Push books and stories free download online pdf in Gujarati

ધક્કો

શહેરમાં ફૂટપાથ હજી હમણાં સરકારે નવી બનાવી. કમાલની સરકારી નિતી હોય છે, પહેલાં રસ્તો પહોળો કરશે, પછી તેમાં નવા રસ્તા પર ભુલી ગયાના નાટક એટલે નવી ગટર લાઈન! એ પત્યું ના પત્યું ત્યાં ઇલેક્ટ્રિક વાળા ને પછી ટેલીફોન લાઈન વાળા ને ત્યાં પાણી ની લાઈન આમ ને આમ નવા રસ્તા બન્યાં પછી લગભગ એક વર્ષે જો ત્યાંથી મોટા પ્રધાનમંત્રી પસાર થવાના હોય તો નસીબ કે રસ્તો થઈ જાય, બાકી રાહ એક વરસ તો જોવી પડે.

નવી બની રહેલી ફૂટપાથ પર ત્રણ મિત્રો જઈ રહ્યાં હતાં. રસ્તો સાંકડો અને ફૂટપાથ માં બધે ખાડા ખોદ્યા હતાં. કયાંક નવી ફૂટપાથ બની ને કયાંક બાકી હતી. માલવ ને આજ ખુશી નો કોઈ પાર નહોતો, તે ઘણાં સમયથી નોકરી શોધતો હતો, અને નોકરી તેને મનગમતી મળી હતી. ગામડે થી ત્રણ દોસ્તો કર્મભૂમિ બનાવવા અમદાવાદ આવ્યાં હતાં. મુકેશ ની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, એટલે એને નાની ચપરાસી ની નોકરી સ્વીકારી. અમદાવાદમાં એક નાનું ખોલી જેવું ઘર લઈ લીધું હતું તેમાં ત્રણેય દોસ્તો સાથે રહેતા. ના તારૂ કે ના મારૂ સંપ સારો હતો.

મનમાં આજ વસંત ની બહાર હતી. મનમાં આનંદ ની ભરમાર હતી. ગામડે થી આવ્યા ને છ મહીના થયા હશે. હવે અહીં ની દોડ ભાગ વાળી જીન્દગી ગમી ગઈ હતી. આજ મુકેશને રીટા તેની સાથે નોકરી કરતી ઝાડું પોછા ને પરચૂરણ કામ કરતી રીટા એ તેના પ્રેમ નો સ્વીકાર કર્યો હતો. બન્ને દોસ્તો ને જોઈતું મળી ગયા નો આનંદ સાતમાં આસમાને હતો.

ગામથી નીકળતા યોગેશે બંને દોસ્તો ને કહ્યું હતું યાર હું આવડત વગર નો ખેતી સિવાય કઈ ના આવડે તમે કયા મને લઈ જવાની જીદ કરો છો? મને શહેર માં ગભરામણ થાય છે. પણ યોગેશ ની માલવ અને મુકેશે એક ના સાંભળી અને ખેંચી ને ઘરે માતા પિતા ને સમજાવી લઈ આવ્યાં હતાં. હા યોગેશ ને હજી ત્રણ મહિના થયાં, પહેલા માલવ અને મુકેશ આવ્યાં હતાં.

આજ દોસ્તો ની ખુશી માં યોગેશ પણ સાથેજ ફૂટપાથ પર ત્રણેય જઈ રહ્યાં હતાં. ચારે બાજું આધુનિકતા માટે ખોદકામ અને બાંધકામ ચાલું હતાં. રસ્તા નાના થઈ ગયા હતાં, વાહનો ની અવર જવર ગલી ખુચી શોધી દોડતા હતાં. સામે ની સાઈડ પાણી પુરી વાળા ને જોઈ માલવે બધા ને પાર્ટી પાણીપુરી ની આપું છું, ચાલો કહી રસ્તો ક્રોસ કરવા ગયાં.

માલવ તેની જોબ ની ગુલતાન માં હતો. મુકેશ રીટા માં ખોવાયેલ હતો. સભાન યોગેશ હતો. રસ્તામાં ટ્રાફિક હતો, અમદાવાદમાં હજારો કરોડ પતિ રહે છે તેમના દીકરા દીકરી પોતાના પિતાજી નો રસ્તો સમજી બેફામ મોંઘી દાટ ગાડી હંકારે અને રસ્તે જતાને ઉડાવતાં ફરતાં હોય છે. માલેતુજાર ક્યાં કઈ જોવે છે? એક BMW ગાડી અચાનક ટ્રક ને અથડાઈ ને ગાડી ફંગોળાઈ.

ત્રણેય દોસ્તો જ્યાંથી રસ્તો ક્રોસ કરતાં હતાં ત્યાં ગાડી ફંગોળાતા આવી રહી હતી. માલવ નું ધ્યાન જતાં તેને મુકેશ ને બચાવવા ફૂટપાથ તરફ ધક્કો માર્યો, માલવ રસ્તા મધ્યે ડિવાઈડર પર ચઢી ગયો. મુકેશ ફંગોળાતા પહેલાં તેને યોગેશ ને ધક્કો માર્યો મુકેશ સેઈફ રસ્તા ને ફૂટપાથ ની વચ્ચે પડયો, યોગેશ ને ધક્કો વાગતા તે ફૂટપાથ પર પડયો. પણ ત્યાં BMW ગાડી ફૂટપાથ પર ચડી અને તેને યોગેશ ને ઉછારી દીધો.

