Mission 5 - 26 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 26

ભાગ 26 શરૂ

..................................... 

"અરે યાર મારી જિંદગી વિશે તો હું તને શું જણાવું છતાં ચાલ થોડાક કિસ્સાઓ કહું તને.. તો હું જ્યારે ભણતો હતો ને ત્યારે મારી સ્કૂલ માં હું ટોપર હતો અને ત્યારબાદ મેં સાયન્સ લીધું અને સાયન્સ ની અંદર મેં એરોનોટિકલ એન્જીનિયરીંગ કર્યું અને થોડાક વર્ષ સુધી NASA ની અંદર જોબ કરી પણ ત્યાં મારી જિંદગી એકદમ સેટ થઈ ગઈ અને મને એ મજા નહોતી આવતી એટલે મેં ત્યારબાદ બાયોલોજી વિષય ઓર પી. એચ. ડી કરવાનું વિચાર્યું અને મેં મારી યુનિવર્સીટી કક્ષાએ ઓક્સફોર્ડ યુનિવર્સીટી માં મેં ટોપ કર્યું. અને મેં એક રિસર્ચ સેન્ટર માં જોબ કરવાનું છું કર્યું ત્યાં એક રાત્રે મને એક નવો આઈડિયા આવ્યો કે હું એક જાનવર અને માણસ ના DNA ને ભેગું કરીને કંઈક એવી વસ્તુ બનાવુ કે જેથી દેશ ની રક્ષા થઈ શકે અને તે માટે મેં એક જનાવર પણ બનાવ્યું પણ મારી આ વાત ની ત્યાંના રિસર્ચ સેન્ટર અને ગવર્મેન્ટ ને ખબર પડતાની સાથે તેઓએ મને એ રિસર્ચ સેન્ટર માંથી કાઢી નાખ્યો અને ત્યારબાદ હું લોકોથી દૂર એક જંગલ ના એરિયા માં રહેવા આવી ગયો અને ત્યાં મેં એક ખુફિયા રિસર્ચ સેન્ટર ઓપન કર્યું છે અને હાલમાં હું કામ માત્ર ને માત્ર મારા શોખ માટે જ કરું છું કારણ કે હું જ્યારે NASA માં હતો ત્યારે મેં એટલા પૈસા તો કમાઈ જ લીધા કે જે પૈસાથી હું આરામથી જિંદગી ગુજારી શકું. " જેકે નેવીલ ને કહ્યું. 

"ઓહો મતલબ તું એક વૈજ્ઞાનિક છો એમને" નેવીલે જેક ને પૂછ્યું. 

"હા વૈજ્ઞાનિક તો છું પણ કોઈને કહેતો નહી કારણ કે ગવર્મેન્ટે મારા એક્સપેરિમેન્ટ પર હવે પ્રતિબંધ લગાવી દીધા છે અને. હું એકદમ ખુફિયા રીતે હવે મારુ કામ કરૂં છું. " જેકે હસતા હસતા જવાબ આપ્યો. 

"કાંઈ નહિ નેવીલ તું હકીકતમાં લોકો એકદમ સરસ કામ કરી રહ્યો છે"જેક બોલ્યો. 

"હા કારણ કે ગરીબી શું છે એ મેં ખુદ અનુભવ્યું છે" નેવીલે જવાબ આપ્યો. 

"હું શું કહું છું નેવીલ આ પદાર્થ ક્યાં છે તેનો કોઈ નકશો છે કે?" મિસ્ટર ડેઝી એ નેવીલ ને પૂછ્યું. 

"ના મિસ્ટર ડેઝી એ પદાર્થ માટેનો તો કોઈ નકશો છે જ નહિ કારણ કે અહીંયા જેટલા લોકો આવે છે એમતર ખજાના માટે જ આવે છે એટલે પહેલાના રાજાઓએ પણ માત્ર ને માત્ર ખજાનો અને તેની ચાવી માટે જ નકશો બનાવ્યો હતો" નેવીલે મિસ્ટર ડેઝી ને કહ્યું. 

"તો પછી આપણને ખબર કેવી રીતે પડશે કે પદાર્થ ટાપુ ના કયા હિસ્સામાં છે?" જેકે નેવીલ ને પૂછ્યું. 

