કૂબો સ્નેહનો - 54

🌺 આરતીસોની 🌺
      પ્રકરણ : 54

ડાયનેમિક અને સ્માર્ટ પર્સનાલિટી ધરાવતા વિરાજને નતાશાએ પોતાની માયાજાળમાં કચકચાવીને ફસાવી દીધો હતો.. સઘડી સંઘર્ષની.....

          ❣️કૂબો સ્નેહનો❣️

હેય વિરાજ..કૈસે હો?

વિરાજ અને નતાશાને, અમ્મા, દિક્ષા તો બસ જોઈ જ રહ્યાં હતાં.

"મેં હી બોલતી રહૂ, યા કોઈ કૂછ બોલેગા!?"
સ્હેજવાર રોકાઈને ફરી નતાશા બોલી,
"સબ ચૂપ ક્યૂ હૈ ભાઈ? વિરાજ તુમ તો કૂછ બોલો.. પહેલે તો બહોત કૂછ બોલતે હી રહેતે થે. તેરે લિયે યે કરુંગા ! તેરે લિયે વો કરુંગા !!' અબ ક્યા હૂઆ, બોલતે નહીં હો?"

"ઈધર ક્યું આઈ હો? જાઓ યહાઁ સે.. તુજ સે મેં બાત કરના નહિ ચાહતા.." વિરાજે, નતાશાના આવવા પર નારાજગી બતાવી.

"ક્યું..!? મુજે યહાઁ આના નહીં ચહિયે થા?? અપની એક્ષ વ્હાઇફ સે ડરતે હો?"

"શટ અપ નતાશા! એક્ષ વ્હાઇફ..?! કૌન.. મેં..!? તારી હિંમત કેવી રીતે ચાલી આવું બોલવાની? ચૂપચાપ અહીંથી ચાલી જા.. વિરુએ કહ્યું છતાંય તને સમજાતું નથી. નહીંતર..."

દિક્ષા તાડૂકી ઊઠી પણ એ સાથે ગળામાંથી શબ્દો સાથે ડૂસકું પણ સરી પડ્યું હતું.

"વ્હોટ યુ સે! નહીંતર? શું કરી લઈશ તું? હું તારી સામે જ ઊભી છું લે, જે કરવું હોય કરી લે!"
"તારાથી કંઈ નહીં થઈ શકે દિક્ષા.. તું જ ચૂપ રહે એમાં તારી ભલાઈ છે.."
"ઔર હા તુમ.. તુમ એક્ષ વ્હાઇફ.. પુછો અપને ખો ચૂકે હસબન્ડ સે.." એવું કહી નતાશાએ હાથથી વિરાજ તરફ ઈશારો કર્યો. વિરાજ, પોતાની આંખો ચકળવકળ ફેરવી અમ્મા અને દિક્ષાથી નજર ચોરવાની કોશિશ કરી રહ્યો.

વિરાજ કઈ હકીકત હતી જે છુપાવી રહ્યો હતો? એ દિક્ષા અને અમ્મા હજુ સમજી શક્યા નહોતાં.

"આમ ગોળ ગોળ બોલવાને બદલે જે કહેવાનું છે કહી દે, અને જા અહીંથી. આમ ઘડી ઘડી શાંતિ ભંગ કરવા અહીં આવી જાય છે. વિરુ હજુ આવી વજનદાર વાતો ખમી શકવાને શક્ષમ નથી સમજી.."

નતાશાના ન બોલાયેલા અને કહેવાના રહી ગયેલા અધુરા શબ્દો તલવારની જેમ દિક્ષાના મસ્તિષ્કમાં લટકી રહ્યાં. એણે કપાળ પરના સિંદૂર પાસે હાથની આંગળીઓ મૂકી બતાવતા કહ્યું,

"મારા સેંથામાં પૂર્યું છેને, એ વિરાજના નામનું સિંદૂર છે! દેખાય છે તને? મને તારી આવી બકવાસ વાતો સાંભળવામાં રતીભાર જેટલોય રસ નથી. આજ પછી અહીં આવીને તારું મોઢું ન બતાવીશ, નહીંતર તારું અપમાન થતાં વાર નહીં લાગે.. અને વધારે કરીશ તો પોલીસને કૉલ કરવો પડશે!!"

