Acids - 4 books and stories free download online pdf in Gujarati

એસિડ્સ - 4

એપિસોડ- ૪

ડો.સુશીએ એક દિવસ ડો. રોબર્ટને ફોન કરી રૂબરૂ એમના ઘરે મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તે મુજબ એક દિવસે બંનેએ મુલાકાત ગોઠવી.

" ડો. રોબર્ટ , આપણી લેબમાં એક એવા જીવાણુંનું પરીક્ષણ થઈ રહ્યું છે જેના લક્ષણો એઇડ્સના જીવાણુ જેવા છે. પણ આ જીવાણું એઈડ્સના જીવાણું કરતા વધુ ઝડપથી ફેલાય છે. "

" હા..પણ એનું શું?"

" ડો.હું શું કામ આ વિશેની માહિતી માગી રહી છું તે તમને કહું છું પણ તે પહેલાં તમે મને ખાત્રી આપો કે આ વાત આપણી બે વચ્ચે રહશે.ભૂલે ચૂકે પણ તમે આ વાત કોઈને કહેતાં નહી. કામ બને કે ન બને એ બે નંબરની વાત પણ વાત ગુપ્ત રહેવી જોઈએ. માનવ ધર્મ અને મિત્ર ધર્મનો સવાલ છે. કોઈના આત્માને શાંતિ મળે."


" હું સમજ્યો નહિ ડો.સુશી.સ્પષ્ટ બોલો તો સમજ પડે

" હા..તો સાંભળો ડો.રોબર્ટ ,ડો. સુશીએ એમની બહેનપણીઓની હત્યા કેવી રીતે થઇ,પોતે પણ કેવા સપડાયા હતાં,કેવી રીતે બળાત્કારીઓના ચુંગલમાંથી છટક્યા તે પછી શું શું થયું ..શું શું ન થઈ શક્યું તે બધી જ હકીકત કહી.

ડો.સુશીની હકીકત સાંભળ્યા પછી ડો.રોબર્ટ તો અવાક જ પામ્યા. ઘડીભર વિચારતા થયા કે શું જવાબ આપું? આંખો મીંચી મનમાં જવાબ શોધતા હતા. અને ડો.સુશી એમના જવાબની રાહ જોતા હતાં.

નિસાસો નાખતાં ડો. રોબર્ટ બોલ્યાં, " ડો.સુશી , તમે જે કરવા જઈ રહ્યા છો તે કામ કાયદાની દ્રષ્ટિએ ગુનો છે. પકડાયા તો અહીંની સરકાર અને ભારત સરકાર જેલ ભેગો કરી દેશે. નોકરી જતી રહેશે. તમારી ધીકતી પ્રેક્ટિસને બ્રેક લાગશે. પરિવાર,સમાજ,દેશના નજરથી આપણે ગુનેગાર બનીશું. મોં બતાવવા લાયક નહિ રહીશું. અને આ રીતે કોઈની જાન લેવાનો આપનણે અધિકાર નથી. કાયદાની રીતે સજા મળે તે જ યોગ્ય.મને આ બાબત વિચારવું પડશે. હું તમને અત્યારે ને અત્યારે કઈજ કહી શકતો નથી. કામ થશે એની હું ચોક્કસ હામી નથી ભરી શકતો. આજ દિન સુધી મે એવા અવૈધ કામ નથી કર્યા. તમે સારા મિત્ર છે એટલે મે આટલી લાંબી વાત કરી. તમારી જગ્યાએ બીજો કોઈ હોત તો મે તરત જ અહીંથી ધક્કો મારી કાઢી મુક્યો હોત."

