Fingering - 7 books and stories free download online pdf in Gujarati

આંગળિયાત - 7

આંગળિયાત...ભાગ..9

આગળ આપણે જોયું લીનાએ રચીત અને શીલાબેન વચ્ચે થતી વાતો સાંભળી લીધી હતી,એ વાત ચાલું હતી એ સમયે
ગૌરી અને રીશીત ત્યાં હાજર ન હતા રચીતના પપ્પા હતા,

લીનાને આખી રાત ઊંઘ નથી આવતી, રચીત અને એના મમ્મીના શબ્દો કાને વંટોળની જેમ અથડાયા કરે છે, એ વિચારે છે ગૌરીભાભી સાથે વાત કરીશ હમણાં પિયરમાં કઈ કેહવુ ઠીક નથી,સવારે ઊઠી લીના એને નિત્ય ક્રમ મુજબ એનું કામ પતાવી પરવારે છે, લીના પણ રચીત સાથે હજું કઈ બન્યું જ નથી એવું જ વર્તન કરે છે, બહારથી એકદમ નોર્મલ હોવાનો દેખાવ કરે છે પરતું એની અંદર કેટલુંય મનોમનંથન ઘુંટાઈ રહ્યુ હતું, એના સવાલોના જવાબ મેળવવાની આતુરતા,ડર,બેચેની બધું વધતું જતું હતું, એક સવાલ પાછળ કેટલાંય સવાલ ઊભાં કરતું હતું.

દેરાણી જેઠાણી રસોડાનાં કામમાંથી નવરા પડયાં શીલાબેન અંશને રમાડતા હતા,મોકો જોઈ લીના ગૌરીને એના ઓરડામાં લઈ આવી અને ડરતાં ડરતાં આખમાં આંસુ સાથે રાતે સાંભળેલી રચીત અને શીલાબેન વચ્ચેની વાત કરી,
એણે ગૌરીને બધી વાત વીગતથી કરી એણે જે સાંભળ્યું હતું પછી એણે જે સૂવાનું નાટક કર્યું, અને સવારથી બધાં સાથે નોર્મલ રહેવાનું નાટક, ગૌરી તો આ બધું સાંભળી ડઘાઈ જ ગઈ,

"શું..!? તું ગાંડીતો નથી થઈ ગઈ ને...!?"

"ના..! ભાભી મેં મારાં કાને આ બધું સાંભળ્યુ છે...ભાભી..!
મારી મદદ કરો સચ્ચાઈ જાણવામાં..."

" લીના ..! તું ચીંતા નહીં કર હું છું તારી સાથે એને હવે આ વાત આપણે બે જ સંભાળી લેશું તું બીજા કોઈને હમણાં નહીં કહેતી..."

"હા ભાભી,..! પરંતુ આ બધું શું ચાલી રહ્યું છે..? મને કઈ સમજાતું નથી..?"

" લીના,..! તુ સાવ નીશ્રચીંત રહે..! બધું ઠીક થઈ જશે...."

અને ગૌરી લીની પાસે જઈને એને સાંત્વના આપતા હળવું આલીંગન આપ્યું અને એના આંસુ લૂછતાં,લીનાને તો જાણે સગી બહેનનો ખભો મળ્યો, રાતથી જે ડુમો ગળે અટવાણો હતો એ ગૌરીની સાંત્વનાથી અને પોતાનાં પણાથી આંખનું પણી બની વહેવા લાગ્યો, એટલામાં અંશનો રડવાનો અવાજ આવ્યો, એટલે ગૌરી એ લીનાને ચુપ રહેવાનો ઈશારો કરી બંને
ઓરડાની બહાર અંશ અને શીલાબેન પાસે આવ્યાં,બંનેને સાથે ઓરડામાંથી નીકળતાં જોઈ શીલાબેને મેહણાંનું તીર છોડયું,

" બંને દેરાણી જેઠાણી મળી શું ગપશપ કરતાં હતાં...?"

ગૌરી લીના સામે જોઈ આંખનો ઈશારો કરતાં બોલી,
"કઈ નહીં મમ્મીજી એ તો લીનાને અંશ માટે શોપિંગ કરવી હતી એટલે અમે ઓનલાઈન બધું જોતા હતા,અને અંશને તેડીને રમાડવાં લાગી, અને લીના પણ રસોડામાં જતી રહી,
લીનાની વાતથી ગૌરી પણ હવે ચકરાવે ચડી હતી,પરંતુ એની મુંઝવણ લીના કરતાં જુદી હતી.

લીના રસોડામાં જતાં જ ગૌરી શીલાબેનની નજીક જઈ ધીરેથી કહ્યું,
"મમ્મી, ધ્યાન રાખો લીનાએ બધું સાંભળ્યુ છે...! મે અત્યારે તો વાત વાળી લીધી છે, પરંતુ એને હજું મારી ઉપર કોઈ વહેમ નથી એટલે હું સંભાળી લઈશ.." આટલું બોલતી હતીં ત્યાં લીના અંશમ માટે દૂધની બોટલ ભરી આવતી દેખાઈ એટલે બંને અંશને રમાડવાં લાગ્યાં,લીનાએ આવીને બોટલ ગૌરીના હાથમાં આપી, ગૌરી અંશને દૂધ પીવરાવા લાગી અને ત્રણેય જાણે કઈ જાણતાં નથી એવાં વ્યવહાર સાથે નોર્મલ વાતો કરવાં લાગ્યા, પરંતુ ત્રણમાંથી કોઈનું મન એ ઔપચારિક વાતોમાં ન હતું ત્રણેયનું મગજ જુદી જુદી દિશામાં સફર કરતું હતું.

લીનાના મનમાં રચીત અને એના સાસુ શું ઈચ્છે છે, એ જણવાની તાલાવેલી હતી,જ્યારે ગૌરીના મનમાં લીનાએ સાંભળેલી વાતો ઉપરથી લીનાનું ધ્યાન હટાવી અને પોતે પણ આ પ્લાનમાં શામીલ છે એ ખબર ન પડે એ ધ્યાન રાખવાનું હતું, અને શીલાબેનને ખબર પડી ગઈ હતી કે લીના એ વાત સાંભળી છે તો હવે પ્લાન આગળ કેમ વધારવો..? બધાં પોતાનું મગજ પોતાને કયાંથી વળાંક લઈ કેમ બચાવવા એમા જ હતું.

હવે આગળના ભાગમાં વાંચશુ કેવી રીતે ગૌરીનો અને શીલાબેનનો પ્લાન આગળ વધે છે..? એ લોકો લીના પાસેથી શું ઈચ્છે છે...?
( ક્રમશ..... )

🙏જય શ્રીકૃષ્ણ 🙏 🙏doli modi 🙏