Coincidence - 9 books and stories free download online pdf in Gujarati

દો ઈતફાક - 9




🔹️9🔹️
દો ઈતફાક
Siddzz💙




માયરા આજે ટ્યુશન થી જલ્દી આવી ગઈ હતી અને એને બપોરે જ યુગ ને ફોટો મોકલી દીધો હતો.


યુગ ને આજે ખબર નઈ કેમ વાંચવામાં એટલું બધું ધ્યાન લાગી ગયું હતું કે એને નેટ ઓન જ કર્યું નઈ હતું. રાતે જમી ને એના રૂમ માં આવ્યો.


યુગ એ ફ્રેશ થઈ ને નેટ ઓન કર્યું તો માયરા નાં બપોર નાં બે મેસેજ હતા. એને માયરા નાં મેસેજ જોયાં. એમાં એક ફોટો હતો અને નીચે લખ્યું હતું. મિસ્ટર યુગ પટેલ આજે આપડી ડીલ પતી ગઈ અને થેંક યુ વાંચવા બેઠો એટલે.

યુગ એ પેલા મેસેજ કર્યો હાઈ. પણ આજે માયરા નું નેટ ઓફ હતું. પછી એને માયરા નો પિક જોયો. પણ યુગ જોઈ ને એક દમ શોક થઈ ગયો.

હા માયરા નિકિતા જેવી તો નઈ હતી પણ ખબર નઈ કેમ યુગ એને ધારી ધારી ને જોતો હતો.

નાની આંખ, શોર્ટ હેર, બ્લેક એક દમ નાની બિંદી, અને સ્માઈલ જોઈ ને યુગ ખબર નઈ ક્યાં વિચારો માં ખોવાઈ ગયો.

માયરા નાં બે મેસેજ આવ્યા તો પણ હજી યુગ એના પિક માં જ ખોવાઈ ગયેલો હતો. પછી એને જોયું તો માયરા નાં મેસેજ આવ્યા છે એટલે જવાબ આપ્યો.

"હાઈ " યુગ આગળ કંઇ નાં બોલી શક્યો.

" કેમ આજે તોફાન શાંત છે?"

" તારા પિક ને જોઈ ને " યુગ બોલતા તો બોલી ગયો પણ પછી એને મેસેજ ડિલીટ કરી નાખ્યો.

" તું આટલો બધો ફટ્ટું છે અરે રે... "

" તારા પિક ને જોઈ ને વિચારતો હતો બીજું કઈ નઈ "

" તો તને બોલતા શું થાય. મેસેજ ડિલીટ કરવાની શું જરૂર હતી."

" હા મારી માં બોલી દીધું બસ હવે શાંત થા "

" હા, શું વિચારતો હતો નિકિતા જેવી નથી એમ ને. એ તો ને પેલા જ કીધું હતું મે "

" નાં યાર એમ નઈ "

" તો " માયરા એ પૂછ્યું.

" કંઇ નઈ પછી કહીશ કોઈ વાર. " યુગ ને હવે એમ થતું હતું કે આ આગળ કંઇ પૂછે નઈ તો સારું.

"ઓકે"

" પણ તે પેલું ચિત્ર કોના માટે દોર્યું હતું એ તો બોલ "

" મારા માટે જ "

"પણ એમાં તો કપલ હતું અને તું તો સિંગલ છે " યુગ એ કહ્યું.

" તો કોઈ વાર તો આવશે ને "

" હા પણ ચિત્ર મસ્ત હતું "

" હા"

" એક સવાલ પૂછું? પણ પ્લીઝ ગુસ્સો નાં કરતી "

"ઓકે બોલ"

" બ્લેક બિંદી એ પણ ટી શર્ટ પર?"

" હા મને હતું જ તું આ જ સવાલ કરશે. પપ્પા ને ગમે છે અને પેહલે થી કરું જ છું "

"ઓહ સરસ પણ મસ્ત હતો પિક "

" પિકનિક ગઈ હતી ત્યાર નો છે. " માયરા એ કીધું.

"ઓહો ક્યાં ગઈ હતી ફરવા ?"

"તિથલ "

" ઓકે "

" હમ" માયરા એ કહ્યું.

