Mission 5 - 30 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 30

ભાગ 30 શરૂ

..................................... 

"અરે આટલું બધું ઊંડું ખોદી નાખ્યું પણ અહીંયા તો કાંઈ મળતું જ નથી તમને લોકોને કાંઈ મળ્યું કે?" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"અરે મને પણ કાંઈ ના મળ્યું" નેવીલ બોલ્યો. 

"અરે મને પણ કાંઈ નથી મળ્યું" નિકિતા બોલી. 

"અરે પણ મને જે જોઈતું હતું એ મળી ગયું છે" જેક બોલ્યો. 

"અરે શું મળ્યું છે જેક તને?" નેવીલ બોલ્યો. 

"એ બધા લોકો એક કામ કરો પહેલા આ તરફ ઉપર આવો" જેકે કહ્યું. અને બધા લોકો પોતે ખોદેલાં ખાડામાંથી બહાર આવે છે અને બધા જેક પાસે આવે છે. 

"હા બોલ જેક તને શું મળ્યું" નેવીલ બોલ્યો. 

"જોવો મને એક ફોટો મળ્યો છે જેની અંદર એક સમુદ્ર છે અને સમુદ્રના તળિયે એક મોટું છીપલુ દોરેલું છે. હવે આ ફોટો દર્શાવવા શું માંગતો હશે?" જેક વિચારતા વિચારતા બોલ્યો. 

"મને લાગે છે આ ફોટાનો એ મતલબ છે કે આપણે બધા જે પદાર્થ ગોતી રહ્યા છીએ એ કદાચ આ સમુદ્ર ની અંદર આજુબાજુ માં છીપલાની અંદર હોવો જોઈએ કારણ કે હોઈ શકે કે હવે સમુદ્ર ની સપાટી ઊંચી આવી ગઈ હોય અને તે પદાર્થ કદાચ સમુદ્ર ના તળિયે જતો રહ્યો હોય. " રિકે જેકને કહ્યું. 

"હા રિક તારી વાત તો એકદમ સત્ય છે પણ હવે આ સમુદ્રના તળિયે જવું તો જવું કેવી રીતે તેનો કોઈ રસ્તો બતાવો" જેકે બધાને કહ્યું. 

"આપણે એક કામ કરીએ ને અહીંયા આજુબાજુમાં આપણે વસ્તુઓ ગોતીએ જો કદાચ આપણને કામમાં લાગી જાય તેવી વસ્તુ મળી જાય તો" નિકિતા બોલી અને ત્યારબાદ જ બધાં લોકો વસ્તુઓ ગોતવા લાગે છે અને થોડીકવાર માં સમુદ્ર ના કિનારે જ બે ઓક્સિજન ની બોટલ ચહેરા ના માસ્ક સાથે મળી આવે છે. 

"અરે જોવો મને. બે ઓક્સિજન ની બોટલ મળી છે આ લઈને તમે દરિયામાં જઇ શકશો" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"અરે વાહ આ તો સરસ વાત કહેવાય પણ અહીંયા આ ઓક્સિજન ની બોટલો કોણ મૂકીને ગયું હશે?" જેક બોલ્યો. 

"અરે આ બોટલો કોઈ મૂકીને નથી ગયું આ બોટલો તો સમુદ્રમાં જ્યારે ભરતી આવી હકી ત્યારે કોઈ બીજા સ્થળેથી અહીંયા સમુદ્રના મોજા સાથે આવી ગઈ હશે" નેવીલે જવાબ આપ્યો. 

"અરે કાંઈ નહિ હવે ઓક્સિજન ની તો બે બોટલો જ છે તો કોણ કોણ નીચે જશે?" મિસ્ટર ડેઝીએ પૂછ્યું. 

"એમાં પૂછવાનું થોડું હોય હું અને નેવીલ જ જઈશું લાવો અમને બોટલ અને આ માસ્ક આપો" આટલું કહીને જેક અને નેવીલ આ માસ્ક અને ઓક્સિજન ની બોટલો પહેરી લે છે. 

"બેસ્ટ ઓફ લક અમે તમારી અહીંયા જ રાહ જોઈએ છીએ જેમ બને તેમ જલ્દી આવજો અને હા પેલો પદાર્થ તો લાવજો જ!" નિકિતાએ નેવીલ અને જેક ને કહ્યું. અને થોડીકવાર માં જ જેક અને નેવીલ દરિયામાં કૂદી પડે છે. 

"અરે નેવીલ બધું રેડી છે ને કાંઈ વાંધો તો નથી ને આ ઓક્સિજન માસ્ક માં તારે?" જેકે નેવીલ ને પૂછ્યું. 

