Acids - 8 books and stories free download online pdf in Gujarati

એસિડ્સ - 8

એપિસોડ-૮

ગાડી અને રિક્ષાની પણ વ્યવસ્થા થઈ ગઈ. કોડવર્ડ પણ નક્કી કરી લીધો. એ નરાધમો હજુ તારા સંપર્કમાં છે. ચેટ પણ કરે છે. સુહાની , હાથીનું આખું ચિત્ર દોરાઈ ગયું હવે ફક્ત પૂછડું જ દોરવાનું બાકી રહ્યું છે. ભગવાન આપણા થકી એવા નરાધમોને મોતની સજા આપવાનું વિચાર્યું હશે એટલે આપણા કામ સફળ થતાં ગયા. ભગવાન પર શ્રદ્ધા રાખ. આપણે ખોટું નથી કરી રહ્યાં ને? નિર્દોષની જાન નથી લઈ રહ્યાં ને? બસ..તો ચિંતા શેની? તું એક કામ કર એ લોકોને સમય આપી દે, કોડવર્ડ અને રિક્ષાનો નંબર આપી દે." સુશી ચિંતિત થયેલી સુહાનીને સમજાવતી હતી. એની ચિંતા દૂર કરવાની કોશિશ કરતી હતી

" ઓકે સુશી..તારો અને નિકુંજનો સાથ છે એટલે મને હિમ્મત છે.

સાંજના છ વાગી ગયા હતા. સુહાનીએ લેપટોપ ચાલુ કર્યું. ફેસબુક ખોલ્યું. બંને નરાધમો ઓન લાઇન હતાં. હાય હેલ્લો કર્યું. બંને નરાધમોએ થોડાક અશ્લીલ મેસેજ કર્યા. સુહાનીએ ટુંકમાં જ જવાબ આપ્યા. પછી તેણીએ આજનો મળવાનો સમય આપ્યો. એમનું સરનામું મંગાવ્યું. એ લોકોએ ખુશીમાં ને ખુશીમાં સરનામું આપી દીધું. સુહાનીએ રાતના સાડા દસે રિક્ષા લેવા આવશે એમ જણાવ્યું. સાથે રિક્ષા નંબર આપ્યો. કોડવર્ડ આપ્યો. કોડવર્ડ ક્યારે અને કઈ જગ્યાએ બોલવાનો તે કહ્યું. બંને નરાધમો રાજીના રેડ થઈ ગયા. હજુ થોડી ચેટ કરી પછી સુહાની ઓફ લાઈન થઈ ગઈ.

એ લોકોનું સરનામું અને કોડવર્ડ સુહાનીએ નિકુંજને આપ્યું.

સુહાની,સુશી,નિકુંજ ફૂલ તૈયારીમાં હતાં. હવે કઈજ બાકી રહ્યું નથી તેની ખાતરી પણ કરી લીધી હતી. બંને બહેનપણીઓ જરાય વિચલિત થઈ નહોતી. માનસિક રીતે સ્વસ્થ જણાતી હતી.

સાંજના બંનેએ સાથેજ ભોજન લીધું હતું. ભોજન બાદ જૂની યાદો તાજી કરી લેતા હતા.તેમના મીશનને હવે જૂજ કલાકો અને મિનિટો બાકી હતાં

"यार बल्लू, आजतक हमने कितनी लड़कियां पटाई है और कितनी लड़कियों के साथ हमने शारीरिक संबंध किए है पर कोई भी लड़की ने हमसे हमारा पता नहीं मांगा और न ही हमारे लिए कोई भी रिक्शा,गाड़ी भेजी और ना कोई लेने आया। ये कोडवर्ड क्या चक्कर है पता नहीं चल रहा है। मुझे कुछ तो गड़बड़ लग रही है। मेरा मन नहीं मान रहा है।"

" देख भाई हीरा, उसकी कोई मजबूरी होगी या किसीने डराया धमकाया होगा, किसी से डरती होगी, कोई उसके ऊपर नजर डाली होगी इसलिए वो ऐसा कर रही है। हम भी पूरी तैयारी के साथ जाएंगे तु क्यों फिक्र कर रहा है। देखते है एक बार जा के आते है।अगर ऐसा कुछ शंकाशील लगे तो भाग निकलेंगे।

" पर क्या तैयारी करेंगे?" हिराने चिंता जता के पूछा।

" देख इस टाइम होशियार रहने का और साथ नशीली दवा है ना वो साथ में लेकर जाएंगे। हम दोनों के पास रामपुरी है वो लेके जाएंगे। हम दोनों हाथो मै और पैरो मै स्किन टाईट स्किन कलर के मोजे पहनके जाएंगे।और खाली खाली उनको धमकी देंगे की कोई चालाकी की,गड़बड़ की,पुलिस का लफड़ा किया तो ऊधरी च टपका देंगे। हमारे ५-६ आदमी बाहर खड़े है कोई चालाकी की तो मिस कोल करके बुला लेंगे और उधरी च ठोक देंगे।
आजतक हम पकड़े गए है क्या?"

"ठीक है तू इतना भरोसे के साथ और तैयारी के साथ बोल रहा है तो चलते है।

પૂરી તૈયારી સાથે બંને હરામખોરોએ સુહાનીને આવવા માટેનો ઓફ લાઈન મેસેજ કર્યો. સાડા સાતે સુહાની ઓન લાઇન થઈ અને મેસેજ વાંચ્યો. અંગુઠાની ઇમોજી મોકલી.

પ્લાનિંગ મુજબ રાતના નવ વાગે સુશી સુહાનીના ઘરે તૈયારી સાથે આવી હતી. સહુથી પહેલાં એણે પોતે ઇન્જેક્શન વડે પોતાના શરીરમાં પહેલાં એન્ટી એસિડ્સ વાયરસનો ડોઝ મૂક્યો. અને પછી સુહાનીને પણ એ ડોઝ આપ્યો..

