Amar prem - 30 books and stories free download online pdf in Gujarati

અમર પે્મ - ૩૦

મિત્રો અપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય કેનેડા પહોંચી તેના મિત્ર પૂજન સાથે શેરીંગમા રહેવા જાય છે જયાં પૂજનની ગલઁ ફે્નડ જેની સાથે રહેતો હતો.પૂજન તેને બીજા દિવસે તેની ઓફિસનો રુટ બતાવવા બસમાં જાય છે.અજય તેની ઓફિસ પહોંચી તેના પેપરો મેનેજરને સબમીટ કરી તેના કામથી પ્રતીત થઇ તેનો પ્રથમ દિવસ પસાર કરે છે.સાંજે ઓફિસનુ કામ પતાવી ઘરે આવે છે તયાંથી બધા ડિનર લેવા હોટલમાં જાય છે.રાત્રે ઘરે આવી સ્વરા સાથે વિડિયો કોલથી વાત કરે છે.હવે આગળ વાંચો.......



અજય તેની એફિસની ડેઇલી રુટીન લાઇફમા તેમજ પૂજન અને જેની સાથે ધીરે ધીરે સેટ થતો જાય છે.સાંજે ઓફિસથી ઘરે આવી સ્વરા સાથે દરરોજ વિડિયો કોલથી વાત કરી લેતો હતો.ફલેટના હપતા ભરવા માટે નિયત સમયે રુપિયા ટા્નસફર કરતો હતો જેથી સ્વરાને હપતો ભરવામા તકલીફ ના પડે.ઓફિસના મેનેજર અજયના કામથી સંતુષ્ટ હતા તેથી વરસ આખરે ઈનક્રીમેનટ આપવા માટે મેનેજમેંનટને ભલામણ કરવા માટે કહ્યું હતું.



આમ જોત જોતામા દોઢ વરસ પસાર થઇ જાય છે હવે ફક્ત છ મહિના તેને કેનેડા રહેવાનું હતું ત્યારબાદ ઇન્ડિયા જઇ સ્વરા સાથે લગ્ન કરી તેની જિંદગીની શરુઆત કરવાના સપના જોતો હતો અને તેની વાત વિડિયો કોલ કરતી વખતે સ્વરાને કરતો હતો.સ્વરા પણ તેનો કોનટા્કટ પુરો થાય અને ક્યારે અજય ઇન્ડિયા આવે તેની ઈનતેજારી કરતી ભાવી લગ્ન જીવનના સપના જોતી ખુસીથી સમય પસાર કરતી હતી.



એક દિવસ જ્યારે અજયે સ્વરાને વિડિયો કોલ કર્યો ત્યારે થોડી સુખ દુ:ખની તથા પ્રેમની વાતો કરી લીધા પછી સ્વરાએ સમાચાર આપ્યા કે અજય ગઇકાલે તારા પાપા અમારા ઘરે મલવા માટે આવ્યા હતા અને રાત્રી રોકાણ તેમના મિત્રના ઘરે કરી આજે રતનપર જવાના હતા અને તેમને પણ તારા પરત આવી ગયા પછી તરત લગ્ન લેવા માટે આતુરતા બતાવી હતી.અને રુપાબાએ તો અત્યારથી દર-દાગીના માટે મારા કાંડાના માપ માટે અને વિંટી માટે બંગડી અને જૂની વિંટી મંગાવી છે.હવે જ્યારે પાપાની કોર્ટમાં મુદત આવશે ત્યારે રુપાબા પણ સાથે આવશે અને લગ્નની સાડી,પાનેતર તથા બીજા ડ્રેસ લેવા જવાનું આયોજન કરેલ છે.



સુરસિંહજી જ્યારે કોર્ટની મુદત વખતે અમદાવાદ આવતા હતા ત્યારે બરખાને તેના ઘરે મલવા જતા હતા,તેમની કોલેજના સમયની ફે્નડશિપ જાળવી રાખી હતી.બરખાના લગ્ન તેમની જાતિમાં માધવાણી ગુપ્ ઓફ ઇનડસટી્ઝના દિકરા હરિન માધવાણી સાથે થયા હતા.હરિનને કેમિકલ યુનિટનો મેનેજીંગ ડિરેક્ટર બનાવી ઇનડિપેનડંટ જવાબદારી આપી હતી.બરખાએ તેના તથા સુરુના કોલેજના સંબધ અને દોસ્તીની બધી જ વાત હરિનને કરી હતી.હરિન બહુ જ બોર્ડ માઇંનડેડ હોવાથી અજયની દોસ્તી સ્વીકારી તેને તેના ઘરે બોલાવતો હતો અને બધા સાથે બેસી ડિનર લેતા હતા.હરિને તેના યુનિટને લગતી લિગલ મેટર અને દિવાની કેશો માટે વકિલ તરીકે સુરુને કામ સોંપીયુ હતું તેથી પણ સુરુને તેની ઓફિસ આવવા જવાનું રહેતું હતું.આજે કોર્ટનું કામ પતી ગયા પછી ડિનર સાથે લઇ રાત્રી રોકાણ તેમના ઘરે કરવા માટે કહીયું હતું તેથી સુરસિંહજી રાત્રે બરખાના ઘરે રોકાવાના હતા.બરખાને એક દિકરી હતી અને તેના લગ્ન ડાયમંડનો એકસપોઁટનો બિઝનેસ એનટવપઁ જર્મની ખાતે કરતા છોકરા સાથે કર્યા હતા.



હરિન અને સુરુ તેમની ઓફિસમા કોર્ટ મેટરની ચર્ચા કરી સાંજે સાથે ઘરે જાય છે. બરખા સુરુને જોઇને ખુશ થઇ જાય છે.હરિને ફોન કરીને બરખાને રાત્રીના ડિનર માટે સુરુ સાથે આવવાનો છે તે સમાચાર આપી દિધેલ હોવાથી બરખાએ મહારાજને સુરુની મનપસંદ રસોઇ બનાવવાની સુચના આપી રાખી હતી.બધા સાથે બેસી ડિનર લેતા તેમની સુખ દુ:ખની તથા ફેમિલીની ખબર અંતર પુછી વાતો કરતા મજાક મસ્તી કરતા મોડે સુવા માટે છુટા પડે છે.સુરુ માટે ખાસ ગેષટ રુમમા સાફ સફાઈ કરી વ્યવસ્થા કરવામાં આવી હતી.એકબીજાને ગુડનાઇટ। કહી દરેક પોત પોતાના રુમમા સુવા જાય છે..,.....,,



વધુ માટે વાંચો પ્રકરણ -૩૧