Coincidence - 10 books and stories free download online pdf in Gujarati

દો ઈતફાક - 10



🔹️10🔹️
દો ઈતફાક
Siddzz 💙




પંક્તિ મેમ એક્ઝામ નો સ્કોર જોઈ ને ખુશ હતા. બધા સ્ટુડન્ટ્સ પણ એ વિચારતા હતા કે મેમ આટલા ખુશ કેમ છે.

થોડી વાર પછી પંક્તિ મેમ બોલ્યા,
" સ્ટુડન્ટ્સ એક ખુશ ખબર છે. આ વર્ષ આપડામાંથી એક નો સ્કોર હાઈ આવ્યો છે"

બધા વિચારતા હતા કોણ હસે એ.

"યુગ પટેલ " પંક્તિ મેમ બોલ્યા.

યુગ ને એમ કોઈ બીજો હસે. પણ એની બાજુ માં એનો નવો ફ્રેન્ડ બન્યો હતો એ બોલ્યો,

" Congratulations 🎉 ભાઈ"

પછી પંક્તિ મેમ એ કીધું,
"હા તું એક જ યુગ છે અહીંયા બીજું કોઈ યુગ નથી. "

આ બાજુ બીજા બધા સ્ટુડન્ટ્સ યુગ સાથે હાથ મિલાવવા હતા. એક પછી એક બધા ગયા ઘરે. હવે ખાલી યુગ, પંક્તિ મેમ, બે સ્ટુડન્ટ્સ અને બીજા સર હતા.


" યુગ પાર્ટી આપવાની બાકી રહી. " સર બોલ્યા.

" હા યુગ પાર્ટી તો આપવી જ પડશે." યુગ નો નવો ફ્રેન્ડ બોલ્યો.

"હા હું ક્યાં નાં કહું છું. ચાલો " યુગ એ કહ્યું.

" નાં આજે નઈ ફરી કોઈ વાર. હવે તો તું અહીંયા જ છે ને. આપડે મળતા રહીશું." સર એ યુગ ને કહ્યું અને પછી" પંક્તિ હું જાવ છું " કહી ને નીકળી ગયા.


આજે યુગ ને એના ફોઈ નાં ઘરે જવાનું હતું કાંદીવલી. મેમ એ કીધું હું મૂકી જઈશ.


યુગ ને નાં પાડવી હતી પણ એક તો એને રસ્તો જોયો નઈ હતો અને કેમનું જવાય એ ખબર નઈ હતી એટલે એને હા પાડી.

છેલ્લા એક કલાક થી ટ્રાફિક માં ફસાયેલા હતા. એટલે યુગ એ કહ્યું
" આવો ટ્રાફિક તો મે પહેલી વખત જોયો. "

"અહીંયા તો રોજ નું છે આ. અમે એટલે જ રાતે ફરવા જઇએ. ટ્રાફિક ઓછો હોય રાતે. " મેમ બોલ્યા.

"રાતે?"

" હા પેલા તારા નવા ફ્રેન્ડ છે ને ક્લાસ માં એ અને બીજા સર છે. આમ તો મારો ફ્રેન્ડ છે એ. અમે બધા સાથે જ હોય. "

"ઓકે "

ફોઈ નું ઘર આવતા,

"ચાલ યુગ જલ્દી મળીયે. ક્લાસ જોઇન્ટ કરજે. અને પાર્ટી બાકી રહી " કહી ને મેમ ગયા.

યુગ એ એના ફોઈ નું ઘર હજી સુધી વિડિયો કૉલ પર જોયું હતું અને આજે રીયલ માં જોતો હતો કોઈ સપનાં થી ઓછું નઈ લાગતું હતું.

પાંચ મિનિટ લિફ્ટ ની રાહ જોઈ પછી લિફ્ટ આવી. એના ફોઈ નું ઘર દસ માં માળ પર હતું એટલે યુગ દાદર ચઢી ને જાય એટલો પણ હિંમત વાલો નઈ હતો.


