virgatha - 32 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 32

આશ્રમ થી નીકળી વિશ્વજીત પલઘટ દેશ તરફ ચાલતો થયો. પલઘટ દેશ મિલો દૂર હતું અને જો ત્યાં ચાલી ને વિશ્વજીત પહોંચે તો દસ દિવસ તો એમ જ નીકળી જાય અને પછી એકલા હાથે તે દેશ પર યુદ્ધ કરીને પલઘટ ને જીતવું મુશ્કેલ થાય. એમ વિચારતો વિચારતો વિશ્વજીત ચાલવા લાગ્યો.

ચાલતા ચાલતા તેની નજર એક નાનું એવું ગામ પર પડી. તે ગામ તરફ આગળ વધ્યો. થોડે દુર થી તે ગામ પર નજર કરી તો દસ ઘોડાઓ અને તેની પર સવાર થયેલા માણસો તે ગામ પર જુલમ ગુજારી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. વિશ્વજીત થોડો ગામની નજીક આવી છૂપી રીતે આ બની રહ્યું હતું તે નિરખવા લાગ્યો. ત્યાં પાછળ થી એક વૃદ્ધ મહિલાએ વિશ્વજીત ના ખંભા પર હાથ મૂકીને બોલી.
બેટા કોણ છે તું અને અહી કેમ આવ્યો છે.?

પાછળ વળીને વિશ્વજીતે નજર કરી તો એક વૃદ્ધ મહિલા હતી, હાથમાં એક લાકડી હતી, અને તેના શરીર પર થી બદબુ આવી રહી હતી. લાગે એવું કે તે બહુ ગરીબ હશે અને ઘણા દિવસો થી સ્નાન પણ કર્યું નહિ હોય.

તે વૃદ્ધ મહિલા એ પૂછેલા સવાલ નો જવાબ આપતા કહ્યું. મારું નામ વિશ્વજીત છે. અને હું વટેમાર્ગુ છું. હું પલઘટ દેશ તરફ જઈ રહ્યો છું.
પણ આ ગામ માં આ બધું શું થઈ રહ્યું છે તે આપ મને જણાવશો..? સામે નજર આવતા આ ત્રાસ ને જોઈને વિશ્વજીતે તે વૃદ્ધ મહિલા ને સવાલ કર્યો.

તે વૃદ્ધ મહિલા વિશ્વજીત ની થોડી નજીક આવીને બોલી.
દીકરા આ ઘોડે સવાર સૈનિકો આ ગામ ના લોકોને હેરાન કરી રહ્યા છે. તેનું કારણ કે અહી થી થોડે દૂર એક રાજ્ય છે. તે રાજ્ય નો રાજા બહુ આળસુ છે એટલે તે તેનું બધું કામ આ ગામના લોકો પાસે થી કરાવે છે. કામ કરાવી ગામલોકો ને કોઈ મદદ કે મહેનતાણું આપ્યા વગર તેને ખાલી હાથે કાઢી મૂકે છે.

થોડીવાર તે વૃદ્ધ મહિલા કહેતી કહેતી અટકી ગઈ પછી આંખ માંથી આશુ લૂછતી બોલી. બેટા આ જુલમ થી આ ગામ ને બચાવ. આટલું કહી ચાલતી થઈ.

વિશ્વજીત ને વિચાર આવ્યો કે આ એક મોકો છે જો આ થઈ રહેલ જુલમ થી ગામ ને છુટકારો મેળવીશ તો એક નાનો યુદ્ધ અભ્યાસ થઈ જશે અને ગામને આ ત્રાસ થી છુટકારો પણ મળશે.

હાથમાં એક તલવાર હતી. મ્યાન માંથી તલવાર કાઢીને હિમ્મત ભર્યો વિશ્વજીત આગળ વધ્યો. સામે થી આવતા નવ યુવાન ને જોઈને ઘોડે સવાર સૈનિકો બધા તેની સામે જોઈ રહ્યા. પહેલી વાર આ ગામ માં કોઈ આવતું જોઈને તેઓ વિચારમાં પડી ગયા. તે પણ એક યુવાન તલવાર લઈને આ ગામમાં...

વિશ્વજીત જેવો તેમની પાસે આવ્યો. એટલે તરત એક ઘોડે સવાર બોલ્યા કોણ છે તું અને તું અહી શા માટે આવ્યો છે.?

