Pariksha - 10 books and stories free download online pdf in Gujarati

પરીક્ષા - 10

ભાગ :- 21

સવિતા, માલતી, દીપક અને મહેશ કાચ નગર માં આવી જાય છે. એક મોટી સફેદ કલરની હવેલી હતી. હવેલી ની આજુબાજુ બરફ વર્ષી રહયો હતો. બધા હવેલી ની અંદર આવે છે. હવેલી ની અંદર બસ કાચ જ હતા. જયા જોવા ત્યા નાના મોટા કાચ ના અરિસા હતા. અરિસા વિવિધ આકારના હતા. કોઈ ચોરસ, લંબચોરસ, ગોળ, ષટકોણ, એમ અલગ આકારના અરિસા હતા. હવે આમાંથી જાદુઇ કાચ નો અરિસો કયો હશે એ શોધવું મુશ્કેલ હતું.

મહેશ : હવે આમાંથી જાદુઇ કાચ નો અરિસો કયો હશે

સવિતા : એ તો આપણે જ શોધવો પડશે

માલતી : દીદી પણ કંઇ રીતે

દીપક : આ કાચનું પણ કંઇ રહસ્ય હશે જ

સવિતા : પણ કંઇ રીતે

માલતી : કોઈ પાસે ઘડિયાળ છે ?

મહેશ : હા મારી પાસે છે માસી

દીપક : મારી પાસે પણ છે

સવિતા : તું શું કરે છે.

માલતી : ઘડિયાળ કાચથી આપણે ખબર પડી શકે છે અસલી જાદુઇ કાચ પણ

સવિતા : પણ એજ ને કે ઘડિયાળ નો પ્રકાશ નકલી કાચ પર પડશે તો તે કાચ સળગી જશે

માલતી : હા દીદી

સવિતા : તો એ જ રસ્તે આગળ વધીએ

માલતી : હા પણ જેને પણ કાચ મળી જાય તે જાદુઇ કાચ લઇ ને બહાર નીકળી જાય

સવિતા : માલતી અને દીપક તમે બંને ડાબી બાજુ જવો અને મેં અને મહેશ જમણી બાજુ જઇએ

માલતી : હા દીદી

એક પછી એક બધા કાચ સળગી રહયા હતા પણ જાદુઇ કાચ મળતો ન હતો. સવિતા અને મહેશ તો બહાર નીકળી ગયા હતા કેમકે જાદુઇ કાચ એ બાજુ હતો જ ની. થોડી વાર પછી માલતી અને દીપક પણ નીકળી આવે છે કેમકે જાદુઇ કાચ એ બાજુ પણ ન હતો. બધા વિચાર કરે છે કે તો જાદુઇ કાચ કયાં હતો. દીપક ને કંઈ વિચાર આવતા તે પાછો હવેલીમાં જાય છે. માલતી પણ જતી હોય પણ સવિતા એને રોકી લઇ છે. એક મિનિટ થી ઓછા સમયમાં દીપક હવેલી માથી પાછો આવી જાય છે. એની હાથમાં એક ગોળ આકારનો અરિસો હતો. એ જાદુઇ અરિસો જ હતો.

માલતી : દીપક તારે પાછી હવેલીમાં જવાની શુ જરૂર હતી.

દીપક : આપણે જયારે અલગ જગ્યે પહોંચી ગયા હતા ત્યારે ત્યા એક અરિસો રહી ગયો હતો

સવિતા : હા આજ જાદુઇ કાચ છે

હવેલી આખી સળગી જાય છે. બધા લોકો પાછા રક્ષિકા પાસે આવી જાય છે. દીપક જાદુઇ કાચ રક્ષિકા ને આપે છે.