દસ વાગે એસિડ્સ જીવાણુનો ડોઝ ઇન્જેક્શન વડે બંનેએ લીધો
સાડા દસ વાગે રિક્ષા નરાધમોને લેવા નીકળી ગઈ હતી.

સાડા દસ વાગે બંને નરાધમો ઘરની બહાર નીકળ્યા. શિયાળો હોવાથી રસ્તાઓ સૂમસામ હતાં. ફક્ત વાહનોની થોડીક અવર જવર હતી. રોડની બંને બાજુ બે બે રિક્ષાઓ ઊભી હતી. બંનેને એમ કે રિક્ષા આવી ગઈ. બેઉએ રિક્ષાના નંબર જોયા પણ જે નંબર આપ્યો હતો તે રિક્ષા નહોતી.

દરેક રિક્ષાવાળાએ એમણે ક્યાં જવું છે તે પૂછ્યું. એમને કહ્યું કે " ભાઈ, અમારી રિક્ષા આવે છે" . દસ મિનિટ થઈ ગઈ હતી પણ રિક્ષા દેખાઈ નહિ.પાછા ઘરે જવાનો વિચાર કરતા હતા એટલેક તેમની ઘરની બાજુમાં એક પતલી શેરી હતી ત્યાંથી રિક્ષા આવતા દેખાઈ. રોડ પર ઉભેલા બે જણને જોતા રિક્ષા રોડ પર ગઈ. બંનેએ રિક્ષા નંબર જોયો. રિક્ષાવાળાએ કોડવર્ડ પૂછ્યો. જે કોડવર્ડ બોલ્યાં તે સાચો છે એની ખાતરી થતાં રિક્ષાવાળાએ રિક્ષામાં બેસવા કહ્યું. બંને રિક્ષામાં બેસ્યા.રિક્ષા પૂરપાટ દોડવા લાગી. સુહાની અને સુશીનું મીશન પૂર્ણ થવાને ગણતરીના કલાકો જ હતાં.

અગિયાર વાગે રિક્ષા સુહાનીના એપાર્ટમેન્ટની ગેટ નજીક ઉભી રહી અને બીજા માળે જવા કહ્યું અને ત્યાં જઈ કોડવર્ડ બોલવાનું કહ્યું. રિક્ષા ત્યાંથી તરતજ નીકળી ગઈ હતી.

બંને દાદર ચઢી બીજા માળે આવ્યા. ચાર માળના એપાર્ટમેન્ટમાં સી.સી.ટી.વી કેમેરા નહોતા. બીજા માળે આવ્યા. સુહાનીના ફ્લેટનું બારણું અડધું ખુલ્લું હતું. એક નરાધમ કોડવર્ડ બોલ્યો. સુહાનીએ બારણું ખોલ્યું.બંનેને અંદર બોલાવ્યાં.

આવતાની સાથે બંનેએ ધમકી આપી દીધી કે કોઈ ચાલાકી, રમત નહી કરવાની.પોલીસના લફડા કે ગુંડાગીરી નહી જોઈએ. અમારા ૫-૬ માણસો બાહર ઊભા છે. મિસ કોલ કરીશું તો પાંચ મિનિટમાં આવી પહોંચી જશે. ચૂપચાપ કામ પતાવી અમો જતા રહીશું. ધમકી આપતા કહ્યું, " કોઈ પણ ગડબડ કરશો તો ટપકાવી દઈશું."

સુહાની અને સુશીએ હકારાત્મક ડોક ધુણાવી એવું કંઈ થશે નહી તેની ખાતરી આપી.

બંને નરાધમો દારૂની માંગ કરી પણ દારૂની વ્યવસ્થા નહોતી કરી. એક સુહાની પાસે ગયો બેડરૂમમાં અને એક રહ્યો સુશી સાથે આગળના હોલમાં. બંનેએ ચેન ચાળા ચાલુ કરી દીધાં હતાં. સુહાની અને સુશીએ પણ રોમેન્ટિક ચેન ચાળા ચાલુ કરી દીધા . કલાક સુધી આમજ ચાલ્યું. પછી બંને તરસ્યા અને ભુખાવડા થઈ ગયા હતા. તેમણે કામ પતાવી તરત જવું હતું. પણ બંને બહેનપણીઓએ બરાબર રોકી રાખ્યા હતા.

રાતના બે વાગ્યા હશે બંને નરાધમોએ સુશી અને સુહાનીને લીપલોક કર્યું. એકવાર સમાધાન નહી થતાં બીજી વાર કસીને લીપલોક કર્યું. પાછું એક કલાક રોમેન્ટિક ચાળામા રોકી રાખ્યા હતાં.

મળસ્કે ચાર વાગે આપણે શરીર સુખ માણીશું તેમ કહ્યું હતું. બંને નરાધમો રાજી થઈ ગયા હતાં. લીપલોકની અસર ધીમે ધીમે થવા માંડી હતી. બંને નરાધમોને ચક્કર જેવું થવા લાગ્યું. ગળામાં બળતરા થવા લાગ્યા. શરીર કમજોર થતું હતું.

" ये तुमने क्या किया? हमको चक्कर क्यों आ रहा है? गलेमे अगन हो रही है कुछ ठंडा पिलाओ ।शरीर कमजोर होता जा रहा है। ये क्या किया है तुमने?

બંને બહેનપણીઓ એક બીજા સામે જોઈ મરક મરક હસતી હતી. બંને નરાધમોના ખ્યાલમાં નહોતું આવ્યું કે સેક્સની આડમાં તેમની સાથે શું થઈ રહ્યું છે.

--------------------------------------