Acids - 5 books and stories free download online pdf in Gujarati

એસિડ્સ - 5

એપિસોડ-૫

સત્તાવાર આ જીવાણુનું નામ હજુ નક્કી નથી થયું પણ અમારી લેબના વૈજ્ઞાનિકોએ, ડોક્ટરોએ તેને " એસિડ્સ" નામ આપ્યું છે. આમ તેનું લાંબુ નામ " એક્યુટ સેક્સ ઈમ્યૂન ડેફિસીએન્સી સીન્ડ્રોમ " છે. ટુંકુ નામ A.S.I.D.S છે.

"આ જીવાણું અમારી ટીમ પરીક્ષણ માટે લઈ આવ્યા. છેલ્લા દોઢ વર્ષથી વિવિધ પ્રાણીઓ પર પરીક્ષણ કર્યું. પરીક્ષણ સફળ પણ થયું.
તેના પર અમોએ એન્ટી વાયરસનો ડોઝ પણ શોધી કાઢ્યા છે. એન્ટી વાઈરસનું નામ પણ " એન્ટિ એસિડ્સ" રાખ્યું છે.
હાલ નમૂના સ્વરૂપે અમારી લેબમાં ઉપલબ્ધ છે. એન્ટિ એસિડ્સનું પરીક્ષણ પણ સફળ થયું.
જ્યારે આ રોગનો ફેલાવો થશે ત્યારે અમો એ એન્ટી એસિડ્સ જાગતિક આરોગ્ય સંસ્થાને જાણ કરી તેના પેટન્ટ મેળવીશું અને પછી આંતરરાષ્ટ્રીય બજારમાં સત્તાવાર મુકીશું."

" ઓકે ડો.રોબર્ટ તમે જે માહિતી આપી તે બદ્દલ આપની આભારી છું. તમે નચિંત રહો.આ વાત હું ગુપ્ત રાખીશ. તમારી ઉપર આંચ નહી આવવા દઈશ. તેની હું ખાતરી આપુ છું. મને એસિડ્સ વાયરસનાં જીવાણું અને એન્ટી એસિડ્સ વાયરસના ડોઝ હવે તમે જેટલા જલ્દી આપશો તેટલું સારું."
આભાર વ્યક્ત કરી ડો.સુશી પોતાના હોસ્પિટલ તરફ જવા રવાના થયા.

"હેલ્લો સુશી..ક્યાં સુધી આવ્યું તારું મિશન? મેળ પડે એવું છે? આશાસ્પદ લાગે છે? ન હોય તો બીજો કોઈ રસ્તો અપનાવીએ પણ અંજામ તો આપવોજ છે. તારું કામ પૂરું થાય એટલે મને જાણ કર. આમ તો મે મારે શું કરવાનું છે તેનું આયોજન ક્યારનું કરી લીધું છે.
તું ફક્ત તારા કામને આશાસ્પદ અંજામ આપ." સુહાનીએ રાતના ૧૧ કલાકે સુશીને ફોન કરી માહિતી મેળવી હતી.

"સુહાની , આશા તો છે હવે કિસ્મત કેટલું સાથ આપે તેના પર છે. જેમ હશે તેમ હું તને તાત્કાલિક જાણ કરીશ.તું બેફિકર રહે. વિલંબ ભલે થાય. જે થશે તે સારું થશે. તું હવે એ બાબત બહુ વિચાર નહિ કર. હું અહી લેબનાં વડા ડો.રોબર્ટના સંપર્કમાં છું જ. ઓકે?
પણ તે શું આયોજન કર્યું તે તો કહે??"