રક્ષિકા : તમે લોકો પાસ થયા

સવિતા : કૃપા કરી છેલ્લી પહેલી પુછો

રક્ષિકા : હા
" સુરજની રોશની થી ચમકું છું
સાંજે દીવા રુપી અજવાળું આપું છું "
આ પહેલી નો જવાબ આપો

સવિતા : મને ખબર છે આ પહેલી નો જવાબ

છેલ્લી પહેલી ના જવાબ માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 22

સવિતા : પહેલી નો જવાબ છે ચંદ્ર

રક્ષિકા : ઉતર સાચો છે
તમે લોકો બધી જ પહેલી સાચા જવાબ આપ્યા છે
( રક્ષિકા જાદુથી તળાવ માં ના કમળ હાથમાં લઇ છે.)
આ પાંચ કમળ ખુબ શકિતશાળી છે એનાથી કંઇ પણ મેળવી શકાય છે. તમે ચંદ્ર વંશી તેને મહાદેવ ની પુજા માટે લેવા આવ્યા છે ને ?

સવિતા : હા
કૃપા કરી જનક ને આ પિંજરામાંથી મુકત કરો

(રક્ષિકા જાદુથી જનક ને પિંજરામાંથી મુકત કરે છે)

રક્ષિકા : આ કમળ ને સાચવજો. પચ્ચીસ વર્ષ પછી મહાદેવ ની આ ચમત્કારીક પાંચ કમળ થી પુજા થશે. ( રક્ષિકા પાંચ કમળ સવિતા ને આપે છે)

સવિતા : (કમળ લઇ છે ) ધન્યવાદ તમારો
પણ તમે અમને એ જણાવી શકો કે ચંદ્ર વંશી તલવાર કયાં છે ?

રક્ષિકા : કેમ ની
એ ચંદ્ર વંશી તલવાર માયાની હવેલી માં છે.

સવિતા : તમારો ધન્યવાદ

રક્ષિકા : પાંચ કમળ સાચવજો

બધા : ધન્યવાદ રક્ષિકા

રક્ષિકાના જાદુથી બધા ને નર્મદા નદી કિનારે આવી જાય છે. બધા મા નર્મદા ને પ્રણામ કરીને પંડમડુગળી જવા નીકળી જાય છે.

(સવિતા રાધા ને ફોન લગાવે છે )

સવિતા : હાલો રાધા

રાધા : હાલો દીદી

સવિતા : અમે લોકો અંમરકટક થી નીકળી ગયા છે. સાંજ સુધીમાં આવી જઇશું

રાધા : હા દીદી
કાલની પુજાની બધી તૈયારી ચાલુ જ છે. સાંજ સુધીમાં થઇ જશે.

રાધા પાયલ અને દીવા અહીં આવી ગઇ છે તે જણાવે છે. પણ એ લોકો સાથે માયપુરમા શું બન્યું હતું તે નથી જણાવતી. જનક પણ મમ્મી સાથે વાત કરે છે.દીપક પણ દીવા ને ફોન કરે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

ચંદ્ર પુર માં મહાપુજાની તૈયારી ચાલું હતું. મહાદેવ નાં મંદિર ને નજીક અંબિકા નદીના પાણીથી ધોઈ ને સાફ કર્યુ હતું. મંદિર માં તોરણ લગાવી રહયાં હતા. મંદિર ની બહાર મોટો મંડપ પાડ્યો હતો. કાલે ભોજન ની વ્યવસ્થા પણ કરી હતી. મંદિરમાં સુંદર રંગોળી પુરાતી હતી. મહાદેવ મહાપુજાની તૈયારી થઈ ગઇ હતી. રસીલા અને રાધા બધી તૈયારી ની દેખરેખ રાખતા હતા.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

માયા ..... માયા .....
માયા ..... માયા .....
જાદુગરની માયા ..... જાદુગરની માયા .....
જાદુગરની માયા ..... જાદુગરની માયા .....
માયા ..... માયા .....
માયા ..... માયા .....

