VEDH BHARAM - 31 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 31

કબીરે વાત કરવાની શરુ કરતા કહ્યું

“આ વાત ત્યારની છે જ્યારે અમે સુરતની પ્રખ્યાત એન્જીનીયરીંગ કૉલેજ એસ.આઇ.ટીમા અભ્યાસ કરતા હતા. ત્યારે અમે ત્રણ મિત્રો હતા હું વિકાસ અને દર્શન. આ સમયે અમારા ઘણી છોકરીઓ સાથે અફૈર હતા. તેની સાથે મજા કરવા અમે દર્શનના ફાર્મહાઉસનો ઉપયોગ કરતા. અમારા ત્રણેયમાં દર્શન ખૂબ જ અમીર હતો વિકાસની પરિસ્થિતિ પણ સારી હતી જ્યારે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. મારા પપ્પા હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા અને મમ્મી સીલાઇ કામ કરી મને ભણાવતી હતી. આ તો મને મારી જ્ઞાતિમાંથી સ્કોલર શિપ મળતી હતી એટલે હું ભણી શકતો હતો. દર્શન અને વિકાસ મને મદદ કરતા હતા. આ બંનેની ઘણી આદતો ખરાબ હતી પણ તે લોકો મને મદદ કરતા એટલે હું કંઇ બોલી શકતો નહોતો. તે લોકો ખૂબ ઐયાસ હતા. અમારા ક્લાસમાં એક છોકરી હતી કાવ્યા. આ છોકરી એકદમ સુંદર હતી. આખી કૉલેજના છોકરા તેની પાછળ ફીદા હતા પણ તે છોકરી કોઇને ભાવ આપતી નહી. તે છોકરી ખૂબ જ સરસ સ્વભાવની હતી બધા સાથે વાતો કરતી પણ તેનાથી આગળ કોઇ પણ સાથે સંબંધ રાખતી નહીં. કાવ્યા અને મારો ડીપાર્ટમેન્ટ સાથે હોવાથી તે મારી સાથે વાત કરતી. અમે બંને મિત્રો હતા પણ એટલા બધા નજીકના મિત્રો પણ ન હતા. દર્શન અને વિકાસને પણ કાવ્યા ખૂબ ગમતી. એક દિવસ અમે બેઠા હતા ત્યારે દર્શન બહું મોટી મોટી વાત કરતો હતો. આ જોઇને વિકાશે કહ્યું “એલા આ બધી છોકરીઓ તો ઠીક પણ તુ કાવ્યાને પટાવે તો અમે તને માનીએ.” આ વાત દર્શનને ગમી નહી તેનો ઇગો હર્ટ થયો અને તે બોલ્યો “ઓકે તો તમે જુઓ આ કાવ્યા પણ થોડા સમયમાં આપણી સાથે હશે.” મજાક મજાકમાં શરુ થયેલી વાતને દર્શને એકદમ ગંભીરતાથી લઇ લીધી અને પછી તે કાવ્યાની પાછળ પડી ગયો. તે કાવ્યા સાથે વાત કરવા માટે મોકા શોધવા લાગ્યો. કાવ્યા પણ દર્શન સાથે વાત કરતી. પણ આમ છતા દર્શનની વાત આગળ વધતી નહોતી. વિકાસ પણ દર્શનને ઉકસાવતો હતો. દર્શન ખૂબ મહેનત કરતો પણ કાવ્યા તેને ભાવ આપતી નહોતી. એક દિવસ એવુ થયુ કે કંટાળીને દર્શને સીધુ જ કાવ્યાને પ્રપોઝ કરી દીધુ પણ કાવ્યાએ તો તેને એકદમ સ્પષ્ટ ભાષામાં ના પાડી દીધી અને દર્શન સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી. દર્શન પોતાનુ આ અપમાન સહન કરી શક્યો નહી અને તે કાવ્યા સાથે બદલો લેવાનો મોકો શોધવા લાગ્યો. પણ કાવ્યા તો તેની લાઇફમાં મસ્ત હતી. આ બાજુ દર્શન તેને જોઇને સળગી ઉઠતો. ત્યાં એક દિવસ એક એવી ઘટના બની કે દર્શનની નફરતની આગ પર પેટ્રોલ રેડાયુ. દર્શને વાત કરવાના બહાને કોલેજ કેમ્પસમાં કાવ્યાને ઊભી રાખીને પછી કહ્યું “તુ તારી જાતને શું સમજે છે? તુ મને ના જ કંઇ રીતે