ઓચિંતી ત્રાટકેલી આ નવી આંધીથી ભરાઈ ગયેલી આંખો ચોળી, અમ્માએ વિરાજના ચહેરા પરના ભાવને પારખવા પોતાના ચશ્મા ઉતાર્યા, સાફ કર્યા અને ફરી આંખે ચઢાવ્યા, પણ બધું વ્યર્થ હતું. એની અડોઅડ ઊભેલી નતાશાએ હાથમાં પકડેલા કોફીના મગમાંથી નીકળતી વરાળ જાણે એના ચહેરાનેય ધુંધળી કરી રહી હતી.

"અત્યારે અહીં આવું કશું ધતિંગ ના કર સોડી! આ તિરાડ પડેલું કાચનું વાસણ છે.. હજુ હમણાં પથારીમાંથી બેઠો થયો છે,  ક્યારે નંદવાઈ જાય કહેવાય નહીં!"

"યું આઉટડેટેડ ઓલ્ડ લેડી.."
રોકાઈ રોકાઈને નતાશા બોલી રહી હતી.
"ઑલ, કૉમ્પ્રેસ માઇન્ડ પીપલ.."
"માય ફુટ.." નતાશા, અમ્માને વડચકાં ભરવા લાગી.

"આ શું બોલે છે વિરુ..?! તમે કંઈક તો બોલો.." દિક્ષાની છાતી અજ્ઞાત ભયથી ધ્રૂજવા માંડી હતી. એકબીજા ઉપર ખડકાયેલા ડુંગરાઓ વચ્ચે અંધારી ગુફામાં જાણે કેદ થઈ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગઈ હતી. ગાઢ અંધકાર, પૂરી સેના સાથે દિક્ષાને ઘેરી વળ્યો હતો.

"ફૂલ રોજ ખીલતે હૈ, ઓર મુરઝાતે હૈ..  નયે ફૂલ ખીલતે હૈ, પર મુરઝાયે હુએ વહી ફૂલ ફીરસે નહીં ખીલતે.. પરિવર્તન કુદરત કા ક્રમ હૈ, જો મેં ઔર આપ કોઈ તોડ નહી શકતે.. જીતના જલ્દી આપ લોગ સમજ જાયે ઉતના અચ્છા હૈ.."

અત્યારે વાતનું વતેસર કરી નતાશા એમને, માનસિક રીતે તોડી નાખવા માંગતી હતી. પણ વિરાજની નાજુકતા દિક્ષાને આગળ બોલવા માટે અટકાવી રહી હતી.

નતાશા તરફ ફરીને દિક્ષા કાકલૂદી કરવા લાગી.
"થોડીક તો દયા રાખ નતાશા! આ તું શું કહી રહી છે? હું તારી નાની બહેન જેવી છું.."

"પર હૂ નહીં!! મુજે તેરી દીદી બનને મે કોઈ ઇન્ટ્રેસ નહીં હૈ.. પર હા.. તુ મેરી શૌતન બનકે રહેંગી તો મુજે કોઈ તકલીફ નહીં હૈ.. બડા મજા આયેંગા!!" અને નતાશાના ખડખડાટ હાસ્યની ગુંજ ચારેકોર પડઘાઈ રહી.

દિક્ષાની બધી ઈન્દ્રિયો શૂન્ય થઈ ગઈ હતી. અંદર બધું ખાલીખમ થઈ ગયું હતું. એની આજુબાજુ નતાશાના એ શબ્દો ચકરાવા લઈ રહ્યાં હતાં. "શૌતન.. શૌતન.."

નતાશાના બોલાયેલા આ શબ્દોમાંથી દિક્ષાને થોડું થોડું તો કંઈક સમજાઈ ચૂક્યું હતું.

