Boyfriend books and stories free download online pdf in Gujarati

બોયફ્રેન્ડ

સુમન વિચારોની વિશાળ હારમાળા માં ગુંથાઈ ગઈ હતી. તેના નાજુક વદન આ કષ્ટ સહન કરવો અઘરો હતો. સ્કૂલ થી ઘર તરફ બસ માં જતી સુમન ને ઉમા ની વાત ઘડીભર યાદ આવી જતી હતી. ઉમા નું કહેવું હતું કે ફ્રેન્ડશીપ કોઈ છોકરા સાથે કરવી એટલે આપણે સમજીએ તાપણું કરવાની અગ્નિ છે, લોકો ઘર બાળવા ની અગ્નિ માં ફેરવી કાઢે છે. કોઈ છોકરા સાથે ફ્રેન્ડશીપ કરવાની બાબતે છ ગાઉની દુરી રાખવી જોઈએ.

સાંજ ની નમી શહેર ઉપર છવાયેલ હતી. રવિ તેની કેસરિયાં બાજી પાથરી બેઠો હતો. તેને પણ ખ્યાલ છે તિમિર ની સામે તેની હાર નિશ્ચિત છે. પંખી ના કલરવ ઉત્તર ની તરફ માળા ના મુકામે ઊડી જઈ રહ્યા છે. વાહનો ના ઘોંઘાટ અને પોલીસો ની વ્હીસલ થી શહેર નાં રસ્તા ભરાઈ પડયા છે. રવિના અસ્ત ની સેજ સરખી નિશાને ખબર પડશે કે તરત મધુર ચાંદની ની આછી ઝાંખપ ભરેલ ચાંદી ની ઉજાસ વાળી રાત ને લઈ આવી જશે.

સુમન સૂનમૂન થઈ ગઈ હતી. આજ સવારે જ તેના ક્લાસ ના સહપાઠી કુલદિપે ફ્રેન્ડશીપ ની ઓફર કરી હતી. જરા શ્યામ નમણી તેની મુખારવિંદ ની આગવી એક છટા હતી. સુમન શરીરે સૌષ્ઠવ અને નાજુક સુડોળ હતી. સુમન હજી માંડ સત્તર વર્ષ ની થઈ છે, હજી તેને પ્રેમ નાં પ્રાંગણ માં કે કોઈ નવી મિત્રતા નો અનુભવ નહોતો. તેના અંતરમાં ડર હતો. તો સાથે નવી દોસ્તી નો ઉમંગ હતો. પણ ઉમાની વાત સાંભળી તેને ડર હતો.

કુલદિપ ની વાત તેના મનપટલ પર છવાઈ ગઈ હતી. કોઈ યુવક સાથે ફ્રેન્ડશીપ નો મતલબ પણ સમજવો હતો. તે સંપૂર્ણ દ્ધીધા માં હતી. ભણતર થી કદ્દી બહાર ડોકિયું કરીને જોયું નહોતું. ભણવામાં હોશિયાર અને દરેક સ્કૂલ ની સ્પર્ધા માં ભાગ લેતી અને ઈનામ ને હકદાર બનતી. સુમન પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતી હતી તેનો નિખાર મોહક ને અવાજ સુમધુર હતો. સ્કૂલ બોય માં તેની ચર્ચા હંમેશા રહેતી અને આજ કુલદિપ ની વાત થી મનનાં વિમાસણ માં ફસાઈ ગઈ હતી.
ફ્રેન્ડશીપ એટલે સુમન જાણતી કે કુલદિપ સાથે મળવાનું, ફરવા જવાનું, કયારેક ટોળટપ્પાં કરવાના તો કયારેક બહાર બાઇક પર સાથે ફરવા જવાનું, અને સ્કુલમાંથી ગુટલી મારી ફિલ્મ પણ જોવા જવાનું, મોજ મજા ને આનંદ ની વાત હોય સુમન નાં મનની આ સમજ હતી. સુમન પોતેજ પ્રશ્નો કરતી અને પોતેજ જવાબ શોધતી પ્રમથ વાર કોઈ વાત ની આ મીઠી અકળામણ હતી.

કુલદિપ સાથે ગર્લફ્રેન્ડ થઈ ફરૂ તો કેટલાક લોકો પ્રેમનું ચક્કર માની લે તો? અને કુલદિપ કઈ કરે તો? ખબર બધી પડતી પણ જીવનમાં બોયફ્રેન્ડ બનાવાની તેનામાં જિગર નહોતી, હા ઊંડે મન માં ઇચ્છા તો એક બોયફ્રેન્ડ ની હતી. રાત્રી ના વિચારોથી તે થાકી ગઈ. મન ના પાડે અને દિલમાં જુદી જુદી સ્ફુરણા થાય તો બિચારા દિલ કયા કરે? તેને ના પાડી દઈશ તેમ વિચારી સુઈ ગઈ.

પ્રભાતના તાજા કિરણો ના તરંગો એ દિવસ ના મનોરંગ કાર્યનો પ્રારંભ ના દ્વાર ખોલ્યા છે. હળવા પવન ના લહેરો માં સવારની મનોતાજગી વર્તાય છે. બપોરે સુમન અને કુલદિપ ના મિલને ના કહેવાની મનથી નક્કી કરી બેઠેલી સુમન દિલ ના ઝણઝણ વિણા ના તારની મધુર ગુંજન જેમ હકાર ના પગથીયા ચડતી ગઈ. ના નું પરિવર્તન થયું. હા ની ઉજાણી થઈ ગઈ. સુમન ને હવે બોયફ્રેન્ડ હતો. સ્કૂલ માં બહેનપણીઓ જોડે વટ કરી શક્તી હતી.

