Fingering - 5 books and stories free download online pdf in Gujarati

આંગળિયાત - 5

આંગળિયાત...ભાગ..7

આપણે આગળ જોયું લીનાને લગ્નના દોઢ મહીનામાં પ્રેગનન્સી રહે છે, રચીતનું અજીબ વર્તન લીનાને દિલનાં કોઈ ખુણે ખુચેં છે,હવે આગળ જોઈશું......

પટેલ પરીવાર ખુશ છે, નાનું બાળક ઘરમાં આવશે, પરંતુ લીના
ને રચીતનું વર્તન મુંઝવે છે,ધીરે ધીરે દિવસો પસાર થાય છે,શીલાબેન અને શરદભાઈ લીનાના પડયા બોલ ઝીલે છે,
ગૌરી પણ લીનાનું નાની બહેની જેમ ધ્યાન રાખતી હતી,બન્ને દેરાણી જેઠાણી વચ્ચે સગી બહેનો જેટલો પ્રેમ અને લાગણી હતા, લીનાએ એનુ ફેશન ડિઝાઇનિંગનુ કામ પણ ચાલું કરી દીધું હતું, ઘરમાં પૈસેટકે કમી ન હતી,પરંતુ લીનાને સમય પસાર કરવા એક પ્રવૃતિ રહે એને રચીત શહેરમાં નહતો તો
લીનાનું મન પણ લાગ્યું રહે, દિવસો પસાર થતાં થતાં આમ જ
છ મહિના વીંતી ગયાં.

આજ હવે લીનાને પાંચમો મહીનો શરૂ થઈ ગયો હતો,રચીત
પણ આ છ મહિનામાં પહેલીવાર ઘરે આવવાનો હતો,લીના આજ બહું ખુશ હતી, નજર દરવાજે રાખી રાહ જોતી બેઠી
હતી,આજ એ બુટીક પણ નહતી ગઈ, એક બે કલાઈન્ટના કામ ઘરેથી જ પતાવી લીધાં, સાંજના પાંચ વાગે ગાડીનો હોર્ન વાગ્યો અને લીનાના નીસ્તેજ ચહેરા ઉપર એક તેજની
લકીર ફરી વળી.... મનમાંથી જ આવાજ નીકળી ગયો....
રચીત....! દોડતા પગલે દરવાજો ખોલ્યો અને સામે રચીત બેગ લઈને ઊભો હતો, રચીતના જોઈ લીનાની આંખોમાંથી આંસુ દડ..દડ .. વેહવા લાગ્યાં અને એકદમ ફટથી એના ગળેવળગી પડી...રચીતે એને હળવાં આલીંગનથી પીઠ ઉપર હાથ રાખી અને એક હાથે ખભો પકડી નિસ્તેજ સ્માઈલ સાથે પોતાનાથી અલગ કરી અંદર ઘરમાં પ્રવેશ્યો, બધાંએ મળી ખુશી ખુશી રચીતનું સ્વાગત કર્યું, રચીતની ફીલ્મ સુપર હીટ થાય એવી શુભેચ્છાઓ પાઠવી,બધાં સાથે જમ્યા....

લીનાના મનની મુંજવણ અને રચીત આવ્યાની ખુશી મનના મીશ્રીતભાવ અજીબ બેચેની ઊભી કરતાં હતાં, રાત્રે રચીત એના ઓરડામાં આવ્યો એટલે લીનાએ વાત કરવાં રચીતના હાથ પોતાનાં હાથમાં લીધો અને બંને પલંગમાં બેઠાં પરંતુ
રચીતે કોઈ વાત ન ઉચ્ચારી અને,"હુ, બહું થાકી ગયો છુ..! આરામ કરવો છે એટલે સૂઈ જાવ છુ અને તુ પણ આરામ કર...! એમ કહી પડખું ફરી સુઈ જાઈ છે.

લીનાને નીંદ નથી આવતી,એનુ ઓશિકું ભીનું કરતી વિચારોના વમળમાં ફસાય છે,સવાલોની ડમરી એને ચકરાવે ચડાવે છે, શું કરવું...? કોને વાત કરું..? વિચારે છે,એ અંધકારમાં એને એક ઉજાસની એક કીરણ દેખાય છે, 'ગૌરી'
એની જેઠાણી...

બીજે દિવસે સવારે બધાં નાસ્તો કરી પરવારે અને પોતપોતાના કામ ઉપર જાય છે, રચીત મોડો જાગ્યો એને પછી જીમ ગયો એ એના ક્રમમાં ગોઠવાઈ ગયો, એનું જીમ, શુટીંગ, ક્લબ, પાર્ટી, એની પાસે લીના માટે સમય ન હતો,
લીના મનથી ભાંગી પડી હતી, અંદર અંદર જીવબાળ્યા કરતી,
એણે આજ ગૌરીને વાત કરવાંનો નિર્ણય કર્યો સાંજે ગૌરી અને લીના ફ્રી બેઠાં હતા ત્યારે લીનાએ વાત કરતાં કહયું,
"ભાભી રચીતતો બાળક માટે ઉત્સાહીત હતો તો પછી મારી
પ્રેગનન્સીની વાતથીએ કેમ ખુશ નથી, એનુ વર્તન કેમ મારાં તરફથી ફરી ગયું છે,એ મારાંથી દુર રહેવા લાગ્યો છે, મારે શું કરવું નથી સમજાતું...!"

"લીના, ! એવું કઈ નથી બસ કામનો બોજ અને જાજુ શહેર બહાર રહેવાથી એ થોડો થાકેલો છે,એને સમય આપ..!અને
બાળક આવતાં બધું બરાબર થઈ જશે તું ચીંતા નહીં કર રીલેક્સ રહે,...! તારી ચીંતાની અસર બાળકનાં માનસ ઉપર પણ થાય,એટલે તું કઈ પણ આડાઅવળા વિચાર કર્યા વગર
તારાં બાળક ઉપર ધ્યાન આપજે..." આટલું કહી ગૌરીએ લીનાનું માથું બહુ પ્યારથી ચુમ્યું અને બંને એ એકબીજાને નાની પણ પ્યારી સ્માઈલ આપી પોતપોતાના વિચારોમાં ખોવાઈ ગયાં.

પરતું લીનાનું મન હજું ગૌરીના જવાબથી સંતુષ્ટ ન હતું, પણ એ જવાબ માનવા સીવાય એની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો, એની મમ્મીને એટલે કે મંજુબેનને વાત કરે તો એ વધારે ચીંતા કરે એવું લીના નહતી ઈચ્છતી,એટલે એને વાત ન કરી, અને મન મનાવ્યું અને ભગવાનને પ્રાથના કરી કે
બાળક આવ્યા પછી બધું બરાબર થઈ જાઈ...

આમ જ ચીંતા, ઉદ્વેગ, ઉલજન,ખુશી જેવાં મીશ્રીત ભાવમાં આમને આમ સાત મહિના વીતી ગયા....લીનાની ડિલેવરીનો સમય આવી ગયો....

હવે આગળના ભાગમાં વાંચશુ લીનાની જીંદગી ની મુંઝવણ
દુર થશે..? રચીતનું કોઈ રહસ્ય હશે.... ?

( ક્રમશ.... )

🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli modi ✍