Coincidence - 3 books and stories free download online pdf in Gujarati

દો ઈતફાક - 3


🔹️3🔹️
દો ઈતફાક
Siddzz💙





"બેટા આ શેની બુક છે?" યુગ કંઇ બુક જેવું લઈ ને નીચે આવ્યો પણ શું છે એ તો સ્મિતા બેન ને પણ નાં સમજાયું.

"આને કઈ જોઈ છે એવું લાગે છે" યશવી બોલી.

"બધા માં મસ્તી નાં હોય યસુ " અજય ભાઈ બોલ્યા.

હવે આ બુક કોની છે ? અંદર શું છે ? આ બુક અને રિઝલ્ટ ને શું લેવા દેવા છે એ તો ખાલી યુગ ને જ ખબર હતી. બધા યુગ ને સામે જોતા હતા કે યુગ કંઇ બોલે .

"મમ્મી પપ્પા યશવી તમે બધા એજ વિચારતા હસો આ હું શું લઈ ને આવ્યો. રાઈટ?" યુગ એની જગ્યા એ બેસતા બોલ્યો.

"હા " બધા બોલ્યા.

"આ બુક તમારા માટે બુક હસે પણ મારા માટે બોવ બધું છે. આના લીધે જ મારું રિઝલ્ટ આટલું સારું આવ્યું નઈ તો નાં આવતે. " યુગ બોલ્યો.

"ઓહ ગર્લ ફ્રેન્ડ એ આપી છે?" સ્મિતા બેન એ પૂછ્યું.

"નાં મમ્મી કોઈ એ આપી નથી. મળી છે " યુગ બોલ્યો અને બધા એની સામે આશ્ર્ચર્ય થી જોઈ રહ્યા.

"બેટા સરખું બોલ ને કંઇ સમજ નઈ પડતી " અજય ભાઈ બોલ્યા.

"હા યુગ મને પણ કંઇ સમજાતું નથી " યશવી બોલી.

" મારી નવમા ધોરણ નાં વેકેશન પછી દસમું ધોરણ નું ટ્યુશન ચાલુ થઈ ગયું હતું. એમાં એક અઠવાડિયું રજા આપી હતી ત્યારે હું માસી નાં ઘરે ગયો હતો. ત્યારે એક વાર નિકુંજ (માસી નો છોકરો ) એની સાથે ખેતર માં ગયેલો. અમે બંને ત્યાં બેસેલા હતા. ત્યારે મારું ધ્યાન એક છોકરી પર પડ્યું. એ ટેરેસ ની પાળી પર બેસી ને કઈક લખતી હતી. પણ બે ત્રણ દિવસ પછી સાંજે જ્યારે એ ટેરેસ પર આવી ત્યારે બોવ ટેન્શન માં લાગતી હતી. પછી ઉપર કોઈ આવ્યું અને એ જ્યાં બેસતી ત્યાં ઉભી રહી અને બુક પાળી પર મૂકી દીધી. પછી... " યુગ આગળ બોલતા અટકી ગયો.

"આગળ શું થયું બેટા " યુગ ને કોઈ દિવસ આવી રીતે ઉદાસ સ્મિતા બેન એ જોયો નઈ હતો.

"પછી કોઈ આંટી ઉપર આવેલા એ એને મોટે થી બોલતા હતા. હું ત્યાં પાછળ ખેતર માં હતો એટલે મને કઈ ખબર ના પડી. પણ એ આંટી એ એને ધક્કો માર્યો અને એટલે બુક નીચે પડી ગઈ. અને નીચે કચરો સળગાવ્યો હતો અને બુક પણ એ બાજુ જ પડી. મે જઈ ને બુક લઈ ને ઘરે જઈ ને મારી બેગ માં મૂકી દીધી. પછી જોયું તો એ છોકરી એ ત્યાં જોયું ત્યારે કચરો બળી ગયો હતો અને એ છોકરી ને પણ એવું જ લાગ્યું કે એની બુક પણ બળી ગઈ છે. એ રડતી હતી. મને એમ કે એ નાટક કરે છે એટલે ધ્યાન નાં આપ્યું. હું બીજે દિવસે બુક આપી દેવાનો હતો પણ પછી મને એ છોકરી ત્યાં કોઈ દિવસ નાં દેખાઇ " યુગ ને બોલતા બોલતા આંખ માં પાણી આવી ગયા હતા.

