Romance books and stories free download online pdf in Gujarati

પ્રણય

દેશમાં તહેવારનો માહોલમાં જીવન ની પારિવારિક પડછાયા ની છાટ રહેતી હોય છે. હંમેશા લોકો તહેવાર માણવા ને તેમાં અનંત આનંદ નો લાભ લેતા હોય છે.

બે દિવસ પહેલા રક્ષાબંધન તહેવાર ગયો. બહેન ભાઈ ને રાખડી બાંધી ભાઈ ને શુભાશુભ ના આશિર્વાદરૂપ વચન આપે અને પ્રેમ નાં તાર થી ભાઈ સદા બહેન ના જીવનમાં એક અંગરક્ષક બની ને રહે, જેમા પ્રેમ, લાગણી, હુફ, વડીલપણું અને હક્ક બધુજ આવી જતુ હોય છે. અનુરાધા ને રક્ષાબંધન પ્રિય હતો તેને એક નાનો ભાઈ એટલે ઘરમાં રક્ષાબંધન નો માહોલ મજા નો રહેતો. અનુરાધા ની ભાઈ જોડે થી ગીફ્ટ લેવા ની ભાવના ઓછી રહેતી, તે તેના ભાઈ આશિષ ને પ્રેમ ઘણો કરતી. આજ રક્ષાબંધન એક વિપદા અનુરાધા ના જીવનમાં તોફાન લઈ ને આવ્યો હતો.

અનુરાધા અને મયંક સ્કૂલ ના પ્રણયથી ફુટેલા જીવ. સ્કૂલ થી છુટી સાથે ચાલતાં અનુરાધા એ વાત ચાલું કરી. રક્ષાબંધન મારો પ્રિય તહેવાર એક સાદગી અને સૂતર ના તાર ની કિંમત કઈ નહી પણ તેમાં જીવનભર ની ઉર્જા સમાઇ જતી હોય છે. બોલતા અનુરાધા એ મયંક ની સામે જોયું. મયંક ની નજર નીચે હતી તેને અનુરાધા સામે જોયું ને ફરી ચાલતો રહ્યો.

મયંક શાંત હતો તેના મનમાં ગ્લાનિ હતી ને સાથે ને સાથે અફસોસ હતો. તેને અનુરાધા ની વાત માં રસ નહોતો તેને ઊભી થયેલ પરિસ્થિતિ માં શું કરી શકાય તે પ્રશ્ન હતો. તેને અફસોસ વ્યક્ત કર્યો. આપણી ભુલ ને શું કરવું? અનુરાધા સામે તે અનિમેષ નજરે જોતો રહ્યો. તેના હૈયા માં તો ઉદભવેલ પરિસ્થિતિ ને કેમ નું પરિણામ આવશે તેનો ભય હતો.

અનુરાધા અને મયંક એકજ ક્લાસ માં હતાં બારમા ધોરણ ની અનુરાધા દેહ થી સુંદર અને નમણે વાને સુખી ઘર ની છોકરી હતી. તેના હાથમાં હંમેશા ટાઈટન ની લોધર ના બેલ્ટ વાળી ઘડિયાળ રહેતી. તેના વાળ માં મહેક રહેતી, વાળ લાંબા હતાં એટલે હંમેશા બે ચોટલી લઈ મજબુત ભરાવદાર મુખારવિંદ ની ઝાંખી કરાવતી. તેના સ્કૂલ ડ્રેસ માં સફેદ અભાષી કલર નું ફ્રૉક હતું. સાથે નીચે સફેદ સલવાર પહેરતી તેનાં મુખ પર ડોક થી ઉપર ને જડબાં ની કિનારીએ મોજથી સ્થાયી થયેલ તલ હતું. તેનાથી તેના શરીર માં લાલિત્ય ની વસંત નિરખાતી હતી.

સ્કૂલ છુટી ગઈ હતી. સમી સાંજે દુર બાંકડે બેઠા. બન્ને નાં મુખ પર ખોટું થયા નો ભાવ હતો. કાયમ મોજમાં રહેતો મયંક ચુપ હતો. વર્ષારાણી ની મહેર શહેરમાં રોજ સાંજે રહેતી આજ પણ બંને ના મનમાં જેમ કાળા વાદળ છવાયેલ હતાં તેમ ગગને કાળા ડિબાંગ વાદળો ની વચ્ચે વર્ષા ની પધરામણી નક્કી હતી. હળવા છાંટા પડતાં અનુરાધા અકળાઈ ને ઊભી થઈ ગઈ.

મયંક મે તને રાખડી બાંધી પણ તું જાણે છે કે આપણો સંબંધ તે નહોતો. સ્કૂલ માં બધા છોકરાને છોકરીઓ રાખડી બાંધતી હોય છે, મારી ફ્રેન્ડસ ઘણાં બધાને રાખડી બાંધે તેમાં હું ફસાઈ ગઈ. મે તારી જોડેના પ્રેમની વાત મારી એક પણ ફ્રેન્ડસ ને કરી નહોતી. તેમાં વળી મારી બહેનપણી નાં ટોળા આગળ થી તું પસાર થયો બધી ફ્રેન્ડસે તને રાખડી બાંધી મે ના બાંધી એટલે મિના એ મજાક સુજી ને કેમ આજ અમારા જીજાજી છે કે. તોય હું તૈયાર ના થાત પણ પછી તો બધીએ તુટી પડી ને વાત ચર્ચા બને તે પહેલા મે તને રાખડી બાંધી દીધી. તારે મયંક ભાગી જવું હતું ને? અનુરાધા એ દોષ નો ટોપલો મયંક પર નાખ્યો.

