NARI SHAKTI CHAPTER 5 RUSHI URVASHEE - 5 books and stories free download online pdf in Gujarati

નારીશક્તિ- પ્રકરણ-5, ( ઋષિ ઉર્વશી... )

( પ્રિય, વાંચક મિત્રો, નમસકાર, નારીશક્તિ- પ્રકરણ-5 માં હું ઋષિ ઉર્વશી ની કહાની પ્રસ્તુત કરવા જઈ રહી છું, આપને પસંદ આવશે એજ અપેક્ષા સહ, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર................ધન્યવાદ......................... )

નારી શક્તિ- પ્રકરણ-5 ( ઋષિ-- ઉર્વશી , અપ્સરા-- ઉર્વશી )

· પ્રસ્તાવના;-

ઉર્વશી સમાજનાં એક એવા વર્ગનું પ્રતિનિધત્વ કરે છે, કે જેને એક સમયે ‘દેવ-નર્તકી’, અપ્સરા, નગરવધૂ, અને ગણિકા કહેવામાં આવતી.. દરેક યુગમાં આવી સ્ત્રીઓ પણ સમાજનું અભિન્ન અંગ રહેલ છે. જેનાં સુખ-દુ:ખ,સંવેદનાઓ પોતાની નહીં પણ સમાજનાં વર્ગ દ્વારા ખરીદવામાં આવતી. જે પોતે ઈચ્છે તો પણ સમાજમાં પતિ,પુત્ર,હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકતી નહીં. ઋગ્વેદમાં ઉર્વશીને ‘અપ્સરા’, દિવ્યાંગનાં કહેવામાં આવી છે. મહાભારતની કથામાં આવે છે, તે આ જ ઉર્વશી કે જેણે તેની ઈચ્છા પૂરી કરવાની અર્જુને ના પાડતાં તેણીએ અર્જુનને એક વર્ષ માટે નપુંસક થવાનો શાપ આપ્યો હતો. પાંડવોનાં વનવાસ દરમ્યાન ઈંદ્ર પાસેથી દિવ્યાસ્ત્રો લેવા માટે અર્જુન એક વર્ષ સ્વર્ગમાં રહ્યો હતો, ત્યારે નૃત્ય ની તાલીમ ઉર્વશી પાસે લીધી હતી આ કથા મહાભારતમાં આવે છે. મહાભારતનાં મૂળ ઋગ્વેદમાં પડેલાં છે. તેમ આનાં પરથી કહી શકાય. તદ્ઉપરાંત કાલિદાસે “વિક્રમોર્વશીયમ્” નામનાં નાટકની રચનાં કરી છે. વિક્રમ તે પુરૂરવાનું જ નામ છે, જે હસ્તિનાપુરની ગાદીએ થઈ ગયો. “વિક્રમોર્વશીયમ્” નાટકનું કથાવસ્તુ મહાભારતમાંથી લેવામાં આવ્યું છે. આખરે તો તમામ ભારતીય સાહિત્યનાં મૂળ વેદોમાં જ પડેલાં છે.

· “પુરૂરવા-ઉર્વશી” સંવાદ- ઋગ્વેદ-( 10મું મંડળ-સૂક્ત-95 )

ઋગ્વેદમાં 95મું સૂક્ત ઉર્વશીનાં નામનો ઉલ્લેખ કરે છે. ઋગ્વેદનાં દસમાં મંડળમાં સંકલિત 9 મંત્રોની ઋષિ ઉર્વશી છે, અને 9 મંત્રોનાં ઋષિ પુરૂરવા છે. આ સૂક્ત “પુરૂરવા-ઉર્વશી” સંવાદ નામથી જાણીતું છે.આ એક આખ્યાન કથા છે, સાયણાચાર્ય તેને ઈતિહાસ કહે છે.