" ડો.હું જાણું છું કે આ કામ અવૈધ છે.તેના પરિણામ માઠાં જ આવશે પણ મારું જમીર કહે છે કે માનવતા અને મિત્ર ધર્મને કાજે આ કામ થવું જોઈએ જેથી આવનાર દિવસોમાં આવા બનાવો નહી બને અને કોઈ માસૂમ છોકરીઓ ભોગ નહી બને. કદાચ તમને ખબર ના હોય પણ અમારા હિન્દુઓના ધાર્મિક ગ્રંથ મહાભારતમાં કર્ણ જેવા મહારથી, શૂરવીરને ખબર જ હોય કે એ અધર્મને સાથ આપી રહ્યો છે પણ દુર્યોધનના મિત્રતા ધર્મને કાજે એ મિત્રતા ધર્મ નિભાવે છે અને ધર્મની વિરુદ્ધ લડે છે. કુકર્મો કરતા પહેલા દુષ્ટ માણસો સો વખત વિચારે. તમે જોઈએ તો શાંતિથી વિચારો. મને એટલી ઉતાવળ નથી. તમારો વિચાર થાય તો મને કહેજો.હું તમને કહીશ કેવી રીતે આં કામ પૂરું પાડવાનું."

" ઓકે..મને ૧૦-૧૫ દિવસનો વિચારવાનો સમય આપશો."?

ડો. સુધી આશા સાથે ઘરે આવ્યા.

તેમણે બહેનપણી સુહાનીને આ બાબતે જાણ કરી અને કામ થઈ જશે એવી આશા વ્યક્ત કરી.

૨૦ દિવસ થયા અને ડો.રોબર્ટ ફર્નાન્ડોએ ડો.સુશીને ફોન કર્યો, " ડો.સુશી તમે જે કેમ કરવા કહ્યું તે જરા મુશ્કેલ છે. અમારી લેબમાં ૨૪ કલાક ૭ દિવસ સી.સી.ટી.વી કેમેરા ચાલુ હોય. અને સધન સુરક્ષા પણ હોય. એટલે તાત્કાલિક કામ નહી થાય. છતાંય તમારું કામ કરવાની કોશિશ કરીશ."

" ડો.રોબર્ટ, તમારી ત્યાં પાવર તો જતોજ હશે ને કોઈ કોઈ વાર થોડા સમય માટે? તે સમયમાં તો કેમેરા બંધ જ રહેવાના. તેટલાં સમયમાં તો થઈ જ શકે છે ને"?

" હા..એ વાત સાચી પણ ક્યારે પાવર જાય અને આવે અને કેટલા સમય માટે જાય તે નક્કી નથી હોતું. તમે એક કામ કરો ,જે શીશીમાં તમને જીવાણુ અને રોગથી રક્ષણ મળે તે માટે એન્ટી વાયરસનાં ડોઝ જોઈએ તે માટે તમે ખાલી શીશીઓ મોકલી આપો એટલે જ્યારે પણ પાવર જાય ત્યારે હું તમારું કામ કરી આપીશ."

" ડો.સાહેબ આમ પણ મારી હોસ્પિટલના દર્દીઓના લોહીના,પેશાબના નમૂના હું તમારી લેબમાં મોકલું છું તે સાથે ખાલી શીશીઓ મોકલી આપીશ. તમે ખાલી શીશીઓ તમારા તાબામા રાખજો. જ્યારે પાવર જાય ત્યારે તમે મારું કામ કરી આપજો. બાકીનું કામ મારું. તમારે ફક્ત જીવાણુ અને એન્ટી જીવાણુના ડોઝ મને આપવાના એટલે તમારું કામ પૂરું."

" ઓકે મેડમ.."

બીજે જ દિવસે ડો.સુશીબહેને પોતાની હોસ્પિટલના અમુક દર્દીઓના લોહીના અને પેશાબના નમૂનાની સાથે બે ખાલી શીશીઓ એક ખોખામાં પેક કરી મોકલી આપી.

ડો.રોબર્ટે ડો.સુશીએ મોકલાવેલ લોહી અને પેશાબના નમૂના સાથે મોકલાવેલ ખાલી શીશીઓ પણ મળી ગયાના સમાચાર આપ્યા. હવે ફક્ત ડો. સુશીને જીવાણું અને એન્ટી વાયરસના ડોઝનો ઈન્તેજાર હતો. એકવાર મળી જાય એટલે તે પછીનું આયોજન કેવી રીતે કરવું તે બાબતે સુહાની જોડે વાત કરવાનું રહેતું હતું.