યુગ ઘરે ગયો.

" આવ બેટા " એના ફોઈ એ કહ્યું.

યુગ એના ફુઆ સાથે વાત કરતો હતો ત્યારે એના ફોઈ ની છોકરી પાણી લઈ ને આવી.

"તું આટલો મોટો થઈ ગયો " પાંચ વર્ષ પછી યુગ ને જોયો હતો એને.

" હા પણ તું તો નાની જ રહી રાધિકા. "

રાધિકા યુગ નાં ફોઈ ની છોકરી હતી. બંને બોવ ટાઈમ પછી મળ્યા હતા એટલે ક્યારના વાતો કરતા હતા. ત્યાં યુગ નાં ફોઈ આવ્યા,

" રાધી એ છોકરો ક્યારનો આવ્યો છે જમવા નું કહે. અને પેલા જમી લઈએ પછી તમે વાતો કર્યા કરજો. "

બધા જમી ને બેઠા હતા. યુગ એ ફોઈ ફુઆ સાથે વાત કરી શાંતિ થી. અને પછી એને ઘરે એના મમ્મી પપ્પા જોડે વાત કરી.

રાધિ એનું કામ પતાવી ને યુગ સાથે બેઠી હતી. બંને વાત કરતા હતા બાળપણ ની. અચાનક યુગ એ પૂછ્યું,
"દી ભાઈ કેમ નઈ આવ્યા આજે ?"

" આજે નઈ આવવાનો એ. ડેટ પર ગયો છે" આંખ મારતા રાધિ એ કહ્યું.

"ઓહ એમની છે?" યુગ ને તો ખબર જ નઈ હતી એટલે એને પૂછ્યું.

"અરેન્જ વીથ લવ વાળી છે."

"હે?? એવું કેવું?" યુગ એ પૂછ્યું.

" બેટા છોકરી તો મમ્મી પપ્પા એ જ શોધી છે પણ એ બંને વચ્ચે બોવ લવ છે. "

" હાય લા. ભાઈ ને તો જલસા છે. બાય ધ વે ભાભી તો બતાવ." યુગ એ કહ્યું.

" પરમ દિવસે ઘરે આવશે ત્યારે જ જોઈ લેજે. "

"હું કાલે ઘરે જાવ છું" યુગ એ કહ્યું.

"ના હો વર્ષો પછી માણસો આવે અને એમાં પાછું ઘરે જવું છે. મને ખબર છે તું ત્યાં એકલો જ છે. મામી મામા પણ પુને છે. " પછી ઊભી થઈ ને " એક મિનિટ મમ્મી ને જ કહી " કહી ને રાધી એના મમ્મી એટલે કે યુગ ના ફોઈ પાસે ગઈ.

"મમ્મી આ તો કાલે જવાનો છે. કહી દો એને થોડા દિવસ રહે પછી જાય " રાધિ નાના છોકરા ની જેમ બોલતી હતી.

"અહીંયા જ રાખ ને. અમને પણ ગમશે કોઈ તો હસે મસ્તી કરવા વાળું " યુગ ના ફુઆ બોલ્યા.

"હા યુગ રેહ થોડા દિવસ અહિયાં જ. સ્મિતા ને કહી દવ છું તું અહીંયા રેહવાનો છે એ. " યુગ ના ફોઈ એ એમ કહી ને યુગ ના મમ્મી ને ફોન લગાવ્યો.


યુગ ના મમ્મી પપ્પા ને પણ કોઈ પ્રોબ્લેમ હતો નઈ એટલે યુગ પણ છેલ્લે રેહવાની હા પાડી.

"ચલ બચ્ચું હવે તો તને મારું વેકેશન પૂરું થાય પછી જ જવા દવ" રાધિ ખુશ થતા બોલી.

" જા રાધિ તારે બહાર જવું હતું ને. યુગ ને લઈ ને જજે " યુગ ના ફુઆ બોલ્યા.