સ્મિતા બેન, અજય ભાઈ અને યશવી ને સમજાતું નઈ હતું કે આ યુગ જ છે ને. કેમ કે એ લોકો એ અત્યાર સુધી યુગ ને હસતો જોયો છે. બીજા ને હેરાન પરેશાન કરતો જોયો છે. અને બધા ને રડાવતો જોયો છે. પણ કોઈ દિવસ એને રડતા નઈ જોયો. એટલે, એમ કહીએ તો પણ ચાલે કે અજય ભાઈ, સ્મિતા બેન અને યશવી ખુશ હતા.

યુગ એ આગળ બોલવાનું ચાલુ કર્યું, " એ પછી માસી નાં ઘરે થી આવી ને બુક મે મારા કબાટ માં મૂકી દીધી હતી પણ હમણાં જાન્યુઆરી માં સ્કૂલ ની એક્ઝામ પતી પછી આ યશવી એ મને કબાટ સાફ કરવાનું કીધું. તમને તો ખબર જ છે હું કેટલો આળસુ છું એ. પછી ખબર નઈ થોડા દિવસ પછી મે કબાટ સાફ કર્યું ત્યારે આ બુક પાછી મને મળી 9 મહિના પછી " યુગ થોડો ખુશ થઈ ને બોલ્યો.

"ઓહ એટલે તું જ્યારે કબાટ સાફ કરતો હતો ત્યારે મને અંદર આવવા નઈ દેતો હતો ?" યશવી એ પૂછ્યું.

"હા કેમકે તું પચાસ સવાલ કરે મને " યુગ બોલ્યો.

અને બધા હસવા લાગ્યા.

"ત્યારે તમે લોકો મને ડાન્સ ક્લાસ પણ નઈ જવા દેતા હતા એટલે હું ઘરે જ હતો આખો દિવસ. એક દિવસ મે એ બુક ખોલી. પેહલા તો એવું થયું કે બીજા ની છે હું નાં ખોલી શકું. પણ મે બુક એટલા માટે ખોલી કેમકે એ છોકરી છેલ્લે રડી હતી અને મારે જોવું હતું એ નાટક કરતી હતી કે સાચું રડી હતી એટલે એ બુક વાંચવાનું ચાલુ કર્યું. એ છોકરી એ એની લાઈફ લખી છે. અત્યાર સુધી શું થયું એ. છેલ્લે એને આઠમા ધોરણ નું લખ્યું છે. પછી થોડા પેજ ખાલી છે અને એના પછી એના સપનાં , એને શું ગમે છે. એને શું કરવું છે એ બધું લખ્યું છે. તમને એવું લાગતું હસે કે એને અને મને શું લેવા દેવા છે. " યુગ બોલ્યો.

"હા અમુક લખતાં હોય દરરોજ એમની ડાયરી માં " અજય ભાઈ બોલ્યા.

"પપ્પા એને એક પેજ પર લખ્યું છે, ભગવાન કેટલી અજીબ છે ને આ જીંદગી,
જેની પાસે બધું જ છે પૈસા પણ છે એમના છોકરા છોકરી ને ભણવા મટે બધું કરે છે ત્યારે એ લોકો જલસા કરે છે અને પૈસા બગાડે છે.
અને મારે ભણવું છે ડાન્સ ક્લાસ કરવા છે પણ પપ્પા બધું કરી નઈ શકતા.
તમે તો સમજો છો ને હું શું કહું છું એ ? " આટલું બોલી યુગ એ જેટલાં આસુ રોકી રાખ્યા હતા એ નીકળી ગયા.

યુગ ને રડતો જોઈ ને સ્મિતા બેન અને અજય ભાઈ ની આંખ માં પણ પાણી આવી ગયા. યશવી એ લોકો માટે પાણી લઈ ને આવી. યુગ પાણી પીધા પછી બોલ્યો,

"બસ એ વાંચ્યા પછી મે ભણવાનું ચાલુ કર્યું. એક મહિનો હતો મારી પાસે. અને જ્યારે વેકેશન પડ્યું પછી એના પાછળ નાં પેજ વાંચ્યા એમાં એના સપનાં અને એ બધું લખ્યું હતું. ત્યારે ખબર પડી હું ડાન્સ ક્લાસ ખાલી ટાઈમ પાસ માટે કરું છું. પછી એમાં પણ ધ્યાન આપવા લાગ્યો. બસ આના થી વધારે કંઈ નઈ કેહવુ મારે " યુગ બોલ્યો.

"બેટા એનું નામ શું છે ?" સ્મિતા બેન એ પૂછ્યું.

"કોનું?" યુગ બોલ્યો.

"એ છોકરી નું " સ્મિતા બેન બોલ્યા.

