RAJA NE GAME TE RANI books and stories free download online pdf in Gujarati

રાજા ને ગમે તે

હજી ગયા અઠવાડિયે મારા સગા સાળા ના લગ્ન હતા, લગ્ન ના બે દિવસ પહેલા એક દિવસ સાંજે ગીત ગાવા નો પ્રોગ્રામ હતો, ગીત ગાવા માં પુરુષ નું તો કઈ કામ હોય નહિ એટલે હું એક બાજુ સાઈડ માં ખુરશી પર શાંતિ થી બેઠો હતો અને વિચારતો હતો કે મારા પોતાના લગ્ન ને જોત જોતામાં 9-10 વર્ષ થઇ ગયા, અને હું એ વિચારો માં ખોવાઈ ગયો..!!

વાત આશરે 9-10 વર્ષ પહેલા ની વાત છે , મારા લગ્ન માટે છોકરી જોવાનું ચાલુ હતું, તે સમય દરમિયાન લગભગ દર રવિવારે ક્યાંક કે ક્યાંક છોકરી જોવાનું નક્કી જ હોય, કોઈ વાર હું અને મમ્મી જઇયે, કોઈક વાર મોટાબેન અને જીજાજી જોડે જઇયે, અને લગભગ સૌથી વધારે વાર હું અને મારા જીજાજી અશ્વિનકુમાર એકલા જઇયે, અને દરેક વખતે ઘરે આવી ને એક જ ચર્ચા થાય કે કેવું લાગ્યું, અને દર વખતે હું કોઈને કોઈ કારણસર ના પાડી દઉં, એવું પણ બન્યું કે કોઈ છોકરી ની મેં હા પાડી હોય અને છોકરી વાળાએ ના પાડી હોય, અને દર વખતે મારા મમ્મી ને દરેક છોકરી ગમી જ જાય અને દર વખતે મમ્મી મને સમજવાની કોશિશ કરે કે હા પાડી દે છોકરી સારી છે.

એક વખત કોઈ સગા દ્વારા એક છોકરી ની વાત આવી , છોકરીવાળા ગાંધીનગર રહેતા હતા અને છોકરી પીટીસી કરીને ડીસા બાજુ કોઈ ગામ માં પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતી, એટલે મેં જોયા પહેલા જ ના પાડી દીધી , કેમ કે સરકારી નોકરી હોય એટલે પછી નોકરી છોડે પણ નહિ અને એમાં ગમે ત્યાં બદલી થયા કરે એટલે આપણે પણ એની પાછળ પાછળ ફરવું પડે, તેમ છતાં પણ મમ્મી ના કહેવાથી હું અને અશ્વિનકુમાર એક દિવસ સાંજે ગયા ગાંધીનગર, મારી તો પહેલા જ ના હતી , એટલે હું તો બિન્દાસ જઈને બેઠો, મારે કોઈ ઇમ્પ્રેશન જમાવવી નહોતી, પણ છોકરી ના મમ્મી -પપ્પા અને ભાઈ એ અમારી ખુબ સારી મહેમાનગતિ કરી, અને થોડી વાર પછી એના ભાઈ એ અશ્વિનકુમાર ને કહ્યું કે બંને ને એકલા માં વાત કરવા મોકલીએ, મેં ઈશારા થી અશ્વિનકુમાર ને કહ્યું "ના", પણ એમણે મને કહ્યું વાત કરવામાં શું વાંધો છે. એટલે અમે એકલા માં વાત કરવા ગયા, મારી તો પહેલા થી ના હતી એટલે મેં બહુ કઈ પૂછ્યું નહિ અને છોકરી ની વાત કરવાનો ટોન પણ એકદમ મહેસાણા બાજુ જેવો હતો, છોકરી ના પપ્પા તો પેંડા પણ લઇ આવ્યા ને જતા વખતે જતા વખતે મને 101 રૂપિયા પણ આપ્યા મેં અને અશ્વિનકુમારે ના બહુ ના પાડી , પણ કદાચ હું છોકરી અને એમના ફેમિલી ને પસંદ હોય એવું મને લાગ્યું. અમે ઘરે આવીને ખુબ હસ્યાં આ વાત ઉપર. મારા મમ્મી એમાં પણ મને સમજાવતા હતા કે એવું હોય તો એ લોકો ને આપણા ઘરે બોલાવો અને બીજી વાર વાત કરી લો, મેં કહ્યું મારી કોઈ ઈચ્છા નથી, મને પહેલા થી જ નોકરી કરતી છોકરી લગ્ન માટે ઓછી પસંદ હતી.