કોઈ વાતચીત કર્યા વગર વિશ્વજીતે હાથમાં રહેલી તલવાર થી પહેલા ઘોડે સવાર પર વાર કરી તેને નીચે પછાડી દીધો. અને તે ઘોડા પર બેસીને બધા સાથે લડવા લાગ્યો. અચાનક હુમલા થી ઘોડે સવારો ડરી ગયો. કોઈ વિશ્વજીત સાથે લડવા લાગ્યા તો કોઈ ભાગવાની કોશિશ કરવા લાગ્યા. પણ વિશ્વજીત એક પછી એક બધા ને મારતો ગયો. પળ ભરમાં તો બધા ત્યાં ઢળી પડ્યા.

બધા ઘોડે સવારો ને મરતા જોઈને ગામના લોકો વિશ્વજીત પાસે આવીને પ્રણામ કર્યા અને કહ્યું આપે જે કર્યું તે સારું કર્યું પણ આતો તમે ડાળીઓ કાપી છે સાચું થડ તો બાકી છે. જે અમને જુલમ આપનારું છે.
હવે આ થડ ને પણ મૂળ માંથી ઉખાડી ફેંકી દો એટલે અમે બધા આ જુલમ થી છુટકારો મેળવીએ. ગામ લોકો ના ટોળા માંથી એક માણસ આગળ આવી ને બોલ્યો.

તે ગામમાં આ સમજદાર માણસ ની વાત સાંભળી ને વિશ્વજીત બોલ્યો.
હે ગામ લોકો.. હું તમારી મદદે આવ્યો છું તે સાચી વાત છે. અને આપ જેની વાત કરો છો તેને પણ હું જળ મૂળ માંથી ઉખાડી ફેંકીશ પણ મને બદલામાં શું મળશે.

આ સવાલ થી ગામના બધા લોકો એકબીજા સામે જોઈ રહ્યા. જે માણસે વિશ્વજીત સાથે વાત કરી હતી તે અકુ નામનો માણસ બોલ્યો. આપ કોઈ રાજકુળ ના એક ક્ષત્રિય લાગો છો. આપ નું નામ જણાવો અને આપ અમારી પાસે થી શું અપેક્ષા રાખો છો તે પણ કહો. આપ તારણહાર છો એટલે એટલો તો વિશ્વાસ છે કે આપ અમારી પર જુલમ તો નહિ જ ગુજારો.

હું રાજકુમાર વિશ્વજીત છું અને હું પલઘટ જીતવા માટે જાવ છું. મારે થોડાક ઘોડાઓ અને સૈનિકો ની જરૂર છે જો આપ તેની સગવડ કરી આપશો. તો હું તમારો આભારી રહીશ.

ઘોડાઓ તો તમારી સામે જ ઉભા છે રહી વાત સૈનિકો ની તો આ ગામમાં કોઈ સૈનિક નથી છતાં તમે જે જે માણસ ને કહેશો તે તમારી સાથે ચાલવા તૈયાર છે. અકુ એ હાથ જોડીને વિશ્વજીત ને કહ્યું.

વિશ્વજીત માટે ઘોડાઓ અને માણસ ને પારખવાની કળા તો હતી નહિ પણ તેમના ગુરુએ કહેલું યાદ આવ્યું એટલે. બધા ઘોડા ને છોડી મૂક્યા અને ગામના બધા લોકો ને કહ્યું કે જે માણસ ઘોડાને પકડી તેની સવારી કરશે તેને એક ઈનામ રૂપે મોટી ભેટ સૌગાત આપવામાં આવશે.

પહેલે થી ગામની પ્રજા ગરીબ હતી. ભેટ સૌગાત ની વાત સાંભળી બધા માણસો ઘોડા પાછળ દોડવા લાગ્યા. જાણે કે કોઈ ભૂખ્યો શેર શિકાર કરવા કોઈ જાનવર પાછળ દોડે તેમ ગામ લોકો ઘોડા પાછળ દોટ મૂકી. જોત જોતામાં જે હિંમતવાળા અને બળવાન માણસો હતા તે ઘોડા પર બેસી ને વિશ્વજીત પાસે આવવા લાગ્યા. બાકીના માણસો તે ઘોડા પાછળ ચાલતા હતા.

પાસે આવીને બધા ઘોડે સવારે વિશ્વજીત ને પ્રણામ કરી કહ્યું. અમે બધા ઘોડે સવાર તમારી સાથે છીએ આપ જે કહેશો તે અમે કરીશું પણ પહેલા અમારી સાથે થઈ રહેલ જુલમ માંથી છુટકારો આપો.

