Coincidence - 6 books and stories free download online pdf in Gujarati

દો ઈતફાક - 6

🔹️6🔹️
દો ઈતફાક
Siddzz💙



રવિવાર,

યશવી હજી સૂઈ ને ઊઠી હતી ત્યાં યુગ નો ફોન આવ્યો.
"બોલ ભાઈ કેમના યાદ આવ્યા હવે "

"આ શું બોલે છે તું સવાર સવાર માં " યુગ ને સમજ નાં પડી એટલે પૂછ્યું.

"માયરા નો નંબર મળી ગયો. તે ફોન પણ કરી દીધો તો પણ તે કીધું નઈ. "

"એટલે જ ફોન કર્યો મે. પણ તને આ બધું કેમની ખબર" યુગ બોલ્યો.

" તું નાં કહે એટલે એવું મને ખબર ના પડે. માયરા એ કીધું મને. " યશવી બોલી.

"સવાર સવાર માં હું જ મળ્યો તને "

"હું સાચે કહું છું. કાલે રાતે જ માયરા નો ફોન આવ્યો હતો. "

"મે એને કીધું ને તારી બુક મારી પાસે છે. તો મને કે એના લાસ્ટ પેજ નો ફોટો મોકલ અને પછી ફોન કત " યુગ બોલ્યો.

"નામ પણ પૂછ્યું નઈ " યશવી બોલી.

"તને કેમની ખબર?" યુગ બોલ્યો.

"મને બધું કીધું માયરા એ " યશવી હસતા હસતા બોલી.

"તને શેનું હસુ આવે છે " યુગ થોડો ગુસ્સો કરતા બોલ્યો.

" તારી ટ્યુશન ની બધી છોકરી તારી પાછળ ફરે એનો મતલબ એવું નથી કે આ પણ તારી પાછળ ફરે. સુરત નું પાણી છે ભાઈ "

"હુ હ... આવી મોટી સુરત વાળી. આવી તો કેટલી પણ જોઈ. " યુગ થોડી હવા મારતા બોલ્યો.

" મને કેમ એવું લાગે છે કે તને એને નામ નાં પૂછ્યું એટલે તારો ઇગો ... " યશવી આગળ બોલે એ પેલા યુગ બોલ્યો,

"એવું કંઇ જ નથી "

"તો પછી ગમવા તો નઈ લાગી ને તને " યશવી યુગ ને હેરાન કરવા બોલી.

"જાને તું એના કરતાં પણ સારી સારી મારી પાછળ પડી છે. " યુગ બોલ્યો.

"ઓહ રીયલી. "

"હા "

"પણ નિકિતા તો છોડી ને ગઈ ને " યશવી બોલી.

"આ બોલવું જરૂરી છે તારે "

"નાં પણ તને ખાલી યાદ કરાવતી હતી કે તારી આગળ પાછળ ફરવા વાળી ખાલી મતલબી હોય છે. "

"તારી પેલી માયરા કરતા તો સારી જ હોય છે " યુગ બોલ્યો.

" ઓકે જોઈએ. માયરા જેવી ફ્રેન્ડ નઈ મળે પછી "

"શું બોલે છે તું " યુગ બોલ્યો.

"માયરા જેવી ફ્રેન્ડ નઈ મળે પછી. તું એટલો પણ નાનો નથી કે સમજ નાં પડે. સમજી જજે જાતે જ. તારા ઈગો ને સાઈડ માં મૂકી ને વિચાર જે " યશવી બોલી.

"જોઈએ " કહી ને યુગ એ ફોન મૂકી દીધો.


યુગ અત્યારે એસી માં બેઠો હતો તો પણ એને પરસેવો થતો હતો. એવી હાલત હતી એનો. યશવી નું બોલવું. માયરા એ નામ પણ નાં પૂછવું બોવ બધું એના મગજ માં ચાલતું હતું.

સાંજે ઘરે આવી ને ફ્રેશ થઈ ને ટીવી જોતો હતો ત્યારે એના ફોન માં નોટીફિકેશન આવી. ફોન બાજુ માં જ હતો એટલે જોયા વગર તો શાંતિ થાય નઈ એટલે એને જોયું.

"હેલ્લો મિસ્ટર યુગ પટેલ સો સોરી તે દિવસ એ મે તમારું નામ પણ નઈ પૂછ્યું હતું એટલા માટે. અને પછી મે તમારા હાઈ નો પણ જવાબ નઈ આપ્યો હતો એટલા માટે સો સોરી " માયરા નો આ મેસેજ જોઈ ને યુગ નાં ફેસ પર સ્માઈલ 😊 આવી ગઈ.