"એય છોકરી.. પેટ ચોળીને શૂળ ઊભું ન કર.. પોતાની જાત સાથે જ શું કામ છેતરામણી ચાલ રમે છે.. દિક્ષુ ક્યાંથી શૌતન કહેવાય તારી? એ તો વિરુની પત્ની છે."
અમ્મા, નતાશાના વાકબાણ સાંભળી ઢીલાંઢસ થઈ ગયાં હતાં, પણ એમણે નતાશા ત્યાંથી જતી રહે એના માટે કોશિશ કરે રાખી હતી.
"સ્નેહના ચૂલા પર સંબંધની રોટલી શેકવી સહેલી થોડી છે? ચૂલે તપવું પડે છે, ત્યારે સંબંધો પાક્કા બને છે.."

"ભણવામાં જેટલો અગ્રિમ હરોળનો પુસ્તકિયો કિડો હતો, એટલો જ સંસ્કારી છે વિરાજ.. પરિવારીક હૂંફ ભર્યા સાનિધ્યમાં મોટો થયો છે. પોતાના આપ્તજનોને અજવાળું કેમનું મળે એવી જ્યોતિશિખા છે એનામાં.. વિરાજ કોઈ એવું ખોટું કામ કરે જ નહીં, જેનાથી અમારે નીચું જોવાનો વખત આવે. ક્યારેય પરિવાર શું છે અને કેવી રીતે બધાં સાથે વર્તાય એ કોઈએ તને શીખવ્યું નથી લાગતું.. યોગ્ય ઉછેર, કેળવણી અને માર્ગદર્શન મળ્યું નથી લાગતું તને? અયોગ્ય સંસ્કારને કારણે આ બધું તને વાહિયાત લાગશે, જવા દે.. એ આ બધું તને નહીં સમજાય.."

દિક્ષાના મગજને જાણે લકવો પડી ગયો હતો. સાંભળતી હતી, જોતી હતી પણ કશું  ઝીલાતું ન હતું. શબ્દો સંભળાતા હતાં, પણ એમાંથી અર્થ ગાયબ થઈ ગયાં હતાં. દ્રષ્ટિ જોતી હતી પણ દ્રશ્યો અદ્રશ્ય હતા.

ડુંગર પરથી ખીણમાં પડઘાની ગુંજ ઊઠે એમ ભારેખમ અવાજો સાથે વિરાજે, નતાશા પર શબ્દો દ્વારા હુમલો કર્યો હતો.
"નતાશા તારું મન તારા જેમ જ હરામનું હમેલ છે.. એથી પણ હરામનું તારું મગજ છે.. ન ભૂલી શકાય એવી તું એક ભૂલ છે મારી.. સજાની જેમ જીવી લેવી પડે એવી ભૂલ.." વિરાજે, નતાશાને તિરસ્કારિત ભાષામાં, ન કહેવાતા શબ્દોમાં સંભળાવ્યું છતાં પણ આ તો નતાશા હતી, એ કોઈનાયે કાબુમાં આવે એમાંની નહોતી. આટલું બધું સાંભળ્યા પછી કોઈ પણ સ્ત્રી હોય પોતાનું સ્વાભિમાન ઘવાયા વિના ન રહે અને સમજીને પાછી વળી જાય પણ, આ ક્યાં કોઈનાથીયે ગાજી જાય એમાંની સ્ત્રી હતી.? ©

વધુ આવતા પ્રકરણ : 55 માં વિરાજને હરતો ફરતો જોઈને નતાશાના હ્રદયમાં આનંદના પતંગિયા ઊડાઊડ કરતાં હતાં અને દિક્ષાને માથે કાળો ભમ્મર, કાળ ઘુમરી મારી રહ્યો હતો..

-આરતી સોની©


Rate & Review

nikhil

nikhil 4 weeks ago

Viral

Viral 4 weeks ago

jyoti

jyoti 2 months ago

Kinnari

Kinnari 4 months ago

Neepa

Neepa 5 months ago