virgatha - 38 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 38


બધા સૈનિકો બેહોશ થયા પછી વિશ્વજીત કારાવાસ ના છેલ્લા ઓરડા પાસે પહોચ્યો ત્યાં રાજા પાલ અને રાણી પીલુ હતા. ઓરડા પાસે આવીને વિશ્વજીત બોલ્યો. મહારાજ આ વિશ્વજીત ના પ્રણામ સ્વીકારજો.

અવાજ સાંભળતા રાણી પીલુ પાસે બેઠેલા રાજા પાલ ઊભા થઈ. હાથમાં એક દીવો લઈને વિશ્વજીત પાસે આવે છે. અને વિશ્વજીત ને જોઈને આચર્યચકિત થઈ બોલ્યા. યુવાન તું ફરી અહી...કોઈ મદદ ની જરૂર છે કે એ જોવા આવ્યો છો જે રાજા પાલ જીવે છે કે મરી ગયા.

મહારાજ આપ આ શું વાત કરો છો. મરે તમારા દુશ્મન. તમારે તો હજુ ઘણું જીવીને ઘણા કામ કરવાના છે. એટલે હે મહારાજ હું તમને કારાવાસ માંથી મુક્ત કરવા આવ્યો છું. આટલું કહી તલવાર ના એક વાર થી સાંકળ તોડી નાખી.

રાજા પાલ અને રાણી પીલુ બંને ઓરડા માંથી બહાર આવે છે. અને દીવા ના ઝાંખા પ્રકાશમાં વિશ્વજીત ને ફરી જુવે છે. વિશ્વજીત ના ચહેરા પર તેજ અને આંખો માં ઝુનુન દેખાઈ રહ્યું હતું. પહેલી વાર સૈનિક સાથે વિશ્વજીત આવ્યો હતો ત્યારે આટલી નજીક થી રાજા પાલે જોયો ન હતો. આજે નજીક થી જોઈને રાજા પાલ બોલ્યા. તને ગુરુ વિશ્વસ્વામિ એ મોકલ્યો છે ને..?

રાજા પાલ ના સવાલ માં ઘણું તથ્ય છૂપાયેલું હતું. વિશ્વજીત સમજી ગયો કે ગુરુ વિશ્વસ્વામિ રાજા પાલ ને પહેલા મળી ચુક્યા હશે એટલે જ તેમને મારા વિશે ખબર છે. વિશ્વજીતે કહ્યું. હા મહારાજ મને મારા ગુરુ
વિશ્વસ્વામિ એ મોકલ્યો છે. તમને મુક્ત કરી નગરજનો ના ઉદ્ધાર માટે. મહારાજ ઉતાવળ કરો સૂરજ ઊગ્યા પહેલા આપણે મહેલ ની બહાર નીકળી જવાનું છે. અને સુરક્ષિત જગ્યાએ પહોંચી જઈએ.

રાજા પાલે કોઈ સવાલ કર્યો નહિ ને વિશ્વજીત પાછળ પાછળ ચાલવા લાગ્યા. સૈનિકો જોઈ ન જાય તે રીતે છૂપી રીતે ચાલવા લાગ્યા. ગુફા પૂરી થઈ, ગુફા માંથી બહાર નીકળવા જાય છે ત્યાં ઘણા સૈનિકો પહેરો લગાવી રહ્યા હતા. આ જોઈ વિશ્વજીત ઉભો રહી અને રાજા પાલ ને પણ થોભી જવા કહ્યું.

રાજા પાલે બહાર નજર કરી તો સૈનિકો બહાર પહેરો લવાવી રહ્યા હતા એ સૈનિકો ને જોયા. એટલે રાજા પાલે વિશ્વજીત ને કહ્યું. વિશ્વજીત ચિંતા ન કર હું કહું તે દિશા તરફ મારી પાછળ પાછળ આવ. મે એક ગુપ્ત માર્ગ જોયો છે તે આપણ ને બહાર લઈ જશે. વિશ્વજીત ને ખબર હતી કે રાજા પાલ ને મહેલ ની ગુપ્ત માર્ગ અને ગુપ્ત વાત પણ જાણે છે. એટલે કોઈ સવાલ કર્યા વગર વિશ્વજીત રાજા પાલ પાછળ ચાલવા લાગ્યો અને એક કલાકમાં ત્રણેય ગુફા ની બહાર આવી ગયા. બહાર નીકળ્યા ત્યાં સુર્ય ઉગી ગયો હતો. અને અંજવાળું પણ થઈ ચૂક્યું હતું. ઘણા વર્ષો પછી રાજા પાલે સુર્ય ના દર્શન કર્યા. ઊગતા જૉઇને રાજા પાલે સુર્ય નમસ્કાર કર્યા. અને ભગવાન નો ઉપકાર માન્યો.

