STORY OF NIKETAN books and stories free download online pdf in Gujarati

સ્નેહ નો સંઘર્ષ

સ્નેહ નો સંઘર્ષ

હું જમીને સાંજે નીચે ચાલવા નીકળ્યો, થોડું ચાલીને સોસાયટી ના એક બાંકડા પર બેઠો , અને ફોન જોવા લાગ્યો , ત્યાં એક વોટ્સઅપ સ્ટેટ્સ પર મારી નજર પડી , લખ્યું હતું " Expression of eyes can be read by everyone… but the depression of heart can be read by close one " અને ઉપર એ લખનાર નો ફોટો હતો, સ્ટેટ્સ મુકનાર મારો એક ખુબ જૂનો મિત્ર "નિકેતન શાહ " , મને એના લખાણ પરથી લાગ્યું કે નિકેતન બહુ દુઃખી હોય એટલે મેં તરત જ ફોન કરી વાત કરી ,કે બોલ શું ચાલે છે એ બધું , એણે કહું " બસ મઝામાં " અને મેં તેને એ પણ કહ્યું કે " મઝામાં હોય તો આવા સ્ટેટ્સ ના મુકીશ " એણે તરત જ મારી વાત માની, ચાલુ ફોન માં જ સ્ટેટ્સ ડીલીટ કરી નાખ્યું , અને ફોન મુક્યો હું વિચારતો થઇ ગયો કે ભગવાન હંમેશા સારા માણસ ને જ તકલીફો શોધી શોધી ને આપે છે , અને છતાં પણ એ સારા માણસો એ દરેક તકલીફ નો હસતા મોઢે સામનો કરી પોતાની જિંદગી સરસ રીતે જીવે છે। અને હું ભૂતકાળ માં સારી પડ્યો। .

હું નિકેતન ને લગભગ છેલ્લા 15-17 વર્ષ થી ઓળખું છું , તેનો જન્મ વડોદરા જિલ્લા ના પાદરા ગામ માં 1982 માં થયો હતો , ભાઈ બહેન માં ફકત એક નાની બેન હતી ,નિકેતન જયારે 4-5 વર્ષ નો હતો ત્યારે તેની માતા નું કોઈ માંદગી માં અવસાન થયું હતું ત્યારથી તેની નાની બેન તેના મામા પાસે રહેતી હતી અને પિતાનું પણ ત્યાર બાદ 1996 માં ટૂંકી માંદગી માં અવસાન થયું હતું જયારે નિકેતન ની ઉમર ફકત 14 વર્ષ ની હતી , ત્યારબાદ તેના મામા તેને પાદરા થી અમદાવાદ શાહપુર પોતાના ઘરે લઇ આવ્યા હતા. તેના મામા એ જ તેની બેન ની ભણાવી ગણાવી અને લગ્ન પણ કરાવ્યા, નિકેતન ના બેન ના લગ્ન વડનગર માં થયા હતા.

નિકેતન એ પણ વધુ અભ્યાસ ના કરતા 10 ધોરણ પછી વાયરમેન નો આઈટીઆઈ માં કોર્સ કર્યો હતો જેથી જેમ બને એમ જલ્દી કમાવાનું ચાલુ થાય અને મામા પર વધુ બોજારૂપ ના બનીને , એમને આર્થિક રૂપે મદદરૂપ થાય. જેમ તેમ આઈટીઆઈ પૂરું કરી એક સારી જગ્યાએ એ નોકરી પાર લાગી ગયો. જ્યાં પાછળ થી હું પણ નોકરી લાગ્યો હતો અમારે ત્યાં જુદી જુદી બેંક માં સેક્યુરીટી સિસ્ટમ ના મેઇટેનન્સ ના કોન્ટ્રાક્ટ હતા જેથી ટ્રાવેલિંગ ખુબ રહેતું।

હું અને નિકેતન બહુ સારા મિત્રો થઇ ગયા હતા, હું તેના ઘરે પણ જતો હતો, શરૂવાત માં મને લાગ્યું જ નહિ કે તે તેના મામા મામી સાથે રહે છે , એ લોકો નો એના પ્રત્યે નો વ્યવહાર જોઈ એવું જ લાગે કે , મમ્મી પપ્પા જોડે જ રહે છે , પછી એક દિવસ નિકેતને બધી વાત કરી ત્યારે ખબર પડી કે તે તેના મામા મામી છે।