" સાંભળ, મે ફેસબુક પર મારું એક ફેક એકાઉન્ટ ખોલ્યું છે અને એમાં ૧૫-૨૦ જેટલા ઉત્તેજિત , થોડા સેક્સી ફોટા અપલોડ કર્યા છે. અને લગભગ ૧૫૦ જેટલી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. બધીજ સ્વીકારી છે. અને હજુ પણ આવે જ છે. વિશેષ એટલે સ્વીકારેલ ૧૫૦ મિત્રોમાં એ બે નરાધમો પણ છે. તેઓ રોજ મારી સાથે અશ્લીલ ચેટ કરે છે. હું ફક્ત ટુંકમાં જ જવાબ આપું છું. તેઓ રૂબરૂ મળવા માગે છે પણ મે અટકાવી રાખ્યા છે. એકવાર તારા કામને અંજામ આવે એટલે હું આ લોકોને જાળમાં ફસાઉં છું. "

" ઓહ..સુહાની યુ આર ગ્રેટ યાર...મારા કરતાં તું એક ડગલું આગળ છે..ઓકે ચલ સારું કર્યું તે.પણ તે એ બેઉ નરાધમોને કેવી રીતે ઓળખ્યા? "

" એમને મારી પાસેથી અઘટિત માંગણી કરી છે અને મે હા પણ પાડી છે. પણ એક શરત મૂકી. મે એમની પાસેથી એમના ફોટા મંગાવ્યા. ફોટા મળ્યા પછીજ તમે મને મળી શકો એમ મે કહ્યું. એ લોકો રાજી થઈ ગયા અને મને લેટેસ્ટ ફોટા મોકલ્યા. અને ગાંડાઓએ જૂના ફોટા પણ મોકલ્યા. તેમના ફોટા મારી પાસે અગાઉથી જ કોમ્પ્યુટરમાં સ્કેન કરી રાખ્યા હતાં. તેમના ફેસબુકમાં આપેલ માહિતીના આધારે મે તેમની તપાસ પણ કરી. તેઓ મૂળ બીજા રાજ્યના છે અને અહી એક કારખાનામાં કામ કરે છે. બંને સાથે રહે છે. બંને ગુનાહિત પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલા છે. બંને પરિણીત પણ છે. આટલી માહિતી મને પૂરતી હતી. હવે ફક્ત ઘાસ નાખી જાળમાં જ ફસાવવાનું બાકી છે.".

" ઓહ..ઓહ,..સુહાની ખરી કમાલ કરી તે. મને એ નરાધમોને મોતને ઘાટ ઉતારવા જ છે.જે થાય તે..." મક્કમતાથી સુશી બોલી.એના બોલવામાં આત્મવિશ્વાસ હતો. અને કશુજ ખોટું કરતા નથી તેવો ભાવ હતો.

ચલ ફોન મૂકું છું."

" ઓકે સુશી.." સુહાનીએ પણ ફોન કટ કર્યો.

" હેલ્લો ડો.સુશી..આજે મને તમે મળી શકો છો રૂબરૂમાં? સારા સમાચાર આપવા છે" ડો.રોબર્ટ ફર્નાન્ડોએ ફોન કર્યો. સાથે એ પણ કહ્યું કે" જે પણ કંઈ વાત છે તે વોટ્સ એપથી કે ઇ મેઇલથી નથી જણાવવી."

"ઓહ..ઓકે ડો.રોબર્ટ હું આજે રાતના ૮ વાગે તમને મળું છું." સુશીએ ફોન કટ કર્યો.

રાતના હોસ્પિટલેથી ડો.સુશી સીધાં ડો.રોબર્ટના ઘરે ગયા. ડોર બેલ વગાડી
થોડી વાર રાહ જોઈ.પાછી બીજી વાર ડોર બેલ વગાડી.

" યસ કમિંગ...જસ્ટ વેઇટ.." અંદરથી ડો.રોબર્ટએ જવાબ આપ્યો.

બીજી મિનિટે બારણું ખોલ્યું.
" ઓહ ડો.સુશી.. કમ.. ટેઇક યોર સીટ.." સોફા ઉપર ઇશારાથી બેસવા કહ્યું.