"ઇટ્સ ઓકે " હંમેશા ગુસ્સા માં રેહાવા વાલો યુગ આજે કંઇ નાં બોલી શક્યો.

" મને કેમ એવું લાગે છે કે મે બોવ રિસ્પેકટ આપી દીધી. મને ખબર છે ત્યાં સુધી તમે મારા થી એક વર્ષ જ મોટા છો. તો તમે નાં કેહવુ જોઈએ. "

"હમ " યુગ ને આ મેસેજ જોઈ ને એટલું બધું હસવાનું આવતું હતું કે એ રોકી નાં શક્યો.

"આ હમ એટલે શું. કેમ આંટી એ બોલતા નઈ શીખવાડ્યું. આમ તો આખો દિવસ બક બક કરતા હોવ છો. સોરી કરે છે અને પછી આંખ મારવા વાળું ઇમોજી😉 મોકલ્યું. "

"ઓહ તમને સોરી તને કેમની ખબર હું આખો દિવસ બક બક કરું છું " યુગ એ પૂછ્યું.

" આંટી એજ કીધું હતું. "

"ઓહ વાત મમ્મી સુધી પોહચી ગઈ છે " યુગ થોડું ફ્લર્ટ કરતાં બોલ્યો.

"તું જે સમજે છે એ રીતે નઈ "

"ઓહ તો કંઇ રીતે "

" ગ્રીન પુલાવ અને પાલક પનીર બનાવવાની છું " માયરા મેસેજ કર્યો.

"ઓહ અબ સમજ મે આયા. ત્યારે મમ્મી તારી સાથે વાત કરતી હતી એમ "

"અચ્છા હે સમજ મે તો આયા "


યુગ માયરા સાથે આજે પેલી વાર વાત કરતો હતો પણ એને એવું લાગ્યું જ નઈ કે એ પેલી વાર વાત કરે છે. જાણે વર્ષો થી બંને એકબીજા ને ઓળખાતા હોય એમ લાગ્યું.

" પણ આજે આમ અચાનક મેસેજ કેમનો કર્યો " યુગ એ પૂછ્યું.

"તો કેવી રીતે કરવાનો "

"અરે એમ નઈ "

"તો કેમ? " માયરા ને પણ યુગ ને હેરાન કરવાની થોડી મઝા આવતી હતી આજે.

"તે દિવસે thank you લખી ને ઑફલાઇન થઈ ગયેલી પછી છેક આજે એમ "

" એ તો એ દિવસ એ ફોટો જોવા 2 મિનિટ જ ઓનલાઇન થઈ હતી. બાકી કંઇ કામ નઈ હતું. "

"એટલે કંઇ કેમ હોય તો જ ઓનલાઇન આવવાનું "

" નાં એવું કંઇ નઈ. એવું કોઈ હજી સુધી મળ્યું નથી કે રોજ ઓનલાઇન આવવાનું મન થાય "

"એવું નથી લાગતું તું કંઇ વધારે જ ફ્લર્ટ કરે છે " યુગ કહ્યું

" તો તને પણ એવું નઈ લાગતું કે તે કંઇ વધારે જ વિચારી લીધું હતું મારા માટે "

"મે શું વિચાર્યું "

"એજ કે મે નામ પણ નઈ પૂછ્યું. કેવી છું મે એ બધું "

"તો તે તરત ફોન કાપી નાખ્યો તો વિચાર તો આવે જ ને " યુગ એ કહ્યું.

"સારું "

" કેમ દરરોજ ઓનલાઇન નઈ થતી " આ ટાઈમ યુગ એ મસ્તી માં નઈ પણ સિરિયસ થઈ ને પૂછ્યું હતું.

"એમજ "

"ઓકે તો ડીપી પણ તારું નથી એ પણ કોઈ કાર્ટૂન નું છે. " યુગ એ પૂછ્યું.

"એવું નથી લાગતું તને આ કંઇ વધારે જ પૂછે છે "

"ઓકે પણ ફેસ બુક પર પણ નથી તું અને ઈન્સ્ટાગ્રામ પર પણ નથી . આવું કેમ?"

"એકાઉન્ટ છે ઓપન નઈ કરતી "

"ઓહ બીઝી લોકો "

"😊" માયરા એ ખાલી ઇમોજી મોકલ્યું.

