Love by chance - 1 books and stories free download online pdf in Gujarati

લવ બાયચાન્સ - 1

કેમ છો દોસ્તો, આશા છે આપ સૌ મજામા જ હશો. ઘણા સમયથી કંઈ લખ્યુ નથી. સાચુ કહુ તો મુડ જ નોહતુ બનતુ કંઈ પણ લખવાનુ. પણ આપ સૌની યાદ આવતા વિચાર્યુ ચાલો તમારી સાથે ફરીથી મુલાકાત કરી લઈએ. અને એના માટે વાર્તા થી મોટુ સ્થળ બીજુ શુ હોય. 😊 માટે આજે હુ આપ સૌની સમક્ષ એક વાર્તા લઈ ને આવી છું. જે તદ્દન કાલ્પનિક છે. જેનુ મારા જીવન સાથે કંઈ પણ લાગતુ વળગતુ નથી. હા કદાચ સ્ટોરીનો કન્સેપ્ટ તમને જાણીતો લાગે. પણ આજકાલ ઓનલાઈન મિત્રતા અને પ્રેમ ઘણો જોવા મળે છે. તો એ જ બેઝ પર મારી કલ્પનાઓના ઘોડાને અહી દોડાવ્યાં છે. 😃😃 તો એને ફક્ત મનોરંજનના અર્થ મા જ લેજો તો વાર્તા વાંચવાની મજા આવશે. તો ચાલો શરૂ કરીએ સ્ટોરી.

સ્ટોરી શરુ થાય એ પહેલા આપ સૌને જણાવી દઉ કે હુ કંઈ પારંગત લેખક નથી.બસ શોખ ખાતર લખુ છુ તો ક્યાંક ક્યાંક કચાશ રહી જાય તો માફ કરશો. હુ એક વર્કિંગ વુમન હોવાથી ક્યારેક ક્યારેક સ્ટોરી અપલોડ કરવામા મોડુ થાય તો માફ કરશો. બીજી એક મહત્ત્વ ની વાત હુ બહુ જ મૂડી છુ. જ્યારે મુડ હોય તો જ લખુ છુ આમ લખવા ખાતર મારાથી નથી લખાતુ. તો મારા આ મૂડી સ્વભાવને મહેરબાની કરીને ચલાવી લેજો. આપને વાર્તા વિશે કંઈક કહેવુ હોય કે કોઈ સુજાવ આપવો હોય તો જરૂર થી મને મેસેજ કરી શકો છો.

** ** ** **

11/11/2019
Good morning..

14/11/2019
Good morning..
Have a nice day..

17/11/2019
Good morning.. Have a wonderful day..

છેલ્લા થોડા દિવસથી ઝંખનાના ફેસબુક મેસેેેન્જરમા આ પ્રકારના મેસેજ આવતા હતા. પહેલા તો એણે બહુ ધ્યાન ના આપ્યુ પણ બીજા તરફથી આવતા મેસેજથી કંટાળી એણે મેસેજ કરનારને થોડા કડક શબ્દોમા ફરીથી મેસેજ ના કરવા માટે કહ્યુ. પણ સામેથી ફરીથી એ જ વ્યકિતનો મેસેજ આવ્યો.

અન્જાન : Sorry for disturb u.. પણ મારો એવો કોઈ ખરાબ ઇરાદો નોહતો મેસેજ કરવા પાછળ. હુ તો બસ તમારી સાથે વાત કરવા માંગુ છુ. તમારો પીક જોયો અને થયુ તમારી સાથે દોસ્તી કરુ. બાકી હુ કોઈ લફરાબાજ કે આવારા નથી.

ઝંખના : હુ અજાણ્યા સાથે વાત નથી કરતી. અને દોસ્તી તો બહુ દૂરની વાત છે.

અન્જાન : અરે અરે આટલા ગુસ્સે શા માટે થાવ છો. મે તમારી પાસેથી કોઈ ધન દોલત કે જમીન નથી માંગી. હુ તો ફક્ત તમને જાણવા માંગુ છુ.

ઝંખના : મને જાણીને શુ કરશો ?

અન્જાન : બધુ કંઈ વિચારી વિચારી ના કરાય. ક્યારેક મનનુ પણ માની લેવુ જોઈએ. તમારો ફોટો જોયો અને મનને થયુ કે આમની સાથે થોડી ગુફ્તગુ કરવી છે. તો મે મારા મનની વાત માની.

ઝંખના : મનની કે મગજની. મને ખબર છે બધા ઓનલાઈન દોસ્તી કરે અને પછી એનો દુરઉપયોગ કરે.

અન્જાન : Ohh my god.. તમે આટલા nagative કેમ છો ? શુ તમને કોઈએ છેતર્યા છે ?

ઝંખના : મને કોણ છેતરે હુ કંઈ એટલી બુદ્ધુ નથી કે કોઈની પણ વાતોમા આવી જાવ.

અન્જાન : ઓહ.. તો તમે બહુ બુદ્ધિશાળી છો એમ !! તો પછી મારી સાથે દોસ્તી કરવામા શા માટે ડરો છો ?

ઝંખના : હુ શા માટે ડરુ. બસ મને શોખ નથી કોઈને દોસ્ત બનાવવાનો.

અન્જાન : મને તો શોખ છે મારુ મન જે કહે એ કરવાનો. અને હુ કરુ પણ છુ. હવે હુ તમને મારો પરિચય આપી દઉ. મારુ નામ અરમાન છે. હુ મુંબઈ ના અંધેરી વિસ્તારમા રહુ છુ. બેંક ઓફ બરોડા મા બ્રાન્ચ મેનેજર છુ. હાલમા જ જીવનના 30 વર્ષ પૂરા કર્યા છે. મારુ મૂળ વતન સુરત છે. પણ અહી ટ્રાન્સફર થવાને કારણે ક્વાર્ટરમાં રહુ છુ. હુ તો તમને મેસેજ કરીશ જ જો તમને મારા પર વિશ્વાસ આવે તો રિપ્લાય આપજો. ત્યા સુધી take care..

મેસેજ વાંચીને ઝંખના એનુ કામ કરવા લાગી. આખો દિવસ આમ કામમા પૂરો થયો. સાંજે ઘરે જઈ ફ્રેશ થઈ એ ફરીથી મોબાઈલ જોવા લાગી. જેને જેને મેસેજના રિપ્લાય આપવાના હતા એને રિપ્લાય આપ્યા. અને ફેસબુક ઓપન કર્યુ. ઓપન કરતા જ નોટિફિકેશનમા અરમાનની friend request હતી. કૂતુહલ વશ એણે એનુ એકાઉન્ટ ઓપન કર્યુ. જેમા અરમાને જે કહ્યુ હતુ એ જ બધી માહિતી હતી. પણ એણે વિચાર્યુ આ માહિતી ખોટી પણ હોય. પણ ના જાણે એને અરમાન પર વિશ્વાસ કરવાનુ મન થતુ હતુ. પણ એણે એના મનમાંથી એ વિચાર ખંખેરીને ફરીથી પોતાના કામમા પરોવાઈ ગઈ.

રાતે બધુ કામ કરી જ્યારે એ સુવા ગઈ ત્યારે અરમાનનો ગુડ નાઈટનો મેસેજ આવ્યો. મેસેજ વાંચી એણે મોબાઈલના ડેટા ઓફ કર્યા અને બેડ પર લંબાવ્યુ. આમ જ થોડા દિવસ ચાલ્યુ. અરમાન રોજ સવારે ગુડ મોર્નિંગ અને રાતે ગુડ નાઈટ ના મેસેજ મોકલતો. ઝંખના એ વાંચતી પણ કોઈ રિપ્લાય નઈ આપતી.

આજે રજા હોવાને કારણે ઝંખના થોડી મોડી ઉઠી. એણે રાતે જ એની મમ્મીને કહી દીધુ હોય છે કે સવારે એને વહેલી ના ઉઠાડે.એટલે એની મમ્મીએ પણ એને નહી ઉઠાડી. મોડેથી ઉઠીને એ રૂટિન કામ પતાવી નાસ્તો કરી એના કામે લાગી. આમ તો ઘરકામ કરવા માટે એક બહેન આવતા હોય છે પણ એણે એનો વોર્ડરોબ સેટ કરવાનો હતો અને રૂમને પણ થોડો ઠીક ઠાક કરવાનો હતો એટલે એ પોતાનુ કામ કરવા લાગી. બધુ કામ પૂરુ કરીને એણે મોબાઈલ હાથમા લીધો અને ડેટા ઓન કર્યા. જેવા ડેટા ઓન કર્યો તો અરમાનના ઘણા બધા મેસેજ હતા.

ગુડ મોર્નિંગ 7 : 25 am

How are you ? 8 : 15

what happens 9 : 35

Any problem 11 : 22

જુઓ મારાથી નારાજ હોવ તો હવેથી તમને હેરાન નહી કરીશ. 11 : 23

મેસેજ વાંચીને ઝંખનાના ચેહરા પર નાનકડી સ્માઈલ આવી ગઈ. અને એને થયુ કે એમ તો અરમાનને રિપ્લાય આપવામા વાંધો નથી. આમ પણ થોડી ઘણી વાતો કરવાથી કોઈ આપણુ શુ બગાડી લેશે. જો એ ખાલી ટાઈમપાસ કરતો હોત તો મારા રિપ્લાય ના આપવાથી કંટાળીને મેસેજ કરવાનુ બંધ કરી દેત. લાગે છે એણે મારી સાથે સાચે દોસ્તી કરવી હશે. અને જો એની સાથે થોડી વાતચીત કરીશ તો એના સાચા ઈરાદાની ખબર પડશે. ઝંખના આમ વિચારતી જ હતી કે ફરીથી મેસેજની નોટિફિકેશન આવી.

અરમાનનો મેસેજ ફરી આવ્યો હોય છે.

અરે મેસેજ વાંચીને પણ રિપ્લાય નથી આપતા !!!
શુ કોઈ પ્રોબ્લેમ છે ?
તબિયત તો સારી છે ને ?
મારાથી કોઈ પ્રોબ્લેમ હોય તો I promise હવેથી મેસેજ નહી કરુ.

મેસેજ વાંચીને ઝંખના નક્કી કરે છે કે હવે રિપ્લાય આપવો જોઈએ. અને એ મેસેજ ટાઈપ કરવા લાગે છે.

ઝંખના : અરે અરે.. શાંતિ રાખો. હુ એકદમ ફાઈન છુ. અને કોઈ પ્રોબ્લેમ પણ નથી.

અરમાન : thank god.. તમે રિપ્લાય તો આપ્યો. તમે સવારથી ઓનલાઈન ના થયા અને મારા મેસેજ પણ ના જોયા એટલે મને થોડી ચિંતા થઈ.

ઝંખના : એ તો આજે રજા હતી એટલે થોડી મોડી ઊઠી. અને કામ કરવામા સમયની ખબર જ ન પડી એટલે મોબાઈલ જોવાનો સમય જ મળ્યો.

અરમાન : ઓહ.. તો આમ વાત છે. Sorry મે તમારી રજામા disturbance ઊભુ કર્યુ.

ઝંખના : ના ના એવી કોઈ વાત નથી. મારુ કામ પૂરુ જ થઈ ગયુ છે. એટલે તો મે મોબાઈલ હાથમા લીધો.

અરમાન : એમ તો આજે મારી પણ રજા છે. પણ મને exercise કરવાની આદત છે એટલે હુ રોજ વહેલો જ ઊઠી જાઉ છુ.

ઝંખના : હમ્મ..

અરમાન : સારુ તો હવે તમને હેરાન નહી કરુ. બીજી વાત પછી કરીશુ. Bye..

ઝંખના : bye..

અરમાન સાથે વાત કરીને ઝંખના એના કામમા પરોવાઈ ગઈ. બપોરે થોડુ શોપિંગ કરવાનુ હોવાથી એની ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા ગઈ. રાતે ફરીથી અરમાનનો મેસેજ આવ્યો જેનો ટૂંકમા રિપ્લાય આપીને એ સૂઈ ગઈ.

સવારે અરમાનનો ગુડ મોર્નિંગ નો મેસેજ આવ્યો. જેનો એણે રિપ્લાય આપ્યો. આખો દિવસ કામમા વ્યસ્ત રહ્યો. સાંજે પણ એ જમીને જલ્દી સૂઈ ગઈ. હા અરમાનના મેસેજ નો રિપ્લાય એણે જરૂર આપ્યો.

આમ જ થોડા દિવસ ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ના મેસેજની આપ લે થયા કરતી. વચ્ચે વચ્ચે થોડી આમ તેમની વાતો થયા કરતી પણ એ લોકો ખાસ ફ્રેન્ડ બન્યા નોહતા. અને ઝંખનાએ પણ એના વિશે વધારે માહિતી આપી નોહતી.

ઝંખના એક સુંદર દેખાવડી 27 વર્ષ ની સ્વતંત્ર મિજાજ ધરાવતી યુવતી છે. એ પણ એક મલ્ટીનેશનલ કંપનીમા સારા હોદ્દા પર કામ કરતી હતી. મમ્મી પપ્પાની એકની એક છોકરી. એના મમ્મી પપ્પાનુ લગ્ન જીવન બિલકુલ સારુ નોહતુ. એણે હંમેશા એના પપ્પાને એની મમ્મીને દબાવતા જ જોયા છે. એના પપ્પા હંમેશા એની મમ્મીને એક વસ્તુ ની જેમ જ ટ્રીટ કરતા. જાણે એ કોઈ નિર્જીવ વસ્તુ હોય એમને કોઈ લાગણી જ ના હોય એવુ વર્તન કરતા. એમની વચ્ચેના ઝઘડાઓ જોઈને જ એનુ બચપન વિત્યુ હોય છે. એના પપ્પાના અવસાન પછી જ એણે એની મમ્મીને મુક્ત રીતે હસતા અને જીવતા જોઈ છે. એટલે પ્રેમ અને મેરેજ પરથી તો એનો વિશ્વાસ બહુ પેહલેથી ઉઠી ગયો હતો.

આ પ્રકારના વાતાવરણ મા જીવી હોવાથી એનામા એક નકારાત્મકતા આવી ગઈ હોય છે. એ બધા સાથે દિલ ખોલીને વાત નોહતી કરી શકતી. કે કોઈ પર સંપૂર્ણ વિશ્વાસ નહી કરી શકતી. એને એવુ જ લાગતુ કે દરેક સંબંધ કોઈ ને કોઈ મતલબથી જ જોડાય છે. બસ એને ખાલી એની મમ્મી જ વહાલી છે. બસ એ અને એની મમ્મી જ એની દુનિયા. એની મમ્મી ને પણ એણે સાફ સાફ શબ્દોમા જણાવી દીધુ હોય છે કે કોઈ પણ દિવસ લગ્ન નહી કરશે. એની મમ્મીએ પણ એને ખૂબ સમજાવી હોય છે પણ એ આ બાબત મા કોઈ નુ પણ માનતી નોહતી.

આજે પણ જ્યારે અરમાને એના જીવન વિશે પૂછ્યુ ત્યારે એણે ઉપર છલ્લો જવાબ આપીને વાત ઉડાવી દીધી. અરમાને પણ કંઈ વધારે પૂછ્યુ નહી. ઝંખનાને અરમાન ની આ જ વાત ગમતી. એ એની પર્સનલ લાઈફમા ડોકીયુ નોહતો કરતો. ઝંખના જવાબ નહી આપે તો એ એ વાતને છોડી દેતો. બસ આજ રીતે એમની દોસ્તી આગળ વધે છે.

** ** ** ** **

આ બંને વચ્ચેની દોસ્તી આગળ કયુ રૂપ લે છે એ આપણે જાણીશુ આગળના ભાગમા...

** ** ** ** **

મિત્રો આ ભાગ ગમ્યો હોય તો રેટીંગ અને કમેન્ટ જરૂર આપજો. હુ સંપૂર્ણપણે વાંચકો દ્વારા બનેલી લેખક છું. આપ સૌના વિચારો અને સપોર્ટ થી જ હુ મારી કહાની આગળ વધારુ છું. તો આપના મંતવ્યો મારે મન ખૂબ જ મહત્ત્વ ના છે. તો please રિવ્યુ આપવામા કંજૂસાઈ ના કરતા.😃😃 તમારો રિવ્યુ જરૂર આપજો.