વિશ્વજીત બંને ને પોતાના રહેણાંક જ્યા સૈનિકો સાથે રહેતા હતા ત્યાં લઈ જાય છે અને તેમને આસન આપી બધી વાત કરે છે.
વિશ્વજીત રાજા પાલ ને માંડી ને વાત કરે છે અને પોતાના દીકરા પલઘી ને કેવી રીતે હરાવવો તે વિશે સલાહ સૂચન લે છે.

રાજા પાલ ને ખબર જ હતી કે કોઈ રાજકુમાર આવશે અને તેમની મદદ થી પલઘી ના ત્રાસ માંથી મુક્તિ આપશે અને તે ફરી મને રાજગાદી પર બેસાડશે. અને મારે બસ નિમિત્ત થવાનું છે.

આગળ શું કરવું તે રાજા પાલ વિશ્વજીત ને કહે છે. હું ગુપ્ત રીતે નગરમાં જઈને નગરજનો ને મળીને પલઘી સામે બળવો કરવા પ્રેરિત કરીશ અને યુદ્ધ માટે હિમ્મત આપીશ. હું બધા નગરજનો ને મારી તરફ કરી લઈશ. અને વચન આપીશ કે પછી જે દિશા માંથી મહેલમાં પાણી પહોંચાડવા માં આવે છે. તે દિશા તરફના બધા નગરજનો ને મળીને મનાવી લઈશ. અને તેને મહેલમાં પાણી પહોંચાડવાનું બંધ કરાવી દઈશું જેથી પાણી વગર મહેલ તડફડીયા મારવા લાગશે. પછી આપણે નગરજનો સાથે મળીને મહેલ પર આક્રમણ કરીશું. અને સહેલાઇ થી પલઘી ને હરાવી શકીશું

યોજના મુજબ રાજા પાલ નગરમાં જઈને નગરજનો ને મળીને રાજા વિરૂદ્ધ યુદ્ધ કરવા પ્રેરિત કર્યા અને મહેલમાં પાણી પહોચાડવાનું બંધ કરી દીધું. વિશ્વજીત બધા સૈનિકો સાથે મહેલમાં મુખ્ય દરવાજા પાસે જઈ પહેરો લગાવવા લાગ્યા અને સૈનિકો ને કહ્યું. હું કહું નહિ ત્યાં સુધી દરવાજો ખુલવો ન જોઈએ તે માટે સૈનિકો ને કાળજી લેવા કહ્યું. જો મહેલમાંથી સૈનિકો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે તો દરવાજા ના આગળ ના ભાગમાં ભારે વસ્તુ મૂકીને દરવાજા ને રોકી રાખવો.

હવે રાજા પાલ સાથે આખું નગરજન તેની પડખે ઉભુ રહી ગયું હતું અને રાજા પલઘી સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયું હતું. રાજા પાલ વિશ્વજીત અને સૈનિકો સાથે લઈને ગુપ્ત માર્ગ દ્વારા હથિયારો નો સંગ્રહ કરવામાં આવ્યો હતો ત્યાં લઈ ગયા અને હાથમાં જેટલા હથિયારો આવ્યા તેટલા હથિયારો લઈને બધા નગરજનો ના હાથમાં આપી તેને સૈનિક બનાવી દીધા. અને લડવા માટે તૈયાર રહવા કહ્યું .

મહેલમાં પાણી ન મળવાના કારણે રાજા પલઘી બહુ ગુસ્સે થાય છે અને સૈનિકો ને આજ્ઞા આપે છે કે નગર માં જઈને પાણી પહોંચાડનાર નગરના લોકો ને અહી હાજર કરી તેને સજા આપવામાં આવે. આજ્ઞા મળતા સૈનિકો નગર તરફ રવાના થયા. મહેલના મુખ્ય દરવાજા પાસે પહોંચી દરવાજો ખોલવાની કોશિશ કરે છે તો દરવાજો ખૂલતો ન હતો. ઘણા પ્રયાસો કર્યા, પણ દરવાજો ખૂલતો ન હતો. કોઈ એ નગર બાજુથી દરવાજો બંધ કરી રાખ્યો છે તેવું તેને માલૂમ પડ્યું.