ચાલો અત્યારે તે રાજ્ય પર ચડાઈ કરીએ અને તે રાજા ને તેની સજા આપીએ. ચાલો સાથીઓ તુટી પડીએ તે રાજ્ય પર. વિશ્વજીતે બધાને હાકલ કરી.

હા હા ચાલો... ચાલો... કહીને વિશ્વજીત આગળ તો બધા પાછળ ચાલવા લાગ્યા.

તે રાજ્ય પાસે આવીને ગામના લોકો ને અહીં ઉભા રહેવાનું વિશ્વજીત કહે છે. અને મહેલ માં એકલા પ્રવેશ કરતા પહેલા બધા ને કહ્યું હું જ્યાં સુધી કોઈ વસ્તુ મહેલ માંથી અહી ફેકિશ નહિ ત્યાં સુધી કોઈ મહેલ ની અંદર પ્રવેશ કરશો નહિ. જ્યારે મારો ઈશારો મળે એટલે તરત આ રાજ્ય ના સૈનિકો પર તુટી પડજો. જે થવું હોય તે થાય પણ ડરવાનું બિલકુલ નહિ. આટલું કહી વિશ્વજીત મહેલ ના પાછળ ના ભાગમાં ગયો.

મહેલ બહુ નાનો હતો. અને સૈનિકો પણ બહુ હતા નહિ. મહેલ ની પાછળ ના ભાગમાં જઈને વિશ્વજીત દિવાલ કૂદીને મહેલ ની અંદર પ્રવેશ કર્યો.

એક પછી એક ઓરડા ની અંદર નજર કરતો વિશ્વજીત તે રાજ્ય ના રાજા ને શોધી રહ્યો હતો. ત્યાં એક ઓરડામાં નજર કરતા એક રાજા નજરે આવે છે. તેની ફરતે ચાર પાંચ દાસીઓ સેવા કરી રહી હતી. આ જોઈને વિશ્વજીત સમજી ગયો કે આ જ રાજા હોવો જોઈએ. આજુ બાજુ નજર કરી તો કોઈ સૈનિકો હતા નહિ એટલે તે ઓરડામાં અંદર પ્રવેશી તે રાજા ના ગળે તલવાર રાખી દીધી. અને તેને બંધક બનાવી લીધો.

રાજા તો ડરી ગયો અને મો માંથી એક શબ્દ પણ બોલ્યો નહિ. પણ દાસીઓ ડરી ને ત્યાંથી દૂર ભાગવા લાગી.
દાસીઓ ને ભાગતી જોઈને વિશ્વજીતે તેમને કહ્યું.
સાવધાન..એક ડગલું આગળ વધ્યા છો તો બધા ને મોત ને ઘાત ઉતારી દઈશ. એક સિહ ની ત્રાડ જેવો અવાજ સાંભળી ને બધી દાસીઓ તે જગ્યાએ નીચે બેસી ગઈ.

વિશ્વજીત તે રાજા ને લઈને ઓરડા ની બહાર લાવે છે અને મહેલ ના મેદાનમાં તે રાજા ને ઉભો રાખે છે. સૈનિકો ને ખબર પડતાં ત્યાં બધા સૈનિકો આવીને આ જોઈ રહ્યા પણ કોઈની હિંમત ચાલી નહિ કે વિશ્વજીત સામે લડી શકે.

વિશ્વજીત ને યાદ આવી ગયું કે કોઈ વસ્તુ ફેંકીને ગામલોકો ને અહી બોલાવવાના છે. આ વિચાર થી તેણે તે રાજાના કમરમાં રહેલ કટાર કાઢીને જેવો મહેલ બહાર વિશ્વજીત કટાર ફેંકવા જાય છે ત્યાં પાછળ થી કોઈ તેની કટાર છીનવી લઈ, વિશ્વજીત પાછળ તલવાર રાખીને કહ્યું. તલવાર ફેકી દો કુંવર નહિ તો જાન થી જશો. વિશ્વજીત પાછળ જોવાની કોશિશ કરી પણ તે જોઈ શક્યો નહિ. પણ એટલો તો અંદાજ આવી ગયો કે આ કોઈ સૈનિક તો નથી પણ કોઈ રાજા જ હોવો જોઈએ.

ક્રમશ ....