Koobo Sneh no - 60 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 60

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 60

નતાશાએ પોતાના સંસ્કાર હવનની હોળીમાં હોમી દીધા હતાં. વિરાજના મોઢે હાસ્યના ફુંવારા અને હૈયે હોળી પ્રગટી રહી હતી. સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

બે દિવસ પછી વિરાજને હૉસ્પિટલમાંથી રજા અપાઈ ગઈ. બિલ ચૂકવવાની અને બીજી ઘણી બધી ઔપચારિકતા પર એણે નજર અંદાજ કરીને બધુંય નતાશા ઉપર ઢોળી દીધું હતું.

સાત સમુદ્ર પાર સપના સજાવવા આવેલો વિરાજ મનથી ભયંકર ત્સુનામીનો સામનો કરી રહ્યો હતો. નતાશા તો ખુશીની મારી ચુંબનોનો વરસાદ વરસાવતી રહી. જે જોઈતું હતું એ એને મળી ગયું હતું. નતાશાના બાહુપાશમાં વિરાજને મૃતપાય થઈ નાછૂટકે પડી રહેવું પડતું હતું. એના મનમસ્તિષ્કમાં ચીડ ડોકિયાં કરી હાસ્યની ફુલજરી ઉડાડી રહી હતી. નતાશાના સ્પર્શથી અસંખ્ય કીડાઓ એને ફોલી ખાતા હોય એવી વેદના થતી હતી. એને દૂર ખસેડતા વિરાજે કહ્યું,

"વ્હેર ઇઝ અવર કીડ્ઝ?"

"ઉન દોંનો કો હમને મેરે મા-બાબા કે પાસ ઇન્ડિયા ભેજ દિયા હૈ. આપ બતા રહે થેના કી, આપકો બચ્ચે પસંદ નહીં! ઔર યહાઁ જોબ કરનેમે હમેં બહોત દિક્કત હો રહી થી."

એને દાળમાં કંઈક કાળું હોય એવું તો લાગ્યું છતાંયે વાત જાણવા આગળ પૂછ્યું,
"ક્યા નામ રખા હૈ દોંનો કા?

"નામ જાનકે ક્યા ફાયદા. બચ્ચે આપકો પસંદ હી નહીં હૈ તો !" એ મનોમન વિચારી રહ્યો કે, 'મેં ક્યારે કહ્યું મને બાળકો પસંદ નથી?'

વિરાજ નતાશા સાથે રહેવા લાગ્યો હતો. કોઈ કામધંધો કરતો નહીં બસ ઘરમાં પડી રહેતો. નતાશાને પુષ્કળ ખર્ચા કરાવતો. એ સમજતો હતો આમ કરવાથી એ કંટાળીને મને છોડી દેશે. પણ ઉલ્ટાનું એ વધારે ખુશ રહેતી હોય એવું વિરાજને મહેસૂસ થઈ રહ્યું હતું.

એક દિવસ એના હોઠે હાથ ફેરવતી નતાશા બોલી,
"તું તો મેરી કિસ્મત કી ચાબી હૈ વિરાજ. આપ હમારે સાથ ક્યા રહેને આયે હમારા અટકા હુઆ ગ્રીનકાર્ડ કા કામ મૂવ હોને લગા હૈ. આજ હમ બહોત ખુશ હૈ."

"સાઉન્ડ્સ ગ્રેટ. વ્હોટ આ ગુડ ન્યૂઝ. કૉન્ગ્રેચ્યુલેશન્સ્ નતાશા !!"

"થેંક્યુ વિરાજ."

"પાર્ટી તો બનતી હી હૈ."

"વિક એન્ડ મે કહી ચલતે હૈ. ક્યા કહેતે હો."

"હા.હા.. લેટ્સ ગો. આઇ એમ રેડી ફોર ધેટ ઓલ્સો. વીક એન્ડ પે ક્યૂ? પૂરે વીક કા પ્લાન બનાતે હૈ ના !"

"ચલો હમ ભી રેડી હૈ. આપકી કોઈ બાત હમ ટાલ હી નહી શકતે ! સેલ્ફ ડ્રાઇવ કરકે જાયેગેં. ઓફફફફ... આઇ એમ સો એક્સાઇટેડ !"

વિરાજને એમ હતું કે નતાશા ના પાડશે. પણ પછી તો એ જવા માટે તૈયાર થઈ ગઈ.
"તું કેટલી બધી પ્રતિભા સંપન્ન છે નતાશા."

"આપ ભી તો ટેલેન્ટેડ હો. કહાં ખો ગઈ સબ?"

નતાશાની પ્રશંસા કરવા ખાતર જ બોલેલો વિરાજ પછી તો બોલ્યા વિના બસ ચૂપચાપ એને નિહાળતો રહ્યો. પોતાના પાસા ઉલ્ટા પડી રહ્યા હોય એવું એને દેખાઈ રહ્યું હતું.

