોકો તે માયા ને રોકતા હતા પણ માયા નાં જાદુ સામે કોઈ ટકી શકતું ન હતું. ત્યારે છાયા ચંદ્ર વંશ ની રક્ષા કરવા આવી હતી પણ માયા ની જાદુ સામે એનું જાદુ ટકી શકતું ન હતું. પણ પપ્પા ની પુજા પુરી થઇ ગઇ હતી અને એ પાંચ કમળ અદ્રશ્ય થઇ ગયા હતા. પપ્પા પોતાની તલવાર થી એનો સામનો કર્યો. પણ માયાએ સુરેશ (માધવ ના પપ્પા ) ઉપર જાદુ કરીને સુરેશ અને પપ્પા ની લડાઇ થઇ. પપ્પા એની ઉપર વાર ન કરતાં હતા બસ પોતાને બચાવતા હતા. આખરે માયા જાદુ સામે પપ્પા પરથી તલવાર નીચે પડી ગઇ અને સુરેશ ચાકુથી પપ્પા પર વાર કર્યો. પપ્પા નીચે પડી ગયા. જાદુગરની માયા ત્યાથી અમારા ઘર તરફ ગઇ. અમે બે બેહનો પપ્પા પાસે ગઇ પપ્પાએ બસ અમને ત્રણ વચન માગ્યા. પહેલું અહીં થી બીજી જગ્યે રેહવા જવાનું, બીજું રાધા ને ઘરે લાવવાનું અને આપણી પંરપરા પ્રમાણે પાંચ કમળાથી મહાદેવ ની પુજા કરવી. પછી અમે તે જ સમયે ત્યાથી નીકળી ગયા.

ભાગ :- 15
દીપક : તો જાદુગરની માયા ને કંઇ રીતે મારી શકાય ?

સવિતા : ચંદ્ર વંશી તલવાર થી

દીપક : તો તલવાર અમણા મળશે?

સવિતા : કદાચ
છેલ્લે મંદિર માં જ પડી હતી પણ પચ્ચીસ વર્ષ પછી હવે મળશે કે કેમ !

માલતી : પણ પહેલા પાંચ કમળ લેવા જઇએ

સવિતા : હા અને એક વાત જયા સુધી મેં આગળ ની જામ ત્યા સુધી કોઈ આગળ જવાનું નથી

મહેશ : કયાં મળશે કમળ

સવિતા : આપણે બધા પેહલા નદી કિનારે જઇએ

(બધા નદી કિનારે આવે છે. સાંજ થવાની હતી. નદી કિનારે નું સુંદર નજારો હતો)

સવિતા : માલતી બેગમાંથી ચંદ્ર વંશી લોકેટ આપ

(એક મોટું ચમકતું લોકેટ હતું. આછો સફેદ રંગનો પ્રકાશ તે લોકેટ માંથી આવતો હતો. સવિતા એ બધાને તે લોકેટ પર હાથ મુકવા કહયું. બધા એ લોકેટ પર હાથ મુકે છે.)

" લઇજા અમને પાંચ કમળ ના દરવાજા " સવિતા બોલે છે.

એક જ ક્ષણમાં તેઓ એક અલગ જગ્યાએ આવી જાય છે. એક મોટા દરવાજો હતો. તેના માંથી પીળા રંગનો પ્રકાશ આવતો હતો. દરવાજો પર મોટા અક્ષરથી લખેલું હતું " પાંચ કમળ દરવાજો ". દરવાજા પર કમળ ની કોતરણી કરી હતી. આજુબાજુ બસ સફેદ કલરનો ધુમાડો જ હતો. મહેશ, દીપક અને જનક આજના યુગમાં આવું જોતા આશ્વર્ય પડી ગયા હતા.

સવિતા : તમારે બધા એ મારી પાછળ જ આવાનું છે

જનક : આજના સમયમાં પણ આવી ચમત્કારીક જગ્યા છે ?

માલતી : હા

સવિતા : દુનિયા ધણી બધી ચમત્કારીક જગ્યા છે જે વર્ષો સુધી રહેવાની છે.

મહેશ : તો વિજ્ઞાન આ સુધી ની પહોંચી શકે ?

