મિશન 5 - 28

ભાગ 28 શરૂ

..................................... 

"પણ એ સ્ત્રી હતી કોણ?" જેકે પૂછ્યું. 

"અરે મારા તો સગામાં નથી એટલે મને તો ખબર નહિ કે કોણ હતી એ સ્ત્રી" નેવીલ મજાકિયા મૂડમાં બોલ્યો. 

અરે યાર તમે લોકો શું મજાક કરો છો આપણે અહીંયા રિક ને ગોતવા આવ્યા છીએ તો ચાલો ને તેને ગોતો ને. " નિકિતા ગુસ્સેથી બોલી. 

"અરે હા જે હોય એ આગળ ગોતીએ ઉપર જઈને હવે કદાચ રિક આપણને મળી જાય તો" જેકે જવાબ આપ્યો. 

અને તે લોકો મહેલમાં આગળ ચાલે છે પણ તે લોકોને કોઈ વસ્તુ નથી મળતી પણ જેવા તે લોકો ઉપરના માળ પર જાય છે મહેલની વરચે રહેલું જૂમર નીચે પડે છે. 

"અરે આ અવાજ શેનો આવ્યો?" જેકે પૂછ્યું. 

"અરે આ જૂમર પડ્યું તેનો અવાજ છે" જેક બોલ્યો. 

એટલામાં મિસ્ટર ડેઝી ત્યાં પડેલા ગ્રામોફોન ને અડે છે અને તરત જ ત્યાં એક અદ્રશ્ય શક્તિ આવીને મિસ્ટર ડેઝી ના પગ ઉપર મારી દે છે અને તેમના પગમાંથી પાછું લોહી શરૂ થઈ જાય છે. 

"અરે બાપ રે આ મને કોણે માર્યું" મિસ્ટર ડેઝી ગભરાઈને બોલ્યા. 

"અરે હા અહીંયા મારી, તમારી, નેવીલ અને નિકિતા સિવાય તો બીજું કોઈ જ નથી. "જેકે કહ્યું. 

"હોઈ શકે એ મહેલ ની અંદર કોઈ આત્મા ગુમતી હોય" નેવીલે જેક ને કહ્યું. 

"તો તો ભાઈ અહીંયાંથી નીકળવું જ આપણી માટે સલામતીભર્યું છે" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"અરે પણ આપણે રિક ને અહીંયા ગોતવા આવ્યા છીએ એ આપણને મળશે ત્યારબાદ જ આપણે લોકો બહાર નિકળીશું. " જેક અને નેવીલ બોલ્યા. 

હવે તે લોકો ઉપરના એક રૂમ તરફ જાય છે અને ત્યાં તેઓ માય રૂમ લખેલો એક રૂમ જોવે છે અને આ જોઈને તરત જ જેક અને બધાં લોકો ત્યાં એ રૂમ તરફ જાય છે. 

"અરે આ રૂમ નો દરવાજો ખૂલતો કેમ નથી?" નેવીલ બોલ્યો. 

"આ દરવાજા હાથ થી નહીં પણ પગથી ખુલે" આટલું કહીને જેક જોરથી બારણાંને લાત મારે છે અને બારણું તરત જ ખૂલી જાય છે. 

"જોયો મારા પગનો કમાલ" જેકે નેવીલ ને કહ્યું. 

"હા જોઈ લીધું હો ચાલો હવે અંદર જોવો આ રૂમ માં કાંઈ જરૂરી વસ્તુ મળી જાય તો" નેવીલ બોલ્યો. 

આ રૂમ બધા રૂમ કરતા ખૂબ જ મોટો રૂમ હોય છે અને આ રૂમ ની અંદર એક મોટો બેડ હોય છે અને ત્યારબાદ નેવીલ ત્યાં એ રૂમ નો કબાટ ખોલે છે અને એ કબાટની અંદર સામાન્ય રીતે ગણિકાઓ જે પહેરવેશ પહેરે તે હોય છે અને આ ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે આ જે આત્મા ભટકે છે એ આત્મા આ ગણિકાની જ છે. 

"અરે આ જો નેવીલ મને શું મળ્યું?" જેક બોલ્યો. 

"અરે આ તો કોઈ ગળામાં પહેરવાનો સોનાનો હાર લાગે છે?" નેવીલ બોલ્યો

"સોનાનો હાર અરે ક્યાં છે સોનાનો હાર?" નિકિતા બોલી

"અરે આ રહ્યો જો" જેકે નિકિતાને હાર હાથમાં આપતા કહ્યું. 

"અરે આ હાર તો કેટલો સુંદર છે" નિકિતા બોલી. 

હવે એટલામાં આ હાર નિકિતા પહેરી લે છે અને તેનામાં પેલી ગણિકાની આત્મા આવી જાય છે અને નિકિતાની આંખો એકદમ સફેદ થઈ જાય છે. 