પાડી શકે? આ કેમ્પસમાં કોઇ છોકરીની હિંમત નથી કે મને ના પાડી શકે. આટલુ કહી દર્શને કાવ્યાનો હાથ પકડી લીધો. કાવ્યાને આ વાતથી ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે કોલેજ કેમ્પસમાં બધાની સામે દર્શનને એક લાફો મારી દીધો. આ ઘટના પછીતો દર્શન કાવ્યાને કોઇ પણ રીતે છોડવા માંગતો નહોતો. તે તો કાવ્યાના ચહેરા પર એસીડ ફેંકવાનો પ્લાન ગોઠવતો હતો પણ મે અને વિકાસે તેને સમજાવી આમ કરતો રોક્યો. બીજા દિવસે દર્શન અને વિકાસે મને બોલાવ્યો અને કહ્યું “અમે તને કેટલી મદદ કરી છે તેના બદલામાં તારે અમારુ એક કામ કરવાનુ છે.” આ સાંભળી મે કહ્યું “હા બોલો તમે જે કહેશો તે કામ હું કરી આપીશ.” પણ પછી તે લોકોએ જે કામ કરવાનુ કહ્યું તે સાંભળી મારા હાથ પગ ઢીલા પડી ગયા. તે લોકોએ મને કહ્યું કે તારે ગમે તેમ કરી કાવ્યાને અમારી પાસે લાવવાની છે. આ સાંભળી મે તે લોકોને કહ્યું “જો એક વાત તો એ કે મારે અને કાવ્યાને એવા કોઇ ગાઢ સંબંધ નથી કે કાવ્યા મારી સાથે હું જ્યા કહું ત્યા આવે અને બીજુ કે હું આવુ કોઇ કામ કરીશ નહીં.” આમ કહી પછી હું ત્યાંથી નીકળી ગયો. પણ પછી એક જ મહિનામાં એવી ઘટના બની કે મારે તે લોકોની વાત માન્યા સિવાય કોઇ વિકલ્પ ના રહ્યો. બન્યુ એવુ કે થોડા દિવસો પછી મારા પર ફોન આવ્યો કે મારી મમ્મીની તબિયત ખરાબ છે. હું ઘરે પહોંચ્યો તો મને ખબર પડી કે મારા મમ્મીને ગળાનુ કેન્સર છે અને તેનુ ઇમરજન્સીમાં ઓપરેશન કરાવવુ પડશે. આ સાંભળી મારી હાલત કફોડી થઇ ગઇ. મારા ભણવાનો ખર્ચ પણ બીજા ઉપાડતા હતા તેમા આ પૈસા હું કયાંથી કાઢીશ. મે સગા સબંધી પાસે ઉધાર માંગ્યા પણ કોઇ એક સાથે આટલી મોટી રકમ આપી શકે એમ નહોતુ અને આપી શકે તેમ હોય તો પણ આપે એમ નહોતુ. છેલ્લા ઇલાજ તરીકે મે દર્શનને ફોન કરી પૈસા માંગ્યા. પણ દર્શને ફોન પર ચોખ્ખુ કહી દીધુ કે અમે તને અત્યાર સુધીમાં કેટલી મદદ કરી છે તેના બદલામાં તે અમારા માટે શું કર્યુ? તને એક કામ કરવાનુ કહ્યું હતુ તો પણ તે ના પાડી દીધી. હવે અમે તને મદદ કરીશુ પણ સામે તારે અમે જે કહીએ તે કરવુ પડશે. જો તને મંજુર હોય તો પાછો ફોન કરજે. આટલુ કહી દર્શને ફોન મુકી દીધો. હવે મારી સામે બે એવા રસ્તા હતા કે બે માંથી ગમે તે પસંદ કરુ નુકશાન તો થવાનુ જ હતુ. મે ઘણો વિચાર કર્યા બાદ દર્શનને કહ્યું “ઓકે તમે જે કહો તે હું કરીશ પણ પ્લીઝ તુ મારી મમ્મીને બચાવી લે.” ત્યારબાદ દર્શને મને ઓપરેશનના પૈસા આપ્યા અને મારી મમ્મીનુ ઓપરેશન થઇ ગયું. થોડા દિવસોમાં મમ્મીની તબિયત સારી થઇ જતા હું ફરીથી મારી કોલેજ જતો રહ્યો. બે દિવસ પછી વિકાસ અને દર્શને મને બોલાવ્યો અને કહ્યું “ઓકે, અમે તને મદદ કરી છે હવે તારે અમે જે કહીએ તે કરી આપવાનું છે.” આ સાંભળી મે કહ્યું “ઓકે બોલો મારે શું કરવાનું છે?”