માલતી : આવી ચમત્કારીક જગ્યા નું રહસ્ય કંઇ એમ જ ની મળી જાય

સવિતા : હવે આપણી પાસે વાત કરવાનો સમય નથી આપણે પંડમડુગળી પણ જવાનું છે

દીપક : આ દરવાજો કંઇ રીતે ખુલશે ?

સવિતા : એ પહેલીથી જ ખુલશે

દીપક : રક્ષિકા આવશે

સવિતા : ના

દીપક : તો કોણ પુછશે પહેલી

સવિતા : દરવાજો

માલતી : " હે ચમત્કારીક દરવાજો અમને અંદર જવા દે "

દરવાજો : પેહલા પહેલી નો જવાબ આપો

માલતી : તો કૃપા કરી પહેલી પુછો

દરવાજો :
"નદી નથી પણ સતત આગળ વધું છું
બધા લોકો મને પકડવા પાછળ ભાગે છે
મને કોઈ કેદ કરી શકતું નથી
એક વાર ગયા પછી બીજી વાર કયારે નથી
મળતો "

સવિતા : બધા વિચારો શું હોય શકે ?

(બધા વિચાર કરે છે. માલતીને જવાબ મળી જાય છે.)

માલતી : એનો જવાબ છે " સમય " કેમ કે નદી જેમ પસાર થાય છે.બધા જ મનુષ્ય સમય પાછળ ભાગે છે. એને કેદ ન કરી શકાય. અને ભુતકાળ કદી પાછો આવતો નથી.

(દરવાજો ખુલી જાય છે. બધા દરવાજાની અંદર જાય છે. અંદર નીલા રંગ નો આછો પ્રકાશ ચારે બાજુ હતો)

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

રસીલા અને રાધા પંડમડુગળી ગામ માં આવી જાય છે. પાયલ એકલી જ સુરત હતી. પાયલ બેઠક રુમમાં બેસેલી હતી ત્યા જ એનું ધ્યાન ટીવીની બાજુ મા લાલ કલરની બુક પર જાય છે. એ બુક હંમેશા રસીલા પાસે જ રહેતી હતી. બુક ની બાજુ માં તેમની દવા પણ હતી.

રસીલા દાદી તો દવા અને બુક તો ભુલી જ ગયા. પાયલ એ ધણા ફોન કર્યા પણ ફોન લાગતો જ ન હતો. ગામમાં નેટવર્ક જ ન આવતું હતું. તેણે પોતાની મમ્મી સવિતા ને પણ ફોન કર્યાપણ તે પણ લાગતો ન હતો. પાયલ વિચારે છે કે સવારે હું જ ગામ જઇને આપી આવું. તેને મમ્મી નું કહેલું યાદ હતું કે તેને ગામ જવાની ના પાડી હતી. પણ પાયલ વિચારે છે કે સવારે જઇને સાંજે આવી જઇશ.

ભાગ :- 16

સવારના પાયલ તૈયાર થઇ જાય છે. રેડ કલરની બુક અને દવા લઇ ને એ ઘર લોક કરે છે. ત્યા જ પાછળ થી તેના ખભા પર કોઇ હાથ મુકે છે. પાયલ પાછળ ફરીને જોય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

પાંચ કમળ નાં દરવાજાની અંદર આગળ જતાં એક મોટું તળાવ આવે છે. તળાવની આજુબાજુ સફેદ રંગનો ધુમ્મસ હતો.

કહાની ..... પાંચ કમળની .....
કહાની ..... પાંચ કમળની .....

(back ground ગીત વાગે છે)

તળાવની અંદર ચમત્કારીક પાંચ ફુલ હતા. તેમાંથી આછો નીલો રંગનો પ્રકાશ આવતો હતો. આ સ્થાન કલ્પના જેવું લાગતું હતું. જનક વિચારે છે કે લાવ હું પાંચ કમળ તોડી લાવું એમ વિચારી ને તે તળાવમાંથી એક કમળ તોડવા હાથ લંબાવે છે. સવિતા એને રોકે છે પણ જનક કમળ ને તોડવાનો પ્રયત્ન કરે છે. ત્યા જ અચાનક ધક્કાથી જનક પાછળ ધકેલાય છે. અને એક પિંજરામાં કેદ થઇ જાય છે.