" તું આખો દિવસ કંટાળી નાં જાય ઘરે એકલી હોય તો?"

" નાં ટાઈમ નીકળી જાય " માયરા ને શું કહેવું એજ સમજ માં નઈ આવતું હતું.

" તું ફ્રેન્ડ સાથે તો જતી હસે ને બહાર?" યુગ એ પૂછ્યું.

" મારે કોઈ ફ્રેન્ડ નથી "

" હે..? "

" હતા પણ અત્યારે તો કોઈ નથી. " માયરા ને એના ફ્રેન્ડ ની યાદ આવી ગઈ આજે.

"ઓકે તો હું ફ્રેન્ડ નથી ?" યુગ ને લાગ્યું કઈ ખોટું પુછાઇ ગયું એટલે એને આવો સવાલ કર્યો.

" તું વાંચ એમ પણ તારી બોર્ડ ની એક્ઝામ છે ત્રણ દિવસ પછી "

" માયરા શું થયું?"

"કંઇ નઈ. મને શું થવાનું" અને પછી એક સ્માઈલ વાળું ઇમોજી મોકલે છે.

" સાચે બોલ" યુગ ને પણ લાગ્યું કે કઈક તો થયું જ છે.

" હા "

"તો બોલ. જો તું નઈ બોલે ને તો હું વાંચવા નઈ બેસુ"

" અરે યાર" માયરા હવે ફસાઈ ગઈ હતી એને ખબર હતી યુગ વાંચવા માં કેટલો આળસુ છે એ.

" ફ્રેન્ડ માનતી હોય ને તો બોલ. 0.0001% માનતી હોય તો બોલ "

" યાર મને કોઈ નાં પર વિશ્વાસ નઈ રહ્યો. " માયરા આગળ કંઇ એટલે કંઇ જ ન બોલી શકી.

" બધા સરખા નાં હોય ને ડીયર" યુગ એ પેલી વાર આવું કોઈ ને કીધું હતું.

" હા પણ ... "

" એક કામ કરીએ મારી એક્ઝામ પતે ને પછી આપડે આ વાત કરીએ " યુગ એ કહી તો દીધું પણ એને તો અત્યારે જ જાણી લેવું હતું.

" હા પછી મારી એક્ઝામ છે "

" તો તારી એક્ઝામ પતે પછી બસ "

"ઓકે બેસ્ટ ઓફ લક " માયરા એ કીધું.

"તને પણ બેસ્ટ ઓફ લક " યુગ એ પણ કહ્યું.


યુગ ની બારમા ધોરણ ની બોર્ડ ની એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી એના પેપર પણ સારા જતા હતા. અજય ભાઈ અને સ્મિતા બેન ખુશ હતા યુગ ને વાંચવા બેસેલો જોઈ ને.


આ બાજુ માયરા નું અગિયાર મુ ધોરણ પુરુ થવાને તૈયારી હતી. થોડા દિવસ માં એની પણ એક્ઝામ ચાલુ થવાની હતી.

યુગ ને હવે એક જ પેપર બાકી હતું અને એ હતું કમ્પ્યુટર નું. એમાં ચાર પાંચ રજા હતાં. એક દિવસ તો એને કંઇ વાંચ્યું નઈ પણ બીજે દિવસ થોડું વાંચ્યું અને પછી ટીવી જોતો હતો.

રાતે બધા જમી ને બેઠા હતા ત્યારે અજય ભાઈ ને કોઈ નો ફોન આવ્યો અને વાત પછી એટલે અજય ભાઈ બધા જ્યાં બેઠા ત્યાં આવ્યા પણ એમના ચેહરા પરથી સમજાઈ નઈ રહ્યું હતું કે એ ખુશ છે કે દુઃખી.

" સ્મિતા આપડા બંને નું ટ્રાન્સફર થયું છે. પુણે " અજય ભાઈ બોલ્યા.

"ઓહ congratulations 🎉🎉 મમ્મી પપ્પા " યુગ ખુશ થતાં બોલ્યો.