આખ્યાન કથા આ પ્રમાણે છે, ; ઉર્વશી અને( ઈલા, અને બુધનો પુત્ર) પુરૂરવા બંન્ને પ્રેમમાં પડે છે, બંન્ને વચ્ચે એક શર્ત થાય છે, કે ઉર્વશી પુરૂરવાને શય્યા સિવાય કોઈપણ સ્થાને નિર્વસ્ત્ર જોશે નહીં, અન્યથા તેણી અદ્ર્શ્ય થઈ જશે. પરંતું ગંધર્વોના ષડયંત્રોથી પુરૂરવા આ વચન પૂર્ણ કરી શકતાં નથી. ( અર્જુન પુરૂરવાનો જ વંશજ છે. )તેથી ઉર્વશી અદ્ર્શ્ય થઈ જાય છે. ઉર્વશીનાં પ્રેમમાં પાગલ બનેલ પુરૂરવા એક દિવસ ઉર્વશીને એક સરોવરમાં અન્ય અપ્સરાઓ સાથે જલક્રીડા કરતાં જોઈ જાય છે. ત્યારે પુરૂરવા ઉર્વશીને પુન: પ્રાપ્ત કરવા માટે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે. આ પ્રસંગ અહીં પુરૂરવા-ઉર્વશી સંવાદ નાં રૂપમાં વર્ણવવામાં આવ્યો છે.જેમાં કુલ 18 મંત્રો છે, જેમાં 9 મંત્રો અપ્સરા અને ઋષિ એવી ઉર્વશી રચિત છે, એટલેકે 9 મંત્રોની રચના ઉર્વશીએ કરી છે, અને 9 મંત્રોની રચના રાજા અને ઋષિ એવા પુરૂરવા દ્વારા કરવામાં આવી છે....