મને યાદ છે જયારે મારા પપ્પા નું અવસાન થયું એના થોડા દિવસ પછી અમે બંને ઓફિસ ના પાર્કિંગ માં ઉભા ઉભા સાંજે વાત કરતા હતા, હું બહુ ચિંતા માં હતો કે મારા પપ્પા મને મૂકીને જતા રહ્યા , હવે હું શું કરીશ , ત્યારે નિકેતને કહું કે " હું તો પેહેલે થી જ મમ્મી પપ્પા વગર રહું જ છું ને, ભગવાન સહુ સારાવાના કરશે, ચિંતા ના કરીશ " ત્યારે એની વાત સાંભળીને હું રડી પડ્યો હતો પણ બહુ સારું લાગ્યું એની વાત સાંભળીને કે એના દુઃખ સામે મારુ દુઃખ બહુ નાનું છે.

અમે બંને સાથે અમદાવાદ થી વડોદરા બહુ અપડાઉન કર્યું હતું , રોજ સવારે અમે ગુજરાત ટ્રેન માં સાથે જઇયે અને સાંજે ઇન્ટરસિટી માં પાછા આવી જઇયે , બે માંથી કોઈ વહેલું મોડું થાય તો એકબીજાની જગ્યા પણ રાખીયે। ત્યારે હજી મોબાઈલ નવા નવા આવ્યા હતા , મને યાદ છે સૌથી પહેલા મેં કેમેરા વાળો ફોન નિકેતન પાસે જોયો હતો. જયારે એની પાસે કેમેરા વાળો ફોન હતો ત્યારે મારી પાસે કોઈ ફોન નહતો , નિકેતન નો હાથ પૈસા વાપરવાનો થોડો છૂટો હતો, પગાર આવે એટલે કઈંક કે કઈંક નવું નવું ખરીદયા કરે.

ત્યારબાદ થોડા સમય બાદ તેના બેન ના ઘરે વડનગર એ વારંવાર જતો અને ચિંતા માં રહેતો , મેં એક વાર પૂછ્યું ત્યારે ખબર પડી , બેન ને ત્યાં થોડી સામાજિક સમસ્યાઓ હતી તેથી તે વારંવાર જઈ ને જોઈતી મદદ કરતો। મારા પણ મોટા બેન ના લગ્ન શાહપુર માં થયા હતા તેથી મારે શાહપુર વારંવાર આવવાં જવા નું થતું મારા જીજાજી ના એક મિત્ર નિકેતન ના ઘરની પાસે રહેતા, તેથી મારા જીજાજી પણ નિકેતન ને ઓળખતા હતા.

નિકેતન 20-25 વર્ષ થી નિયમિત અંબાજી ચાલતો જતો , એને બહુ શ્રદ્ધા હતી અંબાજી મંદિર માં , તે નિયમિત દિલ્હી દરવાજા પણ અંબાજી મંદિરે જતો , નિકેતન અંબાજી પગપાળા સંઘ માં બહુ આગળ પડતો કાર્યકર હતો, સ્પેશ્યલ અંબાજી જવા માટે એ ઓફિસ માંથી 15 દિવસ ની રજા લઇ લેતો, તે બોસ ને પહેલે થી જ કહેતો કે હું આખું વર્ષ કોઈ રજા નહિ લઉ પણ અંબાજી માટે 15 દિવસ ની રજા આપવી પડશે અને બોસ પણ એને મંજૂરી આપતા.

નિકેતન ના અંબાજી પ્રવાસ માં તેને એક છોકરી સાથે મિત્રતા થઇ હતી અને આગળ જઈને એ મિત્રતા પ્રેમ માં પરિણમી હતી, છોકરી નું નામ રેશ્મા હતું , નિકેતન જયારે જયારે ફ્રી પડે ત્યારે તે છોકરી નો ફોટો વારંવાર ફોન માં જોતો હતો પણ કોઈ પૂછે કે કોણ છે તો સરખો જવાબ નહોતો આપતો અને કેહતો કે મારી કઝીન છે. પણ અમને બધાને ખબર હતી કે કંઈક તો છે અને સમય આવશે ત્યારે કહેશે બધાને.