"એનું નામ તો મને પણ નથી ખબર. પણ એમાં અમુક જગ્યા એ માયરા લખ્યું છે." યુગ બોલ્યો.

"ચાલો નામ પણ નથી ખબર આને તો " અજય ભાઈ બોલ્યા.

"મને ક્યાં થી ખબર હોય પણ. એના પેહલા પેજ પર માયરા ની જીંદગી લખ્યું છે. અને છેલ્લા પેજ પર નંબર લખ્યો છે. " યુગ બોલ્યો.

"તો એને ફોન કરી ને બુક પછી આપી દેજે " અજય ભાઈ બોલ્યા.

"આ માયરા પરમાર તો નથી ને ?" યશવી બોલી.

"કોણ માયરા પરમાર? તું ઓળખે છે એને ?" યુગ બોલ્યો.

"હા. મમ્મી હું નઈ કેહતી હતી માસી નાં ઘર પાસે એક છોકરી રહે છે ક્યારેક હું જાવ ત્યારે મળતી વાતો કરતી મારી જોડે. એવું લાગતું કે એ બેસ્ટ ફ્રેન્ડ જેવી છે. એ ખાલી મારી બર્થડે નાં દિવસે ફોન કરતી પણ છેલ્લા એક વર્ષ થી તો એ પણ નઈ આયો. એને મને નંબર આપ્યો હતો પણ એ નંબર બંધ જ આવે છે. પછી તો મે કોઈ દિવસ પ્રયત્ન નઈ કર્યો એને ફોન કરવાનો "

"નંબર છે તારી પાસે ?" યુગ નાં મગજ માં કંઇ આવ્યું અને એ બોલ્યો.

" નાં એ બુક તો પસ્તી માં આપી દીધી. " યશવી બોલી.

"સરસ આવું જ કામ કર તું " યુગ બોલ્યો.


પછી થોડી વાર પછી યુગ નાં મમ્મી પપ્પા જોબ પર ગયા અને યુગ અને યશવી એના રૂમ માં બેસી ને વાતો કરતા હતા.

ત્યારે યુગ ને કઈક યાદ આવતા એને પાછી બુક ખોલી.
આ જોતા યશવી બોલી,
"હવે શું થયું પાછું ?"

"એને છેલ્લા પેજ પર કોઈ નો નંબર લખ્યો છે " યુગ બોલ્યો.

"હા ચેક કર એનો જ હસે. "

"યશવી આ નંબર તો મમ્મી ના નંબર જેવો છે. " યુગ બોલ્યો.

"જો બરાબર મમ્મી નો નંબર એની બુક માં ક્યાં થી હોવાનો " યશવી બોલી.

"જો તું ચેક કર " યુગ યશવી ને બુક આપતા બોલ્યો.

"ભાઈ આ તો મમ્મી નો નંબર જ છે અને આ માયરા પરમાર જ છે. હું જે કહું છું એ. " યશવી ખુશ થતા બોલી.

"ઓહ તારી બેસ્ટ ફ્રેન્ડ છે એમ ને " યુગ બોલ્યો.

"હવે મને ખબર પડી એનો બર્થડે પર ફોન કેમ નઈ આવ્યો હતો. આ બુક તારી પાસે હતી અને નંબર આમાં હતો એટલે. સોરી માયરા મે ખોટું તને બોલી. " યશવી બોલી.

"યશવી મારે એને ફ્રેન્ડ બનાવવી છે પ્લીઝ કંઇક કર " યુગ બોલ્યો.

"પણ નંબર તો નથી મારી પાસે. એક કામ કરીએ સોશીયલ મિડીયા પર શોધીએ. "


સાંજે 4 વાગે,


"યુગલી એ તો સોશીયલ મિડીયા પર પણ નથી કંઇક કર તું જ જુગાડ હવે " યશવી બોલી.

"શું જુગાડ કરવું. એક તો એને મે સરખી જોઈ પણ નથી. નામ પણ નઈ ખબર " યુગ બોલ્યો.

"એનું આખું નામ તો યાદ છે મને " યશવી બોલી.

"તો બોલ ને "

"પરમાર માયરા વિરાજ ભાઈ "

"ઓકે જોઈએ કઈક. નસીબ માં હસે તો કોઈ દિવસ એની સાથે મુલાકાત થશે " યુગ બોલ્યો.

"ઓકે પણ મારા માટે એનો નંબર મલે તો શોધી આપજે." યશવી બોલી.




યુગ અને માયરા મળશે?

યશવી ને એની જૂની ફ્રેન્ડ માયરા પાછી મળશે?

યુગ માયરા ને બુક પાછી આપી દેશે?