સ્મિતા બેન પેલા તો ખુશ થયા પછી એમને અજય ભાઈ ને પૂછ્યું,

" યુગ નું શું કરીશું?"

"હા હું પણ એ જ વિચારું છું " અજય ભાઈ બોલ્યા.

" અરે પપ્પા ચિંતા નાં કરો. જી(JEE) ની એક્ઝામ સુધી અહીંયા રહીશ પછી તો વેકેશન જ છે. અને ગુજકેટ ની એક્ઝામ તો મે મહિના માં છે ત્યારે હું ત્યાં આવી જઈશ."
યુગ બોલ્યો.

" અરે મારો લાલો આટલો સમજદાર કેમનો થઈ ગયો. " સ્મિતા બેન બોલ્યા.

" મમ્મી આ લાલો નાં બોલો. બાજુ વાળા નાં કુતરા 🐕🐕‍🦺 નું નામ પણ લાલો છે. " યુગ થોડું ચિડાઈ ને બોલ્યો.

" હા સ્મિતા એવું નાં બોલ "

" ચાલો પેકિંગ કરો તમે હવે. " યુગ બોલ્યો.

" હા "

" પણ પપ્પા તમે ત્યાં રહેશો ક્યાં ?" યુગ એ સવાલ કર્યો.

" બેટા ત્યાં ઘર એટલે કે ફલેટ આપસે. બાકી નું કાલે ઓફિસ જાવ પછી ખબર પડે " અજય ભાઈ એ કીધું.


થોડી વાર વાત કરી પછી એ લોકો સૂઈ ગયા. બે દિવસ પછી યુગ ની એક્ઝામ પતી ગઈ. અને હવે ચાર દિવસ બાકી હતા એના મમ્મી પપ્પા ને જવામાં.

યુગ એના મમ્મી ને બધું પેક કરાવવામાં હેલ્પ કરતો એ જોઈ ને સ્મિતા બેન ખુશ થયા હતા કેમકે યુગ પેલા કંઇ કામ નાં કરતો અને આજે આટલી બધી મદદ કરે છે એટલે.

માયરા ની એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી અને એને પેપર માં રવિવાર સિવાય રજા હતી નઈ એટલે એ ઓનલાઇન પણ નાં આવતી.


યુગ નાં મમ્મી પપ્પા ગયા પછી યુગ ને માયરા ની યાદ આવતી હતી એટલે એને મેસેજ કર્યો પણ માયરા ઑફલાઈન જ હતી. પછી યુગ એ જાતે વિચાર્યું એક્ઝામ પછી ઓનલાઇન આવશે.

યુગ આખો દિવસ ડાન્સ માં જ રેહતો. અમુક વેકેશન માં નવા સ્ટુડન્ટ આવ્યા હતા એમને શીખવાડતો. રાતે આવી ને ટીવી જોયો કા તો બહાર ફરવા જતો એના ફ્રેન્ડ સાથે.

આમ કરતાં યુગ ની જી ની એક્ઝામ પણ પતી ગઈ. એ આખો દિવસ ડાન્સ ક્લાસ માં હોય એટલે એને દિવસ ક્યાં પૂરો થઈ જાય એ ખબર જ ના રહેતી.


એક દિવસ એના સર એ કીધું ,
" યુગ કાલે મુંબઈ જાવ છું વર્કશોપ માટે. તું આવશે.?"

યુગ ને મુંબઈ તો જવું હતું પણ એને ખબર ના પડી શું કરવું. એ વિચારતો હતો શું કરું એ.

એટલે એના સર એ કીધું,
"કાલે સવારે આઠ વાગ્યા ની ટ્રેન છે બે ટિકિટ થઈ ગઈ છે. આવી જજે. ત્યાં રેવા નું સેટિંગ થઈ ગયું છે એટલે એની ચિંતા ના કરતો. "

" ઓકે સર હું જેવું હોય એવું રાતે કહી દઈશ. " કહી ને યુગ ઘરે આવ્યો.

યુગ બહાર જમી ને ઘરે આવ્યો પેલા એને સ્મિતા બેન ને ફોન કર્યો તો એમને તો હા પાડી. અને અજય ભાઈ એ પણ હા પાડી. પણ હજી ખબર નઈ યુગ નું મન કેમ માનતું નઈ હતું.