માયા પોતાની ખુરશી બેસેલી હતી. પાંચ કમળ લઇ તો માયપુરથી જવું પડશે. હું મારો અધુરો બદલો જરૂર લઇશ ચંદ્ર વંશી ને મારી નાખીશ. આ દુનિયા પર હું રાજ કરીશ.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

સાંજના છ વાગી ગયા હતા. સવિતા અને માલતી ને ખબર હતી કે માયપુરથી ચંદ્ર પુર જવું ખતરનાક સાબિત થઇ શકે.

સવિતા : આપણે આગળ રસ્તે થી જઇશું

મહેશ : પણ મમ્મી આગળથી કંઇ રીતે જવાય

સવિતા : હું રસ્તો બતાવું છું

સવિતા એક ગામ પાસે કાર ઊભી રાખે છે. બધા કારમાંથી ઉતરે છે.

સવિતા : ગામની નદી સુધી જવાનું છે નદી પેલી પાર એટલે ચંદ્ર પુર

બધા લોકો નદી કીનારે સુધી આવે છે. નદીમાં પાણી હતું પણ એટલું બધું નહીં ચાલીને પણ નદી પાર થઇ શકતી હતી. બધા નદીપાર કરીને ચંદ્ર પુર આવી જાય છે. બધા ઘરે આવે છે એક બીજાને મળે છે. બસ હવે કાલની મહાપુજામા શું થશે? તે જ વિચાર રસીલા, સવિતા, માલતી અને રાધા ને વારંવાર આવતો હતો.

શું થશે કાલે ?

જાદુગરની માયા શું કરશે ?

ચંદ્ર વંશી ને ચંદ્ર તલવાર મળશે ?

સોમ જીવતો છે તે વાત ચંદ્ર વંશી ને ખબર પડશે ?

સુર્ય વંશી કોણ છે ?

રહસ્ય જાણવા માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 23

આખરે પચ્ચીસ વર્ષ પછી આ દિવસ આવી ગયો. બધા મંદિર હતા ખાલી દીવા ઉનાઇ ગરમ પાણીના કુંડ જોવા ગઇ હતી એમતો એણે મહાપુજામા રોકાવું હતું પણ સવિતા માસી એ કીધું આ મહાપુજામા ખાલી ચંદ્ર વંશી અને ચંદ્ર પુર ના લોકો જ મંદિરમાં આવે છે તેથી દીવા ઉનાઇ જતી રહી. પણ કહાની કંઇ અલગ જ રસ્તે આગળ વધવાની હતી.

બધા ગામના લોકો મહાપુજામા હતા. પણ મહાપુજાની ખાલી બાહ્નણ લોકો જ કરી હયાત હતા. અહીં રસીલા, સવિતા, માલતી, દીપક, મહેશ, પાયલ, જનક, માધવ અને રાગ કોઈ ની હતું હજી તો પાંચ કમળથી પુજા પણ બાકી હતા.

જાદુગરની માયા મહાપુજામા આવે છે. પણ અહીં એને કોઈ ચંદ્ર વંશી હતું ની માયા વિચાર કરે છે આ બધા ગયા કયાં? અને કેમ ? માયા પાછી પોતાની હવેલીમાં આવી જાય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

ઉનાઇમાતા નાં મંદિર એ તપસ્વી અને તેની શિષ્યા ભ્રમણ કરતાં કરતાં ઉનાઇ માતા મંદિર આવે છે. તપસ્વી ધ્યાન બેસેલા હતા. મુખ પર શાંતિ હતી. હાથમાં તુલસીની માળા હતી. તેની શિષ્યા જીયા બાજુમાં ઊભી હતી. તપસ્વી નું નામ જાનકી હતું. અચાનક તપસ્વી ને ધ્યાનમાં કંઇ દેખાતા તે જીયા ને કહે છે.

" કોઇ મોટી અનહોની થવાની છે "

" કેવી અનહોની ગુરુ મા " જીયા આશ્ચર્ય થી બોલી કેમકે આજ સુધી ગુરુ મા એ આવું કીધું ન હતું.