" સદનસીબે આજે સાંજે ૪ વાગે લગભગ ૩૫ મિનિટ માટે અમારી લેબમાં પાવર ગયો હતો. એટલે સી.સી.ટી.વી સહિત બધી સિસ્ટમ ખોરવાઈ હતી. તેનો લાભ લઈ મે તમારું કામ પૂરું કર્યું છે. તમે જે ખાલી શીશીઓ મોકલી હતી તેમાં એસિડ્સ અને એન્ટી એસિડ્સના ફૂલ ડોઝ મે આપ્યા છે. તમે તેના બે કે ત્રણ ડોઝ કરી શકો છો. અને હા આ પહેલી અને છેલ્લી વાર મે તમારું કામ કરી આપ્યું છે. મહેરબાની કરીને ભવિષ્યમા આવા અવૈધ કામ મને ના કહો તો સારું.
ઓફિશિયલ જે પણ કામ હોય તે હું ચોક્કસ કરી આપીશ જો મારા લાયક હોય તો. પણ હવે આવા ગેરકાયદેસર કામ મને નહીં કહેતા. તમને ખોટું લાગ્યું હોય તો માફ કરો."

" અરે ડો.રોબર્ટ..તમે ચિંતા નહિ કરો. હું હવે તમને એવા કામો નહી સોપુ. મે તમને અગાઉ કહ્યું હતું તેમ ફક્ત માનવતા અને મિત્રતાના ધર્મને કાજે આ કામ તમને ના છૂટકે સોંપ્યું.અને વિશેષ એટલે તમે ભારતીય છો અને હું પણ. અહી પારકા દેશમાં આપણે એક બીજાને મદદ ના કરીએ તો કોની ઉપર આશા રાખીએ. ? તમે મને આશાસ્પદ લાગ્યા એટલે જ મે તમને કામ સોંપ્યું.તમે લગીરે ચિંતા નહિ કરો હું તમને તેની ખાતરી આપુ છું.

" ઇટ્સ ઓકે. ડો.સુશી.આવતી કાલે સવારે હું તમને મોકલી આપીશ.તમારી લેબના સેમ્પલ અમારી લેબમાં છે જ તેની સાથે હું મોકલી આપીશ.ઓકે?

" ખૂબ ખૂબ આભાર " ડો.સુશીની આંખો ઝળહળી ઊઠી. આંખોમાં સંતોષ દેખાતો હતો. ધારેલું કામ પૂર્ણ થશે તેવો આત્મવિશ્વાસ તેમનાં મનમાં સંચાર કર્યો હતો.

બીજે દિવસે તેમને ડો. રોબર્ટ પએ મોકલાવેલ સેમ્પલનું ખોખું મળ્યું. તેમાંથી બે શીશીઓ કાઢી પોતાના કબજામાં રાખી અને બાકીના સેમ્પલ પોતાની લેબના ટેકનીશિયોને આપી દીધા.

રાતના આ સમાચાર હું સુહાનીને આપી જ દઉં છું.એમ સુશીએ વિચાર્યું અને પોતાની હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા પરોવાઈ ગઈ. થોડી થોડી વારમાં સુશી ઘડિયાળ જોતી હતી.આજે દિવસ તેને લાંબો લાગતો હતો. આજે બહુ ખાસ દર્દીઓની એપોઇન્ટમેન્ટ નહોતી એટલે રોજના સમય કરતાં એક ક્લાક વહેલા ઘરે આવી ગયા હતાં. રાતના નવ વાગી ગયા હતા. ભોજન આટોપી પરવારી ફોન લઈ બેસી ગયા સોફા પર અને સુહાનીને ફોન જોડ્યો.

" હેલ્લો સુહાની.......ખુશખબરી છે..મારું કામ પૂરું થઈ ગયું છે. એસિડ્સના જીવાણું અને એન્ટી એસિડ્સ વાયરસ ડોઝના સેમ્પલ મારી પાસે આવી ગયા છે. હું મારી રીતે એના બે ડોઝ બનાઉ છું. હું આવીશ ત્યારે મારી સાથેજ લઈ આવીશ ."

"મારી સાથે લઈ આવીશ ?.એટલે તું પણ આવવાની છે?"

--------------------------------------