યુગ સોફા પર સૂતા સૂતા ટીવી જોતો હતો અને મોબાઇલ માં વોટ્સ એપ પર સ્કૂલ નાં ગ્રૂપ માં મેસેજ આવેલા હતા એ બધા જોતો હતો.


માયરા ને આજે એની એક્ઝામ પૂરી થઈ ગઈ હતી સાથે હવે એ બારમા માં આવી ગઈ હતી. એ પણ એક્ઝામ પતાવી ને આવી પછી જમી ને નેટ ચાલુ કરી ને બેઠી હતી.

"હાઈ કેમ છે?
એક્ઝામ કેવી ગઈ ?"

યુગ તો જાણે આના જ મેસેજ ની રાહ જોતો હોય એમ કહ્યું,
" હાઈ
મસ્ત
હું કૉલ કરું ?"

" શું થયું ? " માયરા ને લાગ્યું આટલા દિવસ થી નઈ ને આજે કેમ અચાનક આવું પૂછે છે.

" પ્લીઝ યાર " યુગ આગળ કંઇ નાં બોલી શક્યો.

" હા કર " માયરા થી નાં પણ નાં પડાઈ.


યુગ એ ફોન કર્યો.

" યાર બોવ ધર્મ સંકટ છે ?" યુગ બોલ્યો.

"હે ? "

" યાર કાલે સર સાથે મુંબઈ જવાનું છે પણ ખબર નઈ પડતી જાવ કે નઈ " યુગ બોલ્યો.

" ચક્રમ એમાં શું વિચારે છે જઈ આવ ને. કેમ અંકલ આંટી એ નાં પાડી ?" માયરા એ પૂછ્યું.

" નાં એમને તો હા પાડી છે "

" તો નિકિતા એ નાં પાડી?"

" નિકિતા ને યાદ કરવી જરૂરી હતી?" યુગ એ થોડું અકળાઈ ને પૂછ્યું.

" હા "

" હવે તો હું જઈશ " યુગ બોલ્યો.

"જાને તો નાં કોને પાડી " માયરા બોલી.

પછી બંને આજે થોડી વધારે વાત કરી ફોન પર. યુગ એ એના મમ્મી પપ્પા ને જોબ પુણે ટ્રાન્સફર થઈ એ પણ કીધું. પછી યુગ ને કોઈ ને ફોન આવ્યા એને મૂકી દીધો ફોન.

માયરા ટીવી જોતી હતી.

બીજે દિવસે યુગ એના સર સાથે મુંબઈ ગયો. જ્યારે એ ત્યાં પોહચયો ત્યારે તો એને એવું લાગ્યું કે કઈ ડ્રીમ જોવે છે.

સર ની સાથે એ કાર માં જે ક્લાસ પર જવાનું હતું ત્યાં ગયા. રસ્તા માં યુગતો બારી ની બહાર જોતો હતો.

જે ક્લાસ પર એમનો વર્કશોપ હતો ત્યાં ગયા ને બોવ બધા ત્યાં બીજા પણ સ્ટુડન્ટ હતાં. યુગ ને તો હજી એવું જ લાગતું હતું કે એ ડ્રીમ જોવે છે.

બે દિવસ તો એના વર્કશોપ માં કેમના નીકળી ગયા ને એ ખબર જ ના પડી. અને એ પછી નાં દિવસે સર સાથે થોડું બહાર ફરવા ગયેલો.

કાલે પાછું આણંદ જવાનું હતું પણ ખબર નઈ કેમ યુગ નું મન નઈ હતું જવામાં. સાંજે એ લોકો ક્લાસ પર ગયેલા. ત્યાં બધા ડાન્સ ચેલેન્જ કરતા હતા યુગ ને પણ એમાં જોઇન્ટ થઈ ગયો.

સર એના બધા ફ્રેન્ડ ને મળતા હતા. ત્યાં એમની એક ફ્રેન્ડ પંક્તિ એમને કીધું,
" તમારી સાથે જે તમારો સ્ટુડન્ટ આવ્યો છે એને દસ દિવસ નો વર્કશોપ છે એમાં મોકલો "

એક મિનિટ હું બોલાવું એને તમે જ વાત કરો.
પછી સર યુગ ને બૂમ પાડે છે એટલે યુગ આવે છે.