જાનકી : આપણે અમણા જ પંડમડુગળી જવાનું છે
ફટાફટ સામાન ફરી દે
અમણા જ નીકળવાનું છે.

જીયા : હા ગુરુ માતા

જાનકી : હું ઉનાઇ માતાજીના દર્શન કરીને આવું છું.

જાનકી જેવી માતાજીના દર્શન કરી પાછળ ફરે છે ત્યા જ તે દીવાને જોય છે. દીવા અને જાનકી વાત કરે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

જાદુગરની માયા હવેલીમાં આવે છે. એ પોતાની ખુરશી પર બેસે છે. ત્યા જ સવિતા, માલતી અને રાધા સામેથી ચંદ્ર તલવાર લઈ ને આવે છે. માયા પોતાના જાદુથી એ લોકો ને રોકે છે પણ જાદુ કામ કરતો ન હતો.

" તારો જાદુ કામ ની કરશે " ઉપરના દાદરથી દીપક ઉતરતો આવે છે. એની આજુ બાજુ મહેશ અને જનક હતા. પાછળ માધવ અને રાગ હતા.

માયા ફરી જાદુ કરે છે પણ જાદુ કામ આવતો ન હતો.

" ઓ હો જાદુગરની માયા આટલી લાચાર " હવેલી નાં મુખ્ય દરવાજા થી પાયલ આવે છે. રસીલા પણ એની સાથે હતી.

" સવિતા, માલતી અને રાધા મારી દે આ માયા ને " રસીલા બોલી.

સવિતા, માલતી અને રાધા જાદુગરની માયા ને તલવારથી વાર કરે છે. જાદુગરની માયા નીચે પડી જાય છે. જાદુગરની માયા ની કહાની અહીં જ પતી જશે !

આ ..... આ ..... આ ..... આ ..... આ .....
જાદુગરની માયા ની કહાની .....
જાદુગરની માયા ની કહાની .....
આ ..... આ ..... આ ..... આ ..... આ .....

(background ગીત વાગે છે)

" જોયું મેં કીધું હતું ને મારી ત્રણ છોકરીઓ તને મારશે " હવેલી ની ઉપરથી સોમ દાદર ઉતરતો આવે છે.

માયા : તું કંઇ રીતે આઝાદ થયો ( માયા વિચારમાં પડી જાય છે. આ બંધુ શું થઇ રહયું છે ? મારો જાદુ કેમ કરાતો નથી. મારી બિલાડી કયાં છે.)

દીપક : જાદુગરની માયા તું ગઇ તો હતી પણ પોતાની બિલાડી ને અહીં જ મુકી ગઇ હતી. બસ આ બિલાડી ને મારી નાખી અને તારું જાદુ પણ ખતમ થઇ ગયું. તારું જાદુ ખતમ એટલે પપ્પા આઝાદ અને છાયા પણ આઝાદ

સોમ : તારું જાદુ ખતમ અને હું આઝાદ

રસીલા : પેલીને બોલાવ એણે તો આપણી મદદ કરી હતી

હવામાં ઉડતી ઉડતી છાયા આવે છે. માયાની સામે આવે છે.

છાયા : બસ થોડી જ તફલીક પછી તમે ઇશ્વર પાસે

સવિતા : છાયા એ મદદ કરી હતી ચંદ્ર તલવાર શોધવામાં ને તો માયાને મારવું મુશ્કેલ હતું. ધન્યવાદ છાયા

છાયા : એમા શું ધન્યવાદ
મારો પણ એમાં ફાયદો જ છે.