"અરે નિકિતા તું કેમ આમ શાંત ઉભી રહી ગઈ? ચાલ આગળ" જેકે નિકિતાને કહ્યું અને આટલું કહેતાં તો નિકિતા જેક નું ગળું દબાવવા લાગે છે અને સ્વાભાવિક છે કે આ કામ નિકિતાએ નહિ પણ તેની અંદર આવેલી આત્મા તેની પાસે કરાવતો હોય છે અને આ બધું મિસ્ટર ડેઝી અને નેવીલ જોતા હોય છે. 

"અરે નિકિતા ગાંડી થઈ ગઈ છે કે શું મુક જેક મા ગળાને" નેવીલ ગુસ્સે થઈને બોલ્યો અને તરત જ નિકિતા નેવીલ પાસે આવીને તરત જ તેનું ગળું દબાવવા લાગે છે. 

"અરે મને આ બધું ઠીક નથી લાગતું હવે મારે જ કંઈક કરવું પડશે" મિસ્ટર ડેઝી આટલું બોલ્યા અને તેઓ કંઈક યુક્તિ સુજાડે છે ત્યાં જ તેમની નજર ત્યાં પડેલા એક બીજા હાર ઉપર પડે છે અને આત્મા નિકિતાની અંદર આ હાર પહેરવાના કારણે જ આવી હોવાથી મિસ્ટર ડેઝી આ બીજા એક હારને તોડી નાખવાનું નક્કી કરે છે અને જેવા તે બીજા હારને પકડે છે અને તેને ફેંકીમે ટુકડે ટુકડા કરી નાખે છે અને આ સાથે જ પેલી આત્મા પણ નિકિતાના શરીરમાંથી નીકળી જાય છે. 

"અરે તું ઠીક છે હવે નિકિતા" મિસ્ટર ડેઝીએ પૂછ્યું. 

"હા લે હું તો ઠીક જ હોવ ને તમને બધાને શું થયું મારી સામે કેમ શંકાની નજરે જોવો છો?" નિકિતા બોલી. 

"અરે કાંઈ નહિ બકા ચાલ આગળ વધીએ" આટલું કહીને જેક લોકો નિકિતા સાથે ઉપરના માળે જાય છે અને ત્યાં ખૂણાની અંદર કોઈ એક વ્યક્તિ બેઠું હોય છે અને હોઈ શકે કે આ આત્મા પણ હોય. 

"નેવીલ તું ભાલા ને હાથમાં રાખજે અને સાવ છાનોમાનો તેની પાછળ જજે" જેકે નેવીલ ને કહ્યું. 

"અરે હા હમણાં જોને જે હોય તે એક ઘા એ મારીને પાડી દવ તું જો ખાલી!" નેવીલ આટલું બોલીને આગળ વધે છે અને તે જેવો ભાલાથી તે ઘા મારવા જતો હોય છે તે બેઠેલો વ્યક્તિ તેની તરફ મોઢું કરે છે અને આ જોઈને નેવીલ તારી જ ચોંકી જાય છે. 

"અરે આ તો આપણો રિક છે અરે ભાઈ તું ક્યાં હતો આટલા સમયથી અને અહીંયા શું કરી રહ્યો છે?" નેવીલે રિક ને પૂછ્યું. 

"અરે ભાઈ અહીંયા તો કોઈ આત્મા. છે તે આત્માએ મને ખુબ બીવડાવ્યો યાર એટલે હું તેનાથી છુપાઈને અહીંયા બેઠો છું" રીક ધ્રુજતા ધ્રુજતા બોલ્યો. 

"અરે હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એ આત્માને મિસ્ટર ડેઝીએ ભગાવી દીધી છે" જેક હસતા હસતા બોલ્યો. 

"અરે યાર તમે લોકો એક કામ કરો અહીંયા જ વાતો કરી લો હવે ચાલો બધાર નીકળો આ મહેલ માંથી હજુ પેલો પદાર્થ ગોતવાનો પણ બાકી છે" નિકિતા કંટાળીને બોલી. 

અને છેવટે બધા લોકો એ મહેલ ની બહાર નીકળી જાય છે અને તેઓ આ મહેલની બહાર નીકળીને ત્યાં થોડાક અંતરે આવેલા ઝાડ પાસે જ રોકાવાનું નક્કી કરે છે કારણ કે હવે રાત થઈ જવાના કારણે તે લોકો શાંતિથી એ ઝાડ નીચે સુઈ જાય છે અને સવાર પડવાની રાહ જોવા લાગે છે. 

.................................... 

મિશન 5 - ભાગ 28 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...................................

Rate & Review

Karmata Jagdish

Karmata Jagdish 3 weeks ago

Anamika Sagar

Anamika Sagar 1 month ago

Hema Patel

Hema Patel 2 months ago

rif

rif 2 months ago

Bharatsinh K. Sindhav