"ચલ યુગ " કહી ને રાધિ અને યુગ નીચે આવ્યા.

"અત્યાર માં ક્યાં જઈશું દી " યુગ એ પૂછ્યું.

" આઈસ્ ડિશ ખાઈ ને અહીંયા ગાર્ડન માં બેસીશું."

યુગ અને રાધિકા આઇસ્ ડિશ ખાઇ ને એમના ફ્લેટ્સ ના ગાર્ડન માં બેસી ને વાત કરતા હતા.

રાધિ ભાભી અને ભાઈ ની સ્ટોરી કહેતી હતી ત્યારે કીધું, " ભાભી સુરત ના છે "

સુરત સાંભળી ને યુગ ને યાદ આવ્યું એને માયરા ને કીધું જ નઈ હતું એનું રિઝલ્ટ આવી ગયું અને એનો સ્કોર હાઈ આવ્યો એ.

યુગ એ ફટાફટ પેલા માયરા ને મેસેજ કર્યો. અને આજે યુગ ના નસીબ સારા હતા કે માયરા નું નેટ ઓન હતું.

હજી માયરા એ મેસેજ જોયો નઈ હતો એટલે યુગ પછી દી સાથે વાત કરવા લાગ્યો.

થોડી વારમાં માયરા નો મેસેજ આવ્યો.

"મે કીધું હતું ને તારો સ્કોર હાઈ આવશે. પણ મારું માને કોણ ?"

યુગ એ મેસેજ જોયો ને જ એ હતો એના થી પણ વધારે ખુશ થઈ ગયો.

" હા સારું "

"હમ " માયરા એ કહ્યું.

" હવે તો ભગવાને પણ ઈશારો આપ્યો છે આપડા ને દોસ્ત બનવાનો. ક્યારે મળે છે તું હવે.?" યુગ એ કહ્યું.

"તું આવ સુરત ત્યારે "

" બોવ જલ્દી જવાબ આપી દે છે તું તો "

" કઈ ખોટું કરતા હોય તો બીક લાગે જ્યારે આપડે સાચા હોય તો શું કામ બીને જવાબ આપવાનો?"

"હા સારું હું આવીશ મળવા પાક્કું. પણ તારે સિલ્ક લેવી પડશે " યુગ એ કહ્યું.

" એટલે તું સિલ્ક આપવા જ આવશે? મને મળવા નઈ એમ ને ?"

" એ તો મને નઈ ખબર યાર " યુગ ને હવે શું બોલવું એ સમજ માં આવતું નઈ હતું.

"ઓકે ખબર પડે ત્યારે કહેજે. "

માયરા બોવ જ ફ્રી થઈ ને જવાબ આપતી હતી એવું યુગ ને લાગતું હતું. અને યુગ એ પણ વિચારતો હતો કે, મે કીધુ છે સિલ્ક આપવા આવીશ. તો શું હું ત્યાં જઈ શકીશ.

" ઓએ શું વિચારે છું. મળવા જાવ કે નઈ એજ ને ?" માયરા એ પૂછ્યું.

" હા પણ તને કેમની ખબર?" યુગ વિચારતો હતો.

" મને લાગ્યું તું એજ વિચારતો હસે. "

" હા હું એજ વિચારતો હતો અને હું હમણાં થોડા દિવસ મુંબઈ જ છું. ફોઈ ના ઘરે રેહવાનો છું. "

" મુંબઈ થી આણંદ જતા સુરત વચ્ચે જ આવે. અને મુંબઈ જ છે તું અમેરિકા નથી હો... "માયરા મસ્તી કરતી હોય એમ કહ્યું.

" હા યાર સાચી વાત તારી હું ખોટે કામ નું વિચારું છું બધું"

"અને મે ક્યાં એવું કીધું કે તું કાલે જ આવ. જ્યારે ટાઈમ મળે ત્યારે આવજે. મહિને, બે મહિના પછી, છ મહિના પછી, વર્ષ બે વર્ષ પછી. .."

