Losted - 44 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 44

લોસ્ટેડ 44


રિંકલ ચૌહાણ


"હા પપ્પા એ જ મને અને મીનું ને રાતોરાત ગાયબ કરી નાખ્યા હતા, જેથી હું પોલીસ સ્ટેશન ના જઉં અને તેમનું નામ ખરાબ ન થાય." રયાન નીચું જોઈ ને બોલ્યો.


"હું એમની આંખો ની સામે બે મહિના સુધી તરફડતી રહી, મારા બાળકો માટે રડતી રહી પણ એમને એકવાર પણ દયા ન આવી, પુરુષો આટલા કઠોર પણ હોઇ શકે છે." હેતલબેન આહત થઈ ગયા હતા.


"તો તમે ત્યાં થી નીકળ્યા કંઈ રીતે? અને તારું મૃત્યુ કંઈ રીતે થયું??" જિજ્ઞાસા એ પુછ્યુ.


"હું અને રયાન ભાઈ કોઈ પણ વિરોધ કર્યા વગર શાંતિથી ત્યાં રહેવા લાગ્યા. તેથી અમારી પર નજર નાખનાર લોકો નચિંત બની ગયા અને અમે બંને એ આ પરિસ્થિતિ નો ફાયદો ઉઠાવ્યો. બે મહિના પછી એક દિવસ અમને ત્યાં થી ભાગવા ની તક મળી અને અમે ભાગી ગયા."


"ભાઈ આ જગ્યા તો આપણા ગામ જેવી લાગે છે, એવું તો નથી કે આપણું ગામ આજુબાજુ માં જ ક્યાંક છે?" મિતલ એ દોડતા દોડતા પુછ્યું.


"કદાચ, પણ સૌથી પહેલા આપણે એક સુરક્ષિત જગ્યા શોધવી પડશે. પેલા લોકો ને ગમે ત્યારે ખબર પડી જશે કે આપણે ભાગી ગયા છીએ અને એ બધા જ લોકો આપણી પાછળ આવશે જ." રયાન આજુબાજુ નજર ફેરવી ને સુરક્ષિત જગ્યા શોધી રહ્યો હતો.


દસેક કિલોમીટર દોડ્યા પછી રયાન અને મિતલ જંગલ નજીક આવી ગયા હતા, એ બન્ને જ્યાં ઉભા હતા ત્યાંથી દુરદુર સુધી જ્યાં નજર પહોંચે ત્યાં જંગલ જ હતું. બન્ને એ જંગલ માં જ છુપાઇ રહેવાનું નક્કી કર્યું.


"ભાઈઈઈઈઈ..... ભાઈઈઈઈઈઈઈઈઈઈ......" ચિસ સાંભળી રયાન ઝબકી ને જાગ્યો ત્યારે મિતલ એની બાજુમાં નહોતી. એણે આજુબાજુ નજર કરી, પગ ના નિશાન જોઈ રયાન એ દિશામાં દોડ્યો જે બાજુ નિશાન જતા હતા.


પ્રથમ, રોશન અને સમિર મિતલ ને ઘસડી ને જંગલ ની અંદર લઇ ને જઈ રહ્યા હતા, મિતલ ફરી થી બુમો ન પાડે તેથી બન્ને એ મિતલ નુ મોઢું બંધ કરી નાખ્યું હતું.


"તને શું લાગ્યું કે અમે તને એમ જ છોડી દઈશું? બે મહિના થી તને શોધવા માટે માણસો લગાવ્યા હતા, તારા કારણે કેટલા પૈસા બરબાદ થઈ ગયા મારા." પ્રથમ ગુસ્સામાં બોલ્યો.


"અમને ખબર પડી કે તુ અહીં તારા જ પપ્પા ના સિક્રેટ ફાર્મ હાઉસ માં કેદ છે એ દિવસે અમને સમજાઈ ગયું કે તું પોલીસ પાસે જવા માંગે છે અને એટલે જ તું ત્યાં થી બહાર નીકળે એની રાહ જોઈ રહ્યા હતા અમે." સમિર ખંધું હસ્યો.


ત્રણેય જણ મિતલ ને લઈને એક અવાવરું ગુફામાં આવ્યા.


"હું તમને લોકો ને છોડીશ નહીં, તમને બધાય ને તમારા પાપ ની સજા મળશે જ." મિતલ ની આંખો માં અગનજ્વાળા હતી.


"ઓહ બેબી ગર્લ,‌ આર યુ લોસ્ટેડ? ઈફ નો ધેન નો વરી, કેમકે આઇ એમ લોસ્ટેડ ઈન યોર બ્યુટી..." રોશન મિતલ ના શરીર પર નજર ફેરવતા બોલ્યો.