યોગેશ ને તાત્કાલિક ૧૦૮ માં લઈ જવામાં આવ્યો પોલીસે ગાડી ને જપ્ત કરી અને ચાલક ની ધરપકડ કરી.

કિસ્મત કે માલવે મુકેશને ધક્કો માર્યો મુકેશે માલવ ને ધક્કો માર્યો દોસ્તો એ એકબીજા ને બચાવવા તે સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યું. કિસ્મતે સાથ આપ્યો યોગેશ ના પગે ફ્રેક્ચર સિવાય કોઈ નુકસાન શારીરિક ના થયું. બંને દોસ્તો હોસ્પિટલમાં દોડાદોડ કરી બેસ્ટ યોગેશ ને સારવાર મળે તેનો પ્રબંધ કર્યો. પૈસા સહ કર્મચારીઓ પાસે થી ઉછીના લાવી સારવાર પોતાને જે વાગ્યું હતું તે અને યોગેશ માટે હોસ્પિટલમાં ભર્યા.

કરવટ કોને કહેવાય જે ગાડી જોડે અથડાતા યોગેશ ના માલિક પાકમણિ નામક પેસ્ટીસાઈડ બનાવતી કંપની નાં માલિક મળવા આવ્યાં. તેમના દિકરા એ કરેલ એક્સીડન્ટ માટે માફી માગી. યોગેશે સુટ બુટ માં આવેલ રાહુલ આસ્થાની ને બેસવા નો ઈશારો કર્યો. આસ્થાની તેમના દીકરા પર હીટ એન્ડ રન નો કેસ ના થાય તેના માટે કઈ પણ કરવાં માગતાં હતાં. પ્રથમ તેમને 50000/ રૂપિયા યોગેશ ના હાથ માં મુક્યા. યોગેશે લેવા ની ધરાર ના પાડી.

સાહેબ હું અહીં નોકરી કરવા આવ્યો છું, મારે મન સ્વમાન પ્રથમ છે. મોફતનો પૈસા લઈ હું શું કરૂ આ પૈસા કાલ વપરાય જશે, પછી શું? મને આ ના ખપે સાહેબ. યોગેશ બોલી અટકયો હોસ્પિટલના રૂમ માં શાંતિ વર્તાઈ. થોડી વાર પછી ફરી યોગેશે વાત શરૂ કરી. મારે તમારાં પૈસા ને શું કરવાનાં? એતો મારી કિસ્મત માં લખ્યું હતું એટલે થયું. મદદ કરવી હોય તો સાહેબ થાય તો નોકરી ની સીફારીશ કરશો, અથવા નોકરી મળી જાય તેના માટે મારા હાટું ભગવાન ને પ્રાર્થના કરજો.

આસ્થાની એ પૈસા પોતાના કોટ માં મુક્તા યોગેશ નો હાથ પકડ્યો. દીકરા તારે હવે કેસ કરવો હોય તો કરજે, મારા દીકરાને સબક ની જરૂર છે. આજ એક વાત કહું છું તારો હાથ પકડયો છે તું કેસ કરે તોય અને તું કેસ ના કરે તોય હવે તારી જવાબદારી મારી. તું સાજો થાય એટલે મારી ઓફિસ આવી જાજે. આજથી આજની તારીખ થી તારી મારે ત્યાં નિમણૂંક કરુ છું, અને પગાર ચાલુ કરૂ છું. રહેવા માટે કોટેજ આપું છું, આજ તારી ઈમાનદારી ને સો સલામ. સમજ કે ભગવાને તારાં સારાં નસીબ નું પાંદડું ફેરવતા મારી ગાડી સામે તું આવ્યો હોઈશ.

દોસ્તો નો એક ધક્કો યોગેશ ને ઉચા શિખરે લઈ ગયો. આજ પેસ્ટીસાઈડ ખેતર ની દવા ની માસ્ટરી આવી ગઈ હતી. યોગેશ નો ગમતો વિષય હતો. તેને ગામે ગામ ખેડૂતોને સમજાવા નું કામ સોંપ્યું. કંપની ને ફાયદો થયો. વેચાણ વધ્યું, નફામાં વધારો થતાં આજ મહીને 50000/- નાં પગારે યોગેશ પહોચી ગયો. યોગેશે તેના દોસ્તો ને પણ સારા ઠેકાણે પાડ્યાં. મુકેશ ને રીટા નાં લગ્ન કરાવી નાનો અમથો ફલેટ લેવામાં પુરેપુરી મદદ કરી. ધકકા નું રૂણ યોગેશ ભુલ્યો નથી. તે આજે પણ દોસ્તો નું ધ્યાન રાખી ચુકવણી કરી રહ્યો છે.

સંપૂર્ણ.

જીજ્ઞેશ શાહ