" તું રાહ જોઈશ મારી?" યુગ ના મગજ માં શું ચાલતું હતું એ તો એને જ ખબર.

" હું શેની રાહ જોવ. ચોકલેટ ની કે તારી?"

"બોવ હાર્ડ સવાલ કર્યો તે તો " યુગ એ કહ્યું.

"તે પેલા પૂછ્યું જ એવું એટલે "

" સારું. મળીશું કોઈ વાર. ત્યાં સુધી ઓનલાઇન તો મળતા રહીશું. " યુગ એ કહ્યું.

"હા ગુડ નાઈટ પછી વાત કરીશું. " માયરા આટલું કહી ને ઑફલાઈન થઈ ગઈ.


આ બાજુ યુગ ને ખુશ જોઈ ને રાધિકા એ પૂછ્યું,

" યુગ ગર્લ ફ્રેન્ડ સાથે વાત કરતો હતો?"

" ના કેમ ?"

"તો આટલો બધો ખુશ દેખાય છે એટલે પૂછ્યું. "

" ના દી એવું નથી કઈ. ફ્રેન્ડ છે મારી અને હું હજી પણ એને મળ્યો નથી. " યુગ એ કહ્યું.

" ખોટું ના બોલ " રાધિકા ને લાગ્યું યુગ ખોટું બોલે છે.

" ના દી સાચું કહું છું"

"તો તમે ફ્રેન્ડ કેમના બન્યા?"

"બોવ લાંબી સ્ટોરી છે એ તો " યુગ એ કહ્યું.

" મને કહેવી પડશે સ્ટોરી. "

"કેમ?"

" મારે સાંભળવી છે. કાલે મમ્મી પપ્પા ઓફિસ જાય પછી તો હું નવરી જ છું. તો ત્યારે કેજે. " રાધિકા એ કહ્યું.

" એવી કઈ ઈન્ટ્રસ્ટિંગ નથી સ્ટોરી " યુગ એ કહ્યું.

" એ તો કાલે ખબર. ચલ ઉપર હવે સૂઈ જઈએ. " કહી ને યુગ અને રાધિકા ઉપર ઘરે ગયા.


બીજે દિવસે સવારે,

યુગ ઉઠ્યો ત્યારે તો ફોઈ ફુઆ ઓફિસ જતા રહ્યા હતા. રાધિકા રસોડા માં કંઈ ક કરતી હતી. યુગ સોફા પર બેઠા બેઠા ટીવી જોતો હતો ત્યારે પાછળ થી આવી ને કોઈ એ એની આંખ પર હાથ મૂકી દીધા.

"ભાઈ મને ખબર છે તું છે એ " યુગ બોલ્યો.

" મુંબઈ આવ્યો છે એક ફોન તો કરાય ને " નીલ (યુગ ના ફોઈ નો છોકરો) બોલ્યો.

"તું ડેટ પર ગયો હતો તને થોડી હેરાન કરાય" યુગ મસ્તી કરતા બોલ્યો.

"હા બોવ સારું.કોઈ ડેટ પર નઈ ગયું હતું" નીલ એ કહ્યું.

"અરે દી જોવો ભાઈ ક્યાં ગયો હતો ખબર છે " યુગ બૂમ પડતા બોલ્યો.

"હરામખોર ચૂપ રે તું " નીલ એ કહ્યું.

ત્રણ જણા એ નાસ્તો કરી ને બેઠા હતા. નીલ ને આજે શનિવાર હતો એટલે રજા હતી ઓફિસ માં જવાની.

થોડી વાર તો વાતો કરી પછી અચાનક રાધિકા એ પૂછ્યું,
" યુગ કાલ વાળી સ્ટોરી બોલ "

" દી પછી કહેવા"

" બોલ મને પણ ખબર પડે તારા કારનામા " નીલ બોલ્યો.

