Lagn to tari sathe j in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લગ્ન તો તારી સાથે જ....

Featured Books
Categories
Share

લગ્ન તો તારી સાથે જ....

" સાચો પ્રેમ...."💑

💑રિદ્ધિ અને મનન એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંને સાથે જ એક જ ક્લાસમાં ભણતાં હતાં. બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું. અને સમય આવ્યે ઘરમાં મમ્મી-પપ્પાને લગ્ન માટે જણાવીશું તેમ નક્કી કર્યું હતું. પણ અચાનક રિદ્ધિના પપ્પાની ટ્રાન્સફર બીજા શહેરમાં થઇ ગઇ.

💑રિદ્ધિ શહેર છોડીને ચાલી ગઈ. થોડા સમય સુધી બંનેએ ખાનગીમાં પત્રવ્યવહાર ચાલુ રાખ્યો, રિદ્ધિની ઉંમર થતાં તેને માટે માંગા આવવાના શરૂ થઇ ગયા હતા. મમ્મી-પપ્પા હવે લગ્ન માટે ઉતાવળ કરતા હતા.તેણે આ વાત મનનને જણાવી પણ મનનને માથે ઘરની તમામ જવાબદારી આવી પડી હતી. તે કોલેજના છેલ્લા વર્ષમાં હતો અને તેના પપ્પાનું એક એક્સીડન્ટમાં ડેથ થઇ ગયું હતું અને પહેલા તેને તેનાથી મોટી તેની બહેનને પરણાવવાની હતી. તેથી તેણે રિદ્ધિ લગ્ન માટે " ના " પાડવી પડી. અને બંને અતિશય દુઃખી હ્રદયે છૂટા પડ્યા.

💔રિદ્ધિના તેની કાસ્ટમાં મેહુલ નામના છોકરા સાથે લગ્ન થઇ ગયા. લગ્નના પાંચ વર્ષ પછી તેના હસબન્ડને નોકરી માટે ટ્રાન્સફર કરી પોતે જ્યાં કુંવારી હતી અને રહેતી હતી તે જ સીટીમાં રહેવા આવવાનું થયું.

💕એક સોસાયટીમાં બંગલો ભાડે લઇ રિદ્ધિ તેના હસબન્ડ મેહુલ અને ત્રણ વર્ષના દીકરા વિવાન સાથે રહેવા આવવાનું થયું.

💕રહેવા આવ્યાના બીજા જ દિવસે સવારે તેણે પોતાની જ સોસાયટીમાંથી મનનને નીકળતા જોયો અને તે ચોંકી ગઇ. તેણે તપાસ કરી તો ખબર પડી કે મનન એ જ સોસાયટીમાં પોતાના બંગલામાં રહેતો હતો. તે ખૂબજ ખુશ થઇ ગઇ હતી.

💘રિદ્ધિ અને મનન એક જ સોસાયટીમાં રહેતા હતા બંને કદી એકબીજાની સાથે વાત ન હતા કરતા પણ હજીપણ એકબીજાને ખૂબજ પ્રેમ કરતા હતા અને એકબીજાને જોઇને ખુશ રહેતા હતા.

❣પ્રેમ ફક્ત પામવામાં નથી આપવામાં છે....❣

❣પ્રેમ એટલે એકબીજાને જેવા છીએ તેવા સ્વીકાર સાથે અપનાવવાની તૈયારી....

❣પ્રેમ અનકન્ડીશનલ હોવો જોઈએ, પ્રેમમાં શરતને કોઈ અવકાશ જ નથી.

❣એકબીજાને કંઇક આપવાની ભાવના એટલે પ્રેમ.

❣એકબીજાને ખૂબ ખુશ રાખવાની ઇચ્છા એટલે પ્રેમ.

❣એકબીજાની સતત કાળજી રાખવી એટલે પ્રેમ.

❣એકબીજાની ખૂબીઓ સાથે ખામીઓને પણ અપનાવવી એટલે પ્રેમ.

❣આપણાં ત્યાં પ્રેમનો એકરાર પાન ખાઇને પીચકારી મારવા જેટલો સહેલો બની ગયો છે. પણ તે પ્રેમ નથી તે માત્ર આકર્ષણ છે. સાચો પ્રેમ આકર્ષણથી નથી થતો માણસમાં રહેલા ગુણોને જોઇને થાય છે.

❣આકર્ષણથી થયેલો પ્રેમ ક્ષણિક હોય છે અને તે ક્યારેક ખરાબ પરિણામ નોંતરે છે.

- જસ્મીન

" લગ્ન તો તારી સાથે જ....."

અને પ્રિયેન બે હાથ જોડીને સીમોલીના પપ્પાના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો, રડતાં રડતાં બોલી પડ્યો કે, " અંકલ, મારાથી સીમુની આ હાલત નથી જોવાતી, હું તેને વિધવાના ડ્રેસમાં નહીં જોઇ શકું. હું આપની પાસે આજે ફરી તેનો હાથ માંગવા આવ્યો છું."

સીમુના પપ્પા પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા, " તમારા બંનેનો પ્રેમ સાચો હતો, મેં જ ખોટી જીદ કરીને સીમુને મયંક સાથે પરણાવી અને લગ્નને હજી છ મહિના માંડ થયા છે ત્યાં મયંકનું કાર એક્સીડન્ટમાં મૃત્યુ થયું, મને માફ કરી દે બેટા, હું તમારા બંનેનો ગુનેગાર છું. એને લઇજા તારી સાથે બેટા એને લઇજા, મારાથી પણ એનું દુઃખ નથી જોવાતું.." અને તે ખૂબ રડ્યા, ખૂબ રડ્યા...

પ્રિયેન અને સીમોલી બંને કોલેજમાં સાથે જ ભણતા હતા, બંને વચ્ચે દોસ્તી થઈ અને આ દોસ્તી પ્રેમમાં પરિણમી. બંનેએ જીવનભર એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું હતું બંનેએ પોતપોતાના ઘરે આ વાત જણાવી. પ્રિયેનના ઘરેથી " હા " હતી પણ સીમોલીના ઘરેથી તેને " ના " પાડી દીધી અને તેને બીજે પરણાવી દીધી પણ છેવટે પ્રિયેને પોતાની સીમોલીને વિધવા હાલતમાં સ્વીકારી અને તેની સાથે લગ્ન કરી તેને પોતાના ઘરે લઇ ગયો...

- જસ્મીન