સવિતા : જનક તને કેવી ઉતાવળ છે

જનક : માસી મેં વિચાર્યું કે કમળ તોડી લાવું

માલતી : હવે

સવિતા : જોઇએ કોણ છે આ સ્થાન ની રક્ષિકા

ત્યા જ અચાનક તળાવ ની સામેની બાજુ એક યુવતી દેખાય છે.
" આ સ્થાન ની હું છું રક્ષિકા "
" રક્ષિકા જ મારું નામ છે "
" આવી ગયા ચંદ્ર વંશી "
" હું તમારા લોકોની જ રાહ જોતી હતી "

દીપક બધાં ને જણાવે છે કે આ એ જ રક્ષિકા છે તે જાસુદ નાં ફુલની પણ રક્ષા કરતી હતી.

સવિતા : કૃપા કરીને જનક ને પિંજરામાંથી મુકત કરો

રક્ષિકા : ના

માલતી : કોઈ ઉપાય

રક્ષિકા : પાંચ કમળની પાંચ પહેલી નો સાચો જવાબ
તે સાથે જ મુકત થઇ જશે

દીપક : પાછી પહેલી

રક્ષિકા : પહેલી નો ખોટો જવાબ તમને અહીં જ કેદ કરી શકે છે. તો વિચારીને જવાબ આપજો

માલતી : હા

સવિતા : કોઈ પણ જનક જેવી ઉતાવળ કરીને જવાબ ની આપતાં પહેલા બધાને જવાબ કહેજો પછી જવાબ આપજો

માલતી : હા દીદી

મહેશ : હા મમ્મી

સવિતા : કૃપા કરીને પહેલી પુછો

રક્ષિકા : પાંચ મુર્તિ છે મહાદેવ ની ( જાદુ કરતા પાંચ મુર્તિ આવી જાય છે)
સાચી મુર્તિ શોધવાની છે.

દીપક : આવી જ હોય છે આમની પહેલી !

મહેશ : મને તો બધી મુર્તિ સરખી જ લાગે છે

સવિતા : કંઈ તો અલગ હશે એ જ શોધવાનું છે

માલતી : હા દીદી કંઇ તો અલગ પડતું હશે

બધા મુર્તિ ને જોઇને વિચાર કરે છે. પાંચ મુર્તિ સરખી જ લાગતી હતી. કંઇ અલગ શોધવું મુશ્કેલ હતું.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

પાયલ ડરીને પાછળ ધીમે ધીમે જોય છે. એણે બંને આંખો બંધ કરી હતી. ધીરેથી તે એક આંખથી જોતી હતી.

પાયલ : અરે તું યે મને ડરાવી જ નાખી !

દીવા : મને ડરવામા મજા આવે છે પાયલ દીદી

પાયલ : ક્યારે આવી

દીવા : બસ આજે જ
કાલે જ મામા ની છોકરી ના લગ્ન પત્યા

પાયલ : ઓહ મેડમ લગ્નમાં busy હતા

દીવા : આ દીપક જોને ફોન પણ નથી કરતો
મેં દીપકના ઘરે જઇને આવી તો ઘર પણ બંધ હતું.
લગ્ન માટે ગઇ તમે લોકો તો ફુલી જ ગયા

પાયલ : ના રે એવું નથી.

દીવા : દીપક કયાં છે ?
એને ખબર નથી કે આવતા અઠવાડિયે આપણી સગાઈ છે

પાયલ : ખબર છે પણ

દીવા : પણ શું પાયલ દીદી

પાયલ અત્યાર સુધી ની બધી વાત દીવાને કરે છે.

પહેલી નો જવાબ માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 17

પાયલ સાથે દીવા પણ પંડમડુગળી જવા નીકળી જાય છે. પાયલ ડ્રાઇવીંગ સીટ પર હતી દીવા તેની બાજુની સીટ પર હતી.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

માલતી : દીદી મને મળી ગયો જવાબ

સવિતા : શુ ?

માલતી : દીદી પાંચ મુર્તિ માં હરેક મુર્તિ માં અલગ અલગ ચંદ્ર છે.