તેના પછી અમે દર અઠવાડિયે વારાફરથી છોકરી જોવાનું ચાલુ હતું , ધોળકા, સુરત, રાજકોટ, ગાંધીનગર, અને અમદાવાદ માં મણિનગર, ઓઢવ, બાપુનગર, ચાંદલોડિયા, વગેરે વગેરે.

એક રવિવારે અમે ઓઢવ એક છોકરી જોવા ગયા, તેનું નામ "મિત્તલ" હતું, પહેલા ખાલી હું અને અશ્વિનકુમાર જોવા ગયા હતા, ત્યાં લગભગ બંને પક્ષ ને એકબીજાને ગમ્યું એટલે પછી , મમ્મી ને મોટાબેન બધા બીજી વાર જોવા ગયા, મમ્મી એ જ્ઞાતિ મેં બધી ઓળખાણ કાઢી તો ખબર પડી કે અમારા એક કઝીન ફોઈ ના સબંધી જ નીકળ્યા. એટલે પછી ના અઠવાડિયા માં અમે એ ફોઈ ના ઘરે જઈને પણ બધી વાત કરી, તેમણે પણ કહ્યું " સારા માણસો છે" વાંધો નહિ આવે." તેના પછીના રવિવારે એ લોકો અમારા ઘરે આવ્યા , અને અમે બંને એ એકલા બહુ સારી આવી વાતો પણ કરી, એક બીજા ની પસંદ /નાપસંદ પણ પૂછી, તેણે તેના ઘરની ઘણી ખાનગી વાતો પણ કરી જે બીજું કોઈ હોય તો પહેલી મુલાકાત માં ના કરે, પછી એ લોકો એવું કહીને નીકળ્યા કે :તમારા દીકરાના જન્માક્ષર મોકલાવો , જન્માક્ષર મેળવી લઈએ પછી સગાઇ ની તારીખ નક્કી કરીયે. અને મને લાગ્યું કે થઇ ગયું નક્કી, હું કલ્પના પણ કરવા લાગ્યો કે મારા લગ્ન મિત્તલ જોડે થઇ ગયા. પણ અચાનક બે દિવસ પછી મિત્તલ ના પપ્પા નો ફોન આવ્યો મમ્મી પર કે જન્માક્ષર નથી મળતા એટલે અમારી "ના" છે. પછી પાછળ થી ખબર પડી કે અમારા કોઈ નજીક ના સગા એ તેમને મારા વિષે સારો અભિપ્રાય ના આપ્યો એટલે એ લોકોએ ના પાડી. મારો મૂડ મરી ગયો, ત્યારબાદ એક મહિના સુધી હું કોઈ છોકરી જોવા જ ના ગયો. મેં નક્કી કર્યું કે હવે જયારે લગ્ન થવા હશે ત્યારે થશે, મારે કોઈ છોકરી જોવા નથી જવું.

મમ્મી વચ્ચે વચ્ચે મને વારંવાર કેહતા કે, તને કોઈ ઓફિસ માં કે બહાર છોકરી ગમતી હોય તો કહી દે, બીજી જ્ઞાતિ ની હશે તો પણ ચાલશે, પણ કોઈ હોય તો કહું ને...!!