દરવાજો ખુલતો નથી આ સમાચાર રાજા પલઘી ને આપે છે. રાજા પલઘી તેની સાથે વધુ સૈનિકો લઈને મુખ્ય દરવાજા પાસે પહોંચે છે. જ્યારે રાજા પલઘી મુખ્ય દરવાજા પાસે પહોંચે છે, તે પહેલા રાજા પાલ વિશ્વજીત ની સાથે સૈનિકો લઈને યુદ્ધ કરવા મુખ્ય દરવાજા પાસે આવી પહોંચ્યા હોય છે. અને રાજા પલઘી ક્યારે દરવાજા પાસે આવે તેની રાહ જોઈ રહ્યા હતા.

દરવાજા પાસે આવીને રાજા પલઘી એ બધા સૈનિકો ને આદેશ આપ્યો કે દરવાજો ખૂલે નહિ તો દરવાજા ને તોડી પાડવામાં આવે. એક સાથે સો સૈનિકો દરવાજો ખોલવા લાગ્યા, પણ દરવાજો ખૂલ્યો નહિ એટલે બધા સૈનિકો દરવાજો તોડવા નો પ્રયત્ન કરવા લાગ્યા.

જેઓ દરવાજો તૂટ્યો ત્યાં જોઈને રાજા પલઘી ની ચાર આખો થઈ ગઈ. નગર બાજુ રાજા પાલ અને સૈનિકો સાથે નગરજનો તલવાર લઈ ઊભા હતા. એ દૃશ્ય રાજા પલઘી એ જોયું. આ બધું કેવી રીતે થયું તે રાજા પલઘી વિચાર કરે તે પહેલા રાજા પાલ બધા સૈનિકો ને હુકમ કરે છે.

બધા સૈનિકો રાજા પલઘી ના સૈનિકો પર તુટી પડો. આદેશ મળતા સૈનિકો અને નગરજનો પલઘી ના સૈનિકો પર તુટી પડે છે. આ જોઈને રાજા પલઘી મહેલની ભીતર બાજુ ભાગે છે.

પલઘી ને ભાગતો જોઈને તેની પાછળ વિશ્વજીત જાય છે. વિશ્વજીત ને પલઘી પાછળ ભાગતો જોઈને રાજા પાલ પણ તેની પાછળ પાછળ જાય છે. પલઘી ની સુરક્ષામાં ઘણા સૈનિકો ત્યાં આવી જાય છે પણ અમુક સૈનિકો રાજા પાલ ને જોઈને તેની સામે મસ્તક જુકાવી દે છે. અને જે સૈનિકો રાજા પલઘી ની સુરક્ષા કરવા ઊભા હતા તેની સામે રાજા પાલ યુદ્ધ કરવા લાગ્યા. જોત જોતા માં તો પલઘી ના બધા સૈનિકો માર્યા ગયા. અને હવે રાજા પલઘી બાકી રહ્યો હતો.

રાજા પલઘી ડરનો માર્યો તેમની પત્ની ના આંચલ માં જઈ છૂપાઇ જાય છે. વિશ્વજીત તેની પાસે આવે છે અને પલઘી ની પત્ની ને કહે છે. હે દેવી આપ જેનું રક્ષણ કરી રહ્યા છો તે નગરજનો નો મોટો રાક્ષસ સમાન છે અને એ મારો દુશ્મન છે એટલે આપ અમને શોપી દો.

હાથ જોડીને રાજા પલઘી પત્ની વિશ્વજીત સામે વિનંતી કરવા લાગી.
હે રાજકુમાર હું સારી રીતે જાણું છું કે મારા પતિ એક રાક્ષસ સમાન છે પણ જેવા છે તેવા મારા પતિ છે. અને મારા પતિ નું રક્ષણ કરવું એ મારો ધર્મ છે એટલે આપ મારા પતિ ને માફ કરીને અહીંથી ચાલ્યા જાવ.

વિશ્વજીત તો મૂંઝવણ માં મુકાઈ ગયા. ઘણા સમય સુધી વિશ્વજીત અને રાજા પલઘી ની પત્ની સાથે ઘણી વાતો થઈ પણ કોઈ ઉકેલ મળ્યો નહિ. પલઘી ની પત્ની એ તો વચન લીધું હોય તેમ જ્યાં સુધી હું જીવતી રહીશ ત્યાં સુધી મારા પતિ ને આંચ પણ આવવા નહિ દવ.

પાછળ સંતાયેલ રાજા પલઘી ને, વિશ્વજીત સામે હોવા છતાં કઈજ કરી શકે તેમ ન હતા. સ્ત્રી નો સહારો રાજા ને સુરક્ષા આપી રહ્યો હતો. સ્ત્રી સામે હથિયાર ઉપાડવો એ ક્ષત્રિય ધર્મ ન હતો એટલે વિશ્વજીત ત્યાં ઊભા રહેવા સિવાય કોઈ રસ્તો સૂઝતો ન હતો.

ક્રમશ.....