"તો હવે પછી ની મુલાકાત માટે કેટલી રાહ જોવી પડશે" યુગ એ મેસેજ માં પૂછ્યું.

" શું?"

"એમ કહું છું કે ફરી ક્યારે ઓનલાઇન આવશે ?"

"શનિવાર અથવા રવિવાર "

"અરે આટલી બધી રાહ જોવી પડશે "

" તો નાં જોઇશ રાહ "

" તું સાચે આવશે ને કે પછી ખાલી ખાલી મને કહે છે " યુગ ને લાગ્યું માયરા મસ્તી કરે છે.

"શનિ વાર નું ખબર નઈ પણ રવિવારે તો સાચે આવા "

"ઓકે બાય"

"બાય નઈ ફરી મળીશું એમ બોલાય "

"ફરી મળીશું 😊"



માયરા સાથે વાત કર્યા પછી યુગ કંઇ વધારે પડતો ખુશ રેવા લાગ્યો હતો. કેમ એ ખુશ હતો એ તો યુગ ને પણ નઈ ખબર હતી.

એક દિવસ રાતે યુગ ટીવી જોતો હતો. એના પપ્પા સૂઈ ગયા હતા અને એના મમ્મી કામ કરતા હતા. સ્મિતા બેન કામ પતાવી આવ્યા પછી યુગ ને પૂછ્યું,

" યુગ કઈ થયું છે ?"

યુગ ને કંઇ ખબર ના પડી શેની વાત કરે છે એટલે એને પૂછ્યું, "મમ્મી કેમ આવું પૂછે છે "

"હું તને બે ત્રણ દિવસ થી જોવ છું તું કંઇ વધારે જ ખુશ લાગે છે"

"શું મમ્મી તમે પણ. એવું કંઇ નથી" યુગ બોલ્યો.

"બેટા માં છું તારી બધી ખબર પડે મને " સ્મિતા બેન યુગ નાં ગાલ ખેંચતા બોલ્યા.

" મમ્મી ... " યુગ થોડું જોર થી બોલ્યો કેમકે એના ગાલ કોઈ ખેંચે એ એને બિલકુલ પણ નાં ગમતું.

"સાચું બોલ શું થયું છે. જો તું કેશે તો હું કંઇક આપીશ તને. " સ્મિતા બેન યુગ ને લાલચ આપતા બોલ્યા.

"પેલા આપ પછી કહું "

" જા ફ્રિઝ માં આઈસ્ક્રીમ મૂક્યો છે આજેજ લાવી. "

"ઓહ મેડમ આજે ખુશ માં છે. પપ્પા એ કંઇક કીધું લાગે છે " યુગ જતા જતા બોલ્યો.

"તું નઈ સુધરે ક્યારેય આવું કોણ પૂછે " સ્મિતા બેન થોડા શરમાતા હોય એમ બોલ્યા.

"હું તો પૂછીશ જ " યુગ આઈસ્ક્રીમ ખાતાં ખાતાં બોલ્યો.

"ચાલ હવે બોલ " સ્મિતાબેન બોલ્યા.

" કંઇ નઈ થયું મને. બસ શનિવાર ની રાહ જોવ છું. " યુગ બોલ્યો ત્યારે પણ એના ચેહરા પર મસ્ત સ્માઈલ આવી ગઈ.

"કોઈ મળી ગયું છે તને ?" સ્મિતા બેન એ પૂછ્યું.

"મમ્મી બધા માં એ વાત નાં હોય ને "

"તો તું મને બોલીશ નહિ તો મને કેમની ખબર પડવાની" સ્મિતા બેન બોલ્યા.

" પેલી બુક વાળી સાથે વાત થઈ " યુગ બોલ્યો.

"કોણ માયરા ?"

"હા નંબર મળ્યો ત્યારે ફોન કર્યો હતો પણ ત્યારે તો એને મારું નામ પણ નાં પૂછ્યું. " એ પછી યુગ એ માયરા સાથે જે બધી વાત થઈ એ કરી એના મમ્મી ને.

સ્મિતા બેન હસતા હતા એ જોઈ ને યુગ એ પૂછ્યું, "તમે કેમ આટલા ખુશ થાવ છો?"

" તારી બોલતી કોઈ ની સામે તો બંધ થઈ અને બીજી વાત એને તારું નામ પણ નાં પૂછ્યું. " હજી સ્મિતા બેન નું હસવાનું બંધ થયું નઈ હતું.