એક વીક માટે બીચ પર ફરવા જવાનો પ્લાન બનાવવામાં આવ્યો. નતાશાએ સાથે લઈ જવા માટે બિકીનીથી લઈને ટ્રેકિંગ સુટ સુધીની ઘણી બધી તૈયારીઓ કરી લીધી હતી. વિરાજની શૉર્ટ્સ લાવવાની બાકી રહી ગઈ હતી. નતાશાએ એને મૉલમાંથી શોપિંગ કરી આવવા કહ્યું પણ વિરાજ તો એને હેરાન પરેશાન કરવા જ તો આવ્યો હતો. એણે નતાશાને ઘસીને ના પાડી દીધી. એટલે નતાશા જલ્દી જલ્દીમાં લેવા માટે નીકળી.

ક્યાંય સુધી મોબાઈલની રિંગો વાગતી રહી. વિરાજ નતાશાનો ફોન ક્યાંથી બોલે છે શોધી રહ્યો હતો. સેવ કરેલો ડૉક્ટરના નામનો નંબર જોઈને ઉપાડ્યા પહેલા જ રિંગ બંધ થઈ ગઈ. ફોન લૉક હોવાથી વિરાજ કૉલ બેક કરી ન શક્યો. ત્યાં જ એના મોબાઇલ ફોનમાં એજ નામથી મેસેજ ઝબક્યો.
'સ્ટીલ રિપોર્ટ નોટ ગુડ. પ્લીઝ.. કૉલ અરજન્ટ. ટેક કેર.'

વિરાજ વિચારમાં પડી ગયો. 'કોને અને શું થયું હશે?' નતાશા શોપિંગ કરવા નીકળી તો હતી પણ મોબાઈલ ઘરે બેડરૂમમાં ભૂલીને ગઈ હતી. એના મેસેજે વિરાજને વિચાર કરતો મૂકી દીધો હતો.

એણે પોતાના મગજને ટપાર્યુ. હું મારા અસ્તિત્વને, અમ્માને, દિક્ષુ, મારા બે બાળકોને સાવ જ આમ ભૂલી ન શકું. સાચું સંવેદનાનું અને વ્હાલપનું સરનામું તો એ છે. પહેલા તો મારે એની સાથે ડિવોર્સ કેવી રીતે લેવા એ વિચારીને એને સકંજામાં લેવાની છે. ટાઇમ નીકળતો જાય છે. 'ચિંતા ના કર. ચિંતા તો માણસની વેરી છે. પંપાળીને પોષણ આપીએ તો ફોલી ખાય ! આફતોનો જાતે સામનો કરવો. એ જ શ્રેષ્ઠ ગુરુ છે. સલાહ દેનાર ગમે તેટલી સલાહ આપી શીખવે પણ ગ્રહણ અને અમલીકરણ માટે જ્યાં સુધી અંદરથી જોવાની દ્રષ્ટિ જાગૃત નહીં હોય ત્યાં સુધી જિંદગી ઝોલાં ખાતી રહે છે.' અમ્માના હથોટી સમાન એ શબ્દો વિરાજને નજર સમક્ષ તાદ્રશ્ય થઈ રહ્યાં.

સામી છાતી લડવું છે, થઈ દંભી બાખડવું નથી ને
એ છુપાવી દર્દ ભીતર, મનથી મનન કરવું પડે છે.

હું, તું વચ્ચે અટવાયા વગર તરવૈયો બનવું છે
હસતા હોઠે સઘન વાતો ધરબી ગહન કરવું પડે છે.

ખુંદતા'તા ભેખડો ને માટી, જ્યાં ખોવાઈ ગ્યા'તા,
સંબધોનું કાચની માફક જતન કરવું પડે છે.
આરતીસોની©

ત્યાંજ ડોરબેલ વાગી ને એની વિચાર તંદ્રા તૂટી. એણે દરવાજો ખોલ્યો. સામે નતાશા ઊભી હતી.
"વિરાજ લેટ્સ ગો નાવ. વી આર ઓલરેડી લેટ. બહોત લંબા ડ્રાઇવિંગ હૈ. પહોંચતે પહોંચતે દેર રાત હો જાયેગી."

"હજુ આપણે લંચ લેવાનું બાકી છે યાદ છેને કે ભૂલી ગઈ?"

"હમે નીકલના ચહિયે વિરાજ. હેવી નાસ્તા ભી કિયા હૈ હમને. આજ લંચ સ્કીપ કરતે હૈના નહીં ચલેગા ?" નતાશાની જીભ સાથે પોતાની તેઝ્તર્રાર આંખો પણ બોલતી હતી.

"નો વેય નતાશા. મેં ભૂખા બિલકુલ નહીં રહે શકતા !! પતા હૈના તુમ્હે?" વિરાજે નતાશાને વિહ્વળ કરવાના ઈરાદાથી જ લંચ સ્કીપ કરવાની ના પાડીને નતાશાને જવાબ વાળ્યો.

"આઇ.. નો.. ઓકે બાબા. નો ઇશ્યૂ. આપકા બેન્ચમાર્ક યે સબ કરનેકે લિયે હમે ઇન્સ્પાયર્ડ કરતા હૈ. તુમ ફ્રેશ હો જાઓ. લંચ રેડી કરતી હૂ." ©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 61 માં નતાશાના મોબાઇલ ફોનમાં આવેલ મેસેજ કોના તરફી ઈશારો કરતો હતો?

-આરતીસોની©