"ભાઈ કારનામા નથી ઈતફાક છે " રાધિકા બોલી.

પછી યુગ એ માયરા સાથે વાત કેમની થઈ કેમનો નંબર મળ્યો. શનિવાર ની વાત , જ્યારે મુંબઈ આવવાનું હતું ત્યારે જ કીધું હતું એ બધું યુગ એ કહ્યું.

"ઓહ ભાઈ જોરદાર ક્યારે મળવા લઈ જાય છે અમને એની સાથે ?" નીલ એ પૂછ્યું.

" પેલા મને તો મળવા દે " યુગ બોલ્યો.

" કહેવું પડે યુગ બાકી. છોકરી એ તને વાંચવા બેસાડવા માટે સારું આઈડિયા કાઢ્યું. ફોટો નું " રાધિકા બોલી.

"સિલ્ક આપવા ક્યારે જાય છે " નીલ એ પૂછ્યું.

" નઈ ખબર " યુગ એ કહ્યું.

" કઈ નઈ તારી ભાભી સુરત ની જ છે. કાલે આવશે પછી તું જજે એની જોડે સુરત " નીલ બોલ્યો.

" ના હમણાં નઈ મળવું " યુગ એ કહ્યું.

" કેમ શું થયું ?" રાધિકા એ પૂછ્યું.

" કઈ નઈ થયું. થોડા ટાઈમ પછી જઈશ મળવા. " યુગ એ કહ્યું.

પછી એ લોકો ટીવી માં કોઈ મૂવી આવતું હતું એ જોતાં હતાં.


આ બાજુ માયરા ને એનું બાર માં ધોરણ નું ટ્યુશન ચાલુ થઈ ગયું હતું. સવારે ટ્યુશન જતી અને પછી બપોર પછી તો ઘરે જ.


માયરા ને પેન્ ટિંગ કરવું બોવ ગમતું. એનો કલર સાથે એક અનોખો રિશ્ટો હતો એમ કહીએ તો પણ ખોટું નહિ. બધા કરતા ફોન તો બોવ ઓછો વાપરતી.


ફોન માં નંબર પણ એના પપ્પા, અનાથ આશ્રમ, યુગ , યશવી અને એના મમ્મી સિવાય કોઈ જ નઈ હતું. અને એ વોટ્સ અપ પર પણ ખાલી યશવી જોડે જ વધારે વાત કરતી અને યુગ જોડે કોઈ વાર જ. બાકી તો એનું ભણવાનું અને એના સફેદ કાગળ જેને એ કલર થી ભરી દેતી.

યશવી એ માયરા ને કીધું હતું મારે વેકેશન પડશે ત્યારે બે ત્રણ દિવસ આવીશ તારા ઘરે તને મળવા. માયરા પણ રાહ જોતી હતી યશવી ની.


આ બાજુ યુગ ને મુંબઈ હવે એટલું ગમી ગયું હતું કે એને જવાનું મન નઈ થતું હતું. ઊંચી ઊંચી બિલ્ડિંગ, અને રાતે પણ દિવસ ની જેમ કામ કરતા લોકો. ઘડિયાળ ના કાંટા સાથે ચાલતાં લોકો. ટ્રેન બસ માટે ની ભાગદોડ વચ્ચે મુંબઈ કઈ અનોખું લાગતું હતું.


યુગ ને એ બે વાર તો એવું જ થઈ ગયું કે હવે અહીંયા થી જવું જ નથી. મુંબઈ ના ડાંસ ક્લાસ યુગ ને સૌથી વધારે આકર્ષતા હતા. યુગ ને ડાંસ બોવ ગમતો પણ ડાંસ માં શું થશે એવું પણ વિચારતો.


આમ ને આમ એપ્રિલ મહિનો પતી ગયો હતો અને મે મહિનો અડધો પૂરો થઈ ગયો હતો. યુગ ઘરે એકલો જ હતો હવે. આખો દિવસ ડાંસ ક્લાસ માં જ હોય એ. રાતે આવી ને મોડા સુધી ટીવી જોવાનું , સવારે મોડું ઊઠવાનું એનું હવે રોજ નું થઈ ગયું હતું.