" હા બોલો સર "

" યુગ આ મેમ તને કંઇ કહે છે "

" હાઈ યુગ આઈ એમ પંક્તિ પાઠક. મારા ક્લાસ માં કાલ થી દસ દિવસ માટે વર્કશોપ છે તો તું આવશે? "

યુગ સર ની સામે જોવે છે.

" આ મારી ફ્રેન્ડ છે " સર એ યુગ ને કીધું.

" હાઈ મેમ" યુગ હવે એ વિચાર માં હતો કે 10 દિવસ નાં વર્કશોપ માટે રહે કે નઈ એ.

" શું વિચારે છે યુગ?" મેમ એ પૂછ્યું.

" હ... કંઇ નઈ " યુગ ખબર નઈ શું વિચારતો હતો.

" રહેવાનું ટેન્શન નાં લઈશ યુગ " પંક્તિ મેમ બોલ્યા.

થોડી વાર માં યુગ એ વિચારી ને હા પાડી. બીજે દિવસે એના સર તો ગયા પણ યુગ એકલો અહીંયા હતો.

આખો દિવસ તો એનો વર્કશોપ માં નીકળી જતો અને અમુક વાર તો રાત પણ ત્યાં નાં નવા ફ્રેન્ડ સાથે નીકળી જતી.

યુગ નાં ફોઈ મુંબઈ માં જ રેતા હતા કાંદીવલી માં. પણ યુગ એ કીધું હતું વર્કશોપ પછી આવશે. એક વાર એની ખાલી માયરા સાથે વાત થઈ હતી.


હવે બે જ દિવસ બાકી હતા યુગ નાં વર્કશોપ પતવામાં. યુગ ને માયરા ને ફોન કરી ને બધું કેહવુ હતું પણ એ બોલી નઈ શકતો હતો. અને સાચે માં તો એને માયરા ને થેનક યુ કહેવું હતું કેમકે જો માયરા એ એને કન્વેન્સ નાં કર્યો હોત તો એ આજે અહીંયા નાં હોય.


આજે વર્કશોપ પત્યા પછી એ નવા ફ્રેન્ડ સાથે બહાર ગયેલો જમવા ગયેલો. યુગ ને હવે ત્યાં એવું નઈ લાગતું કે બહાર નો જ છે.


બીજે દિવસે એ શાંતિ થી બહાર બેસેલો હતો. ત્યાં મેમ આવ્યા
"યુગ આવવવું છે ફરવા ?" પંક્તિ મેમ એ પૂછ્યું.

" પણ મેમ... "

" ચાલ બોવ નાં વિચાર તું "

" ઓકે " કહી ને યુગ મેમ સાથે ગયો.

પંક્તિ મેમ યુગ ને મુંબઈ નાં ફેમસ વડા પાવ ખવડાવ્યા હતા. પછી મોલ માં ગયા હતા એમની શોપિંગ કરવા અને પછી પાવ ભાજી ખાવા.


છેલ્લે મરીન ડ્રાઈવ પર ગયા. યુગ તો એ જોઈ ને પાગલ થઇ ગયો. કેમકે આજ સુધી એને મૂવી માં જોઈ હતી જે જગ્યા ત્યાં એ ઊભો હતો.

મેમ એ કીધું બેસીએ થોડી વાર અહીંયા. યુગ એ પણ આ ટાઈમ વિચાર્યા વગર જ હા પાડી દીધી.

યુગ ને બોવ જ શાંતિ લાગતી હતી આ જગ્યા પર બેસી ને. એ પછી ફોન માં કઈક જોતો હતો ત્યારે માયરા ઓનલાઇન હતી.

"હાઈ " યુગ એ મેસેજ કર્યો.

"હાઈ જાનેમન... મુંબઈ જઈ ને તો તમે ભૂલી જ ગયા " માયરા એ કહ્યું.

આ જાનેમન જોઈને યુગ ની સ્માઈલ જે હતી એ પંક્તિ મેમ જોતા હતા.