પુરૂરવા ઉર્વશીને સંબોધન કરતાં કહે છે કે:;
હે નિષ્ઠુર પત્ની ! અનુરાગપૂર્ણ મનથી, જરા ઊભા રહો ! આપણે શીઘ્ર જ એક્બીજાને મળીને વાર્તાલાપ કરીને એક્બીજાનાં વિચારો જાણીએ. જો આ સમયે આપણે પરસ્પર હ્ર્દયની વાત નહીં જાણીએ તો મને ક્યારેય પણ ભવિષ્યમાં સુખ-શાંતિ નહીં મળે.
ઉર્વશીએ ઉતર આપ્યો; કેવળ વાર્તાલાપથી શું થશે ? પ્રથમ ઉષાનાં કિરણ જેવી હું તમારી પાસેથી ચાલી આવેલી છું ! હે પુરૂરવા ! ઘેર પાછા ફરી જાઓ ! હું વાયુની જેમ દુષ્પ્રાપ્ય છું !
પુરૂરવાએ પોતાની વિરહ-વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે ; તારા વિરહ ને કારણે યુધ્ધ્માં મારા ભાથામાંથી બાણ નિકળતાં નથી, યુદ્ધમાં હું અસિમિત ગાયો નથી લાવી શકતો, મારું મન રાજકાર્યમાં લાગતું નથી. સંગ્રામમાં શત્રુઓને ધ્રુજાવી દેનાર મારાં વીર સૈનિકો સિંહનાદ નથી કરી શકતાં......
હે પુરૂરવા ! તમે મને અનુકૂળ થઈને રહેતા હતા, હું તમારાથી પ્રસન્ન હતી, તેથી તો હું તમારી સાથે આવી હતી, પૃથ્વી પર. હે વીર ! રાજા ! તમે વચનનું પાલન ન કર્યું. પુરૂરવાને વિરહ અને દુ:ખથી ઉગારવા માટે ઉર્વશી તેનાં પરાક્રમની પ્રશંસા કરતાં કહે છે કે , હે પુરૂરવા તમારું પરાક્રમ સાંભળીને અન્ય અપ્સરાઓ પણ તમને જોવા આવેલી, મહાન સંગ્રામમાં દસ્યૂઓને હણવાવળા તમે દેવો પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે...
ઉર્વશીની આવી પ્રબોધક વાણીનો પુરૂરવા પર કોઈ જ પ્રભાવ ન પડ્યો. તે તો ફરી ફરીને પોતાની વ્યાકૂળ અવસ્થાનું વર્ણન કરતો રહ્યો. તેણે ઉર્વશીને પોતાનાં ગર્ભસ્થ પુત્રનું સ્મરણ અપાવીને ઉર્વશીને રોકાવા માટે કહ્યું...
ત્યારે ઉર્વશીએ જવાબ આપ્યો; કે , હે પુરૂરવા ! તમે પૃથ્વીની રક્ષા માટે પુત્રને જન્મ આપ્યો છે,મારા ગર્ભમાં તેને સ્થાપિત કર્યો છે, તે બધું જ જાણવાવાળી હું વિદૂષી તમને હું હંમેશા કહ્યા કરતી હતી કે ક્યા સંજોગોમાં હું તમારી પાસે નહીં રહી શકું ? પરંતું તમે મારી વાત સાંભળી નહીં, અને હવે પ્રતિજ્ઞા ભંગ કરીને આ પ્રકારે પ્રલાપ-વિલાપ કેમ કરો છો ?
ત્યારે પુરૂરવા ભાવિ શિશુની બાબતમાં ઉર્વશીને કેટલાક પ્રશ્નો પૂછે છે, તેના ઉત્તર આપતાં ઉર્વશી કહે છે કે,;
હે પુરૂરવા ! હું તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપતાં કહું છું કે ; તમારો પુત્ર રડશે નહીં, તમારા વિનાં આક્રંદ નહીં કરે , હું એના કલ્યાણ માટે પ્રયત્ન કરીશ. મોટો થતાં હું એને તમારી પાસે મોકલી આપીશ. હે મૂર્ખ ! હવે તમારાં ઘેર પાછા ફરી જાઓ ! હવે તમે મને નહીં પામી શકો...
ઉર્વશીનો આવો ઉત્તર સાંભળીને પુરૂરવા વધુ કલ્પાંત કરતાં કહે છે કે ; તારા પ્રેમીનું અર્થાત્ત્ મારું અત્યારેજ મૃત્યુ થાય, અથવા હું અત્યારે જ મહાપ્રસ્થાન કરું ; અથવા શક્તિશાળી રીંછ મને ખાઈ જાય.....
આવા અમંગલકારી વચનો રાજાનાં સાંભળીને ઉર્વશી કહે છે, કે હે રાજન ! તમે મૃત્યુને પ્રાપ્તા ન થાઓ , તમારું પતન ન થાઓ, અથવા તમને રીંછ પણ ન ખાય, તમે ધૈર્ય ધારણ કરો. હે રાજન સ્ત્રીઓનો સાથ, સંગાથ, મૈત્રી અથવા પ્રેમ સ્થાયી હોતો નથી....
તેઓ જંગલી વરૂઓનાં હ્ર્દયસમાન ક્રુર હ્ર્દયવાળી હોય છે. હું વિવિધરૂપ ધારણ કરીને ચાર વર્ષ સુધી મૃત્યુલોકમાં રહી તેનાથી હું સંતુષ્ટ છું,તેથી તને છોડીને જઈ રહી છું...
પુરૂરવાની ઉર્વશીને પાછા ફરવા માટેની પ્રાર્થનાઓ નો જવાબ આપતાં ઉર્વશી તેને સાંત્વનાં આપતાં કહે છે કે, હે પુરૂરવા ! સમસ્ત દેવો તમને કહે છે કે, તમે મૃત્યુને જીતવાવાળા છો, અને થશો,તમે દેવો નો યજ્ઞ કરો અને દેવોને પ્રસન્ન કરો. મૃત્યુ પછી સ્વર્ગમાં જઈને દિવ્ય સુખને પ્રાપ્ત કરશો.
ઋગ્વેદના આધારભૂત પ્રમાણ પ્રમાણે તો આમ કહીને ઉર્વશી સ્વર્ગઁમાં ચાલી જાય છે, પરતું પુરૂરવા અને ઉર્વશી નાં આ દુ:ખાંત પ્રણયને સુખાંત કથામાં ફેરવવા માટે શતપથ બ્રાહ્મણ અનુસાર પુરૂરવાની વિનંતી થી ઉર્વશી એક વર્ષ પછી એક રાત્રિ માટે સાથે રહેવાનું વચન આપે છે...
બૃહદેવતાની કથા પ્રમાણે પુરૂરવા-ઉર્વશી ના પ્રણયથી ઈર્ષાગ્રસ્ત ઈંદ્ર બંન્નેને ષડયંત્ર રચીને અલગ કરી દે છે.પુરૂરવા દ્વારા પુન: પાછા ફરવાની પ્રાર્થના પર દુ:ખી ઉર્વશી , વ્યથિત હ્રદયે ઉત્તર આપતાં કહે છે કે , હવે હું અહીં અપ્રાપ્ય છું. સ્વર્ગમાં જ તમે મને પુન: પ્રાપ્ત કરી શકશો....
મહાકવિ કાલિદાસે પણ આ કથાનું આલેખન “વિક્રમોર્વશીયમ્” નાટકમાં સુખાંત જ કર્યું છે.................
[ ( C ) & BY : DR. BHATT DAMYANTI HARILAL........... ]