માયરા ને તો હવે એ સાવ ભૂલી જ ગયો હતો એમ કહીએ તો પણ ચાલે. માયરા એ પણ ઓનલાઈન આવવાનું સાવ ઓછું કરી દીધું હતું હવે. એ ભણવામાં થોડું વધારે ધ્યાન આપતી.


યુગ નું બારમાં નું રીઝલ્ટ કાલે આવવાનું હતું. આખો દિવસ તો યુગ નો ડાંસ ક્લાસ માં નીકળી ગયો પણ રાતે ઘરે આવ્યો ત્યારે એને થોડું ટેન્શન થવા લાગ્યું. એટલે એને યશવી ને ફોન કર્યો. પણ યશવી એના પ્રોજેક્ટ પતાવવા ના કામ માં લાગી હતી એટલે યુગ એ થોડી વાર વાત કરી ને ફોન મૂકી દીધો.


યુગ એ સ્મિતા બેન ને ફોન કર્યો. સ્મિતા બેન આજે ઓફિસ માં કામ નો લોડ કઈ વધારે જ હોવાથી એમને પણ યુગ ને કીધું, " સારું જ આવશે રિઝલ્ટ તું ચિંતા કર્યા વગર સૂઈ જા. "

યુગ એ ટીવી જોઈ ને થોડી વાર ટાઈમ પાસ કરી લીધો પણ હજી એને ઊંઘ નઈ આવતી હતી. ત્યારે એને માયરા યાદ આવી. યુગ એ મેસેજ કર્યો પણ છેલ્લા દસ દિવસ થી માયરા ઓનલાઇન થઈ નઈ હતી. એનું લાસ્ટ સીન દસ દિવસ પેલા નું હતું.


યુગ ને પેલા વિચાર આવ્યો કે માયરા ને કઈ થયું તો નઈ હોય ને. કેમકે શનિવાર અથવા રવિવારે તો માયરા ઓનલાઇન આવતી પણ દસ દિવસ થી ઓફ્લાઈન છે. એક વાર તો એને ફોન કરવાનું પણ વિચાર્યું પણ રાત માં બાર વાગવામાં દસ મિનિટ ની વાર હતી એટલે યુગ એ ફોન ના કર્યો.

બીજે દિવસે સવારે યુગ જલ્દી ઊઠી ગયો હતો. 8 વાગ્યે તો એને નાસ્તો પણ કરી લીધો હતો. પછી રિઝલ્ટ જોવા એનો નંબર નાંખ્યો.

હજી ઓપન થયું નઈ હતું યુગ ને ટેન્શન થતું હતું શું થશે . પણ પાંચ મિનિટ માં રિઝલ્ટ ખોલ્યું. બધા માં 70 ઉપર માર્ક્સ હતા. એના ટકા કાઢ્યા તો 78% થાય.

યુગ તો ઊભો થઈ ને ડાંસ કરવા માંડ્યો પછી એને એના મમ્મી ને ફોન કર્યો,
" સ્મિતા બેબી તારા છોકરા ને 78 % આવ્યા છે "
(યુગ જ્યારે પણ બોવ ખુશ હોય ત્યારે એના મમ્મી ને સ્મિતા બેબી બોલતો )

"સરસ. આલે તારા પપ્પા ને આપુ" કહી ને સ્મિતા બેન એ ફોન અજય ભાઈ ને આપ્યો.

" માં દીકરો બેવ ખુશ લાગે છે મને તો કહો હવે રિઝલ્ટ " અજય ભાઈ બોલ્યા.

"પપ્પા 78% આવ્યા. " યુગ ખુશ થતા બોલ્યો.