" નાં યાર એવું નથી. તને બોવ બધું કેહવુ છે પણ બોલતું નથી "

"ઓહ એવું તો શું કહેવું છે તારે. ફોન પર નાં બોલાય તો મેસેજ કરી દેજે." માયરા એ કહ્યું.

" તું કેમનું આટલી શાંતિ થી બોલી દે છે " યુગ એ પૂછ્યું.

"હે ... ?"

"કંઇ નઈ "

"સારું માઈ જા નાં બોલવું હોય તો "

"ક્યાં જાવ " યુગ ને સમજ નાં પડી એટલે પૂછ્યું.

" નિકિતા પાસે " માયરા એ કહ્યું.

"હું એને યાદ નઈ કરતો એના થી વધારે તું યાદ કરે છે એને"

" હા તું ભૂલી જાય નઈ ને એટલે યાદ કરાવું છું "

"બોવ સારું "

"હા સારું જ છે "

" યાર મુંબઈ થી જવાનું મન નઈ થતું " યુગ એ કહ્યું.

" તો નાં જા. ત્યાં જ રહી જા. એમ પણ હવે તો કોલેજ માં આવ્યો તો ત્યાં કોલેજ કરજે. "

"કોલેજ નું તો વિચાર્યું જ નઈ મે " યુગ માંથા પર હાથ મૂકી ને વિચાર વા લાગ્યો.

" કંઇ નઈ ટાઈમ છે વિચારજે"

" હા જરૂર " યુગ એ કહ્યું.

"ચાલ ફોન મૂક અને મુંબઈ ને એન્જોય કર. " માયરા એ કહ્યું.

"યાર મારે તને મળવું છે " યુગ નાં મગજ માં શું ચાલતું હતું એ તો એને જ ખબર.

" તો આવ સુરત "

"વિચારું "

"ઓકે તું એન્જોય કર ચલ મે સૂઈ જાવ " કહી ને માયરા ફોન મૂકી ને સૂઈ જાય છે.

યુગ હજી માયરા એ મોકલેલા એના પિક ને જ જોતો હોય છે.

"ગર્લફ્રેન્ડ ?" પંક્તિ મેમ એ યુગ ને આમ ખુશ જોઈ ને પૂછ્યું.

" નાં ફ્રેન્ડ "

" ઓકે તો આટલી બધી સ્માઈલ કેમ?" યુગ ની સ્માઈલ જોઈ ને મેમ એ પૂછ્યું.

યુગ એ પછી પેહલે થી લઇ ને અત્યાર સુધી ની માયરા ની સ્ટોરી કીધી. કેમની બુક મળી. એનું રિઝલ્ટ. માયરા ને ફોન કરવો. દર શનિવારે વાત કરવી એ બધું જ.

" ઈતફાક થયો " પંક્તિ મેમ બોલ્યા.

"શું?" યુગ ને કંઇ સમજ નાં પડી.

" શું નામ હતું? હા માયરા ની ડાયરી તને અચાનક મળવી, પછી એની સાથે કોન્ટેક્ટ થવો. એની સાથે વાત થવી. અચાનક થયું ને એટલે એને ઈતફાક થયો કહેવાય. "

"ઓહ મને તો ખબર જ નઈ હતી. " યુગ એ કહ્યું.

"અચ્છા એક મિનિટ" ત્યાં ગુલ્ફી વાળો દેખાતા મેમ ત્યાંથી બે ગુલફી લઇ આવ્યા. એક યુગ ને આપી અને એક એમના માટે.

" તો ક્યાં પોહચી લવ સ્ટોરી " પંક્તિ મેમ એ પૂછ્યું.

"ઓ મેમ ફ્રેન્ડ જ છે " યુગ એ કહ્યું.

" સારું. યુગ એક વાત કહેવી હતી. કાલે બપોરે એક એક્ઝામ છે મારી ઈચ્છા છે કે તું આપ એ એક્ઝામ."

" શેની એક્ઝામ મેમ ?" યુગ એ પૂછ્યું.