ત્યાર પછી મેં અચાનક તે કંપની છોડીને બીજી કંપની માં જોબ પર લાગ્યો અને થોડા સમય પછી જાણવા મળ્યું કે નિકેતને પણ ત્યાંથી જોબ છોડી દીધી છે અને બીજે જોબ જોઈન્ટ કરી છે , તે 3-4 વર્ષ અમે બંને બહુ ઓછા સંપર્ક માં હતા પણ અમારા કોમન મિત્રો દ્વારા એક બીજાના સમાચાર મળતા રહેતા.

દરમિયાન એક દિવસ અચાનક ખબર પડી કે નિકેતન પણ અમારી જ કંપની જોઈન કરવાનો છે અને ફરી પાછા અમે બંને એક જ કંપની માં સાથે કામ કરવા લાગ્યા , અમારી કંપની માં સંજયભાઈ નાયક કરીને એક સિનિયર મેનેજર હતા, એમનું વ્યક્તિત્વ અદભુત હતું એ કોઈ પણ વિષય પર કલાકો સુધી વાત કરી શકતા અને કોઈને પણ કોઈ પણ બાબત માં કન્વિન્સ કરી શકવાની ગજબ સુજ્બુજ હતી તેમનામાં. ઓફિસ માં દરેક લોકો એમની સલાહ લેતા , નિકેતન ને પણ ખુબ સમજાવતા કે લગ્ન કરીને સેટલ થઇ જ આમ ક્યાં સુધી એકલો રહીશ પણ નિકેતન કહેતો જયારે સમય આવશે ત્યારે બધું થઇ જશે. તેના મગજ માં કઇંક બીજું જ ચાલતું હતું. તે દરમિયાન નિકેતન નો સ્વભાવ બહુ ચીડિયો થઇ ગયો હતો , વાત વાત માં ગુસ્સે થઇ જાય પોતાનો જ ફોન પછાડે અને તોડી નાખે , એક સમયે મને એની સાથે વાત કરતા પણ ડર લાગતો હતો કે તે ક્યાંક ગુસ્સે ના થઇ જાય.

થોડા સમય બાદ મેં ત્યાંથી જોબ છોડી પોતાનો બિજ્નેશ ચાલુ કર્યો પણ હું રેગ્યુલર નિકેતન ના ટચ માં હતો, એક દિવસ નિકેતન નો ફોન આવ્યો તે ખુબ ખુશ હતો કેમ કે તેના લગ્ન નક્કી થઇ ગયા હતા , મને એમ કે પેલી અંબાજી વાળી છોકરી રેશ્મા જોડે નક્કી થયા હશે પણ કંકોત્રી જોઈ ત્યારે ખબર પડી કે છોકરી નું નામ તો જીગ્ના છે મને એમ કે હશે જે પણ થયું એ સારું થયું હવે નિકેતન પણ સેટલ થઇ જશે , પછી લગ્ન પછી જયારે નિકેતન મળ્યો ત્યારે ખબર પડી ને જીગ્નાભાભી પણ એમની પોળ માં રહેતા હતા અને બંને એક બીજાના ઘરે આવતા જતા હતા તેમાંથી મિત્રતા થઇ અને પછી પ્રેમ થયો, બંને ના ઘરે થી પણ સંમતિ હતી તેથી લગ્ન કર્યા.

ત્યારબાદ ફરીથી 2-3 વર્ષ અમારા બંને નો સંપર્ક તૂટી ગયો , ફોન માં વાત થાય પણ મળવાનું ના થાય એ પણ તેના લગ્નજીવન માં વ્યસ્ત હતો, વચ્ચે એક વાર જીગ્નાભાભી એ એક બ્યુટીક ખોલ્યું એના ઓપનિંગ ના આમંત્રણ માટે નિકેતન નો ફોન આવ્યો હતો અને અમે મળ્યા પણ હતા, લગ્ન ના એકાદ બે વર્ષ માં જ નિકેતન ને એક દીકરો હતો, નિકેતન ખુબ ખુશ હતો તેની જિંદગી માં.

