Hurricane books and stories free download online pdf in Gujarati

ઝંઝાવાત





અહી કેટલીક કટાક્ષ રચનાં રજૂ કરું છું . આશા રાખું છું કે આપને પસંદ આવશે.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

કટાક્ષ રચનાં..

ઝંઝાવાત

અમથા અમથા એમ જ ક્યારેક વિચાર થાય છે

જૂઠાણું અહીં રાજ કરે ને સત્ય દબાઈ જાય છે.


જુલમ કરનારાઓને લગીરે અફસોસ નહિ અને

એક નાની ભૂલનો પણ અહીં પશ્ચાતાપ થાય છે.


કેટકેટલું વીતે માથે એમ છતાં કોઈ ફરક નહીં ને

નાની અમથી વાતોમાં અહીં અશ્રુધારા જાય છે.


બીજાના છે પથ્થરના અને મારુ તે મીણનું કેમ?

જો હોય નહીં એમ કેમ હ્રદય પીગળતું જાય છે.


સઘળાં તોફાનો સમેટીને ભીતર શાંત રહેતા એ

હળવી લહેરખીએ અહીં ઝંઝાવાત સર્જાય છે.


હુન્નર તો જુઓ એમનું અડીખમ એ પથ્થર સમ

અહી ભોળું દિલ લાગણીઓમાં તણાતું જાય છે.


આટલે પહોંચીને હવે એટલું સમજાય છે ' અંજુ '

આતો સ્વાર્થની દુનિયા અહીં એમ જીવાય છે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

સબંધોની શતરંજ

ચોકઠાનો છે ખેલ બધો

ચોકઠાં સાથે પનારા છે.

અડધાં ચોકઠાં તારા છે

ને અડધા ચોકઠાં મારા છે.

ધોળાં ધોળાં તું લઈલે

ને કાળાં કાળાં મારા છે.

એક રાજા રાણી તારા છે

એક રાજા રાણી મારા છે.

એમ કઈ એકલાં નથી

સાથે સૈન્યનાં સહારા છે.

ચેતીને ભરજો ડગલાં સૌ

કે સામે મોતનાં કિનારા છે.

આજે તું છે તો કાલે હું

એમ વારાં પછી વારા છે.

હારવાનો અફસોસ નથી

ના જીતવાના ધખારા છે.

સામે રહીને લડે છે જે

એ સઘળાં જ મારા છે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

દિલાસો
મનને મનાવી લેવાનું છે.
ખુદને સમજાવી લેવાનું છે.
કરવાના છે પ્રયત્ન સઘળાં
છેવટે તો અપનાવી લેવાનું છે.

ઈચ્છા મારી કંઈ નહીં
એની ઈચ્છા એ જ થવાનું છે.
સંપૂર્ણ આયખુ મારું
તકલીફો સાથે જવાનું છે.

દૂઆનું છે નામ માત્ર
દવાનું તો ખાલી બહાનું છે.
કોઈ તફાવત નહીં આવે
જે છે એ જ રહેવાનું છે.

દિલાસાના છે શબ્દો બધા
ખાલી અમથું કહેવાનું છે.
હકીકત તો હવે એ જ કે
મારે સઘળું જ સહેવાનું છે.

મને ગમતું મળ્યું નથી
મળ્યું એ જ ચાહવાનું છે.
થાય કોશિષ વ્યર્થ ' અંજુ '
પોતાના સામે જ હારવાનું છે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

હારી જવું પડ્યું

પ્રેમ પ્રેમ છે કે અપરાધ કોઈ
ચોરી જેમ મારે છુપાવવું પડ્યું
હાથમાં પકડી હાથ મ્હાલવું તું
સાથે છતાં એકલાં ચાલવું પડ્યું.

ખેલ કિસ્મતના કેવા અજબ
અણગમતા ને અપનાવવું પડ્યું.
દુનિયા સમાજ ને લોકલજજાએ
હતું કંઇ અને કંઇ બતાવવું પડ્યું.

વરસોથી પ્રેમમાં કેદ આ હ્ર્દયને
મને ક મને પણ છોડાવવું પડ્યું.
પાંપણે શણગાર્યા તોરણ અશ્રુના
છતાં હોઠે સ્મિત સજાવવું પડ્યું.

કેમ સમજાવી શકું સ્વાર્થી જગને
એટલે જ ખુદને સમજાવવું પડ્યું.
હારી ન જાય મારા પોતાના ' અંજુ '
એ વાસ્તે મારે જ હારી જાવું પડ્યું.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

ભૂલ થઈ

રોપ્યાં બીજ પ્રેમ તણા
શમણાં જોયા ઘણા ઘણા
શમણાઓની શૂળ થઈ
વેરાનમાં વાવ્યા ભૂલ થઈ.

આપ્યા સ્નેહ દિલ તણા
આપ્યા એના અફસોસ ઘણા
લાગણીઓ બધી ચૂર થઈ
એમને આપ્યા ભૂલ થઈ.

ગણ્યા તમને ચતુર તણા
ડાહ્યા સમજું સુજાણ ઘણાં
ગેરસમજણ બધી દૂર થઈ
કોને સમજાવ્યા ભૂલ થઈ.

અનમોલ એ જીવન તણા
વર્ષો વિતાવ્યા ઘણા ઘણા
વરસોની તો હવે ધૂળ થઈ
રણમાં વિતાવ્યા ભૂલ થઈ.

બદલાવ કર્યા હ્રદય તણા
દરદો સહ્યાં ઘણાં ઘણાં
સઘળી આ માથાકૂટ થઇ
એમનું જ લાવ્યાં ભૂલ થઈ.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

❤️❤️ઉપરોક્ત રચનાં આપને પસંદ આવી હોય તો આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો.

સહકારની અપેક્ષાસહ

આભાર.

- વેગડા અંજના એ.🙏🙏🙏🙏🙏