"સરસ" અજય ભાઈ યુગ ના રિઝલ્ટ થી એટલા ખુશ હતા કે એમની આંખ માં ખુશી ના આંશુ આવી ગયા.

" ચાલો સરસ. ક્યારે આવે છે હવે અહીંયા ?" સ્મિતા બેન એ પૂછ્યું.

" કેમ મમ્મી ત્યાં"

" તે તો કીધું હતું ને કે તને મુંબઈ ના ડાંસ ક્લાસ બોવ ગમે છે તો ત્યાં જવું હોય તો અહીંયા તો આવવું પડે ને " સ્મિતા બેન એ બોવ શાંતિ થી કીધું.

"પણ મમ્મા ..." યુગ આગળ ના શબ્દો લગભગ ગળી જ ગયો.

" હા બેટા મને ખબર છે તને આણંદ બોવ ગમે છે પણ તું ત્યાં એકલો રહે તો અમને વધારે ચિંતા થાય ને "

"તો મુંબઈ હોવ તો નઈ થાય ને " યુગ એ પૂછ્યું.

" બેટા તારા ફોઈ છે ત્યાં દી છે તારી ભાઈ છે. પછી હું કેમ ટેન્શન લેવ. "

" પણ મમ્મી તમે જ મને 10 ના વેકેશન માં મુંબઈ જવાની ના પાડી હતી યાદ છે ને " યુગ એ કહ્યું.

" હા બેટા. પણ આજે અને હવે ના નઈ કહીશ. મને બીક હતી કે તું અવડા રસ્તે જસે એટલે હું ના પાડતી હતી. "

" તો હવે નઈ જાવ?" યુગ પૂછતો હતો કે પછી કહેતો હતો એ તો એને જ ખબર"

" બેટા તારી પાસે એક વસ્તુ છે એવી કે એના લીધે તું ખોટા રસ્તે નઈ જાય. " સ્મિતા બેન બોલ્યા.

"કોણ?" યુગ ને ખબર ના પડી એના મમ્મી શું કહેવા માંગે છે એ.

પછી અચાનક,

" માયરા" સ્મિતા બેન અને યુગ બંને એક સાથે બોલ્યા.

" હા એ જ. " સ્મિતા બેન એ કહ્યું.

"મમ્મી એ મારા માટે બોવ લકી છે ખબર છે?" યુગ એ પણ કીધું.

" બેટા મને ક્યાં થી ખબર હોય . તું કહે તો ખબર પડે ને મને. "

" હા પણ એ ના કહેવાય. અને તમે એની સાથે વિડિયો કૉલ પર વાત કરી છે અને મે... મે તો એમનેમ પણ સરખી વાત નઈ કરી. " યુગ બોલ્યો.

" તો કરી લે વાત. ના કોણ પાડે છે તને " સ્મિતા બેન બોલ્યા.

" મમ્મી એ દસ દિવસ થી તો ઑફલાઈન જ છે. ક્યાંથી વાત થાય. " યુગ થોડી ચિંતા કરતો હોય એમ કહે છે.

" બેટા તે એને કઈ બોલ્યું તો નથી ને ગુસ્સા માં આવી ને"સ્મિતા ને યુગ નો ગુસ્સો ખબર હતી એટલે એમને પૂછ્યું.

" ના મમ્મી મે કઈ નઈ કીધું એને " યુગ એ કહ્યું.

" સારું ચલ. તું પેકિંગ કર આવવાનું છે મુંબઈ હવે "

" હા હો... " યુગ મસ્તી માં બોલ્યો.

" ચલ બેટા રાતે ફોન કરું ઓફિસ જવાનો ટાઈમ થઇ ગયો છે.


યુગ એ એના ફ્રેન્ડ ને ફોન કર્યો. એટલો ખુશ હતો ને કે એની કોઈ હદ નહિ. પણ આજે એની ખુશી એ માયરા ને કહી નઈ સકતો હતો.