અરે મિના સીમા એ તો મારો હાથ જોરથી પકડી રાખ્યો હતો કેમ કરી ને ટોળા માં થી નીકળી શકાય તે ખબર નહોતી પડતી. હું કઈ મારાં ફ્રેન્ડ ની જેમ તારી બહેનપણી ને ધક્કો થોડો મારી શકુ? મયંકે અણગમા થી જવાબ વાળ્યો.

તો… તો… હવે શું સમજવાનું? કાલ સુધી ની આપણી વાતો પ્રેમ ની અને એક પ્રણય ની કરતા હતાં. એકમેક માં સમાઇ જવાના સપનાં જોઈ રહ્યા હતાં, અને આજ ભાઈ બહેન થઈ ગયાં? અનુરાધા એ નિસાસો નાંખતાં સવાલ કર્યો.

મયંકે સવાલ કર્યા શું એક રાખડી તને મારી બહેન બનાવી શકે?

સામે અનુરાધા એ મયંક ને પ્રશ્ન કર્યો શું એક રાખડીમાં તું મારો પ્રેમી મારા પ્રણય નો સરતાજ મટી શકે?

મયંકે નિરાશા સાથે અડગતા થી અનુરાધા સામે જોયું ને પછી નજરો ને નીચી કરી દીધી.

અનુરાધા એ મયંક ની આખો થી જાણે પ્રેમ ઓઝલ થઈ ગયો હોય તેમ જણાયું. તેના મતે આ ફરજિયાત ઘટના હતી, તેને ધ્યાનમાં ના લેવી જોઈએ.

પણ મયંક ના ઘરમાં રૂઢિચુસ્ત ભારત ની સંસ્કૃતિ રહેતી એટલે તેના મનમાં હવે અનુરાધાને તેની પ્રેમિકા તરીકે કેમ સ્વીકાર કરી શકાય તે પ્રશ્ન હતો. સાથે તેના મનમાં અનુરાધા વગર રહી શકાય તે વિચાર કંપાવી દેતો હતો.

છાંટા એ વરસાદ નું સ્વરૂપ લઈ લીધું હતું અનુરાધા ઝાડ નીચે ઊભી રહેવા દોડી મયંક ને આકાશી અવતરણ ને ઝીલવાની મજા માણી, તેને મન ને શાંત કરવા ની ચાવી જણાઈ. અનુરાધા ભિન્જાઈ ગઈ હતી. વરસાદ જોરમાં હતો ઝાડ માથી પાણી ના પોળા અનુરાધા ના તન ના લાલિત્ય ને સ્પર્શી રહ્યા હતાં. તેને મયંક ને બુમ પાડી તેની નજીક બોલાવ્યો.

મયંકે અનુરાધા ની સામે જોતા વિચલિત મન ને કાબુ કર્યું. અનુરાધા આકસ્મિક ઘટના ને ભૂલવાની અને ફરી પ્રેમના અંકુર ને વિકસાવી ભવિષ્ય બનાવાની તરફેણમાં હતી.

મયંકનુ મન ડગુમગુ હતું. તેને ફરજિયાત માં બનેલી ધટનાને સાચી ગણવાનું મન કહેતું હતું. અચાનક વિજળી નો ચમકારો અને વાદળોની ગર્જના થી અનુરાધા મયંક ને લીપટાઈ ગઈ. મયંકે અઠવાડિયા પહેલાનો એકાંત નો સ્પર્શ યાદ આવી ગયો. તેને પણ અનુરાધાને બાહુપાશમાં લેવાની એક ધડી મન થઈ ગયું પણ તે ના કરી શકયો. તેને અનુરાધા થી છુટવા કોશીષ કરી.

અનુરાધા ને ના ગમ્યું તેને એક ભુલ ની આટલી સજા યોગ્ય ના લાગી. તે વરસતા વરસાદમાં દોડતી ચાલવા લાગી. મયંક જોતો રહ્યો તેને આજ અનુરાધાને રોકાવાનું મન ના થયું. જે હતી અનુરાધા તે હવે મન સ્વીકારતું નહોતું, અને જે બની રહી હતી તે ધરાર ઈચ્છા નહોતી.

મયંક એકલો એકલો ગુસ્સો પોતાના મન પર કરતાં બુમો પડતાં આજુબાજુ ચાલતાં રાહદારી ની નજર તેની તરફ ગઈ તે સહેમી પડયો. મારી લવસ્ટોરી આ રીતે સમાપ્ત થઈ શકે?
એક વર્ષ નો પ્રેમ આમ સાવ અચાનક એક તહેવારથી તુટી શકે?

તેને અનુરાધા ના છેલ્લાં વાક્યો હજી મનપટલ પર ગુંજતા હતાં.

તારે જે માનવું હોય તે માનજે મારે મન આજ પણ હું તને ચાહું છું, ચાહતી રહીશ, અને જીવનભર તારી યાદમાં વિતાવીશ હવે સાદ તું આપજે જે તારી મરજી હોય તેવો.

સંપૂર્ણ

જીજ્ઞેશ શાહ