ત્યારબાદ 15-20 દિવસ પછી ફરીથી છોકરી જોવાની શરૂઆત કરી, અમારા એક દૂર ના એક મામા એ બતાવી હતી, પહેલી વાર હું એ મામા અને અશ્વિનકુમાર ત્રણ જણા જ જોવા ગયા. તે છોકરી નું નામ "ડિમ્પલ " હતું [ હા આ નામ તો યાદ જ હોય ને ] , મને પહેલી વાર માં જ ડિમ્પલ ગમી ગઈ, પણ એમાં એક જ તકલીફ હતી કે એ લોકો નું ઘર અમારા ઘર થી ખુબ નજીક હતું, લગભગ અડધો જ કિલોમીટર, ઘરે આવીને બધાએ પૂછ્યું તો મેં કહ્યું, છોકરી તો સારી છે પણ બહુ નજીક રહે છે, તો બધા એ કહ્યું તને ગમતી હોય તો એમને દૂર રહેવા મોકલી દઈશું અથવા આપણે દૂર રહેવા જતા રહીશું. મેં કહ્યું " જોઈએ વિચારીને જવાબ આપીયે. તેથી અમે કોઈ જવાબ આપ્યો નહિ, પેલા દૂરના મામા નો 1-2 વાર ફોન આવ્યો પણ અમે કહ્યું કે પછી જવાબ આપીશું.

તે સમય દરમિયાન મારા મામા નો દીકરો "સિદ્ધાર્થ " મારા ઘરે આવ્યો હતો, એ મારી ઉમર નો જ છે, એના માટે પણ છોકરી શોધતા હતા. તો અશ્વિનકુમાર એ કહ્યું કે અહીંયા એક છોકરી છે, પિનાંગ એ કઈ જવાબ નથી આપ્યો તારે જોવી હોય તો લઇ જવું, તો એ દિવસે સાંજે, અશ્વિનકુમાર સિદ્ધાર્થ ને લઈને "ડિમ્પલ" ને જોવા ગયા. "ડિમ્પલ" ના પપ્પા લોકો એ મને ચા-પાણી કરાવ્યા અને કહ્યું કે પહેલા જે છોકરા ને પહેલા લઈને આવ્યા હતા એનો તો જવાબ આપો પછી ને બીજા ને લઈને અવાય. ત્યારબાદ આશરે 6 મહિના પછી મમ્મી એક વાર ન્યૂઝપેપપેર દિવ્યભાસ્કર ની ગિફ્ટ લેવા ગયા હતા, ત્યાં થોડી લાઈન હશે, તો તેમની પાછળ એક બેન જોડે વાતો એ વળગ્યા અને વાત વાત માં તે બહેન ને બધી વાત કરી કે મારા દીકરા માટે છોકરી શોધી રહ્યા છીએ, તો તે બહેને કહ્યું કે અમારી પાડોશ માં તમારી જ્ઞાતિ ની એક છોકરી છે, તમે કહેતા હોય તો બધી વાત કરું, પણ પછી આગળ વાત કરી પછી ખબર પડી કે એ છોકરી તો "ડિમ્પલ" જ હતી, તેને તો અમે જોઈ આવ્યા હતા પણ ખુબ નજીક હોવાથી કોઈ જવાબ નથી આપ્યો, એ બહેને કહ્યું નજીક હોય એમાં શું વાંધો છે , તમે કેહતા હોય તો ફરીથી વાત કરું. તો મમ્મી એ કહ્યું સારું વાત કરી ને કેહજો, અને મોબાઈલ નંબર ની પણ આપ લે કરી.