મહેશ : અરે મમ્મી જરા પુરી કહાની કહો

જનક : તેની છેલ્લી ઈચ્છા રુપી બધી વાત કહો

રાધા : કેમની

માલતી : દીદી તમે જ બધી કહાની કહો

સવિતા : કેમ ની
અરે માયા શું તને લાગે અમે આ પાંચ કમળ મહાદેવ ની પુજામા ઉપયોગ કરશું ? અમારે પણ આ દુનિયામાં રાજ કરવાનું છે. આ પાંચ કમળથી અમને એ રસ્તો મળી જશે. પચ્ચીસ વર્ષ સુધી રાહ જોઇ કેમકે પાંચ કમળ લેવા હતા. અમને ખબર હતી કે પપ્પા ને તું એ કેદ કર્યા હતા. અમે લોકો મહાપુજામા નહીં અહીં તારા જાદુ ને નાશ કરવા આવ્યો હતો. રસીલામાસી પાસેની રેડ બુકમાં લખાયું હતું કે તારો જાદુ નાશ કરવા તારી બિલાડી ને મારવી પડશે. તારી બિલાડી ને મારતા તારો જાદુ નાશ થઇ ગયો અને પપ્પા આઝાદ થઇ ગયા. છાયા પણ ફોટામાથી બહાર આવી ગઇ. ચંદ્ર વંશી તલવાર કયાં છે એ અમને તારી બહેન છાયા એ બતાવ્યું હતું. અને આજે તને મારી ને અમે લોકો હવે દુનિયા પર રાજ કરીશું. આ ષડયંત્ર મા અમે બધા જ હતા.

માયા : છાયા તું તો મારી બહેન છે અને તું યે આ લોકો નો સાથ આપ્યો ?

છાયા : કેમ હવે બહેન યાદ આવી
મને જયારે આઝાદ કરવા કહયું હતું ત્યારે તને તારી બહેન યાદ ન આવી.
તું હંમેશા રાની બની કેમકે તું મોટી હતી

માયા : તું યે રાની બનવા આવું કર્યુ.

છાયા : હા
એમા ખોટું શું ?
મારે રાની બનવું હતું. મને જાદુગરની પદ જોયતું હતું.
હું એટલે હંમેશા ચંદ્ર વંશી ની મદદ કરતી હતી.

માયા : છાયા હું બદલો લઇશ

છાયા : હા હા લે જે
બદલો લેવા માટે જીવતા રેહવું પણ જરુરી છે.

દીપક : કેવી રહી અમારી કહાની

મહેશ : કેટલી રહસ્ય વાળી

જનક : પણ છેલ્લે માયા એ મરવું પડે કહાની ખતમ જ કરવાની હતી.

માધવ : મારા પપ્પા નો બદલો પુરો થયો

રાગ : અને હા માયા ચંદ્ર પુર ના લોકો પર જે આફત આવતી હતી તે અમે લોકો કરતા હતા અને નામ આવતું હતું તારું

માયા : કહાની ખતમ નથી થઇ
બદલો લઇશ

માલતી : અને હા અમે લોકો કંઇ સુરત એટલે જતા રહયા કે ગામ વાળા લોકો લાગે કે ચંદ્ર વંશી પપ્પા ના વચનનું હંમેશા પાલન કરે છે.

રાધા : અમે લોકો કેટલા સારા

સોમ : કોને ખબર પડશે કે તું પાંચ કમળથી દુનિયા ની રક્ષા કરતી હતી.

રસીલા : માયાને મરતા આ કહાની પણ ખતમ

છાયા : બધા જલ્દી આ હવેલી માથી નીકળો. કેમ કે આ હવેલી હવે તુટી જશે.

માયા : હું આવીશ

બધા લોકો હવેલી માથી બહાર નીકળે છે. હવેલી તુટી જાય છે. બધા લોકો ચંદ્ર પુર જાય છે.

શું જાદુગરની માયા ની કહાની ખતમ થઇ ગઇ ?

શું ચંદ્ર વંશી દુનિયા પર રાજ કરવા માંગતા હતા ?

કહાની કેવો વળાંક લેશે ?

તપસ્વી જાનકી કોણ છે ?

સુર્ય વંશી કોણ છે ?

તે જાણવા માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