સુમન નાં બોયફ્રેન્ડ ના અભરખા ઘણાં હતાં. રોજ ફરવા જતાં, છાના છપના સ્કૂલ થી ગુટલી મારી ફિલ્મ જોતા કયારેક તળાવ ની પાળે બેસી કલાકો વાતો કરતા મનમાં હરખ હતો, ઉત્સાહ હતો. જીવનમાં પ્રથમ વખત બોયફ્રેન્ડ ની ગર્લફ્રેન્ડ બની હતી. જુવાની તો હજી દસ્તક ને વાર હતી. છત્તા બંને ના દિલ નજીક આવી ગયા. એકમેક ને મળ્યા વગર ચાલતું નહીં.

ઉંમર નાની હતી પણ વિચારો સંસાર રચવા ના કરતાં. મનનો મેળ શિયાળામાં બાઝતા ઓશ ના બિન્દુ ની જેમ કઠણ થતાં જતા હતાં. સુમન ના ભણતર ઉપર અસર થતી. બારમા ધોરણ ની પરીક્ષા નજીક હતી. બંનેમા પ્રેમ નો એકરાર વગર ઘોડાપૂર દોડી રહ્યાં હતાં.

આજ વેલેન્ટાઇન દિવસ હતો. કુલદિપ ઘણાં દિવસ થી આજ ની રાહ જોતો હતો. સુમન માટે સરસ ગીફ્ટ લીધી. આજ સુધી કોઈ ગીફ્ટ તેને સુમનને આપી નહોતી. આજ રોમેન્ટીક ફિલ્મ જોતા કુલદિપ માં જવાની જોમ નું સંચય થયો. કુલદિપે સુમનને ગીફ્ટ આપી સુમન રોમાંચક નજરે કુલદિપ ને જોતી રહી. કુલદિપ ને સુમન ની નૈનો માં પ્રેમ નો એકરાર લાગ્યો. તેના ઢળી પડેલા મુખ પર નાં કેશ ને હટાવતાં કુલદીપે સુમન નાં મુખ પર પહેલી વાર સ્પર્શ કર્યો. આજ સુમન ના સૌષ્ઠવ ને નિખાર હતો. તેના ઓષ્ઠ નાં મધુર રવ નો રણકાર કુલદિપ ને માદકતા નો અનુભવ કરાવતી હતી. નાની સુમન ને આજ કુલદિપ પામવા ની ઝંખના કરી હતી. તેને સુમન ના હુંફાળા દેહ નો સ્પર્શ કરવા ની ઈચ્છા થતાં એકાંત માં સુમન ને લઈ અચાનક સુમન ને બાહુપાશમાં જકડી ફિલ્મ ની સ્ટાઇલ થી ચુંબન કર્યું. તેના હાથ સુમન ના શરીર પર ફરી રહ્યાં હતાં. સુમન ને એકદમ જકડી કુલદિપે તેના અંગે અંગ નો સ્પર્શ માણી રહ્યો હતો. સુમન ડઘાઈ ગઈ. તેને કુલદિપ થી છુટવા મહેનત કરવી પડી. તેની નૈનો માં આંસુ હતાં.

કુલદિપ સોરી સોરી બે ત્રણ વખત બોલ્યો પણ સુમને ઘરે જવાની જીદ પકડી, કુલદિપે આનાકાની કર્યા વગર સુમન ને ઘરે મુકી ગયો. કુલદિપ નાં મન પર ગ્લાનિ હતી. સુમન નાં અનરાધાર આંસુ આજ રોકાતા નહોતાં.

ઘરે આવતાં પોતાના રૂમ માં દોડતી જતી રહી. તેને આજ પ્રથમ વખત કુલદિપ પર ચીડ ચડી હતી. પણ તે કુલદિપ ને કહી ના શકી. આખી રાત રડતી રહી. તેના અંતર ને બોયફ્રેન્ડ ની ગર્લફ્રેન્ડ બનવા ના કેવા અનુભવ થાય તેની વેદના હતી. આજ બોયફ્રેન્ડ ખરેખર શું કરે તેનું જ્ઞાન થયું. તેના સ્પર્શ સુમન અભડાઈ ગઈ હોય તેમ તે પોતાના શરીર ને જોઈ ઘૃણા થઈ.

સુમન ને ખબર હતી પ્રેમ પાક હોય તો ઠીક પણ વાસના ના આ જંગલમાં તે ખપવા ની નહોતી. તેને ઉગતા વાસના ની ચિનગારી ના દ્રાર ને બંઘ કરી દીધા.
કુલદિપ ને ફ્રેન્ડશીપ નો અંત કરૂ છું નો મેસેજ સુમને કરી દીધો. જે તું ઇચ્છે છે તે તને મળવાનું નથી. અને હવે તારી ગર્લફ્રેન્ડ બની ને રહેવાશે નહી. હું તારો વિયોગ સહન કરી લઇશ, પણ લજ્જા ને તો આન બાન અને શાન થી નિભાવીશ. હું આજ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ની વ્યાખ્યા સમજી ગઈ છું.

સુમને ફરી ભણતર તરફ ધ્યાન લગાવ્યું. અને કાયમને કાજે કુલદિપ ને વિદાય આપી.

સંપુર્ણ

જીજ્ઞેશ શાહ

આભાર