તેના પછી પણ મેં અમદાવાદ માં જુદી જુદી જગ્યા એ ચાર થી પાંચ છોકરીઓ જોઈ ના ક્યાંય એવું ના લાગ્યું કે ગમે છે, હું પોતે અસમંજસ માં હતો કે શું કરવું..!! પણ વાત લગ્ન ની હતી એટલે ભલે મોડું થાય પણ નિર્ણય વિચારીને લઈએ.તે દરમિયાન મમ્મી એક દિવસ કહે કે છોકરી હમણાં ના મળે તો કહી નહિ, સોના નો ભાવ ઓછો થયો છે તો આવનારી વહુ માટે દાગીના લઇ ને રાખી દઈએ, ગમે ત્યારે તો લગન થશે જ. એટલે કે છોકરી સિવાય ની બધી તૈયારી કરી લઈએ અને મમ્મી બધી સોનાની વસ્તુ મારા મોસાળ મહેમદાવાદ થી લેતા હતા જેથી અમે લોકો એક રવિવારે મહેમદાવાદ ગયા. અને સોના ચાંદી ની લગ્ન માટે જોઈતી વસ્તુ લઇ લીધી. અને એજ દિવસે હજી મામા ના ઘરે બેઠા હતા ને પેલા ડિમ્પલ ના પાડોશી બેન નો ફોન આવ્યો કે ડિમ્પલ ના મમ્મી ને વાત કરી છે તેમને તમારો દીકરો પસંદ છે તમે ફોન કરી ને બીજી વાર ઘરે આવો તો આપણે આગળ વાત કરીયે.મમ્મી બહુ ખુશ થઇ ગયા, મમ્મી હંમેશા કહેતા કે :જ્યાં અંજળ હશે ત્યાં નક્કી હશે, બધું ભગવાને પહેલા થી નક્કી કરી રાખ્યું હોય આપણે તો ફકત નિમિત્ત છીએ.

મમ્મી એ મને વાત કરી કે આવી રીતે ફોન આવ્યો છે આપણે આજે સાંજે ને સાંજે જ જઈ આવીયે, એટલે અમે ફટાફટ મહેમદાવાદ થી ઘરે પહોંચ્યા પણ પછી ખબર પડી કે અમારી જોડે ડિમ્પલ ના મમ્મી કે પપ્પા નો નંબર જ નહોતો , અમે એક વાર એવું પણ વિચાર્યું કે પેલા દૂર ના મામા ને ફોન કરીયે, પણ અમે ત્યારે કોઈને જવાબ નહોતો આપ્યો એટલે તેમને ફોન કરવાનું યોગ્ય ના લાગ્યું. પેલા પાડોશી બહેન ને ફોન કર્યો તો તેમણે કહ્યું કે ફોન કરવાની જરૂર નથી તમ તમારે જઈ આવો. પછી બહુ ચર્ચા પછી અમે જવાનું નક્કી કર્યું. અમે લોકો ડિમ્પલ ના ઘરે પહોંચ્યા તો એ લોકો પણ ચોંકી ગયા કે આમ અચાનક ક્યાં આવી ગયા આ લોકો. ડિમ્પલ ના ઘરનું રીનોવેશન ચાલતું હોવાથી ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું, અને ખાસ વાત તો એ હતી કે ડિમ્પલ ત્યારે 1-2 દિવસ પહેલા સીડી પરથી પડી ગઈ હોવાથી એના પગમાં મોટો પાટો આવ્યો હતો એટલે લંગડી લંગડી ચાલતી હતી, એવી જ હાલત માં ડિમ્પલ ચા -પાણી આપવા પણ આવી. મને મન માં હસું આવતું હતું કે અમારે ફૉન કરીને આવવું જોઈતું હતું.

ઘરે આવીને અમે ખુબ ચર્ચા કરી કે હવે બધું ગમતું હોય તો આગળ વાત કરીયે, અશ્વિનકુમારે મને વારંવાર ભાર દઈને પુછુયુ કે કેમનું છે, મેં કહ્યું, બધું પોઝિટિવ લાગે છે કરો આગળ વાત.