એક દિવસ અમારા કે કોમન મિત્ર જોડે વાત થતી હતી તો વાત વાત માં જાણવા મળ્યું કે નિકેતન ને છૂટાછેડા લેવાના હું વાત સાંભળીને એકદમ ચોંકી ગયો મેં તરત જ ફોન મુક્યો ને નિકેતન ને ફોન લગાડ્યો , એણે કીધું વાત સાચી છે મેં કીધું શું થયું? તો કહે કે કઈ નહિ પર્સનલ છે મેં કીધું ક્યાં છે આ, આપણે મળીયે , તે મારી ઓફિસ ની આજુબાજુ જ હતો , મેં કીધું આવી જા ઓફિસ.

નિકેતન અડધો કલાક માં ઓફિસ આવી ગયો , બહુ ઉદાસ હતો . મેં કીધું શું થયું વાત તો કર તને સારું લાગશે. તેણે કીધું કે તેની પત્ની ને તેના જ એક જુના મિત્ર જોડે સંબંધ છે , તેને પણ હમણાં ખબર પડી , હવે તેણી નિકેતન ની જોડે રહેવા નથી માંગતા , મન માં થયું દુનિયામાં આવી પણ સ્ત્રીઓ છે જે પ્રેમ લગ્ન કાર્ય પછી પણ આવું કરે છે પણ હશે , છૂટાછેડા ને કારણે કેતન ન તેનો નવો લીધેલો ફ્લેટ પણ વેચવો પડ્યો કેમ કે ફ્લેટ બંને ના નામ પર હતો અને તે સ્ત્રી એ ફ્લેટ ના કાગળ પાર સહી કરવા માટે પણ નિકેતન પાસે પૈસા માંગ્યા હતા , ભગવાન પણ નિકેતન ની આકરી કશોટી કરી રહ્યો હતો. ત્યારબાદ તે લોકો ના છૂટાછેડા થઇ ગયા અને તે સ્ત્રી એ કોઈ દિવસ નિકેતન તેના દીકરા ને નહિ મળે એવું પણ લખાવી લીધું.

તે તબક્કા માં નિકેતન ની પરિસ્થિતિ ખુબ ખરાબ હતી પણ કહેવાય છે ને ખરાબ સમય પછી સારો સમય આવે છે, ત્યારબાદ નિકેતને પણ તે જૂની કંપની ની જોબ છોડી એક બીજી કંપની માં બહુ સારી પોસ્ટ પાર જોબ પર લાગ્યો , તે કંપની ને અમદાવાદ ની સૌથી મોટી હોસ્પિટલ નો કોન્ટ્રાક્ટ મળ્યો હતો જે પ્રોજેક્ટ માં નિકેતન સિનિયર મેનેજર હતો અને તેનું પેકેજ પણ સારું હતું , તેણે ખુબ ઝડપ થી રિકવર થવાનું ચાલુ કર્યું , તે હોસ્પિટલ નો પ્રોજેક્ટ આશરે 2 વર્ષ ચાલ્યો તે દરમિયાન નિકેતાને ફરીથી પોતાની એક આગવી ઓળખ બનાવી અત્યારે તેની પાસે અમદાવાદ ના પોષ એરિયા માં ખુબ સારો કહી શકાય એવો ફ્લેટ છે પોતાની ગાડી પણ છે , તેના મામા-મામી પણ તેની નજીક માં જ રહે છે અને ખુબ સારું જીવન જીવે છે.

હાલ માં નિકેતન મળ્યો ત્યારે તેણે મને કીધું કે બીજે ક્યાંક સેટલ થઇ જવું છે જ્યાં મને મારો ભૂતકાળ યાદ જ ના આવે ,કોઈક બીજા જ દેશ માં.

"लेहरो क साथ तो कोई भी तेर लेता है..... पर असली इंसान वो है जो लेहरो को चिर कर आगे बढ़ता है। "

લી . નિરાંત રાઠોડ