"તે જાણવું તો એકદમ સિમ્પલ છે કહેવાય છે કે આ નોવા કોશિયા ના એક મહાન રાજા હતા અને આ રાજાના આજુબાજુમાં ઘણા બધા દુષમનો હતા અને અવાર નવાર આ રાજાના રાજ્ય ઉપર હુમલો કરતા એક દિવસ બન્યું એવું કે એક રાત્રે આ રાજાના રાજ્ય માં તેમના દુષમન રાજ્યોએ કોઈ પણ સંદેશો આપ્યા વગર દગાથી હૂમલો કર્યો અને આ હુમલાની અંદર આ રાજનું અડધું રાજ્ય ખતમ થઈ ગયું અને આ રાજા ને આ વાતનો ખુબ જ મોટો આઘાત લાગ્યો અને તેઓએ પોતાની રાજગાદી છોડીને જંગલમાં જવાનો નિર્ણય કર્યો તેઓ અંદાજે બે વર્ષ સુધી જંગલ માં રહ્યા અને ત્યાં તેમને બધી વનસ્પતિઓ નું જ્ઞાન લીધું અને સાથે એક વનસ્પતિ ના જાણકાર એવા એક જ્ઞાની ગુરુ પાસેથી વિદ્યા લઈને પાછા તેઓ બે વર્ષ પછી એ રાજ્યમાં આવ્યા અને જ્યારે તેઓ રાજ્યમાં આવ્યા અને તેઓને મહેલ ની અંદર કોઈએ પણ ના આવવા દિધા કારણ કે રાજા ની દાઢી વધી ગયેલી હતી અને કપડાં પણ ફાટી ગયેલા હતા પણ રાજા ની પત્ની અને રાજાનો સેનાપતિ રાજા ને ઓળખી ગયો અને સન્માન પૂર્વક રાજાને પાછા રાજ્યમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ એ રાજા નો રરાજ્યાભિષેક કરીને તેમણે તે રાજ્યની રાજગાદી સોંપવામાં આવી પણ આ વાત એ રાજા ના દુષમનોને ના ગમી અને રાજા ના બધા દુષમનો એક થયા અને તેમણે રાજા ના રાજ્ય ઉપર જોરદાર હુમલો કર્યો અને કહેવાય છે કે ત્યારે રાજાએ આ જે પદાર્થ હતો એ એક કુવા ની અંદર નાખ્યો અને તેમાંથી જે પ્રકાશ નીકળ્યો એ પ્રકાશ માં જ બધા રાજા ના સૈનિકો રાજા અને તેમનું પૂરું રાજ્ય તેમાં ખેંચાઈ ગયું અને બચ્યો તો માત્ર એક સેનાપતિ કારણ કે તે દુષમનો ને મારવામાં લાગ્યો હતો હવે સેનાપતિ છાનોમાનો આવ્યો અને તેને જે વધેલો પદાર્થ હતો એ બધો પદાર્થ એ કુવા ની અજુબાજુના એક જગ્યામાં છુપાવી દિધેલો અને ત્યારબાદ જ એ જ જગ્યા ઉપર સમુદ્ર નું સ્તર ઉપર આવી જતા વર્ષોબ્બાડ આ ટાપુ બની ગયો એટલે એ પદાર્થ કુવા ની આસપાસની જગ્યામાં જ હોવો જોઈએ. " નેવીલે જેક ને જવાબ આપતા કહ્યું. 

"ઓકે તો કાંઈ નહિ હવે નીકળીએ આપણે લોકો અને ગોતીએ હવે એ પદાર્થ ને" જેકે આટલું કહ્યું અને બધા લોકો ત્યારબાદ આગળ વધવા લાગે છે અને ચાલીને ઘણું બધું અંતર કાપ્યા બાદ રોહનને ભૂખ લાગે છે. 

"અરે મને ખૂબ જ ભૂખ લાગી છે"રીકે ઉદાસ થઈને કહ્યું. 

"અરે ભાઈ આગળ કંઈક મળે તો જોઈ લઈશું અત્યારે તું શાંતિથી ચાલ્યા કર" જેકે રિક ને કહ્યું. 

"અરે નેવીલ અહીંયા પેલી વનસ્પતિઓ નહિ આવે?" રીકે પૂછ્યું. 

"અરે વનસ્પતિ તો આવશે પણ એતો નદી ની પેલી પર છે ને એટલે તેની માટે તો પેલી પર જવું પડશે હવે" નેવીલે જવાબ આપ્યો. 

"તો કામ કરો ને. હું અહીંયા આજુબાજુમાં ખાવાનું કાંઈ તપાસ કરીને આવું" રીકે બધાને કહ્યું. 

"અરે પણ ભાઈ આપણે આગળ ચાલવાનું છે એમાં ક્યાં તું બધું ગોતવા જઈશ" જેકે રિક ને કહ્યું. 

"અરે પણ મને ભૂખ લાગી છે અને જમ્યા વગર રહી શકતો નથી એ તમને બધાંને ખબર જ છે" રીકે જેક ને કહ્યું. 

"હા તો જો અમે લોકો આ આગળ એક ઝાડ છે આ ઝાડ ની નીચે તારી રાહ જોઈ રહ્યા છીએ તું જલ્દી આવજે અને બવ દૂર ના હતો" જેકે રિક ને કહ્યું. 

.................................... 

મિશન 5 - ભાગ 26 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...............................