"શું બોલે છે રોશન? જે ભાષા આવડતી હોય એ જ બોલ ને..." પ્રથમ ચિડાઈ ગયો.


"ઓહ કમોન પ્રથમ, શી હેઝ લોસ્ટેડ હર માઈંડ બ્રો. નઈ તો એ આવી હાલત માં આપણી સામે આપણ ને સજા અપાવવાની વાત ન કરત, રાઈટ બેબી ગર્લ? યુ હેવ લોસ્ટેડ યોર માઈન્ડ ના?" રોશન હસવા લાગ્યો.


"એ તો તુ પણ જોઇ લેજે કે હુ હેઝ લોસ્ટેડ હીઝ માઈન્ડ..." મિતલ એ લોસ્ટેડ શબ્દ પર વધુ પડતું ભાર આપ્યું.


"ઓહ, શી હેઝ લોસ્ટેડ હર માઈંડ, શી હેઝ લોસ્ટેડ હર માઈંડ." રોશન ખડખડાટ હસી પડ્યો.


"મીનુ...... મીનુનુનુનુનુનુ....... ક્યાં છે તું મને જવાબ આપ?" રયાન ની બુમો સાંભળી મિતલ કંઈક બોલવા જ જતી હતી પણ એના પહેલા જ પ્રથમ એ તેનું મોઢું બંધ કરી નાખ્યું.


ત્યાંથી નીકળી જવાની ઉતાવળ અને મિતલ નો અવાજ બહાર ન જાય એ ચિંતા માં પ્રથમ નું ધ્યાન જ ન રહ્યું કે તેણે મિતલ નું મોઢું અને નાક બન્ને બંધ કરી નાખ્યાં છે અને તેણી ના શ્વાસ ધીમે ધીમે બંધ પડી રહ્યા છે.


મિતલ શ્વાસ લેવા માટે વલખાં મારી રહી હતી પણ તે બોલવા માટે હાથ હટાવવા માંગે છે એવું સમજી પ્રથમ એ તેનું મોઢું કસીને બંધ કરી નાખ્યું.


"પ્રથમ સાંભળ, મિતલ તો મ....." રોશન ના ચહેરા નો રંગ ઊડી ગયો.


"અરે શું છે યાર, જલ્દી ભાગ નઈ તો પકડાઈ જઈશું. સમિર યાર સમજાવ ને આને......."


"પ્રથમ મિતલ મરી ગઈ છે કદાચ....." સમિર માંડ આટલું બોલી શક્યો. પ્રથમ નો ચહેરો સફેદ પડી ગયો, એણે મિતલ ના મોઢા પર થી હાથ હટાવી તેના ધબકારા તપાસ્યા, મિતલ નું હ્રદય બંધ પડી રહ્યું હતું. બહું જ ધીમી ગતિએ તેના શ્વાસ ચાલી રહ્યા હતા.
"પ્રથમ હવે શું કરીશું? આ તો હમણાં મરી જશે ......" રોશન ના હાથ પગ ધ્રૂજવા લાગ્યા.
"આપણને કોઇએ નથી જોયા, આનો ભાઈ આની પાછળ આવી રહ્યો છે અને એ આવે એના પહેલા આને ઠેકાણે પાડી આપણે ભાગી જઈએ." પ્રથમ એ મિતલ ને જમીન પર સુવડાવી અને આજુબાજુ ની જગ્યા નું નીરીક્ષણ કર્યું.

"પ્રથમ ત્યાં જો ટેકરી જેવું કંઈ લાગે છે, ત્યાં થી મિતલ ને નીચે ફેંકી દઈએ. બીજો કોઈ રસ્તો શોધવા જેટલો સમય નથી." સમિર એ ડાબી બાજુ ઈશારો કર્યો.
ત્રણેય જણ મિતલ ને ઘસડી ને ટેકરી પર લઈ ગયા અને ત્યાં થી ધક્કો મારી તેને નીચે ફેંકી ત્યાં થી ભાગી ગયા.

ટાંકણી પડે તોય અવાજ આવે એવી ભેંકાર શાંતિ છવાઈ ગઈ હતી રાઠોડ હાઉસ માં, બધા ની આંખો ભિંજાઈ ચુકી હતી.

"પછી શું થયું?" આધ્વીકા એ પુછ્યું.
મિતલ કંઈ બોલે એના પહેલા ઘરના દરવાજે ટકોરા પડ્યા,"બહાર નીકળ આધ્વીકા રાઠોડ, મારા પરિવાર ને ઊઠાવી લાવી છે તું. એટલે હું પોલીસ ને સાથે લાવ્યો છું, હવે તને જેલમાં જવા થી કોઈ જ નહીં રોકી શકે."

ક્રમશઃ