યુગ એ માયરા ને મેસેજ નઈ કર્યા એવું નઈ હતું. રીઝલટ આવ્યા પછી પેલા એણે માયરા ને મેસેજ કર્યો હતો પણ એ ઑફલાઈન જ હતી.

યશવી પણ ખુશ હતી આજે યુગ નું રિઝલ્ટ જોઈ ને. અને વધારે તો એટલે ખુશ હતી કે માયરા ને મળવા એ બે દિવસ પછી સૂરત જવાની હતી.


મુંબઈ માં એના ફોઈ , ફુઆ, રાધિકા અને નીલ પણ ખુશ હતા કેમકે એમના ઘર ની શાંતિ ભંગ કરવા યુગ આવવાનો હતો. બોવ ઓછા આવા ભાઈ બહેન હોય છે જે બીજા ના છોકરા ને પણ પોતાના છોકરા માની ને ખુશ થાય છે મતલબ કે યુગ ના ફોઈ એના ભાઈ ના છોકરા ને પોતાના ઘરે રેહવા આવવાની ખબર થી ખુશ છે.


રાધિકા અને નીલ પણ એટલા જ ખુશ હતા. કેમકે એ બંને તો રાતે મોડા ઘરે આવતા એટલે વાત બોવ ના થતી પણ યુગ ના આવવાથી કદાચ એ લોકો ની મસ્તી પાછી આવશે. એટલે એ ખુશ હતા. અને યુગ ના ફુઆ આ બધા ને જોઈ ને ખુશ હતા.

યુગ એ આખો દિવસ તો ખુશી માં કાઢ્યો પણ રાતે એને પાછી માયરા ની યાદ આવી. પણ આજે એને ટેન્શન થતું હતું કે માયરા ને શું થયું હસે એનું.

છેલ્લે યુગ થી રાહ ના જોવાય એટલે એને ફોન કર્યો, એક ..બે. એમ ત્રણ આખી રીંગ પતી ગઈ તો પણ ફોન ના ઉચકાયો.

આજે યુગ ના મગજ માં ખોટા વિચાર પણ આવી ગયા હતા અને છેલ્લે તો એનાથી રડાઈ પણ ગયું.

બીજે દિવસે પણ એને ફોન કર્યો પણ કોઈ એ ઉપાડ્યો નહિ. પણ જ્યારે સાંજે ફોન કર્યો ત્યારે કોઈ એ ઉપાડ્યો.

" હેલ્લો, માયરા કેમ છે તું?
ક્યાં જતી રહી છે?
ઓનલાઇન કેમ નઈ આવતી" એક શ્વાસ માં તો યુગ એ કેટલા સવાલ કરી નાખ્યા.

" બેટા હું માયરા ના પપ્પા બોલું છું " સામે થી વિરાજ ભાઈ નો અવાજ સાંભળી ને યુગ ને શું બોલવું એ કઈ સમજ ના પડી.

" અંકલ માયરા ક્યાં છે ?" યુગ એ હિંમત કરી ને પૂછી જ લીધું.

" એ... એ.. "

" અંકલ બધું બરાબર છે ને? તમે ટેન્શન માં હોય એવું લાગે છે " યુગ ને વિરાજ ભાઈ ના અવાજ પરથી એવું લાગ્યું.

" ના બેટા એવું કઈ નથી. માયરા સૂતી છે "

" કેમ અત્યાર માં ? એ તો દસ વાગે સૂઈ જાય છે ને હજી તો આઠ પણ નઈ વાગ્યા "

" ડોકટર એ એને આરામ કરવાનું કહ્યું છે અને દવા ની અસર ને લીધે એને ઊંઘ આવે છે "

" અંકલ મારી વાત કરાવજો એની સાથે ઉઠે ત્યારે " યુગ આટલું બોલી ને ફોન મૂકી દે છે.




શું થયું હસે માયરા ને?

યશવી માયરા ને મળવા જસે કે નઈ?

યુગ કાયમ માટે મુંબઈ જતો રેહસે?