આવતા રવિવારે ફરી અમે ફોન કરીને મળવાનું ગોઠવ્યું , મને ખબર હતી કે આ વખતે અમને બંને ને વાત કરવાનું પણ ગોઠવાશે. એટલે હું પુરી તૈયારી કરી ને ગયો હતો. "ડિમ્પલ" લોકોને બે માળ નું ઘર હતું એટલે બધા નીચે બેઠા અને અમે બંને ને ઉપર મોકલ્યા વાતચીત કરવા માટે. 2-5 મિનિટ ના ગંભીર મૌન પછી મેં પૂછવાનું શરુ કર્યું, કે તમને સાડી પહેરતા આવડે છે?? જમવાનું બનાવતા આવડે છે ?? પંજાબી ? ચાઇનીસ ?? કમ્પ્યુટર આવડે છે ?? ક્રિકેટ મેચ જોવાનો શોખ છે ?? વગેરે વગેરે, દરેક વાત નો ડિમ્પલે "હા" માં જ જવાબ આપ્યો, પછી મેં કહ્યું તમારે કઈ પૂછવું હોય તો પૂછો , ડિમ્પલે કહ્યું "ક્યાં જોબ કરો છો ? , શેનું કામ છે ? પગાર કેટલો છે ?? વગેરે વગેરે .. મેં તો બધી વાત નો સાચો જવાબ આપ્યો જેમ કે એક પ્રાઇવેટ કંપની માં પ્રોજેક્ટ એન્જીનીર તરીકે કામ કરું છું, 25000 પગાર છે અને સીસીટીવી કેમેરા નું કામ છે. અને અમારી આ પહેલી મુલાકાત પુરી થઇ.

વાતચીત પુરી કરીને અમે બંને વારાફરથી નીચે આવ્યા, મેં અશ્વિનકુમાર ને ઇશારાથી કહ્યું કે ઓકે છે, એટલે અશ્વિનકુમારે ડિમ્પલ ને પપ્પાને કહ્યું "અમને તો બધું પસંદ છે બોલો હવે આગળ કેવી રીતે કરવું છે .?? તો ડિમ્પલ ને પપ્પા એ અશ્વિનકુમાર ને સાઈડ માં લઇ જઈને કહ્યું કે "તમારા સાળા ને પાક્કું પૂછી લો કે કોઈ દબાણ આવીને "હા" ના પાડે , આ તો આખી જિંદગી નો સવાલ છે. " અશ્વિનકુમારે કહ્યું " સારું પૂછી લઈશું".

અમે લોકો ઘરે આવ્યા, મમ્મી બહુ ખુશ હતા નક્કી થઇ ગયું એટલે, ફાગુબેને પણ મને બે વાર પૂછ્યું, કે ગમતું હોય તો જ હા પાડજે કોઈ જબરજસ્તી નથી, મેં કહ્યું " હા હવે કેટલી વાર પૂછશો." અને ફાઈનલી એના પછીના રવિવારે ડિમ્પલ લોકો અમારા ઘરે આવ્યા અને બધું વધુ પાક્કા પાયે નક્કી થઇ ગયું. બધી વ્યવહાર ની પણ વાત થઇ ગઈ, અને એના પછીના રવિવારે બધા નજીક ના સગા ને પણ ભેગા કરી બતાવી દીધું.

સગાઇ ની તારીખ પણ નક્કી થઇ ગઈ, અમે તો મોટા ભાગ ની શોપિંગ એડવાન્સ માં કરીને રાખી હતી એટલે અમારે તો બહુ તૈયારી પણ કરવાની નહોતી, સગાઇ થી લગ્ન નો સમય ક્યાં પસાર થઇ ગયો ખબર પણ ના પડી, જેવી લગ્ન ની તારીખ નક્કી થઇ તે જ દિવસે મેં અમારા હનીમૂન માટે નું બુકીંગ કરાવી દીધું, ડિમ્પલ માટે હનીમૂન નું પ્લાંનિંગ મેં સંપૂર્ણ પણે સરપ્રાઈઝ રાખ્યું હતું, એ મેં છેક લગ્ન ની રાત્રે ડિમ્પલ ને કહ્યું હતું કે આપણે હનીમૂન માટે "ગોવા" જવાનું છે. લગ્ન ખુબ સારી રીતે પતિ ગયા, અને અમે તરત જ બીજા જ દિવસે અમારા નેટિવ "મહુવા" છેડાછેડી છોડવા ગયા હતા, ત્યાં એક કઝીન બહેન ના લગ્ન પણ અટેન્ડ અને ત્યાંથી પાછા આવીને તરત જ અમે "ગોવા" જવા માટે નીકળી ગયા. બસ ત્યાંથી પાછા આવીને અમારી રૂટિન લાઈફ શરુ થઇ અને આજે 9-10 વર્ષ થઇ ગયા ખબર પણ ના પડી .