"અરે ના જેક મારે કાંઈ વાંધો નથી પણ ખૂબ જ ઠંડી છે યાર અહીંયા સમુદ્ર ની અંદર તો" નેવીલે જેક ને કહ્યું. 

"હા એ તો છે પણ ચાલ હવે આપણે છેક સમુદ્ર ના તળિયે જવાનું છે એટલે ઝડપ રાખ" નેવીલે જેક ને કહ્યું. 

બન્ને લોકો સમુદ્ર ના તળિયા સુધી પહોંચી જાય છે અને ત્યાં સમુદ્ર ના તળિયા ઉપર એકદમ અંધારું હોય છે કાંઈ પણ દેખાતું હોતું નથી બસ માત્ર થોડાક સૂર્ય ના ઝાંખા કિરણો સમુદ્રના તળિયા સુધી આવતા હોય છે. અને અજુબાજુ માં અલગ પ્રકારની માછલીઓ પણ ત્યાં હોય છે અને આ સમુદ્રની સપાટી ઉપર માત્ર પેરામિશિયમ અને અમીબા નહિ પણ બીજા પણ અનેક પ્રકારના જીવ અહીંયા હોય છે. 

"અરે નેવીલ જો તો ખરા આ નજારો કેટલો સુંદર છે" જેક બોલ્યો. 

"હા આ નજારો સુંદર તો છે પણ તને કાંઈ અવાજ સંભળાય છે?" નેવીલે કહ્યું. 

"હા યાર આ તો કોઈ હેલિકોપ્ટર નો અવાજ હોય તેવું લાગે છે?" જેક બોલ્યો. 

"પહેલા ચાલ પેલી ઝાડી પાસે છુપાઈ જઈએ પછી તને કહું કે આ શેનો અવાજ છે" નેવીલે જેક ને કહ્યું. અને એટલામાં તો ત્યાં એક મોટી વિશાળકાય માછલી નીકળે છે જે શાર્ક કરતા પણ ખતરનાક દેખાતી હોય છે. 

"નેવિલ આ વળી કઈ માછલી છે. એનું કદ તો જો કેટલું મોટું છે અને એનું જડબું તો કેટલું મોરું છે?" જેકે નેવીલ ને ગભરાઈને પૂછ્યું. 

"જેક આપણને જે અવાજ આવ્યો ને એ આ માછલીનો જ હતો અને આ માછલીને લોકો મેગ્લેડોન ના નામથી ઓળખે છે અને આ માછલીઓ આમ તો ત્રીસ લાખ વર્ષ પહેલાં જ નાબૂદ થઈ ગયેલી હતી પણ હજુ તે આપણને આ દરિયાના તળિયા ઉપર દેખાઈ ગઈ. આ માછલીની લંબાઈ આધાર મિટર જેટલી હોય છે અને આ માછલી એકદમ ખૂંખાર હોય છે. એટલે આનાથી બચી ગયા એ સારું" નેવીલે જેક ને જવાબ આપ્યો. 

"હા એ તો છે ચાલ હવે જલ્દી આગળ આપણે લોકોએ પેલો પદાર્થ પણ ગોતવાનો છે ચાલ આગળ" જેકે નેવીલ ને કહ્યું. 

"હા ચાલો" આટલું કહીને બન્ને લોકો આગળ જવા લાગે છે એટલામાં જ તેમને દરિયાના તળિયા ઉપર આગળ એક જર્જરિત જહાજ દેખાય છે. 

"અરે જો નેવીલ આ જહાજ" જેકે નેવીલ ને કહ્યું. 

"હા આ જહાજ અહીંયા તોફાન આવ્યું હશે ત્યારે ડૂબી ગયું હશે એટલે અહીંયા પડેલું છે જો આ જહાજ અહીંયા છે તો અહીંયા આજુબાજુ માં એક નગર પણ હોવું જ જોઈએ" નેવીલે જેક ને કહ્યું. 

"હા નેવીલ જો તે અંદાજો લગાવ્યો છે તો પછી અહીંયા એ નગર હોવું જ જોઈએ?" જેકે નેવીલ ને કહ્યું. 

બન્ને લોકો વાતો કરતા કરતા આગળ વધે છે અને ત્યાં તેમને એક મોટું નગર દેખાઈ છે. 

"અરે આ તો જો કેટલું મોટું નગર છે એ નગર પણ ડૂબી ગયું હશે?" જેકે નેવીલ ને પૂછ્યું. 

"ના પણ આ નગર ઘણા વર્ષો પહેલા અહીંયા હશે અને વર્ષો પછી સમુદ્ર ની સપાટી ઊંચી આવવાના કારણે આ નગર અહીંયા નીચે સુધી આવી ગયું હશે" નેવીલે જેક ને જવાબ આપ્યો. 

.................................... 

મિશન 5 - ભાગ 30 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...................................