“તારે કાવ્યાને મારા ફાર્મહાઉસ પર લઇને આવવાની છે.” દર્શને કહ્યું.

આ સાંભળી મને આંચકો લાગ્યો અને મે તેને સમજાવવાની કોશિષ કરી પણ તે લોકો માન્યા નહીં. મારી પાસે પણ હવે કોઇ છૂટકો નહોતો. એટલે મે છેલ્લે તે બંનેને કહ્યું “હું કાવ્યાને લઇ આવીશ પણ તમે તેની સાથે કોઇ આડા અવળૂ કરશો નહીં તે પ્રોમિશ આપો.” આ સાંભળી દર્શને પ્રોમિશ આપ્યુ પણ મને તેના પર વિશ્વાસ નહોતો. એટલે મે કહ્યું “પણ આ માટે મારે થોડો સમય જોઇશે.”

“તને એક અઠવાડીયાનો સમય આપ્યો. ત્યાં સુધીમાં તારે જે કરવુ હોય તે કરી કાવ્યાને ફાર્મ હાઉસ પર લાવવાની છે.” આ સાંભળી અત્યારે મને દર્શન પાસેથી મદદ લેવા માટે પસ્તાવો થતો હતો પણ હવે મારી પાસે બીજો કોઇ રસ્તો નહોતો. કેમકે મને ખબર હતી કે હવે જો હું તેનુ નહી માનુ તો દર્શન મને છોડશે નહીં. એટલે મે ધીમે ધીમે કાવ્યા સાથે મિત્રતા વધારી અને એક દિવસ મે તેને કહ્યું “મારે તારી જરુર છે. તું મને મદદ કરીશ?”

કાવ્યા બહું સારી છોકરી હતી મારી વાત સાંભળી તેણે કહ્યું “હા બોલને મારાથી બનશે તેટલી મદદ કરીશ.”

આ સાંભળી મે કહ્યું “ મારી એક ફ્રેંડ્નો બર્થડે છે મારે તેના માટે ગીફ્ટ લેવી છે તુ મને મદદ કરીશ?”

આ સાંભળી તે બોલી “ઓફ કોર્સ એમા શું મોટી વાત છે. બોલ ક્યાંથી ગીફ્ટ લેવી છે?”

“અહી નજીકમાં સુરત મેગા સ્ટોર મોલ છે તેમાંથી લઇ આવીશુ. તુ ક્યારે ફ્રી થાય છે?” મે કહ્યું.

“ઓકે હું ચાર વાગે ફ્રી થઇને તને કોલેજના મેઇન ગેટ પાસે મળીશ.” કાવ્યાએ કહ્યું.

“ઓકે, હું તને ત્યાંથી પીકઅપ કરી લઇશ.” અને પછી અમે બંને ત્યાંથી છુટા પડ્યા.

