Mission 5 - 35 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 35

ભાગ 35 શરૂ

..................................... 

"હા તો લાવ" એમ કહીને નેવીલે અડધી માછલી લીધી અને રડતા રડતા ખાઈ લીધી. 

"જેક મારે પાણી પીવું છે મને પાણી આપ હવે તો આ નાળિયેર માં પણ આપણે જે પાણી જમા કરેલું એ પૂરું થઈ ગયું છે" નેવીલ બોલ્યો. 

"હવે તો આપણી પાસે પાણી નથી એક કામ કર આ કાચબો મેં આજે જ પકડ્યો છે પાણીમાંથી તો ચાલ તેનું લોહી પી લે એટલે તારા શરીરને જરૂરી પોષકતત્વો પણ મળી જશે અને તારામાં એનર્જી પણ રહશે" જેકે નેવીલ ને કાચબા નું લોહી આપતા કહ્યું. 

"અરે મારે નથી પીવું આ કાચબા નું લોહી" એટલું કહીને નેવીલ ગુસ્સાથી એ કાચબા નું લોહી વાળું નાળિયેર

જેક માં હાથમાંથી મહાસાગરમાં ફેંકી દે છે અને જેનાથી જેક ને ગુસ્સો આવી જાય છે અને તે નેવીલ ને લાફો મારે છે. 

"તારે મને મારવો હોય તો મારી નખ પણ હું આવી પરિસ્થિતિ માં નહિ જીવી શકું એટલે હું તો આ મહાસાગર નું પાણી પી લઈશ" નેવીલ આટલું બોલીને બીજા નાળિયેર ને પકડીને તેમાં મહાસાગર નું ખારું પાણી પી લે છે. પણ થોડીકવાર બાદ તેને ઉલટી થઈ જાય છે. 

"મેં કીધું હતું નેવીલ તને કે આ પાણી આપણે નહી પી શકીએ થઈ ગઈને તને ઉલટી!" જેકે નેવીલ ને કહ્યું. 

"અરે આ મહાસાગર નું પાણી તો પાણી જ છે ને એમાં ઉલટી શું કામ થઈ મને?" નેવીલે જેક ને પૂછ્યું. 

"તને ઉલટી એટલા માટે થઈ ગઈ કારણ કે આ પાણી ઓસમોસસીસ વાળું હોય છે એટલે કે અભિસરણ પામેલું હોય છે. " જેકે નેવીલ ને કહ્યું. 

"અરે પણ આ અભિસરણ કે આ ઓસમોસીસ એટલે શું તે આપણને નુકસાન કરી શકે?" નેવીલે જેક ને પૂછ્યું. 

"હા એ આપણાં શરીર ને નુકસાન કરી શકે અને આ વાત હું તને એક ઉદાહરણ દ્વારા સમજાવું ને તો આપણે એક મેમ્બરેન દ્વારા ઓછી ઘનતા વાળા પાણીને અલગ કરીને રાખીશું તો એ ઓછી ઘનતા વાળું પાણી વધારે ઘનતા વાળા પાણી તરફ જવા લાગશે અને આ પ્રક્રિયા ને જ ઓસમોસીસ એટલે કે અભિસરણ ની પ્રક્રિયા કહે છે. હવે આપણને ખબર જ છે કે આપણાં બધા બોડી સેલ્સ ની અંદર પાણી હોય છે અને તેની અંદર H2O અને સોડિયમ માં કણો ભળેલા હોય છે પણ પણ આપણા સેલ્સ ની આજુબાજુ માં પણ આ H2O અને સોડિયમ ના કણો હોય છે. અને આ કોષ એકદમ મોટી ઓરતા વાળા ના હોવાથી આ પાણી તેની આરપાર આસાનીથી જઇ શકે છે અને જ્યારે આપણે તાજું પણું પીએ છીએ ત્યારે તેમાં સોડિયમ ના કણો ખૂબ જ ઓછા હોય છે એટલે જ્યારે એ મીઠું પાણી આપણાં સેલ્સ પાસે પહોંચે છે ત્યારે એ સોડિયમ ના કણો H2O ના કણો માં જ ભળી જાય છે અને જેથી બન્ને તરફ બેલેન્સ બની રહે" જેકે નેવીલ ને કહ્યું. 

"વાહ યાર તને તો ઘણું બધું જ્ઞાન છે આ બાબતો નું" નેવીલે જેક ને કહ્યું. 

"હજુ આ વાત પૂરી નથી થઈ આગળ સાંભળ આ વાત તો થઈ મીઠા પાણીની પણ જ્યારે આપણે આ મહાસાગર નું ખારું પાણી પીએ છીએ ત્યારે એ પાણીની અંદર સોડિયમ સિવાય પણ બીજા ઘણા બધા કણો હોય છે અને જ્યારે આપણે આ પાણી પીએ છીએ એટલે જેવું આ પાણી આપણાં સેલ્સ પાસે જાય છે કે તરત જ આ પાણી ના કણો આપણાં શરીરમાં મોજુદ રહેલા H2O ના કણો ને પણ બહાર કાઢવા લાગે છે અને જેના કારણે આપણને આ પીવાથી તરત ઉલટી થઈ જાય છે જે તને અત્યારે થઈ એમ" જેક નેવીલ ને સમજાવતા બોલ્યો. 

"હા પણ મને આ કાચબા નું લોહી નથી ભાવતું" નેવીલે જેક ને કહ્યું. 

"તો તો એવી વાત કરે છે કે જાણે મને તો આ કાચબા નું લોહી ખૂબ જ ભાવે છે નેવીલ મને પણ આ લોહી નથી ભાવતું પણ આપણે આ લોહી પીવું પડશે જો આપણે આ મોટા મહાસાગરની અંદર બચીને ઘરે જવું હોય તો" જેકે નેવીલ ને કહ્યું. 

"કાંઈ નહિ લાવ હું આ લોહી પી લવ છું" આટલું કહીને નેવીલ કાચબા નું લોહી પી લે છે અને આવું કરતા કરતા થોડાક દિવસો ગુજરી જાય છે અને હવે જેક અને નેવીલને આ મહાસાગરમાં સાત મહિના થઈ ગયા હોય છે અને હવે એક દિવસ એવો પણ આવી જાય છે કે જ્યારે એ લોકોને પીવા માટે માછલી અને કાચબા નું લોહી પણ નથી મળતું હોતું અને કોઈ દરિયાઈ જીવ પણ એ લોકોને ખાવા માટે નથી મળતો અને જેના કારણે તે લોકો એકદમ ઉદાસ થઈ ગયો હોય છે. 

"અરે હવે શું કરવું મને ખૂબ જ તરસ લાગી છે અને આજે તો આપણને કલી કાચબો અને માછલી પણ નથી મળી" નેવીલે જેક ને ગભરાઇને પૂછ્યું. 

"હવે તો આપણી પાસે માત્ર એક જ રસ્તો છે" જેક બોલ્યો. 

"કયો રસ્તો બોલ જલ્દી" નેવીલે જેક ને કહ્યું. 

"આપણે આપણો જ પેશાબ પીવો પડશે" જેકે નેવીલ ને કહ્યું. 

"અરે સાલા તું પાગલ થઈ ગયો છે કે આપણો જ પેશાબ આપણે પીવો પડશે હું નહિ પીવ જા!" નેવીલે જેક ને કહ્યું. 

"ભાઈ તારે જે કરવું હોય તે કર હવે હદ થાય છે તારી આ મારા બાપનું ઘર નથી કે તને જે જોઈએ એ બનાવીને અને માંગીને તને મળી જાય બરાબર અને સાંભળી લે તને જો તારી જિંદગી વ્હાલી હોય ને તો તું આ બધું કર બાકી લે રહ્યું આ રહ્યું અણીદાર ભાલુ પકડ આને અને નાખી દે તારી છાતીમાં" જેક એકદમ ગુસ્સે થઈને બોલ્યો. 

.................................... 

મિશન 5 - ભાગ 35 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

................................