દીપક : મમ્મી મને નથી સમજાયું

મહેશ : મને પણ

માલતી : મહાદેવ પર હંમેશા બીજાનો ચંદ્ર હોય છે. તે ખાલી બીજા નંબર ની મુર્તિ પર છે. બાકી બધાં મા ત્રીજ, ચોથ,પાંચમ અને છઠ નાં ચંદ્ર છે.

સવિતા : હા માલતી બરાબર જવાબ કહી દે

માલતી : આ પહેલી નો જવાબ છે બીજા નંબર ની મુર્તિ

રક્ષિકા : ઉતર સાચો છે

સવિતા : કૃપા કરીને બીજી પહેલી પુછો

રક્ષિકા : આ પૃથ્વી શેમાં સમાયેલી છે.

દીપક : આ કેવી પહેલી પૃથ્વી કોઈ મા કેવી રીતે સમાયેલી હોય !

મહેશ : પૃથ્વી ને કોણ સમાવી શકે ?

માલતી : બધા વિચારો

સવિતા : મહાદેવ સાથે જ કંઈ જોડાયેલું હશે

રક્ષિકા : ચંદ્ર વંશી ઓ જવાબ આપો ?

સવિતા : (મહાદેવ ને યાદ કરતા મનમાં જ મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરે છે)
મને જવાબ મળી ગયો

મહેશ : મમ્મી શું જવાબ છે ?

માલતી : શું ઉતર છે ?

દીપક : શું જવાબ છે ? માસી

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

પાયલ અને દીવા પંડમડુગળી ગામ માં આવી ગયા હતા પણ હજુ ચંદ્ર પુર આવાનું બાકી હતો. સાંજના પાંચ વાગી ગયા હતા. પંડમડુગળી આગળ થોડે આગળ જતા રસ્તો કાંચો હતો. ગામ સુંદર હતું પણ કોઇ વ્યકિત ની અવરજવર ન હોતી. આજુબાજુ બસ વૃક્ષો જ હતા.દુર સુધી કોઈ ઘર દેખાતું ન હતું.

દીવા : આ જ રસ્તો છે ને ?

પાયલ : બહાર તો લખેલું હતું પંડમડુગળી ગામ

દીવા : કોઈ દેખાતું પણ નથી

પાયલ : હા કેવો અજીબ રસ્તો છે

દીવા : (આગળ કોઈ કાર ઉભી હતી તે બતાવતા ) જો કોઈ આગળ છે.

પાયલ : ચાલ એમને પુછ્યું કે ચંદ્ર પુર કેટલું દુર છે

દીવા : હા

(બંને કાર માં થી ઉતરી ને આગળ જાય છે. કારમાં કોઇ હતું ની. આજુબાજુ જોતા બે જણ દેખાયા તે લોકો તંબુ લગાવી રહયા હતા. એ બે જણ માધવ અને રાગ જ હતા.)

પાયલ : ચંદ્ર પુર જવાનો રસ્તો આ જ છે

માધવ : હા

પાયલ : કેટલી વાર લાગશે

માધવ : ત્રીસ મિનિટ

પાયલ : Thank you પણ તમે લોકો કયાં જવાના છે

માધવ : ચંદ્ર પુર જ પણ કાલે સવારે જ નીકળશું

પાયલ : ( 30 મિનિટ તો રસ્તો છે તો પણઅહીં રોકાયા કેવા આળસું લોકો છે) Ok

(દીવા અને પાયલ કાર તરફ જાય છે.)

દીવા : 30 મિનિટ તો રસ્તો છે તો પણ આ લોકો અહીં રોકાયા

પાયલ : તે જ

દીવા : ચાલ આપણે તો જઇએ

(પાયલ અને દીવા કારમાં બેસે છે. અને ત્યાંથી નીકળી જાય છે.)

માધવ : અરે રાગ મેં તો કહેવાનું જ ભુલી ગયો માયા વિશે

રાગ : પણ એ તો કોઈ બહાર થી આવેલી વ્યકિત છે. માયા શું કામ એ લોકો ને પકડશે

માધવ : તો પણ મારે કહી દેવું હતું

રાગ : છ વાગી ગયા

માધવ : મહાદેવ એ લોકોની રક્ષા કરે

રાગ : બહાર ની વ્યકિત ને માયા કંઇ કરતી નથી

બીજી પહેલી નો જવાબ માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