ચાર વાગે હું બાઇક લઇને પહોચ્યો ત્યારે કાવ્યા ગેટ પાસે મારી રાહ જોઇને ઊભી હતી. મે બાઇક ઉભી રાખી એટલે તે મારી પાછળ બેસી ગઇ. તે બેઠી એટલે મે બાઇકને ડુમસ રોડ પર બાઇકને જવા દીધી. થોડીવારમાંજ બાઇક સુરત મેગા સ્ટોર પહોંચી ગઇ. મે બાઇકને પાર્ક કરવા માટે બેઝમેન્ટમાં લીધી અને બે કારની વચ્ચે ઊભી રાખી. હજુ કાવ્યા બાઇક પરથી નીચે ઉતરતી હતી ત્યાં કાર પાછળથી દર્શન આવ્યો અને તેણે કાવ્યાના મો પર ક્લોરોફોર્મ વાળો રુમાલ મુકી દીધો એ સાથે જ કાવ્યા બેભાન થઇ ગઇ. ત્યારબાદ અમે ત્રણેયે કાવ્યાને દર્શનની કારમાં સુવડાવી દીધી અને તેને દર્શનના ફાર્મ હાઉસ પર લઇ ગયા.

ત્યાં જઇ દર્શન અને વિકાસે કાવ્યા પર રેપ કર્યો અને તેના ન્યુડ ફોટા પાડી લીધા. કાવ્યા જ્યારે ભાનમાં આવી ત્યારે તે બંનેએ તેના ન્યુડ ફોટા બતાવ્યા અને ફરીથી તેની સાથે રેપ કર્યો. ત્યારબાદ તે લોકોએ મને કાવ્યાને મૂકી આવવાનુ કહ્યું અને જતા જતા કાવ્યાને કહ્યું “અમે જ્યારે કહીએ ત્યારે તુ અહી આવી જજે નહીતર તારા બધા ફોટો કોલેજની દિવાલ પર લગાવી દઇશું.” કાવ્યાની હાલત તો એક મડદા જેવી થઇ ગઇ હતી. બે ત્રણ દિવસ કાવ્યા કોલેજમાં દેખાઇ નહી અને પછી મને ખબર પડી કે કાવ્યાએ આત્મહત્યા કરી લીધી છે. કાવ્યા મરતી વખતે સુસાઇડ નોટ મુકતી ગઇ હતી પણ દર્શનના પપ્પા પોલીશને પૈસા આપી દીધા હતા એટલે તે લોકોએ કોઇ કેશ નોંધ્યો જ નહીં.” કબીર સતત બોલી રહ્યો હતો. એકધારા બોલવાને લીધી તેને થાક લાગ્યો એટલે તેણે વાત પુરી કરી ગ્લાસમાંથી પાણી પીધુ.

આખી વાત સાંભળી રિષભ તો સ્તબ્ધ થઇ ગયો હતો. તેને માનવામાં જ નહોતુ કે આવુ પણ થઇ શકે. કબીરની વાતમાં ઘણી બધી જગ્યાએ તેને પ્રશ્નો પૂછવા હતા પણ તેણે તેને બોલવા દીધો હતો. કબીરની વાત સાંભળ્યા પછી હવે આ કેસમાં ગુનેગાર કોણ છે? એ પણ એક સવાલ થઇ ગયો હતો. આવા નરાધમનું ખૂન કરવુ એ ગુનો કહેવાય કે નહી? શું આવા માણસોને આ રીતે જ મારવા ન જોઇએ? આવા ઘણા સવાલ રિષભના મગજમાં ઉઠતા હતા પણ અત્યારે તો તે આ કેસ તેના હાથમાંથી કોઇ ના લઇ જાય તે માટે આવ્યો હતો. અને કબીરની વાત સાંભળ્યા પછી તો હવે તે આ કેસ કોઇ હિસાબે છોડવા માંગતો નહોતો. હવે તેના માટે આ કેસ માત્ર ચેલેન્જ નહી પણ પર્સનલ ઇન્ટરેસ્ટનો વિષય બની ગયો હતો. હવે આ કેસને સોલ્વ કરવો એ રિષભના જીંદગીનું લક્ષ્ય થઇ ગયુ હતુ. જો કે હજુ કબીરને ઘણા પ્રશ્નો પૂછવાના હતા. હવે રિષભ કબીરને જે કહેવાનો હતો તેના પર આ કેસ તેના હાથમા રહેશે કે નહી તેનો આધાર હતો.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM