Love Bichans - 8 books and stories free download online pdf in Gujarati

લવ બાયચાન્સ - 8

( મિત્રો આપણે આગળ જોયુ કે, ઝંખના IVF સારવારથી બાળક મેળવવાના એના નિર્ણય પર મક્કમ છે. અરમાન આ વિષયને સમજવા માટે એટલો સક્ષમ નથી હોતો એટલે એ કંઈ વધારે સલાહ નથી આપતો. પણ ઝંખનાને મદદ કરવા માટે તૈયાર થાય છે. અને એના માટે જ એને મુંબઈ આવીને IVF સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કન્સલ્ટ કરવાનું કહે છે. ઝંખનાને પણ એ જ યોગ્ય લાગે છે. અને એ એની મમ્મીની પરવાનગી લઈને ઓફિસમાંથી લીવ લઈને બોમ્બે જવા નિકળે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)

આદિત્ય અને ઝંખનાએ શનિવારે મુંબઈ આવવાનુ અને સાંજે હોસ્પિટલ જઈ આવવુ અને રવિવારે આખો દિવસ ફરીને સોમવારે પાછું સુુુુરત રિટર્ન થવુ એવુ નકકી કરેેેેેલુ હોય છે. એ મુજબ ઝંખના શનિવાારે ટ્રેનમાં બેસે છે. શનિવારે અરમાનની પણ રજા હોય છે તો એ એને લેવા જશે એવું એણે પેહલેથી ઝંખનાને કહી દીધુ હોય છે. અરમાન ટ્રેેન આવવાનાં સમય પર સ્ટેશન પહોંચી જાય છે પણ ટ્રેન અડધો કલાક લેટ હોવાથી અરમાન ત્યાં જ બેસીને રાહ જુએ છે. ટ્રેનના આવવાની વ્હીસલ વાગે છે. ઝંખનાએ એના બુગીનો નંબર અરમાનને મેસેજ કરી દીધો હતો એટલે અરમાનને એને શોધવામાં તકલીફ ના પડી. ટ્રેન પ્લેટફોર્મ પર આવતા ઝંખના એની નાની બેગ અને ખભા પર સાઈડ બેગ લઈને દરવાજે પહોંચે છે. સામે અરમાન મુસ્કુરાતો જોવા મળે છે. ઝંખના પણ એને જોઈને ખુશ થઈ જાય છે.

ઝંખના ગાડીમાંથી નીચે ઉતરે છે. અરમાન એના હાથમાંથી બેગ લઈ લે છે.

ઝંખના : અરે અરે.. હું લઈ લઈશ.

અરમાન : અરે યાર આવી ફોર્માલીટી મને બિલકુલ પસંદ નથી. દોસ્ત છે તો હકથી આપી દેવાનું.

ઝંખના : અચ્છા એમ ! તો લે મારુ પર્સ પણ લઈ લે. હું બવ થાકી ગઈ છું.

અરમાન : હા.. હા.. લાવ એ પણ આપી દે. આપણને એવી કોઈ શરમ ના આવે હો.. અને એ એના હાથમાંથી પર્સ લેવા જાય છે.

ઝંખના : અરે હું તો મજાક કરું છું. આ બેગ લઈ લે બસ..

અને અરમાન જોરથી હસતા બેગ લઈને આગળ વધે છે. ઝંખના પણ એની પાછળ પાછળ જાય છે. અરમાન એની બાઈક પાસે ઊભો રહે છે. બાઈક જોઈને ઝંખના થોડી અચરજ પામે છે.

ઝંખના : અરમાન, બાઈક પર બેગ લઈને કેવી રીતે જઈશું ? એના કરતા તો ટેક્સી કરાવી લેત તો સારુ રેહતે.

અરમાન : અરે ગુજરાતી થઈને તુ આવી વાત કરે છે. બાઈક પર સામાન અને મેહમાન બંને એડજસ્ટ ના કરી શકે એ ગુજરાતી ના કહેવાય.

ઝંખના : પણ.. હું બેસીશ કેવી રીતે !! I mean મને આ બેગ લઈને બેસતા નહી ફાવશે.

અરમાન : હા તો તારે બેગ લઈને ક્યાં બેસવાનુ છે. બેગ હું આગળ લઈ લઈશ. બસ તુ ડબલ સાઈડ બેસજે. તો ફાવશે.

ઝંખના : પણ..

અરમાન : પણ બણ કંઈ નહી.. ચાલ બેસી જા.. એ બેગ આગળ મૂકી દે છે. અને ઝંખનાને બેસવા માટે ઈશારો કરે છે.

ઝંખના સ્ટેન્ડ પર પગ મૂકીને બેસવા જાય છે. પણ આ રીતે કોઈ છોકરાની પાછળ બેઠી ના હોવાથી એ થોડી અચકાય છે.

અરમાન : અરે ખભા પર હાથ મૂકીને બેસી જા ને.. તુ તો એ રીતે શરમાય છે જાણે કોઈ છોકરી સગાઈ પછી પહેલીવાર એના ફિયાન્સ સાથે ગાડી પર બેઠી હોય. ઝંખના એના ખભા પર હાથ રાખીને બેસી જાય છે.

અરમાન : તુ હજી પણ મારા પર વિશ્વાસ નથી કરતી ને..

ઝંખના : કેમ આવું કહે છે ??

અરમાન : હા તો પછી મારી સાથે બેસવામાં આટલુ વિચારે કેમ છે ?

ઝંખના : એવુ બિલકુલ નથી.. તારા પર વિશ્વાસ ના હોય તો આમ આટલે દૂર તારી સાથે નઈ આવતે. પણ હું કોઈ છોકરા સાથે ગાડી પર બેસતી નથી તો મને થોડું અજીબ લાગે છે.

અરમાન : પાક્કુ આ જ કારણ છે ને ?? એવુ તો નથી ને કે તને એવું લાગે કે મને ટચ કરવાથી તારા શરીરમાં વિજળી દોડવા લાગશે. અને તને મારાથી લવ થઈ જશે. હાહાહા..

ઝંખના : ઓઓઓઓ.. પોતાની જાતને હીરો નઈ સમજ અને એ એને પીઠ પર ધબ્બો મારે છે.

અરમાન : તો ફીર યાર જસ્ટ ચીલ..

અને બંને વાતો કરતા કરતા અરમાનના ઘરે પહોંચ
છે. અરમાન એક બેડરૂમ હોલ કીચનના બેંકના આપેલ ક્વાર્ટરમાં રહે છે. એનો ફ્લેટ એકદમ ક્લીન હોય છે.

ઝંખના : અરે વાહ અરમાન તારુ ઘર તો એકદમ ક્લીન છે ને.. લાગતુ જ નથી કે કોઈ બેચલરનુ ઘર હોય.

અરમાન : હા મને સ્વચ્છતા ગમે. આમ પણ મારી કોઈ બહેન નથી. એટલે મમ્મીને હેલ્પ કરતા હતા અમને પેહલેથી જ કામકાજ આવડે.

ઝંખના : સરસ..બહુ સારુ કહેવાય એ..

અરમાન : સારુ એ બધુ છોડ તુ પેહલા ફ્રેશ થઈ જા.. પછી આપણે નાસ્તો કરીએ. પછી હોસ્પિટલ જઈએ મે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે.

ઝંખના એની બેગમાથી ટોવેલ અને ફેશવોશ લઈને બાથરૂમમાં જાય છે. ઠંડુ ઠંડુ પાણી શરીર પર પડતા એનો બધો થાક ઉતરી જાય છે. શાવર લઈને એ એકદમ તાજગી અનુભવે છે. બહાર આવીને એ અરમાનને કંઈ પૂછવા જતી હોય છે તો અરમાન ટેબલ પર નાસ્તો ગોઠવતો હોય છે.

ઝંખના : અરે આ નાસ્તો તુ ક્યારે લાવ્યો ?

અરમાન : એ તો મે દુકાનવાળાને કહી રાખ્યુ હતુ. તો મે ફોન કર્યો તો એના માણસ સાથે મોકલાવ્યો છે.

ઝંખના : પણ એની શુ જરૂર હતી. હુ બનાવત ને..

અરમાન : તુ મારી ગેસ્ટ છે. તારી પાસે થોડી કામ કરાવાય. તુ તો બસ મારી મહેમાનગતિ માણ.

ઝંખના : અચ્છા તો હું ગેસ્ટ છું... મને તો એવુ હતુ કે હું તારી દોસ્ત છું. ઝંખના મોઢું મચકોડીને કહે છે.

અરમાન : ઓહઓઓ તો મેડમને નખરાં કરતા પણ આવડે છે. સારુ બાબા કાલે સવારે બનાવજે બસ.

ઝંખના : સારું પણ અત્યારે તો ચા હું જ બનાવીશ.

અરમાન : હા ચાલ તને બતાવુ ચા ખાંડ ક્યા છે.

બંને જણા કીચનમાં જાય છે. ઝંખના આદુ અને એલચી પણ માંગે છે. અરમાન એ એને આપે છે.

ઝંખના : તુ ખાંડ કેટલી લે છે ?

અરમાન : એક ચમચી..

ઝંખના : અરે વાહ હુ પણ એક ચમચી જ ખાંડ લઉ છું.

ઝંખના ચા બંને કપમાં ગાળીને ટ્રે મા મૂકીને બહાર લઈ જાય છે. બંને બેસીને નાસ્તો કરે છે.

અરમાન : ચાલ જલ્દી તૈયાર થઈ જા આપણે હોસ્પિટલ જઈ આવીએ.

ઝંખના રૂમમાં ચેન્જ કરવા જાય છે. આજે એ જીન્સ અને ટૉપ પેહરે છે. પણ વાળ તો આજે પણ પોનીમાં જ બાંધેલા હોય છે. બંને જણા રૂમને લૉક મારીને નીકળે છે.

હોસ્પિટલ પહોંચે છે. એ લોકો ઝંખનાનો વારો આવવાની રાહ જુએ છે. જંખનાના ચેહરા પર બેચેની વર્તાય છે. એ એની હથેળીને એકબીજા સાથે ઘસ્યા કરે છે. અરમાન એના હાથ પર એનો હાથ મૂકને એને રિલેક્સ રેહવાનુ કહે છે. એનો વારો આવતા બંને ડોક્ટરની કેબીનમાં જાય છે.
ડૉક્ટર એમને સામેની ચેર પર બેસવાનુ કહે છે અને સવાલ પૂછવાનું ચાલુ કરે છે.

હા તો મેરેજને કેટલો સમય થયો છે ?

આગળ કોઈ એબોર્શન કે મીસ કેરેજ એવુ કંઈ થયુ હતુ ?

આગળ બંનેના રિપોર્ટ કરાવ્યા છે ?

અરમાન અને ઝંખના તો એકબીજાનું મોઢું જ જોયા કરે છે. એમને કંઈ સમજ નથી પડતી કે ડોક્ટર શું પૂછે છે.

ડૉક્ટર એમની તરફ જુએ છે અને પૂછે છે.

તમે બંને મેરીડ તો છો ને ?

ઝંખના : ના ડૉક્ટર અમારા મેરેજ નથી થયા .

ડો. : તો પછી અત્યારથી જ આ બધી ઇન્ક્વાયરી શા માટે ? પહેલા મેરેજ તો કરો.

ઝંખના : અ.. અ.. આઆ.. એક્ચ્યુલી ડૉક્ટર. મારે મેરેજ નથી કરવા.

ડૉક્ટર : એટલે ??

અરમાન : ડૉક્ટર હું તમને સમજાવું છું. અને અરમાન એમને બધી વાત કહે છે. અને ઝંખનાની ઈચ્છા પણ કહે છે

ડૉક્ટર : તમે લોકો શુ મેડીકલને એક મજાક સમજો છો. આ સારવારથી કેટલા નિઃસંતાન કપલને સંતાન મળ્યા છે. કેટલાની દુવા મળે છે અમને. અને તમે immature people એને એક મજાક સમજે છે.

ઝંખના : ના ના ડૉક્ટર.. અમે તો આપ સૌની ખૂબ રિસ્પેક્ટ કરીએ છીએ. એટલે તો તમારી પાસે આવ્યાં છીએ.પ્લીઝ મારી મદદ કરો.

ડૉક્ટર : સોરી હું તમારી મદદ નહી કરી શકું. હું તો શું કોઈ પણ તમારી મદદ ના કરી શકે. આપણો કાનૂન એની પરવાનગી નથી આપતો. એના કરતા બહેતર છે. તમે મેરેજ કરી લો અને પોતાનુ બાળક પેદા કરો.

ઝંખના : પ્લીઝ ડૉક્ટર..

ડૉક્ટર : માફ કરજો મારો ટાઈમ ઘણો કિંમતી છે. એની જરૂરિયાત તમારા કરતા બહાર બેઠેલા વ્યકિતઓને વધારે છે. So you may go now..

ઝંખના વિલા મોઢે કેબીનમાંથી બહાર આવે છે. અરમાન એને સાંત્વના આપે છે.

અરમાન : ઝંખના આમ નિરાશ ના થા આપણે બીજા ક્લીનીક પર જઈશું.

ઝંખના : ના અરમાન હવે મારે ક્યાય નથી જવું. મને નથી લાગતુ કે ભગવાન મને આ સુખ આપવા માંગે છે. હવે મારે પણ એમની મરજી વિરુદ્ધ કંઈ નથી કરવું. હવે જ્યારે એમને મને આ સુખ આપવુ હશે ત્યારે એ જ કોઈ રસ્તો બતાવશે.

અરમાન : હા એ પણ બરાબર છે. ચાલ આજે આપણે બહાર જ જમીને જઈએ. બંને જણા બહાર જ જમી લે છે. અને ઘરે આવે છે.

અરમાન : ઝંખના તુ બિલકુલ પણ ઉદાસ ના થતી. કોઈને કોઈ રસ્તો નીકળશે.

ઝંખના : પહેલાની ઝંખના હોત તો જરૂર ઉદાસ થાય. પણ આ તારી ફ્રેન્ડ છે. જેને કોઈ પણ મુશ્કેલીનો સામનો હસતા મોઢે કરતા આવડી ગયુ છે. હું હવે કોઈ એક વાતને લઈને દુઃખી થઈ બેસી નથી રેહવાની. હું હવે મારા જીવનની દરેક ક્ષણ માણીશ. તો તુ બિલકુલ ફીકર ના કર. I am fine.

અરમાન : વાહ ઝંખના તારામાં આવેલો આ પોઝીટીવ બદલાવ મને ખૂબ જ ગમ્યો. અને એનુ કારણ હું છું એ જાણીને તો વધારે ખુશી થઈ. એક વાત યાદ રાખજે કોઈ પણ situation હોય તારો આ દોસ્ત હંમેશા તારી સાથે ઊભો હશે. ચાલ તારુ મુડ સારુ કરવા આજે આપણે લેપટોપમાં મુવી જોઈશું. તને કેવા મુવી ગમે ?

ઝંખના : મને તો કૉમેડી મુવી ગમે.

અરમાન : ગુડ.. મારી પાસે તો કૉમેડી મુવીનુ જબરુ કલેક્શન છે.

પછી બંને જણા ગપ્પા મારે છે. અરમાન આઈસ્ક્રીમ લાવેલો હોય છે એ ખાતા ખાતા બંને જણા મુવી જોવા લાગે છે. હેરાફેરી મુવી જોવા જોતા બંને હસી હસીને લોટપોટ થઈ જાય છે. ઝંખનાને ઊંઘ આવતા એ બગાસા ખાય છે.

અરમાન : ઝંખના તુ બેડરૂમમાં સૂઈ જા.. હુ હોલમાં સૂઈ જઈશ.

ઝંખના : ના તુ બેડરૂમમા સૂઈ જા હુ અહી સોફા પર સૂઈ જઈશ.

અરમાન : તને એકવાર કહ્યુ ને કે હું સોફા પર સૂઈ જઈશ. તુ આજકાલ બહુ જીદ્દી થઈ ગઈ છે.

ઝંખના : હા એક તુ તો છે જેની સામે હું જીદ કરી શકું છું.

અરમાન : પણ તારી આ જીદ હું નથી પૂરી કરવાનો. જા તુ બેડરૂમમાં સૂઈ જા.

ઝંખના બેડરૂમમાં જઈને સૂઈ જાય છે.

આ બાજુ અરમાન પણ સોફા પર સૂઈ જાય છે. પણ એની હાઈટ વધારે હોવાથી એને સૂતા નથી ફાવતુ. એ આમ તેમ પડખા ફેરવીને સૂવાની કોશિશ કરે છે. અડધી રાતે ઝંખનાને તરસ લાગતા એ રસોડામાં પાણી પીવા આવે છે. એ અરમાન ને આમ તેમ પડખા ફેરવીને સૂતા જુએ છે. અને એ જોઈને એને હસવુ આવી જાય છે. અને એ ફરીથી સૂવા ચાલી જાય છે.

** ** ** ** **

મિત્રો ઝંખનાની આ આશા પણ નિષ્ફળ ગઈ. શું એ એની ઈચ્છાને ભૂલીને ફરીથી પેહલા જેવું જીવન જીવશે કે પછી એની જીંદગીમાં કંઈક નવુ થશે. એ જોઈશું આગળના ભાગમાં..

મિત્રો કોરોનાનો કેર ફરીથી આપણા ગુજરાતમાં પ્રવર્ત્યો છે. પોતાની અને પોતાના સ્વજનોની કાળજી રાખજો. Take care all of you..🙏🙏


✍ Tinu Rathod - Tamanna