"હુહ ... નામ તો બધા પૂછે આને તો એ પણ નાં પૂછ્યું "

" તો શું કામ શનિવાર ની રાહ જોવે છે. એને તો તારું નામ પણ નઈ પૂછ્યું હતું. "

"મમ્મી એ તો મને ખબર નથી પણ પેલી વાર મે એની સાથે વાત કરી છે તો પણ એવું લાગે છે હું એને ઓળખું છું. કંઇ તો અલગ છે એના માં. "

"હા એતો મે વાત કરી ત્યારે પણ એવું લાગ્યું. ખાલી એક કલાક વાત કરી એમાં તો મારો બધો થાક ઉતરી ગયો. " સ્મિતા બેન બોલ્યા.

" એવું ક્યાં કહેવાની જરૂર હતી કે હું તમને હેરાન કરું છું " યુગ એ પૂછ્યું.

" કેમ એને તને કીધું " સ્મિતા બેન એ પૂછ્યું.

"નાં મને નઈ કીધું પણ યશવી ને બધું કીધું. "

"સારું સૂઈ જા હવે હું પણ સૂઈ જાવ " સ્મિતા બેન બોલ્યા.

થોડી વાર ટીવી જોઈ ને યુગ એના રૂમ માં આવી ને સૂઈ ગયો.


બે દિવસ પછી,

આજે શનિવાર છે યુગ સવાર નો ખુશ છે.

સ્કૂલ ટ્યુશન પતાવી ને એ ડાન્સ ક્લાસ માં ગયો. પણ આજે સર એ થોડી વધારે પ્રેક્ટિસ કરાવી અને યુગ ને ઘરે આવતા 9 વાગી ગયા.

ખાવામાં હંમેશા નાટક કરતો છોકરો આજે ચૂપ ચાપ ફટાફટ ખાઈ ને એની રૂમ માં જતો રહ્યો. સ્મિતા બેન ને તો કારણ ખબર હતી પણ અજય ભાઈ યુગ ને જોતા રહી ગયા. યુગ નાં ગયા પછી અજય ભાઈ એ પૂછ્યું

" આજે ચાંદ કેમનો આપડા ઘરે આવી ગયો. મગ જ્યારે બનાવ્યા હોય ત્યારે કેટલા નાટક હોય એના અને આજે તો કંઇ પણ બોલ્યા વગર ખાઈ ને જતો રહ્યો. "

" માયરા નો મેસેજ આવ્યો હસે એટલે "

"પેલી છોકરી જેના લીધે આ ભાઈ નું 10 માં નું રીઝલ્ટ સારું આવ્યું હતું એ જ ને ?" અજય ભાઈ એ પૂછ્યું.

"હા એજ. એ ખાલી રજા હોય ત્યારે જ ઓનલાઇન થાય છે. "

"તને બોવ ખબર બધી " અજય ભાઈ બોલ્યા.

"હા યુગ એ કીધું હતું મને "

" સારું સુધરે તો એ. " અજય ભાઈ બોલ્યા.

આ બાજુ યુગ એના રૂમ માં આવી ને ફ્રેશ થઈ ને ઓનલાઈન થયો હતો. પણ માયરા તો ઓનલાઇન જ નઈ હતી અને એનું લાસ્ટ સીન પણ બતાવતાં નઈ હતા.

યુગ એ દસ વાગ્યા સુધી રાહ જોઈ પણ હજી સુધી માયરા નો મેસેજ આવ્યો નઈ હતો. એને છેલ્લે મેસેજ કરવાનું વિચાર્યું પણ શું લખવું એ એને ખબર નઈ પડતી હતી.


યુગ છેલ્લા અડધો કલાક થી મેસેજ ટાઈપ કરતો હતો અને પછી ભૂસી નાખતો હતો. સાડા દસ થાય પણ હજી સુધી એને એક મેસેજ માયરા ને મોકલ્યો નઈ હતો.


આ બાજુ માયરા એના પપ્પા ને ફોન માં કઈક સમજાવતી હતી અને એક બે વાર વોટ્સ અપ ઓપન કર્યું ત્યારે યુગ ટાઈપિંગ કરતો હતો.




કોણ પેલા મેસેજ કરશે. યુગ કે માયરા?

યુગ શું કેહસે ?

માયરા યુગ ને ક્યારે મળશે?