"અહીંયા એક બિલ્ડર છે. એ દર વખતે આપડા ક્લાસ નાં છોકરા છોકરી માટે આ એક્ઝામ લે છે. જો એક્ઝામ માં સ્કોર સારો થાય તો તારી કોલેજ ની ફી એ પે કરશે. "

"પણ મેમ એક્ઝામ માં હસે શું?"

" જનરલ નોલેજ નાં સવાલ. Mcq જ હસે બધા. "

" ઓકે. પણ મને કંઇ આવડતું નથી " યુગ એ કહ્યું.

" સારું પણ તું એક્ઝામ તો આપી શકે ને ?"

"હા "

" મારી ઈચ્છા છે આ વખતે મારા મતલબ કે આપડા ક્લાસ માંથી કોઈ એક સિલેક્ટ થાય "

" તો હજી સુધી કોઈ આપડા ક્લાસ માંથી સિલેક્ટ નઈ થયું. "

" નાં અને આપડા ઝોન માંથી પણ નઈ " પંક્તિ મેમ બોલ્યા.

" તો હું આપીશ એક્ઝામ કાલે "

"ઓકે ચાલ જઈએ હવે"

યુગ આવી ને સૂઈ ગયો. બીજે દિવસે એને એક્ઝામ આપી. અને પછી ડાન્સ પ્રેક્ટિસ કરી. કાલે વર્કશોપ પૂરો થવાનો હતો અને કાલે જેટલાં એ વર્કશોપ ભર્યો હતો એને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવાના હતા.

યુગ એ રાતે એના મમ્મી પપ્પા જોડે વાત કરી. અને પછી માયરા સાથે વાત કરી.

યુગ એ કાલે મેમ એ જ કીધું હતું એ વાત અને આજની એક્ઝામ ની બધી જ વાત કરી.

" તારો જ સ્કોર સારો હસે." માયરા એ કહ્યું.

" નઈ ખબર. મને તો ચિંતા થાય છે. "

"કીધું ને તારો જ સારો હસે સ્કોર " માયરા ને ખબર નઈ કેમ એવું લાગતું હતું કે યુગ નો સ્કોર જ સારો હસે.

" જો મારો સ્કોર સારો હસે તો મારે તને thank you કહેવું પડશે. "

"એવું કંઇ નાં હોય. "

" સારું નઈ કહેવા. એક સિલ્ક આપી દેવા. મને ખબર છે ચોકલેટ તને બોવ ભાવે છે "

"હું નઈ લેવાની "

"કેમ" યુગ એ પૂછ્યું.

" નાં બસ એમજ "

" આવું કરીશ. હું ફ્રેન્ડ નથી ને તારો આજે ખબર પડી જ ગઈ " યુગ એ થોડું બ્લેક મેલ કર્યું.

"છે પણ... "

" શું પણ માયરા ?" યુગ એ પૂછ્યું.

" એક શરતે ચોકલેટ લેવા..."

"કંઇ ?"

" તું જ્યારે મને મળે ને રીયલ માં ત્યારે આપજે. "

"ઓકે ગુડ નાઈટ " કહી ને યુગ સૂઈ ગયો.


માયરા એ આજે એના માટે નઈ પણ યુગ માટે ભગવાન ને પ્રાર્થના કરતી હતી કે એને એક્ઝામ માં સ્કોર સારો આવે.


બીજે દિવસે સવારે યુગ મસ્ત તૈયાર થઈ ને વર્કશોપ પર ગયો. આજે એના વર્કશોપ નાં ફ્રેન્ડ સાથે થોડી વધારે જ મસ્તી કરી હતી. બપોર એમને સર્ટિફિકેટ આપ્યા અને પછી બધા એ ફોટો પડ્યા. હવે થોડી વાર માં એક્ઝામ નો સ્કોર ખબર પડવાની હતી.

માયરા બપોર પછી ક્યારની યુગ નાં મેસેજ ની રાહ જોતી હતી કે એનો સ્કોર શું આવ્યો હસે.



શું આવશે યુગ નું રિઝલ્ટ?

ક્યારે યુગ મળશે માયરા રીયલ માં ?

શું યુગ મુંબઈ શિફ્ટ થશે?