દરમ્યાન ડો. સુશીએ ડો. રોબર્ટને પૂછ્યું કે તમને આ રોગના જીવાણું ક્યાંથી મળી આવ્યા"?

" અમારા લેબના વૈજ્ઞાનિકો અને ડોકટરોની એક ટીમ છે. એ ટીમ આવા નવાનવા રોગોની માહિતી લાવે છે. એ રોગ જે પ્રદેશ કે દેશમાં હોય ત્યાંથી માહિતી મેળવી એ રોગના જીવાણું લઈ આવે છે અને અમારી લેબમાં પરીક્ષણ કરવામાં આવે છે. ટુંકમાં તમને કહું છું

"અમારી લેબના વૈજ્ઞાનિકો, અને ડોકટરોની એક ટીમ દ.આફ્રિકાના એક નાનકડા પછાત અને જંગલ અને જંગલી પશુ પક્ષીઓથી ઘેરાયેલા પ્રદેશમાં ગઈ હતી. ત્યાંની પ્રજા તદ્દન અભણ. શહેર જોયું જ નહી હોય. નાની નાની ઝૂંપડીમાં રહેતા હોય. થોડા થોડા અંતરે નાના નાના ગામડા હોય. ત્યાં એક વિકરાળ પ્રાણી જે કોઈ વાર રીંછ જેવું દેખાય તો કોઈ વાર ગોરીલા બંદર જેવું દેખાય છે. તેને મારીને તેના માંસનું સૂપ બનાવી પિયે છે એટલે એના જીવાણું શરીરમાં પ્રવેશે છે. આ જીવાણું શરીરમાં પ્રવેશ્યા પછી લગભગ દસેક કલાક સક્રિય રહે છે. ગરમી કે ઠંડીની જીવાણું પર કોઈજ અસર થતી નથી. એમનો સમય પૂરો થાય એટલે આપોઆપ જીવાણું નિષ્ક્રિય થઈ જાય છે અને ઓગળી જાય છે. મૃત અવસ્થામાં રહેતા નથી. આ વાયરસ વિશે અહીંની પ્રજા અજાણ છે. જે દિવસે આ સૂપ પિયેે તે દિવસે કોઈ સ્ત્રી પુરુષ શારીરિક સંબંધ બાંધે અથવા લીપલોક કરે તો તે દિવસે માણસ તફડી ખલાસ થઈ જાય છે. એ જીવાણું શરીરમાં પ્રવેશ્યા પછી બે કલાકમાં જ સક્રિય થઈ જાય છે. તેની તીવ્રતા એઈડ્સના જીવાણું કરતા ઘણી જ વધારે હોય છે. બહુ ઝડપથી શરીરમાં ફેલાઈ જાય છે. આ જીવાણુંથી શરદી, ખાંસી , તાવ, ફોલ્લીઓ, આંખ કે કાન,મોં,જીભ,ત્વચા એટલે બાહ્ય અંગો પર કોઈજ અસર થતી નથી. શ્વાસ નળીમાં અને અન્ન નળીમાં એ જીવાણું પોતાનું સ્થાન જમાવી રાખે છે. જેથી માણસને શ્વાસ લેવામાં અને ખાવા પીવામાં તકલીફ પડે .શ્વાસ રુંધાય છે. મોંથી પણ શ્વાસ લઈ શકતો નથી. તેની તીવ્રતા અને ઝડપ એટલી ગતિમાન અને તેજ હોય છે કે તમે કોઈ સારવાર કરો તે પહેલાજ માણસ મૃત્યુ પામે છે. શરીર પર કોઈજ એવા લક્ષણો જોવા નથી મળતા. જે સામાન્ય શરીર હોય તેવુંજ શરીર મૃત્યુ પામે ત્યારે પણ હોય.

-------------------------------------